સોરઠિયા દુહા/71


71

મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં;
વિણ મતલબ એક વાર, રાબ ન પીરસે રાજિયા!

હે રાજિયા! જગતમાં ચારેકોર સ્વાર્થનાં જ ચલણ છે. જગતને સ્વાર્થ હશે ત્યારે તું જ્યાં જઈશ ત્યાં સહુ તને ચૂરમા જેવાં મીઠાં ભોજન જમાડશે. પણ જે દિવસે જગતને સ્વાર્થ નહિ રહ્યો હોય તે દિવસે તો વાટકી રાબ પણ તને કોઈ નહિ આપે.