નદી ખળકે નિઝરણાં, મલપત પીએ માલ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયો–ભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીવે છે. જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.