હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/વિચારો

વિચારો

વિચારો નિરંકુશ જવા આવવા દે,
અજાણી દિશાથી હવા આવવા દે.

તું રેખાઓ દોરી ને રંગો જતા કર,
એ વરસાદને પૂરવા આવવા દે.

કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ,
કદી નીચે ઉન્નત ભવાં આવવા દે.

નથી આભ બદલી શકાતું, એ માન્યું,
જરા પંખીઓ તો નવાં આવવા દે.

બધે નામ-સરનામું જાહેર ના કર,
જગતને પછી પૂછવા આવવા દે.

આખરે ૩