સોરઠિયા દુહા/57


57

નીંદર ના’વે ત્રણ જણાં, કહો સખિ! કિયાં?
પ્રીત વછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં.

પોતાના પ્રીતિના પાત્રથી જે વિખૂટાં પડેલાં હોય, જેને માથે કરજનો બોજો હોય અને જેના હૈયામાં કોઈ વેર શૂળની માફક ખટક્યા કરતું હોય, એવાં ત્રણ પ્રકારનાં માનવીઓને, હે સખિ, ઊંઘ નથી આવતી.