હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/હતી અવઢવ

હતી અવઢવ

હતી અવઢવ, કરું ક્યાંથી?
કથા રસપ્રદ શરૂ ક્યાંથી?

હવે ચોમેર અજવાળું,
હવે ચમકે ખરું ક્યાંથી?

બધું વીખરાયેલું હો તો
કશું તમને ધરું ક્યાંથી?

ગયો આગળ વિચારોમાં,
હવે ઘર પાંસરું ક્યાંથી?

ગઝલથી બસ ચલાવી લો,
એ મળશે રૂબરૂ ક્યાંથી?

આખરે ૯