આત્મપરિચય/કેટલાક અંગત પત્રો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કેટલાક અંગત પત્રો|}} {{Poem2Open}} ઓમ પ્રો. બી.વી.વ્યાસ, ૭૨, મૂલજી જેઠ...")
 
No edit summary
 
Line 18: Line 18:
મોટાભાઈના સસ્નેહ શુભાશિષ
મોટાભાઈના સસ્નેહ શુભાશિષ
૭-૩-૪૭
૭-૩-૪૭
<center>&#9724;
પ્રિય ઉષા,
પ્રિય ઉષા,
જાતી છોને બૂઝાઈ જીવનધૂપસળી મ્હેંકતી મ્હેંકતી આ કેટલીક વાર પરિસ્થિતિ એવી બની જાય છે કે એમાં રહેલી ગૂંચનાં કે અસ્વસ્થતા ઉત્પન્ન કરનારાં તત્ત્વને દૂર કરવાનો પ્રયત્ન જેમ જેમ અધીરા બનીને કરતા જઈએ તેમ તેમ ગૂંચ અને અસ્વસ્થતા જાણે વધતી જ જતી હોય એવું લાગે. આનાથી મન રૂંધાઈ જાય, અશાન્તિ ઉત્પન્ન કરનારાં તત્ત્વો આક્રમક બને, અને આ સૌને પરિણામે ચિત્તના પર એવી તો અસ્વાભાવિકતાનું વાદળ ઘેરાઈ જાય કે ન પૂછો વાત! છતાંય જે સાચું છે, સદા સ્થાયી છે તે આકસ્મિક અસ્વાભાવિકતાનાં આવા આક્રમણથી ઢંકાઈ જતું નથી, ખણ્ડિત થતું નથી, વિકલ બનતું નથી. સ્નેહની સ્વચ્છસલિલા સ્રોતસ્વિનીમાં કદીક આકાશમાં ઘેરાયલાં કાળાં વાદળોની શ્યામ છાયા પથરાઈ જાય, પણ એ શ્યામ છાયા સ્નેહમાં રહેલું કશુંક અન્તર્ગત અવિભાજ્ય તત્ત્વ નથી. એ તો એની બહાર રહેલી એવી કશીક વસ્તુની છાયા માત્ર છે, જે આકસ્મિક રીતે આવી પડી હોય છે. આ વાત હું સ્પષ્ટ રીતે સમજું છું ને છતાંય મારું ચિત્ત અકળાઈ જાય છે. હું મારાથી જ અકળાઈ ગયો છું. હૃદયમાં સદા પ્રતિષ્ઠિત થયેલી સત્યનિષ્ઠા, સદાકાંક્ષા ને સાચી લાગણીઓ જે રૂપે આવિષ્કાર પામે તે રીતે — રૂપે આવિષ્કાર પામતી નથી. એની ઉપર ચિત્તની અન્ય ક્ષુદ્ર, ક્ષણજીવી, અસંસ્કૃત વૃત્તિઓની છાયા આછી ઘેરી પથરાઈ જાય છે. આથી હું મારે હાથે જ મને અન્યાય કરું છું. આવી વિચિત્રતાને કારણે જે વિષમ પરિસ્થિતિ ઉદ્ભવે છે તે મારે માટે અસહ્ય બની ઊઠે છે. એને સુધારી લેવાના પ્રયત્નોમાં પણ પૂરી સફળતા મળતી નથી. આત્મા જે સંવાદિતાનું સંગીત જીવનમાંથી ઝંકૃત કરવા ઝંખે છે તેમાં જાણે એક વિસંવાદી સૂર ભળી જઈને ક્લેશ જન્માવે છે, ને ઉષા, એ ક્લેશ મારાથી સહન થથો નથી. આથી ઘણી વાર મનમાં ઊંડે ઊંડે ખૂબ ગ્લાનિ અનુભવું છું. કદીક એવી ભીતિ પણ ઉદ્ભવે છે કે આ સ્વભાવગત ન્યૂનતા મારો વિનાશ તો નહીં નોતરી લાવે ને?

Line 27: Line 28:
પ્રસન્નતાનું નમણું પારિજાત — બસ ખોબે ખોબે હું એ તારી પાસેથી પામ્યા જ કરું, એની અજસ્ર વૃષ્ટિ મારા પર થયા જ કરે એમ હું ઇચ્છું છું. તારી પ્રસન્નતા એ જ મારે મન સંજીવની છે — પ્રાણધારણ શક્તિ છે. એથી વિશેષ શું કહું?

સુરેશ
સુરેશ
 
<center>&#9724;
ઓમ
ઓમ
૨૨-૮-૪૮
૨૨-૮-૪૮
Line 41: Line 42:
આ મારા અક્ષર તું વાંચી શકે છે ખરી? તું મને અક્ષર સુધારવાનું નથી કહેતી? કદાચ તને હવે તો ખાતરી થઈ ગઈ હશે કે આ કોઈ બાબતમાં સુધરી શકે એમ છે જ નહીં, ખરું ને? ત્યારે, મજામાં તો છે ને? બોલ, ઉપનિષદ્ મોકલાવે છે ને? મારે કારણે તને ઘણા ધક્કા ખવડાવું છું. એ શિક્ષા તું આનન્દથી સહી લઈ શકીશ? Book ક્યારે મળી શકશે? તબિયત કેમ છે? પત્ર તો લખ્યો છે. રવિવાર છે. stamp મળશે તો આજે રવાના કરી શકીશ. ગુસ્સે ન થઈશ.

સુરેશનાં —
સુરેશનાં —
 
<center>&#9724;
ઓમ
ઓમ
૨૦-૧૧-૪૯
૨૦-૧૧-૪૯
Line 48: Line 49:
તો મારી લાડકી ઉષા, હું તને આલિંગવાને આવું છું. મંગળવારે સવારે પૂ.વ્યાસ સાહેબ સાથે ખાર આવીશ. વ્હેલી સવારે પહેલી લોકલ આવે છે તેમાં. હું તને ભેટ્યા વિના ક્ષણ પણ રહી શકીશ નહીં. તું આપણા ઓરડામાં જ છે ને? હું વ્યાસસાહેબને દિવાનખાનામાં બેસાડીને તારી પાસે જ આવીશ. આપણે સાથે ચિ.પ્રણવના કાનમાં ગાયત્રી મન્ત્ર ભણીશું. પછી તારી સાથે ભેટીને સૂઈ રહીશ. જોજે, મારે આવીને બેસી ન રહેવું પડે. ઉષા, આટલું કરીશ ને? વ્યાસસાહેબ તો બુધગુરુવારે પાછા જશે. હું બીજા બુધવાર સુધી રહેવાનો છું. આથી બે દિવસ રમેશને ત્યાં રહીશ. લોકોને પણ જરા ઠીક લાગે. પછી જાણે હું પણ વ્યાસસાહેબ સાથે જતો રહ્યો છું એમ માનશે. પછી પાંચેક દિવસ તો તારાથી જરા પણ અળગા રહેવું નથી. ઉષા, બસ મિલનના હર્ષથી અત્યારથી હૃદય છલકાઈ ઊઠ્યું છે. તું ચિ.પ્રણવને જલદી જલદી સારો કરી નાખ. એ પણ આપણા આનન્દમાં ભાગ લેશે ને? ઉષા, ખૂબ આનન્દ કરવો છે હં. હવે તો તારે કાંઈ કામ કરવાનું હોય નહીં. એટલે તું મારી પાસે જ રહેશે ને? મારે પછી ક્યાંય બહાર જવું નથી. બધાં કામ — કોલેજનાં — બે દિવસમાં પતાવી દઈશ પછી ૩૦મી મેએ રાતે ખારથી નીકળીશ. બોલ, તને ગમ્યું ને? તું તો ત્રણેક દિવસની જ વાત કરતી હતી, પણ હું કેટલું બધું રહીશ — મારી ઉષાને છોડીને મારાથી કેમ રહેવાય? ઉષા, મારી ઉષા થઈને તું એટલું નહીં માને? દોઢ મહિના પછી ન્હાઈને અહીં નહીં આવે? તું બહુ લુચ્ચી છે, મને કહીશ : પ્રયત્ન કરીશ. ના ઉષા, મને નિરાશ ન કરીશ. મેં બલવન્તરાયને લખ્યું છે કે ચિ.અ.સૌ. ઊમિર્લાને માર્ચ સુધી મારે ત્યાં રહેવાની રજા આપો. તને એની સાથે ઠીક ફાવશે. ને આપણી જેઠી બાઈ બધું સરસ કરશે. તું પૂ. મોટીબહેન પાસે હા પડાવે એટલી જ વાર. તો ઉષા, તારા સુરેશને કેટલો આનન્દ થાય. તો એનું વજન જરૂર ૧૪૦ થાય. અત્યારે તો કાંઈ ખવાતું જ નથી. તારાથી દૂર રહીને જાણે જીવવાનું જ ગમતું નથી. ગ્રીનનું ખાવાનું તારું તારું છે એમ તે મનને શી રીતે મનાવી શકું? ના ઉષા, એવું મને કહીશ નહીં. જો, તારે માટે બિલકુલ ચોક્ખું ૧૦ શેર ઘી લાવું છું. ખૂબ શીરો ખાજે ને પ્રણવને પણ મસ્ત બનાવજે. હું ગરીબ માણસ, તારે માટે કશું કરી શકતો નથી. મને એથી ઓછું આવે છે. આજે મારી સ્થિતિ સારી હોત તો તારાં પૂ. મોટીબહેન દોઢ મહિના પછી તને અહીં આવવા દેવામાં જરાય આનાકાની ન કરત. તને પણ બે વિચાર કરવા ન પડત. પણ ચિ.પ્રણવના આગમન પછી તો આપણું સુધરી જવાનું છે. ને ભગવાનના આશીર્વાદ તો છે જ ને, પછી શું? તો ઉષા, હું આવું છું. સ્તન કઠણ થઈ ગયા હોય તો દૂધ કાઢી નાખવું. ચિ.પ્રણવને બે બે કલાકે ધવડાવે છે ને? ચિ.અ.સૌ.કુમુદ આવી ગઈ હશે. હવે તો હું આવું છું. મને બધી વાત કરજે. તને સ્હેજ પણ અળગી કરવાનો નથી. ચિ.પ્રણવને વહાલભર્યા શુભાશિષ.

સુરેશનાં..  
સુરેશનાં..  
<center>&#9724;
બ્લોક નં. ૧૨, લેડી પ્રેમચંદ જૈનહિન્દુ સેનેટોરિયમ, યરવડા, પૂના — ૬

૧૩-૪-૬૭
૧૩-૪-૬૭