– અને ભૌમિતિકા/બોલ લીલવું


બોલ લીલવું

બાઈ રે હું તો પાંજરે બેઠા પોપટના બોલ લીલવું......
દૂરના સરોવર તો હવે ઝાંઝવે ભર્યાં આંખમાં
એની ચાંચમાં હવે લયની કૂંપળ ઝૂલતી નથી.
વડનાં લીલાં પાન ચોડેલી પાંખ ને રાતા ફળની જેવી
કેમ રે મૂંગી ચાંચ ભીડેલી ખૂલતી નથી?

વનનું લીલુ’ વ્હેણ ને એની પુચ્છમાં ઘૂંટ્યા
રંગના મારે મેઘધનું ને ઝીલવું......
એના કંઠની કાળી કાંબડી મને ભીંસતી
મીઠા બોલથી મારા કેમ કરીને રીઝવું હવે?
નાનકું ભીનું આભ તો એણે ખેરવી લીધું પાંખથી
સૂકાં નેણને મારા કેમ કરીને ભીંજવું હવે?
સળિયાની ભીતરના વેરાન રણમાં પેલી
કુજનાં ખર્યાં ફૂલને તે કેમ ખીલવું?
બાઈ રે હું તો....
૩-૪-૧૯૬૯