સોરઠિયા દુહા/148


148

સાજણ આયા હે સખિ, શેની ભેટ કરું?
ગજ મોતીનો થાળ લૈ, ઉપર નેન ધરું.

એવા વહાલા સાજન ઘેર આવ્યા છે ત્યારે હે સખિ! હું એમનું સ્વાગત શી રીતે કરું? એમ થાય છે કે અમોલાં ગજમોતી (હાથીના માથામાંથી નીકળતાં મોતી)નો થાળ ભરીને એની ઉપર મારી બે કીકીઓનાં રતન કાઢીને મૂકું અને પછી એ પિયુના ચરણમાં ધરી દઉં.