26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
The hills fill my heart with the sound of music… | <big>The hills fill my heart with the sound of music…</big> | ||
સવારમાં હિમેલ હોફની ઊંચાઈએથી દૂર સુધી વિસ્તરેલી વિયેના નગરીને જોઉં છું, પણ, નજર તો વારંવાર જાય છે આછા ધુમ્મસથી આચ્છાદિત પેલી ટેકરીઓ ભણી. બિથોવન હિલ્સ હું તો કહીશ. આ મહાન સંગીતકારને એ ટેકરીઓએ પ્રેરણા આપી હતી. હજારો વર્ષ સુધી જે ગીતો ગાયાં હતાં તે ગીતોના સંગીતની સુરાવલી લઈ આ ટેકરીઓ સ્તબ્ધતાથી પડી છે. આ કદાચ પશ્ચાદ્વર્તી પ્રક્ષેપ લાગે, પણ પ્રસિદ્ધ ફિલ્મ ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં આવતા પહેલા ગીતની આ પહેલી પંક્તિ એ ક્ષણોની અનુભૂતિની નિકટતમ અભિવ્યક્તિ છે. | સવારમાં હિમેલ હોફની ઊંચાઈએથી દૂર સુધી વિસ્તરેલી વિયેના નગરીને જોઉં છું, પણ, નજર તો વારંવાર જાય છે આછા ધુમ્મસથી આચ્છાદિત પેલી ટેકરીઓ ભણી. બિથોવન હિલ્સ હું તો કહીશ. આ મહાન સંગીતકારને એ ટેકરીઓએ પ્રેરણા આપી હતી. હજારો વર્ષ સુધી જે ગીતો ગાયાં હતાં તે ગીતોના સંગીતની સુરાવલી લઈ આ ટેકરીઓ સ્તબ્ધતાથી પડી છે. આ કદાચ પશ્ચાદ્વર્તી પ્રક્ષેપ લાગે, પણ પ્રસિદ્ધ ફિલ્મ ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’માં આવતા પહેલા ગીતની આ પહેલી પંક્તિ એ ક્ષણોની અનુભૂતિની નિકટતમ અભિવ્યક્તિ છે. | ||
Line 9: | Line 9: | ||
અવશ્ય, આ ટેકરીઓ વિયેનાની નહિ, પણ કદાચ સાલ્ઝબર્ગની છે. ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું લોકેશન સાલ્ઝબર્ગ છે, જે બિથોવન નહિ પણ એનાય ગુરુ મોત્ઝાર્ટની જન્મભૂમિ છે. અને આજે અમારે એ જ સાલ્ઝબર્ગ થઈને જવાનું છે. શું એ ટેકરીઓ જોવા મળશે જે આપણા હૃદયને સંગીતની સુરાવલીથી ભરી દે? જેમ ભર્યું હતું ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની નાયિકા મારિયા(જુલી ક્રિસ્ટોફર?)ના હૃદયને? કદાચ એ સંગીત એ ટેકરીઓમાં નહિ, મારિયાના મુક્ત ચંચલ હૃદયમાં હતું. ટેકરીઓ પર એ નાચતી ગાતી જાય છે : | અવશ્ય, આ ટેકરીઓ વિયેનાની નહિ, પણ કદાચ સાલ્ઝબર્ગની છે. ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું લોકેશન સાલ્ઝબર્ગ છે, જે બિથોવન નહિ પણ એનાય ગુરુ મોત્ઝાર્ટની જન્મભૂમિ છે. અને આજે અમારે એ જ સાલ્ઝબર્ગ થઈને જવાનું છે. શું એ ટેકરીઓ જોવા મળશે જે આપણા હૃદયને સંગીતની સુરાવલીથી ભરી દે? જેમ ભર્યું હતું ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની નાયિકા મારિયા(જુલી ક્રિસ્ટોફર?)ના હૃદયને? કદાચ એ સંગીત એ ટેકરીઓમાં નહિ, મારિયાના મુક્ત ચંચલ હૃદયમાં હતું. ટેકરીઓ પર એ નાચતી ગાતી જાય છે : | ||
‘My heart wants to beat | '''‘My heart wants to beat''' | ||
Like the wings of the bird.’ | |||
'''Like the wings of the bird.’''' | |||
વિયેનાની આ ટેકરીઓ સ્તબ્ધ છે. એમની સમાંતર કેથિડ્રલનો ડોમ, એક મિલની ઊંચી ધૂમ્રસેર છોડતી ચીમની, એક ચર્ચના બે ઊંચા મિનારા અને કેટલીક ઊંચી ઇમારતો નગરની સ્કાયલાઇન રચે છે. આકાશમાં આછાં વાદળ છે, જે પ્રસિદ્ધ વિયેનાવુડ્જની શ્યામલતા સાથે સ્પર્ધામાં રહી શકે એમ નથી. | વિયેનાની આ ટેકરીઓ સ્તબ્ધ છે. એમની સમાંતર કેથિડ્રલનો ડોમ, એક મિલની ઊંચી ધૂમ્રસેર છોડતી ચીમની, એક ચર્ચના બે ઊંચા મિનારા અને કેટલીક ઊંચી ઇમારતો નગરની સ્કાયલાઇન રચે છે. આકાશમાં આછાં વાદળ છે, જે પ્રસિદ્ધ વિયેનાવુડ્જની શ્યામલતા સાથે સ્પર્ધામાં રહી શકે એમ નથી. | ||
Line 32: | Line 33: | ||
હવે સાલ્ઝબર્ગ આવવામાં છે. સાલ્ઝબર્ગ ઐતિહાસિક, દર્શનીય નગર છે. જૂનો કિલ્લો છે. જૂની ઇમારતો. પણ અહીં પેલી ટેકરીઓ હોવી જોઈએ : | હવે સાલ્ઝબર્ગ આવવામાં છે. સાલ્ઝબર્ગ ઐતિહાસિક, દર્શનીય નગર છે. જૂનો કિલ્લો છે. જૂની ઇમારતો. પણ અહીં પેલી ટેકરીઓ હોવી જોઈએ : | ||
The hills that lie with the sound of music with songs they have sung for a thousand years… | <big>The hills that lie with the sound of music with songs they have sung for a thousand years…</big> | ||
તરુણવયે સાધ્વીઓના મઠમાં પ્રવેશેલી મારિયા કઈ ટેકરીઓ પર ગાતી નાચતી હશે? કદાચ એ તો કોઈ કાલ્પનિક કથાની નાયિકા હશે, પણ વિખ્યાત સંગીતકાર મોત્ઝાર્ટ? આ જ નગરમાં ૧૭૫૬માં મોત્ઝાર્ટ જન્મ્યા હતા, સંગીતકાર માતાપિતાને ત્યાં. પણ નાની વયથી જ સંગીતકલામાં ડૂબેલા મોત્ઝાર્ટને ટેકરીઓમાં દોડવાનો સમય મળ્યો હશે? મોત્ઝાર્ટની જે છબી મનમાં આવે છે, તે તો ‘અમેડિયસ’ ફિલ્મમાં જે મુગ્ધ નિર્દોષ રીતે તે હસી પડે છે તે. ‘અમેડિયસ’ એનું જ નામ છે અને એ નામે બનેલી ફિલ્મનું સાલ્ઝબર્ગમાં સ્મરણ થાય. એનું મૃત્યુ અત્યંત દરિદ્ર અવસ્થામાં વિયેનામાં થયેલું. દફનવિધિ વખતે હાજરી હતી માત્ર ઘોર ખોદનારની. બરફ પડતો હતો એ દિવસે. એ ફિલ્મનું દૃશ્ય પણ યાદ આવે છે. જમણી તરફ ચાલીએ તો હિમાચ્છાદિત આલ્પ્સ બહુ દૂર નથી. પણ જોરથી વાતો ઠંડો પવન અમને ધ્રુજાવી દેવા લાગ્યો. વાદળ તો પડું પડું. તોયે નગરના માર્ગો પર આવ્યા. વચ્ચે વચ્ચે આલ્પ્સ દેખાયા કરે. | તરુણવયે સાધ્વીઓના મઠમાં પ્રવેશેલી મારિયા કઈ ટેકરીઓ પર ગાતી નાચતી હશે? કદાચ એ તો કોઈ કાલ્પનિક કથાની નાયિકા હશે, પણ વિખ્યાત સંગીતકાર મોત્ઝાર્ટ? આ જ નગરમાં ૧૭૫૬માં મોત્ઝાર્ટ જન્મ્યા હતા, સંગીતકાર માતાપિતાને ત્યાં. પણ નાની વયથી જ સંગીતકલામાં ડૂબેલા મોત્ઝાર્ટને ટેકરીઓમાં દોડવાનો સમય મળ્યો હશે? મોત્ઝાર્ટની જે છબી મનમાં આવે છે, તે તો ‘અમેડિયસ’ ફિલ્મમાં જે મુગ્ધ નિર્દોષ રીતે તે હસી પડે છે તે. ‘અમેડિયસ’ એનું જ નામ છે અને એ નામે બનેલી ફિલ્મનું સાલ્ઝબર્ગમાં સ્મરણ થાય. એનું મૃત્યુ અત્યંત દરિદ્ર અવસ્થામાં વિયેનામાં થયેલું. દફનવિધિ વખતે હાજરી હતી માત્ર ઘોર ખોદનારની. બરફ પડતો હતો એ દિવસે. એ ફિલ્મનું દૃશ્ય પણ યાદ આવે છે. જમણી તરફ ચાલીએ તો હિમાચ્છાદિત આલ્પ્સ બહુ દૂર નથી. પણ જોરથી વાતો ઠંડો પવન અમને ધ્રુજાવી દેવા લાગ્યો. વાદળ તો પડું પડું. તોયે નગરના માર્ગો પર આવ્યા. વચ્ચે વચ્ચે આલ્પ્સ દેખાયા કરે. | ||
Line 40: | Line 41: | ||
અમારા ડબ્બામાં એક તરુણ યુગલ હતું અમેરિકાથી. હમણાં જ પરણ્યાં છે. અહીંથી હંગેરી જવાનાં છે. ટી .વી ના કાર્યક્રમો તૈયાર કરે છે. ચાલતી ગાડીએ એમણે એમના અને અમારા કૅમેરા પર ફોટા લીધા. સાંજ વહેલી આવી. પણ લંબાતી ચાલી. પેલા ચીની કવિની સાંજ : | અમારા ડબ્બામાં એક તરુણ યુગલ હતું અમેરિકાથી. હમણાં જ પરણ્યાં છે. અહીંથી હંગેરી જવાનાં છે. ટી .વી ના કાર્યક્રમો તૈયાર કરે છે. ચાલતી ગાડીએ એમણે એમના અને અમારા કૅમેરા પર ફોટા લીધા. સાંજ વહેલી આવી. પણ લંબાતી ચાલી. પેલા ચીની કવિની સાંજ : | ||
Evening lingers | '''Evening lingers''' | ||
Like the feelings of my heart… | |||
'''Like the feelings of my heart…''' | |||
ગાડી તો દોડતી જ જાય છે, વાદળ છંટાય છે, સૂરજ ડોકાય છે અને એના તડકામાં દીપ્તિનો ચહેરો દીપ્ત થઈ ઊઠે છે. એ સાન્ધ્ય સૂર્ય હતો અને પસાર થતી ડાન્યુબ પર એનો પ્રકાશ પથરાયેલો જોઈ મન પ્રસન્નતાથી ગાઈ ઊઠ્યું. કદાચ આ દૃશ્ય બતાવવા જ સાંજ લંબાઈ હતી. એ પછી તો સૂર્ય ટેકરીઓ પાછળ સંતાઈ ગયો. ટેકરીઓનું સંગીત સાંભળતો એ હવે ડૂબી જશે. વિયેનાનું પાદર આવી ગયું. અમને થયું કે આ ગાડી હિમેલ હોફ નજીકના સ્ટેશનેથી પસાર થશે. અમે ઝટપટ તૈયાર થઈ એ સ્ટેશને ઊતરી ગયાં. | ગાડી તો દોડતી જ જાય છે, વાદળ છંટાય છે, સૂરજ ડોકાય છે અને એના તડકામાં દીપ્તિનો ચહેરો દીપ્ત થઈ ઊઠે છે. એ સાન્ધ્ય સૂર્ય હતો અને પસાર થતી ડાન્યુબ પર એનો પ્રકાશ પથરાયેલો જોઈ મન પ્રસન્નતાથી ગાઈ ઊઠ્યું. કદાચ આ દૃશ્ય બતાવવા જ સાંજ લંબાઈ હતી. એ પછી તો સૂર્ય ટેકરીઓ પાછળ સંતાઈ ગયો. ટેકરીઓનું સંગીત સાંભળતો એ હવે ડૂબી જશે. વિયેનાનું પાદર આવી ગયું. અમને થયું કે આ ગાડી હિમેલ હોફ નજીકના સ્ટેશનેથી પસાર થશે. અમે ઝટપટ તૈયાર થઈ એ સ્ટેશને ઊતરી ગયાં. |
edits