સોરઠિયા દુહા/135


135

લાખો કે’ મું બારીયો લાસી છીપરિયાં;
(જ્યાં) હાથ હિલોળે પગ ઘસે, ગહકે ગોરલિયાં.

લાખો કહે છે કે ઓ ભાઈઓ! મને મૂવા પછી કોઈ લીસી છીપરી ઉપર જ બાળજો, કે જે છીપરી પર રમણીઓએ વસ્ત્રો ધોતાં ધોતાં હાથ હિલોળ્યા હોય, પોતાના કોમળ પગની પાનીઓ ઘસી હોય. ને નહાતાં–ધોતાં ટીકા કર્યા હોય!