સોરઠિયા દુહા/99


99

જોબનિયા (તું) ધોબી હુઓ, ધોયા ચહુંધા દેશ;
વણ પથરે વણ સાબુએ, (મારા) ઊજળા કીધા કેશ.

હે જોબનિયા! તેં તો ધોબી બનીને ચારેય દિશાના મુલક ધોઈ નાખ્યા, અને વગર છીપરે કે વગર સાબુએ મારા વાળ તેં ધોઈને ધોળા કરી નાખ્યા — તેં મને ઘડપણ લાવી દીધું.