18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|એક બીજી ગંગોત્રી|ભોળાભાઈ પટેલ}} | {{Heading|એક બીજી ગંગોત્રી|ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | |||
Home is where one starts from… | Home is where one starts from… | ||
‘East Coker’— T. S. Eliot | ‘East Coker’— T. S. Eliot | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ શબ્દ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે, એ શબ્દ એમને ‘સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’ લઈ ગયો. | પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ શબ્દ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે, એ શબ્દ એમને ‘સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’ લઈ ગયો. | ||
Line 33: | Line 34: | ||
અમે પરસાળમાં બેઠાં. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું : ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે : આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણી આશાઓ હતી – જેવી દરેક મા-બાપને હોય છે – પણ આદર્શઘેલા આ તરુણ કવિને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ તરુણ એ બધાયનો સ્વીકાર કરીને કહે છે : | અમે પરસાળમાં બેઠાં. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું : ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે : આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણી આશાઓ હતી – જેવી દરેક મા-બાપને હોય છે – પણ આદર્શઘેલા આ તરુણ કવિને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ તરુણ એ બધાયનો સ્વીકાર કરીને કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા | મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા | ||
વચાળે રંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં… | વચાળે રંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આદર્શપ્રિય તરુણ વિચારે છે : માવતર પહેલાં? દેશ પહેલો? આ ઓસરીમાં ભારે મનોમંથન અનુભવતો હશે. આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ જ એની સામે છે. સિંહગઢનાં ‘બળતાં પાણીમાં એનું વસ્તુગત પ્રતિરૂપ લાધી ગયું – મા-બાપની પણ સેવા ખરી, પણ પછી – | આદર્શપ્રિય તરુણ વિચારે છે : માવતર પહેલાં? દેશ પહેલો? આ ઓસરીમાં ભારે મનોમંથન અનુભવતો હશે. આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ જ એની સામે છે. સિંહગઢનાં ‘બળતાં પાણીમાં એનું વસ્તુગત પ્રતિરૂપ લાધી ગયું – મા-બાપની પણ સેવા ખરી, પણ પછી – | ||
Line 96: | Line 99: | ||
જાન્યુઆરીની સવારનો તડકો ઓઢવો ગમે તેવો હૂંફાળો લાગતો હતો. ગઢની તળેટીએ પહોંચી ગયાં. નંદિનીબહેન નીચે રહ્યાં. અમે પગથિયાં ચઢવાનું શરૂ કર્યું. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે, પણ આ ડુંગરા નર્યા ખડકોના છે. આપણી ભાષાની એક જૂની દેશી કવિએ યાદ કરી : | જાન્યુઆરીની સવારનો તડકો ઓઢવો ગમે તેવો હૂંફાળો લાગતો હતો. ગઢની તળેટીએ પહોંચી ગયાં. નંદિનીબહેન નીચે રહ્યાં. અમે પગથિયાં ચઢવાનું શરૂ કર્યું. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે, પણ આ ડુંગરા નર્યા ખડકોના છે. આપણી ભાષાની એક જૂની દેશી કવિએ યાદ કરી : | ||
{{Poem2Close}} | |||
ઈડર આંબા આંબલી | ઈડર આંબા આંબલી | ||
ઈડર દાડમ દ્રાખ… | ઈડર દાડમ દ્રાખ… | ||
મેં વિનોદમાં આચાર્ય હરિહરજીએ કહેલ ઈડરનાં પંચરત્નો વિશેનો એક શ્લોક બોલી બતાવ્યો : | મેં વિનોદમાં આચાર્ય હરિહરજીએ કહેલ ઈડરનાં પંચરત્નો વિશેનો એક શ્લોક બોલી બતાવ્યો : | ||
<poem> | |||
ઈડરે પંચ રત્નાનિ | ઈડરે પંચ રત્નાનિ | ||
હાડ પાષાણ પાંદડાં | હાડ પાષાણ પાંદડાં | ||
ચતુર્થ ગાલિદાનં ચ | ચતુર્થ ગાલિદાનં ચ | ||
પંચમ વસ્ત્રલોચનમ્. | પંચમ વસ્ત્રલોચનમ્. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કવિના મોઢા પર હાસ્ય છલકાયું. | કવિના મોઢા પર હાસ્ય છલકાયું. | ||
Line 116: | Line 120: | ||
એક તસવીરકાર પોતાના કેમેરામાં આ ખડકોના સૌંદર્યને પકડી આપણી સામે ધરે છે અને એક કવિ શબ્દોમાં. કવિ ઉમાશંકરની આ ખડકો વિશેની કવિતા પણ એટલી જ અદ્ભુત છે : | એક તસવીરકાર પોતાના કેમેરામાં આ ખડકોના સૌંદર્યને પકડી આપણી સામે ધરે છે અને એક કવિ શબ્દોમાં. કવિ ઉમાશંકરની આ ખડકો વિશેની કવિતા પણ એટલી જ અદ્ભુત છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મુઠ્ઠીભરે નાખેલ | મુઠ્ઠીભરે નાખેલ | ||
બેફામ આમતેમ | બેફામ આમતેમ | ||
Line 136: | Line 141: | ||
કોઈ અલૌકિક રૂપસી.. | કોઈ અલૌકિક રૂપસી.. | ||
અમે ઈડરિયા પથ્થરો? | અમે ઈડરિયા પથ્થરો? | ||
</poem> | |||
ખડકોના વિવિધ આકારો જોતાં કવિતાના ખંડ યાદ કરતો હતો. એ કવિતા તો કવિએ છેક પાંસઠ વર્ષની વયે લખી હતી, પણ આ ઈડરિયા પથ્થરો તો દસ વર્ષની એમની વયથી તેમનામાં ઊતરતા જતા હતા – એ પોતે જાણે એમાંના એક. | ખડકોના વિવિધ આકારો જોતાં કવિતાના ખંડ યાદ કરતો હતો. એ કવિતા તો કવિએ છેક પાંસઠ વર્ષની વયે લખી હતી, પણ આ ઈડરિયા પથ્થરો તો દસ વર્ષની એમની વયથી તેમનામાં ઊતરતા જતા હતા – એ પોતે જાણે એમાંના એક. | ||
edits