સોરઠિયા દુહા/68


68

કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ;
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં શેણ.

ગુસ્સાથી કાળું મોં કરનારી, રિસાળ, નીચી નજર ઢાળનારી એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય તોપણ એને કાળી નાગણીના દંશ થજો.