32,301
edits
No edit summary |
(જોડણી) |
||
| Line 14: | Line 14: | ||
આ જગત આવું છે એનું એક કારણ આમ છે.</poem>'''}} | આ જગત આવું છે એનું એક કારણ આમ છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં વર્ણિત સ્થિતિ આમ તો સામાન્ય છે. એકને બીજાનું કામ છે, પણ બીજાને પહેલાનું કામ નથી; એને ત્રીજાનું કામ છે. આ રીતે કોઈનું કામ સરતું નથી. આમ એક-બીજા વચ્ચે નર્યો વિસંવાદ છે. આ સ્થિતિ બે કે ત્રણ જણ પૂરતી સીમિત નથી; એ આગળ વધતી કોઈ એક તબક્કે પહેલા જણ પાસે આવી પહોંચે એવી સંભાવના પણ ખરી! એટલે એક આવર્તન થવાનું, જેને કોઈ છેડો નથી હોતો ને એમ આ વિસંવાદ અનંત રહેવાનો. આ જગત આવું છે; એટલે કે વિસંવાદી છે એનું એક કારણ આમ છે. આ જગત વિસંવાદી છે એ તો સૌ કોઈને ખબર છે. એ કહેવું એ આ શેરનો આશય નથી. પણ એ આવું કેમ છે? એનું એક કારણ કહેવાની એની નેમ છે. જે સાવ નજરવગાં વૈશિષ્ટ્યથી કવિ કહી આપે છે. આમ, આ શે’રનું પ્રાથમિક નિદર્શન સાવ સાદું છે, પણ એમાં નિહિત દર્શન ઘણું ગહન છે. વિસંવાદિતતાનાં આ વ્યાપારમાં ‘કામ'ની મૂળ વ્યંજના ઉમેરો તો ભર્તૃહરિ-પિંગળા- | અહીં વર્ણિત સ્થિતિ આમ તો સામાન્ય છે. એકને બીજાનું કામ છે, પણ બીજાને પહેલાનું કામ નથી; એને ત્રીજાનું કામ છે. આ રીતે કોઈનું કામ સરતું નથી. આમ એક-બીજા વચ્ચે નર્યો વિસંવાદ છે. આ સ્થિતિ બે કે ત્રણ જણ પૂરતી સીમિત નથી; એ આગળ વધતી કોઈ એક તબક્કે પહેલા જણ પાસે આવી પહોંચે એવી સંભાવના પણ ખરી! એટલે એક આવર્તન થવાનું, જેને કોઈ છેડો નથી હોતો ને એમ આ વિસંવાદ અનંત રહેવાનો. આ જગત આવું છે; એટલે કે વિસંવાદી છે એનું એક કારણ આમ છે. આ જગત વિસંવાદી છે એ તો સૌ કોઈને ખબર છે. એ કહેવું એ આ શેરનો આશય નથી. પણ એ આવું કેમ છે? એનું એક કારણ કહેવાની એની નેમ છે. જે સાવ નજરવગાં વૈશિષ્ટ્યથી કવિ કહી આપે છે. આમ, આ શે’રનું પ્રાથમિક નિદર્શન સાવ સાદું છે, પણ એમાં નિહિત દર્શન ઘણું ગહન છે. વિસંવાદિતતાનાં આ વ્યાપારમાં ‘કામ'ની મૂળ વ્યંજના ઉમેરો તો ભર્તૃહરિ-પિંગળા-અશ્વપાળનો કથાસંદર્ભ પણ એમાં કળાશે. આમ, સાવ સાદા-સરળ લાગતા આ શે’રમાં ગૂઢાર્થોને ગૂંથી આપતો કવિનો કાવ્યકસબ અદ્વિતીય છે. | ||
આ કવિની કાવ્યસૃષ્ટિમાંથી પસાર થતાં એમાં જોવા મળતી તાજગીભરી મૌલિકતા માટે આશ્ચર્ય થાય એવું છે. કવિ ભરત વિંઝુડાનો કલ્પનાલોક સમૃદ્ધ છે ને કાવ્યકસબ ઘૂંટાયેલો છે. એ બેઉનાં સુભગ સમન્વયથી નિષ્પન્ન કાવ્યઅવાજ આગવો અને નિરાળો છે. આ કવિની કાવ્યસૃષ્ટિ નિતનવી કલ્પનાઓ, અવનવી ધારણાઓ અને અવધારણાઓથી હરીભરી છે. જે એમના કાવ્યઅવાજને રૂઢ કાવ્યઅવાજોથી જુદો પાડે છે. ઘણીવાર તો વ્યવહાર જગતનાં સાવ પરિચિત દૃશ્યોને આ કવિ અરૂઢ અવધારણાઓથી નવપલ્લવિત કરી આપે છે. એક-બે ઉદાહરણ આ રહ્યા- | આ કવિની કાવ્યસૃષ્ટિમાંથી પસાર થતાં એમાં જોવા મળતી તાજગીભરી મૌલિકતા માટે આશ્ચર્ય થાય એવું છે. કવિ ભરત વિંઝુડાનો કલ્પનાલોક સમૃદ્ધ છે ને કાવ્યકસબ ઘૂંટાયેલો છે. એ બેઉનાં સુભગ સમન્વયથી નિષ્પન્ન કાવ્યઅવાજ આગવો અને નિરાળો છે. આ કવિની કાવ્યસૃષ્ટિ નિતનવી કલ્પનાઓ, અવનવી ધારણાઓ અને અવધારણાઓથી હરીભરી છે. જે એમના કાવ્યઅવાજને રૂઢ કાવ્યઅવાજોથી જુદો પાડે છે. ઘણીવાર તો વ્યવહાર જગતનાં સાવ પરિચિત દૃશ્યોને આ કવિ અરૂઢ અવધારણાઓથી નવપલ્લવિત કરી આપે છે. એક-બે ઉદાહરણ આ રહ્યા- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||