સોરઠિયા દુહા/169


[3]

બંદા કહેતા, મેં કરું, કરણહાર કિરતાર;
તેરા કહા સો ના હુવે, હોસી હોવણહાર.

હોસી હોવણહાર, ભાર નર યૂંહી લેવે;
અનજસ કરે અપાર, નામ નારાયણ ખોવે.

કહે દીન દરવેશ, હુકમસેં પાન હલંદા;
કરણહાર કિરતાર, તુંહીં ક્યા કરસી બંદા!