– અને ભૌમિતિકા/એક બે(2)


એક બે

એક

ભેંસ પંચા બગલાં વીસ
ને સત્તર સંતે બરડા ચીસ.
ખલ્લક બલ્લક વત્તાં વેશ
માણ ખરે ને જૂતાં લેશ,
કેશ કરવત કુંઠિત ખલ્લ,
જડબું, ઝહળક, ખલકે મલ્લ.


બે

ખલવાડીનાં ચાઠાં
તપ્ત તુંકાર, વિશ્રંભિત દહીં,
સંપૃક્તતાથી માણસ જહીં.
દરવાને જપ્ત
વીચિમાળાનું મંગળ મધ્યમે
ઉત્તમે જળચર શપ્ત
આકંઠ ભીંગડાંઓથી વલણ
સપ્તમે ચલણ
તીરંદાજ વ્યવસ્થા વડે
વીરોચિત મુષ્ઠિ-કંધ
રંધ્ર... વંદે.


૬/૮-૬-૧૯૭૬