સોરઠિયા દુહા/122


122

પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પાપી નેનાં ના મુકે, ભરભર આવે નીર.

હે પ્રીતમ! તારા મેળાપ વિના મારી કાયા સુકાવા માંડી છે, પણ તારા દર્શનઘેલી આ આંખો કેમે ય કરીને સુકાતી જ નથી; એમાંથી આંસુનાં ઝરણાં નિરંતર વહ્યા જ કરે છે.