સોરઠિયા દુહા/130


130

પ્યાસે ચાહત નીર કું; થક્કા ચાહત છાંય;
હમે ચાહત તુમ મિલન કું, કર કર લંબી બાંય.

તરસ્યાં માનવી જેમ પાણી માટે તલસે છે, થાક્યાં વટેમાર્ગુઓ જેમ શીતળ છાયાને ઝંખે છે તેમ, હે મારા માલિક, અમે તમને મળવા માટે તલસી રહ્યાં છીએ.