નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સ્ત્રી સામયિકો: Difference between revisions

formatting of heading
(+1)
(formatting of heading)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૨૬. ગુજરાતી સ્ત્રી સામયિકો|ઉષા ઉપાધ્યાય}}
<big><big>'''૨૬'''</big></big>
 
<center><big><big>'''ગુજરાતી સ્ત્રી સામયિકો'''</big><br>
ઉષા ઉપાધ્યાય</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ સાથે જ ગુજરાતી સ્ત્રી-સામયિકોનો પણ ઉદય થયો છે. ઈ.સ. ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ' સામયિક શરુ થયું એ પછી તરત અને 'ડાંડિયો'ના આરંભ પહેલાં ઈ.સ.૧૮૫૭માં પહેલું ગુજરાતી સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું છે. કાસાસાહેબ કાલેલકરે પત્રકારત્વને ‘જીવનસેવાની કળા' તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યિક વાતાવરણ રચવામાં સામયિકોનો કેટલો મોટો ફાળો છે તે દર્શાવતાં વિદ્યાબહેન નીલકંઠે કહ્યું હતું કે : “સાહિત્યનો પ્રચાર કરવા માટે માસિકોનું સાધન સૌથી સબળ છે.” આમ જીવનસેવા અને કળા બન્ને માટે પ્રેરક-પોષક વાતાવરણ રચતાં સામયિકોના સબળ માધ્યમે ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં પ્રારંભથી જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મેથ્યુ આર્નોલ્ડે પત્રકારત્વને ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' કહીને તેની મર્યાદા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આમ છતાં, ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં, તેના પ્રશ્નો પરત્વે સમાજમાં જાગૃતિ લાવવામાં તેમ જ તેની સર્જનાત્મક ક્ષમતા ખિલવવામાં આ સામયિકોનો નિર્વિવાદપણે મોટો ફાળો છે. કન્યાકેળવણી, સમાજસુધારણા અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહક વાતાવરણ રચવામાં આ સ્ત્રી-સામયિકોનો અભ્યાસ કરતાં જણાય છે કે માત્ર વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી જેવાં નામાંકિત લેખિકાઓની રચનાઓ જ નહીં, ન્હાનાલાલ, ખબરદાર, મલયાનીલ વગેરે અનેક પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો પણ આ સામયિકોમાં પ્રકાશિત થયાં છે. 'સુંદરી સુબોધ'ના ઈ.સ. ૧૯૦૭ના ફેબ્રુઆરીના અંકમાં ન્હાનાલાલે પોતાની ઓળખ પ્રગટ કર્યા સિવાય 'પ્રેમભક્તિ' ઉપનામથી 'વીરની વિદાય' કાવ્ય પ્રગટ કર્યું છે. આ સામયિકમાં ન્હાનાલાલના ઉપનામથી અને નામથી અનેક કાવ્યો પ્રગટ થયાં છે. એ જ રીતે ‘પ્રિયંવદા'માં ગોવર્ધનરામ ત્રિપાઠીની કાલજયી નવલકથા 'સરસ્વતીચંદ્ર'નાં આરંભિક પ્રકરણો પ્રકાશિત થયાં છે.

ગુજરાતી સ્ત્રી-સામયિકોના આરંભનો સમય સુધારકયુગનો હતો. એ સમયે દુર્ગારામ મહેતા, મહીપતરામ રૂપરામ નીલકંઠ, નર્મદ વગેરે અનેક સમાજસુધારકો મધ્યકાળનાં અંધારાં ઉલેચવાં કટિબદ્ધ હતા. પ્રગતિશીલ અભિગમ અપનાવનારી પારસી કોમે કન્યાકેળવણી, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના અભ્યાસને પ્રારંભથી જ આવકાર્યા હતાં. ગુજરાતી પત્રકારત્વના આરંભના તબક્કામાં આથી જ પારસી કોમનું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતનું પહેલું સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૪૫માં સ્થપાયેલા 'પરહેજગાર પત્ર'ની વ્યવસ્થામાં પાર્વતીકુંવર મહીપતરામ નીલકંઠે પણ ઘણી સહાય કરી હતી.