‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 210: Line 210:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રાચીન સાહિત્ય'માંથી રામાયણ વિશે રવીન્દ્રનાથનો નિબંધ પસંદ કર્યો પણ ‘કાવ્યની ઉપેક્ષિતા’ની જ તમે ઉપેક્ષા કરી? ઊર્મિલાને તો કવિવરે ન્યાય કર્યો જ છે પરંતુ કાવ્યમય સર્જનાત્મક મનોરમ ગદ્યનો આવો નમૂનો વિશ્વસાહિત્યમાં પણ ભાગ્યે જ મળે. રવીન્દ્રનાથની ગદ્યશૈલીનું નર્તન મુગ્ધકર છે. રામાયણ વિશે તમે એકઠાં કરેલાં પચાસ પરિશિષ્ટોમાં, ખુદ રવીન્દ્રનાથના ‘રામાયણ' લેખ સહિત, 'કાવ્યની ઉપેક્ષિતા'ના ઊર્મિલા વિષેનાં આરંભનાં ત્રણેક પાનાં, અન્ય કવિઓ-મહાત્માઓ-પંડિતો પ્રત્યેના પૂરા માનઆદર સાથે, સૌથી સર્વોપરિ પુરવાર થાત. મારું ચાલે તો નવી આવૃત્તિમાં એક પરિશિષ્ટ ઉમેરવાની તમને ફરજ પાડું! હા, તમે પચાસ પરિશિષ્ટો સંપાદન કરવાનો પુરુષાર્થ ન કર્યો હોત તો મારી ફરિયાદને ઝાઝો અવકાશ ન રહેત. પણ રામાયણ વિશે જે સૌથી ઉત્તમ, સૌથી મનોહર, સૌથી કાવ્યાત્મક, તેની જ ઉપેક્ષા સ્વીકારી ન શકાય. રવીન્દ્રવાણીના અમૃતસ્પર્શથી કેવી રીતે વંચિત રહી શકાય? આ અમૃતવાણીનાં થોડાંક બિંદુઓ પ્રસ્તુત છે :

“કવિના કલ્પનોત્સવમાં જેટલું કરુણાજળ છે તે સઘળું તેમણે જનકતનયાના પુણ્ય અભિષેકમાં ઠાલવી દીધું છે. પરંતુ આ લોકના સર્વ સુખથી વંચિત બીજી એક કરમાયેલા વદનવાળી રાજવધૂ સીતાદેવીની છાયા તળે ઢંકાઈને ઊભી છે તેના લાંબા વિરહશોકથી તપ્ત નમ્ર લલાટ ઉપર કવિકમંડલુમાંથી અભિષેક જલનું એક ટીપું પણ કેમ પાડવામાં આવ્યું નથી? હાય! અવ્યક્તવેદના દેવી ઊર્મિલા, તું પ્રાતઃકાળના તારાની માફક મહાકાવ્યના સુમેરુશિખેર ઉપર એક વાર માત્ર ઉદિત થઈ, ત્યાર પછી અરુણના પ્રકાશમાં તું ફરી દેખાઈ જ નહીં! તારો ઉદયાચળ ક્યાં છે અને અસ્તાચળ ક્યાં છે, એ પૂછવાનું પણ બધા ભૂલી ગયા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}