સોરઠી સંતવાણી/સફરે જતા સેણને


સફરે જતા સેણને

સેણ મુંજા ઘાયલ માડુ!
હો સેણ પાંજા સફરી માડુ!
પરદેશી હાલું એ હાલું થ્યલ રે
વાલમ સેણ મુંજા!
સાંકડી શેરીમાં આપણ હલુંદા ને ચલુંદા વાલમ રે
મોંટાળા દૈ દૈ મતી જાવ રે
વાલમ સેણ મુંજા!
ઢાળી દેતાં ઢોલિયાં ને અવલ ઓશીકાં વાલમ રે
અંગડાંના કરી દેતાં ઓછાડ
વાલમ સેણ મુંજા!
નેડલો કરે તેને નીંદરાયું ના’વે વાલમ રે
ખારો લાગે છે બધો ખેણ રે
વાલમ સેણ મુંજા!
કે’ કવિ સામરો રે દાસ તમારો વાલમ રે
પ્રીતું કરો તો સગે લૈ જાવ
વાલમ સેણ મુજા!

[સામરો]