સોરઠિયા દુહા/52


52

ઠાંગો માંડણ ઠીક છે, કદી ન આંગણ કાળ,
ચાર પગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ.

જ્યાં ઠાંગો અને માંડણ જેવાં વંકા ડુંગરા છે, દુષ્કાળ જ્યાં કદી પડતો નથી, જ્યાં ચોપગાં જાનવરો ચારો ચરતાં ફરે છે, એવો એ પાંચાળ છે.