હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ; (એને) કાંટો કે’દી ન વાગજો, (મર) હોય પારકાં શેણ.
જે સ્ત્રી હસમુખી ને હેતાળ હોય, આંખોમાંથી જે અમૃત વરસાવતી હોય, તે ભલેને બીજાની સ્ત્રી હોય તોપણ એને કાંટો સુધ્ધાં ન વાગજો.