સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/‘બૃહદ્‌ પિંગળ’ ભૂમિકા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 7: Line 7:
સમગ્ર કાવ્યમાં છંદને શું સ્થાન છે, છંદ કાવ્યના કયા અંશને અવલંબે છે તે એક દૃષ્ટાંત લઈ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ. અમુક પ્રયોજન માટે આ દૃષ્ટાંત ગુજરાતી કવિતામાંથી ન લેતાં તુલસીદાસના રામાયણમાંથી લઉં છું : –

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>विकसे सरसिज नानारंगा
{{Block center|'''<poem>विकसे सरसिज नानारंगा
मधुर मुखर गुंजत बहु भृंगा।
मधुर मुखर गुंजत बहु भृंगा।
बोलत बलकुक्कुट कलहंसा
बोलत बलकुक्कुट कलहंसा
प्रभु बिलोकि जन करत प्रशंसा ।।
प्रभु बिलोकि जन करत प्रशंसा ।।
- अरण्यकांड, पृ. ६७६</poem>}}
- अरण्यकांड, पृ. ६७६</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંપા સરોવરના વર્ણનની એક ચોપાઈ છે. ધારો કે એ ચોપાઈને આપણે તુલસીદાસની ચોપાઈઓ ગણાય છે તે રીતે ગવાતી સાંભળી. તો એ ચોપાઈ સાંભળતી વખતે સંગીતના ને સ્વરો આપણે સાંભળ્યા તે સ્વરો છંદનો વિષય નથી. છંદ એનો એ રહે અને કોઈ બીજો સંગીતકાર તેને જુદા સ્વરોમાં ગાઈ શકે. એટલું જ નહિ, આપણે અંગ્રેજી કાવ્યના પરિચયથી જે સંગીતથી સ્વતંત્ર પઠન કરવાના સંસ્કાર મેળવ્યા છે તે સંસ્કારો પ્રમાણે આપણે આ ચોપાઈને સંગીતના સ્વરોને પ્રયેાજ્યા વિના પણ પઠી શકીએ. અર્થાત્‌ છંદને સંગીતના સ્વરો સાથે સંબંધ નથી. તેમ જ આ ચોપાઈમાં જે શબ્દોચ્ચારનું માધુર્ય છે તેને અને છંદને પણ કશો સંબંધ નથી. આ કાવ્ય ઉચ્ચારાતાં જે આ કાવ્યનો અર્થ નહીં સમજતું હોય તેને પણ આ કાવ્યના અક્ષરોના ઉચ્ચારણમાં એક પ્રકારનું માધુર્ય જણાતું હશે. કહ્યું છે કે :

{{Block center|<poem>येऽपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणाः ।
{{Block center|'''<poem>येऽपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणाः ।
तेषामपि सतां पाठः सुष्ठु कर्णरसायनम् ।।
तेषामपि सतां पाठः सुष्ठु कर्णरसायनम् ।।
-का. मी. चौ. १-७; पृ, १०७-०८</poem>}}
-का. मी. चौ. १-७; पृ, १०७-०८</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેઓ શબ્દને જાણતા નથી, તેમ જ અર્થ કરવામાં વિલક્ષણ નથી તેમને પણ સારા માણસોએ કરેલા (કાવ્યનો) પાઠ સારી રીતે કર્ણરસાયન બને છે. આ પ્રકારનું ઉચ્ચારમાધુર્ય ચોપાઈની બીજી પંક્તિમાં આવતા ‘મધુર મુખર’ શબ્દોના ઉચ્ચારથી, અને ત્રીજી પંક્તિમાં ‘લ’ અને ‘ક’ના ઉચ્ચારથી તેમ જ અનુસ્વારના રણકારથી અનુભવાય છે. પણ આ માધુર્ય (આને કાવ્યશાસ્ત્રમાં માધુર્ય જ કહેલું છે)ના તત્ત્વ સાથે એટલે અક્ષરોનાં સ્થાન સાથે પણ છંદને સંબંધ નથી. કાવ્યનો અર્થ ન સમજાયો હોય એવો વિકલ્પ આપણે માધુર્યને અંગે વિચારી લીધો એટલે કાવ્યનો અર્થ એ પણ છંદના અવલંબનનું પ્રત્યક્ષ તત્ત્વ નથી. એ પ્રત્યક્ષ તત્ત્વ તે અક્ષરોનું માપ છે. ઉપરની ચોપાઈનો અક્ષરવિન્યાસ એવો છે કે તેમાં દરેક પંક્તિમાં ચચ્ચાર માત્રાના અક્ષરગુચ્છોનાં ચાર ચાર આવર્તનો થાય છે. ગુરુની બે માત્રા અને લઘુની એક માત્રાના ધોરણે દરેક અક્ષર ઉપર તેની સંખ્યા મૂકી હું એ નીચે દર્શાવું છું :

Line 25: Line 25:
અહીં ‘વિકસે’, ‘સરસિજ’, ‘નાના’, ‘રંગા’, એ દરેક શબ્દ ચાર માત્રાનો છે, તે પછી ‘મધુરમુ’ એટલાથી એક ચાર માત્રાનો અક્ષરગુચ્છ રચાય છે, પછી ‘ખરગું’, ‘જાત બહુ’, ‘ભૃંગા’ એ પ્રમાણે, અને તે પછી ‘બોલત’, ‘જલકુ’, ‘ક્કુટકલ’, ‘હંસા’, એ પ્રમાણે ગુચ્છો રચાય છે. પણ પછીની પંક્તિમાં અર્ધ સુધી એવા ગુચ્છો રચાતા નથી. અર્ધે એક આઠ માત્રાનો ગુચ્છ પૂરો થઈ પછી, પાછા ‘કરતપ્ર’ અને ‘શંસા’, એવા ચચ્ચાર માત્રાના બે ગુચ્છો રચાય છે. આ અપવાદોના ખુલાસા આગળ એ છંદની ચર્ચાના પ્રસંગ પર રહેવા દઈ આપણે એટલું કહી શકીશું કે આમાં ચચ્ચાર માત્રાના ચાર અક્ષરગુચ્છોથી એક એક પંક્તિ કે ચરણ થાય છે. અને એવી ચાર પંક્તિનો એક છંદ બને છે. અર્થાત્‌ છંદ વાણીના માપથી બને છે. અને એ માપ તે અક્ષરના ઉચ્ચારણનું માપ છે. અક્ષરના ઉચ્ચારણને અમુક માપ છે, અને કવિ એ માપનો ઉપયોગ કરીને છંદ રચે છે. કવિ એવી રીતે અક્ષરોને યોજે છે કે એ અક્ષરોના ઉચ્ચારણના માપથી અમુક છંદ રચાય. અને અક્ષરના માપથી છંદો રચવાની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. દાખલા તરીકે ઉપરની ચોપાઈમાં દરેક અક્ષરગુચ્છની માત્રાસંખ્યા નિયત છે, અને દરેક પંક્તિમાં એવા અક્ષરગુચ્છની સંખ્યા પણ નિયત છે. પણ એક ચરણના કુલ અક્ષરોનો નિયમ નથી. પહેલી પંક્તિમાં કુલ ૧૧ અક્ષરો છે, બીજીમાં ૧૩ છે, ત્રીજીમાં ૧૨ છે અને ચોથામાં વળી ૧૩ છે. આ જાતની રચનામાં અક્ષરની કુલ સંખ્યા સરખી હોતી નથી, હોઈ શકે પણ નહીં એ આપણે આગળ જોઈશું. પણ એક બીજા પ્રકારની રચના છે તેમાં એનો પણ નિયમ હોય છે. જેમ કે : —

{{Block center|<poem>{{gap|3em}}શિખરિણી
{{Block center|'''<poem>{{gap|3em}}શિખરિણી
હવે તો મેદાનં વરતનુ દિસે છે વિચરતી,
હવે તો મેદાનં વરતનુ દિસે છે વિચરતી,
વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;

રહ્યાં બંને બાજૂ તરુવર, નહીં કાંઇ વચમાં,

વસેલૂં આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!
વસેલૂં આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!
{{Right|—‘દેવયાની’, પૂર્વાલાપ}}</poem>}}
{{Right|—‘દેવયાની’, પૂર્વાલાપ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ છંદમાં જોઈશું તો દરેક પંક્તિમાં સત્તર અક્ષરો છે એટલું જ નહીં, પહેલી પંક્તિમાં પહેલો અક્ષર લઘુ છે, તો બધેય એ સ્થાને લઘુ જ આવવાનો, તે પછી પાંચ ગુરુ આવે છે, તે દરેક પંક્તિમાં એમ જ આવવાના. આ પ્રમાણે માપોની આકૃતિઓના પ્રકારો જુદા જુદા હોય છે. પણ માપ વિના છંદ નથી થઈ શકતો, અને એ માપ અક્ષરનાઉચ્ચારણતત્ત્વનું’ માપ છે. આ માપથી એક અનુભવાય છે,—પછી આપણે કાવ્ય જાતે પઠતા જોઈએ, કે કોઈને પઠતો સાંભળતા હોઈએ, કે કાવ્ય વાંચતાં કલ્પનાના કાને સાંભળતા હોઈએ. કાવ્ય શ્રાવ્ય છે, તો એ વાણીનો મેળ પણ શ્રાવ્ય છે. પદ્ય એટલે માપથી સિદ્ધ સુમેળવાળી વાણી. પદ્યની વિશિષ્ટ આકૃતિ કે આકાર તે છંદ.

Line 43: Line 43:
સંસ્કૃત વર્ણમાલામાં આવતા ‘ઋ’ સ્વરનો ઉચ્ચાર ચર્ચા માગે છે. ગુજરાતીઓ સંસ્કૃત વાંચતાં પણ ‘ઋ’નો ઉચ્ચાર ‘રુ’ કે ‘ર’ જેવો કરે છે. ‘અમૃત’નો ઉચ્ચાર ‘અમ્રુત’ કે ‘અમ્રત’ જેવો કરે છે. ત્યાં સંયોગ નથી અને તેની આગળનો સ્વર ગુરુ ન બોલાય એની સંભાળ રાખવા આ ‘મ્રુ’ કે ‘મ્ર’નો સંયોગ નિર્બલ બોલાય છે. પણ ઉચ્ચાર તો રકારનો જ થાય છે. અને તેથી ઘણી વાર આગળના સ્વરને તેનો થડકારો પણ લાગે છે. સંસ્કૃત તત્સમને ઉચ્ચાર અણીશુદ્ધ રાખનાર કાન્તે પણ ક્યાંક રકારસંયોગનો ઉચ્ચાર કરી થડકારો આપ્યો છે. જેમ કે –

{{Block center|<poem>સુગુપ્ત રાજગૃહની દિશામાં
{{Block center|'''<poem>સુગુપ્ત રાજગૃહની દિશામાં
{{right|—‘અતિજ્ઞાન’, પૂર્વાલાપ}}</poem>}}
{{right|—‘અતિજ્ઞાન’, પૂર્વાલાપ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘ગૃ’ના થડકારાથી ‘જ’ ગુરુ બોલાય છે.૩<ref>૩. સંસ્કૃતમાં પણ આવા દાખલા મળે છે :<br>

Line 58: Line 58:
એટલું જ નહીં, વર્ણમાલામાં જેનો ઉલ્લેખ નથી એવા સ્વરો પણ આપણે સ્વીકારવા જોઈએ. અર્વાચીન ભાષાઉચ્ચારણનું શાસ્ત્ર સ્વરવ્યવસ્થા જુદી રીતે કરે છે. તે બધા સાથે આપણે અહીં સંબંધ નથી. પણ તેમાં જે સંયુક્ત સ્વર (ડિપ્થૉંગ diphthong) કહેવાય છે, તેનો થોડો પણ નિર્દેશ કરવાની જરૂર છે. કેમ કે કોઈ કોઈ કવિઓએ એવા પ્રયોગ કર્યા છે. જેમ કે :

{{Block center|<poem>જોઈએ તેમાં એક પણ, ઓછે નહીં નિભાય;
{{Block center|'''<poem>જોઈએ તેમાં એક પણ, ઓછે નહીં નિભાય;
પાયા ઈસો ઊપળાં, મળી ખાટલો થાય
પાયા ઈસો ઊપળાં, મળી ખાટલો થાય
{{right|—દ. કા., ભા. ૨, પૃ. ૪૨}}
{{right|—દ. કા., ભા. ૨, પૃ. ૪૨}}
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું.
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું.
{{right|—‘વસન્તવિજય’, પૂર્વાલાપ}}</poem>}}
{{right|—‘વસન્તવિજય’, પૂર્વાલાપ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં બને જગાએ ‘જોઈ’ના ઉચ્ચારમાં સંયુક્ત સ્વર છે, અને પિંગલ દૃષ્ટિએ ‘જોઈ’ એક ગુરુ થાય છે. તેવો જ બીજો દાખલો :
અહીં બને જગાએ ‘જોઈ’ના ઉચ્ચારમાં સંયુક્ત સ્વર છે, અને પિંગલ દૃષ્ટિએ ‘જોઈ’ એક ગુરુ થાય છે. તેવો જ બીજો દાખલો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જુઓ ભાઈ આ મોટાં ઝાડ, તેમાં સૌથી ઊંચા તાડ.
{{Block center|'''<poem>જુઓ ભાઈ આ મોટાં ઝાડ, તેમાં સૌથી ઊંચા તાડ.
{{right|દ. કા., ભા. ૨, પૃ. ૨૭૭}}</poem>}}  
{{right|દ. કા., ભા. ૨, પૃ. ૨૭૭}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા વખતમાં નિશાળમાં આ કવિતા પઠતાં ‘જૂ’ દીર્ઘ જ પઠાતો એ પ્રમાણે પઠતાં ‘ભાઈ’ને એક ગુરુ અક્ષરવાળો શબ્દ ગણવો જોઈએ.

Line 79: Line 79:
અર્થાત્‌, આ લઘુગુરુનું નિયત કરેલું પ્રમાણ પિંગલગત છે. અને પિંગલના પ્રદેશમાં એ સાચું છે. અર્થાત્‌ માત્રામેળ છંદોમાં જ્યાં એક ગુરુની જાગાએ બે લઘુ અને બે લઘુની જાગાએ એક ગુરુ મૂકી શકાય છે ત્યાં છંદના ઉચ્ચારણમાં ખરેખર જ ગુરુ લઘુ એ પ્રમાણની કાલમાત્રામાં બોલાય છે. પણ અહીં એક બીજી હકીકત પણ નોંધવી જોઈએ. પિંગલપરંપરા સર્વ પ્રકારના છંદો માટે આ પ્રમાણ માને છે, તે યથાર્થ નથી. આપણે જેને અનાવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તો કહીએ છીએ તેમાં એક ગુરુની જગાએ બે લઘુઓ કે બે લઘુઓની જગાએ એક ગુરુ આવી શકતો નથી. જેમ કે

{{Block center|<poem>રહ્યાં બંને બાજૂ તરુવર, નહીં કાંઇ વચમાં
{{Block center|'''<poem>રહ્યાં બંને બાજૂ તરુવર, નહીં કાંઇ વચમાં
{{right|—‘દેવયાની’, પૂર્વલાપ}}</poem>}}
{{right|—‘દેવયાની’, પૂર્વલાપ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ પંક્તિમાં ‘તરુવર’ ચાર લઘુનો શબ્દ છે તેની જગાએ બે ગુરુનો ‘વૃક્ષો’ શબ્દ મૂકી નહીં શકાય :
એ પંક્તિમાં ‘તરુવર’ ચાર લઘુનો શબ્દ છે તેની જગાએ બે ગુરુનો ‘વૃક્ષો’ શબ્દ મૂકી નહીં શકાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રહ્યાં બંને બાજૂ વૃક્ષો નહીં કાંઇ વચમાં</poem>}}
{{Block center|'''<poem>રહ્યાં બંને બાજૂ વૃક્ષો નહીં કાંઇ વચમાં</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ કરવા જતાં મૂળ શિખરિણી વૃત્તનો સંવાદ જરા પણ રહેતો નથી. અને આ હકીકત એ આખા વૃત્તપ્રકાર માટે સાચી છે. જ્યારે પહેલાં આપેલા ચોપાઈના દૃષ્ટાન્તમાં

{{Block center|<poem>विकसे सरसिज नानारंगा</poem>}}
{{Block center|'''<poem>विकसे सरसिज नानारंगा</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચાર માત્રાના ‘સરસિજ’ને બદલે ‘વારિજ’, ‘કુસુમો’, ‘પદ્યો’ એમ ગમે તે ચાર માત્રાના શબ્દ મૂકી શકાશે. અર્થાત્‌ લઘુગુરુ પ્રમાણ કહ્યું છે તે માત્રામેળ છંદો માટે સાચું છે અને એ છંદોના પઠનમાં અક્ષરોનું એ પ્રમાણે પઠન થાય પણ છે. પણ અનાવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તોમાં લઘુગુરુને પરસ્પર અપ્રમેય અને ભિન્ન માપવાળા અક્ષરો માનવા જોઈએ. અને એના પઠનમાં લઘુગુરુની, કોઈ પણ પ્રમાણને અનુસરી, પરિવૃત્તિ કે અદલાબદલી થઈ શકતી નથી.