સોરઠિયા દુહા/76


76

બોલે સાચા બોલ, કાચી ના યારી કરે;
તે માણસનું તોલ, મેરુ પ્રમાણે મોતિયા.

જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.