સોરઠિયા દુહા/72


72

પલપલમાં કરે પ્યાર, પલપલમાં પલટે પરા;
એ મતલબના યાર, રહેજે અળગો રાજિયા!

જરાજરામાં જે પ્રીત કરવા મંડી જાય છે અને પાછો વાતવાતમાં જેનો પ્રીત સંબંધ ઓછો થઈ જાય છે તેવાં માનવી માત્ર સ્વાર્થનાં સાથી હોય છે; હે રાજિયા, તું એવાનો સંગ ન કરતો.