સોરઠિયા દુહા/98


98

કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા;
દલને ભોંઠપ દે છ, દુનિયાને કાંઉ દેખાડિયેં?

જોબન હતું ત્યારે જે માથાના વાળ કાળા ભમ્મર જેવા હતા તેનો રંગ આજ હવે જોબન જાતાં બદલાઈ ગયો છે, તેથી અમે ઘણી લજ્જા પામીએ છીએ કે દુનિયાને હવે મોઢું શી રીતે દેખાડશું!