સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/અભિનવગુપ્તનો રસસિદ્ધાંત: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 7: Line 7:
ભરતના રસસૂત્રમાં કાવ્યને અંગે જે ઊણપ હતી તે ધ્વનિવાદે પૂર્ણ કરી, એ કાવ્યના આત્મા તરીકે ઉચ્ચ સ્થાને ધ્વનિની સ્થાપના કરી અને સ્મૃતિપ્રધાન કાવ્યોમાં રસધ્વનિ વાળાં કાવ્યોને અત્યુચ્ચ પદવી અર્પી. ધ્વનિ એટલે વ્યંજના; એ વ્યંજનાની પ્રવૃત્તિ કાવ્યગત રસના બોધમાં પણ થાય છે એવું ધ્વનિકારે પ્રતિપાદિત કર્યું, અને આચાર્ય અભિનવગુપ્તે ભરતના રસસૂત્રનું અપૂર્વ સામર્થ્યથી વિવરણ કર્યું.  

ભરતના ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્‌ રસનિષ્પત્તિઃ’ એ  અર્થ અભિનવગુપ્તે એવો કર્યો છે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ ત્રણના પરસ્પર સંયોગથી અર્થાત્‌ વ્યંજના દ્વારા પ્રતીત થતા સ્થાયીભાવથી વાચનાનો પ્રબોધ થતાં ચિત્તમાં અભિવ્યક્તિ થાય છે.

અભિનવગુપ્તના મત પ્રમાણે રસની અનુભૂતિ આ પ્રકારની હોય છે.<ref>મમ્મટ કૃત કાવ્યપ્રકાશ ઉલ્લાસ ૪ જુઓ</ref>

નાટક જોવા જનારે પ્રેક્ષકે લૌકિક વ્યવહારમાં જોયું હોય છે કે જ્યાં પ્રમદા વગેરે અનુરાગનું કારણ હોય, ચન્દ્રિકા ઉદ્યાન વગેરે એ અનુરાગનું ઉદ્દીપન કરનારી પ્રકૃતિ હોય, તરુણની દૃષ્ટિનો અને ભાવોનો વિશિષ્ટ આકાર-વ્યવહાર હોય, લલિત મધુર અંગલીલા હોય (એ અનુરાગના કાર્યરૂપે), અને એના મુખ પર ચિન્તા, ઔત્સુક્યાદિ અનુરાગની સહચારિણી અન્ય મનોવૃત્તિ પ્રકટ થતી હોય, તો એ તરુણના ચિત્તમાં રતિભાવનો ઉદય થયો છે એવું અનુમાન થઈ શકે છે. આવા અનેક પ્રસંગોના અનુભવથી પ્રેક્ષક એવા અનુમાનમાં કુશળ બન્યો હોય છે.

એ પ્રેક્ષક નાટક જોવા જાય છે ત્યારે ત્યાં પણ પ્રમદા, ઉદ્યાન, કટાક્ષાદિ ચેષ્ટા અને ચિન્તા ઔત્સુક્યાદિ ભાવો જુએ છે. નાટકમાંની એ સામગ્રી લૌકિક સામગ્રીથી ભિન્ન કક્ષાની અર્થાત્‌ અલૌકિક હોય ને વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ એવા પરિભાષિક શબ્દોથી ઓળખાય છે. લૌકિક પ્રણયપ્રસંગના અનુભવી એ પ્રેક્ષકને નાટકમાંની વિભાવાદિ સામગ્રી જોઈને નાયકમાં રતિભાવની પ્રતીતિ થાય છે પણ નાટકદર્શન દરમ્યાન, આ વિભાવ, આ અનુભાવ, આ વ્યભિચારી ભાવ મારા છે કે અન્યના છે એવો, અથવા તો મારા નથી કે અન્યના નથી એવો એકે પ્રકારનો નિશ્ચય એ પ્રેક્ષક કરી શકતો નથી. તેથી એને એ વિભાવાદિની સ્થલકાળવ્યક્તિત્યાદિવિશિષ્ટ ધર્મથી રહિત સાધારણીકૃત પ્રતીતિ થાય છે, અર્થાત્‌ શકુન્તલા રતિભાવનો આલંબન-વિભાવ હોય તો તેને તે અમુક સ્થળકાળથી સંબદ્ધ અમુક વ્યક્તિત્વવાળી શકુન્તલા તરીકે જોતો નથી. પણ કેવળ કામિનીરૂપે જુએ છે. સાધારણીકૃત સ્વરૂપે, કેવળ કામિનીરૂપે શકુન્તલારૂપ વિભાવનું ગ્રહણ કરતા એ પ્રેક્ષકના ચિત્તમાં સૂક્ષ્મ વાસનારૂપે નિગૂઢ રહેલો રતિ સ્થાયીભાવ અભિવ્યક્ત થાય છે.

Line 13: Line 13:
પ્રેક્ષકનો એ રતિભાવ જ્યારે રસરૂપે આસ્વાદ્ય બને છે ત્યારે એ રસાસ્વાદને સમયે, આ વિભાવાદિ મારા છે, હું રસનો આસ્વાદક છું એ પ્રકારનો પરિમિત પ્રમાતૃભાવ (પોતે જે પરિમિત રૂપે એનો પ્રમાતા એટલે ગ્રાહક છે એ ભાવ) એનો વિગલિત થાય છે—લુપ્ત થાય છે.

એ સમયે પ્રમાતા અર્થાત્‌ રસાસ્વાદ કરતો પ્રેક્ષક અન્ય લૌકિક વિષયના જ્ઞાનથી અસ્પૃષ્ટ હોય છે—અર્થાત્‌ એને અન્ય લૌકિક વિષયોનું જ્ઞાન કે સંવેદન હોતું નથી. ઉપરાંત એ પોતાનું પરિમિત વ્યક્તિત્વ—વિસરી જઈને અપરિમિતભાવનો અનુભવ કરતો હોય છે.

એ પ્રેક્ષકનો પરિમિતભાવ લુપ્ત થયો હોઈને એ સર્વે સહૃદયો જોડે—સર્વે પ્રેક્ષકો જોડે—સમાનભાવથી—હૃદયસંવાદ અનુભવે છે, અને એને વ્યક્તિગત નહિ પણ સર્વસાધારણ એવો રસનો સાક્ષાત્કાર થાય છે.<ref>સરખાવોઃ—An object that pleases me aesthetically, please the impersonally, and what pleases me impersonally, please me as a member of humanity, and not as a nuique individual,<br>{{right|–Katherine and Gilbert કૃત History of Estheticsમાં કર્તાઓએ રજૂ કરેલો Kantનો મત.)}}</ref>

અહીં એક શંકા ઊપજે : રસ એટલે રત્યાદિ સ્થાયીભાવનો આસ્વાદ; સ્થાયીભાવનો આસ્વાદ એ જ રસ; સ્થાયીભાવ આસ્વાદ્ય છે, અને રસ તે તેનો આસ્વાદ છે. આસ્વાદ અને આસ્વાદ્ય વિષય એક નહિ પણ ભિન્ન છે તો પછી ‘રસનો આસ્વાદ’ એમ કેમ કહી શકાય? એ તો ‘આસ્વાદનો આસ્વાદ’ એમ કહેવા જેવું થયું.

આ શંકાનું સમાધાન એ કરાયું છે કે વિજ્ઞાનવાદી બૌદ્ધો બાહ્ય વિષષનું અસ્તિત્વ માનતા નથી; વિષય જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતાનું જ્ઞાન જ વિષય રૂપે ભાસે છે, એમ માને છે. આમ હોઈને વિષયના જ્ઞાન સમયે જ્ઞાનસ્વરૂપ વિષય જ જ્ઞેય બને છે. અહીં જે પ્રકારે વિષય જ્ઞાનસ્વરૂ૫ છે છતાં જ્ઞેય બને છે, તે જ પ્રકારે રસ આસ્વાદરૂપ છે છતાં આસ્વાદ્ય બને છે.

Line 62: Line 62:
આ કારણે સંશયયોગ ન ઉપજે એ ઉદ્દેશથી ભરત મુનિએ જ વિભાવ અનુભાવ–વ્યભિચારી ભાવનો સંયોગ જ ઉપદૃશ્યો છે, એ સંયોગને જ સ્થાયીભાવની અને રસની નિષ્પત્તિ કરવાને સમર્થ માન્યો છે. કવિ કે પ્રયોજક એક રજૂ કરે અને બીજાને ન કરે તો જ સંશયનો અવકાશ રહે. અથવા, પ્રેક્ષક એ ત્રણે તત્ત્વોને સંયુક્ત રૂપે નહિ પણ અલગ અલગ જુએ તો જ એમાંથી કયા સ્થાયીભાવનું અનુમાન કરવું એ બાબતની સંદિગ્ધતા રહે સર્વે તત્ત્વોને સંયુક્ત રૂપે, સામગ્રી રૂપે, યોજવામાં અને અનુભવવામાં આવે તો તેમાંથી એક જ સ્થાયી ભાવનું નિરસંદેહ અનુમાન સ્વયમેવ નીપજે.

અભિનવગુપ્તના અને ભટ્ટ નાયકના મતની સરખામણી

અભિનવગુપ્તે ભટ્ટ નાયકના સાધારણીકરણવ્યાપારને સ્વીકારી લીધો પણ એની ‘ભાવના’ એવા અપૂર્વ નામકરણની જરૂર ન માની. ભટ્ટ નાયકે કહ્યું કે સામાજિક, સાધારણીકૃતિથી ભોગયોગ્ય બનેલા, નાયકગત, સ્થાયીભાવોને “ભોગ” કરે છે, પણ અભિનવને મતે સામાજિક નાયકના સ્થાયીભાવોનો ઉપયોગ કરતો નથી. એનો મત એવો છે કે સાધારણીકરણથી નાયકનાયિકા ભાવો આનુભાવો વ્યભિચારી ભાવો વગેરે પોતાનું સ્થલકાળવૈશિષ્ટ્ય તજીને કાન્ત-કાન્તાદિક સાધારણ રૂપે પ્રતીત થાય છે તેથી કાન્તા (નાયિકા) પ્રતિ નાયકનો જેવો રતિભાવ છે તેવો જ રતિભાવ સામાજિકના ચિત્તમાં, વાસનાના પ્રબોધથી અનુભવાય છે, અને નાયિકાનું કાન્તારૂપ સાધારણીકરણ એ શક્ય બનાવે છે. સામાજિક નાયકગત ભાવનો ભોગ કરતો નથી, પણ પોતાના  અન્તર્ગતભાવનું ચર્વણ કરે છે એને રસાનુભૂતિ કહે છે.<ref>રસશાસ્ત્રના પારિભાષિક શબ્દ ‘સાધારણીકરણ’ માટે અંગ્રેજી શબ્દ ‘Universalization’ વપરાય છે તેથી, એ બે વચ્ચે ભ્રમ ન થાય એવી કાળજી આવશ્યક બને છે. Universalization એ કવિએ કરવાની કાવ્યનિર્માણના સમયની, પ્રક્રિયા છે. ‘સાધારણીકરણ’ એ રસાનુભૂતિ કરનાર સામાજિકનો ચિત્તગત વ્યાપાર છે. કવિએ નાયકનાયિકા વગેરેનું, સ્થળકાળવ્યક્તિત્વવિશિષ્ટ, નિર્માણ કર્યું હોય.</ref>

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાદટીપ :'''
'''પાદટીપ :'''