મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:

{{Poem2Open}}
{{Poem2Open}}

અંક પહેલો
અંક પહેલો

દૃશ્ય પહેલું
દૃશ્ય પહેલું

(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા.
(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા.
Line 306: Line 308:
તીરથ : ના.. રે. એમ કાંઈ મરી જાય તેમ નથી માર્યું. જમણી પાંખ વેધાય એવી ટીપ લીધી હતી. તેતર હાથમાં આવ્યું એટલે તેતરી ખસે નહિ. મને અહીં એકલું એકલું લાગત અને કેમે કરી દિવસો ન જાત. સાથી શોધ્યો. ચાલો સૌને બતાવું.  

(તીરથ આગળ અને બીજા પાછળ એમ જાય છે. પ્રોફેસર કાંઈ ઊંડો વિચાર કરતા નવી બીડી સળગાવવા રોકાય છે અને પછી તેઓ પણ સૌને અનુસરે છે.){{Poem2Close}}

દૃશ્ય બીજું
દૃશ્ય બીજું

Line 512: Line 515:
(ડબલું પછાડી ચાલતા થાય છે.){{Poem2Close}}
(ડબલું પછાડી ચાલતા થાય છે.){{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}

અંક બીજો
અંક બીજો
Line 637: Line 641:
અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ!

(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.) {{Poem2Close}}
(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.) {{Poem2Close}}
{{Poem2Open}}

{{Poem2Open}}
દૃશ્ય બીજું
દૃશ્ય બીજું

Line 737: Line 742:
આ કાંઠે હું, સામે સાહ્યબો રે,
આ કાંઠે હું, સામે સાહ્યબો રે,
મધગાળે નદી કેરાં પૂર;
મધગાળે નદી કેરાં પૂર;
પ્રેમપથ મસ્તક મોલ્યાં!
પ્રેમપથ મસ્તક મોલ્યાં!
નીચે નિરંજરા નર્તકી રે,
નીચે નિરંજરા નર્તકી રે,
ને ઊંચે ઝળૂંબે આભ;  
ને ઊંચે ઝળૂંબે આભ;  
Line 830: Line 835:
ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.){{Poem2Close}}
ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.){{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}

અંક ત્રીજો
અંક ત્રીજો

દૃશ્ય પહેલું
દૃશ્ય પહેલું
Line 848: Line 853:
જીવનમાં આવા પ્રસંગોએ માબાપ યાદ આવે છે; એમના ભાવ માટે નહિ; એમની ભૂલો માટે. જો જીવન આખું દુ:ખોની એક પરંપરા સમાન હોય તો જીવન માટે તેમની જવાબદારી હોઈ એ દુ:ખો માટે પણ તેમના જ કાન પકડવા જોઈએ. પણ માબાપમાં એટલું સમજવાની શક્તિ હોત તો વહેલાં-વહેલાં મરી શેનાં જાત?

(આસપાસ ઊડતાં કાગળિયાં એકઠાં કરવા લાગે છે. એક કાગળ આંખ આગળ આણી) સર્વનાશ! જો આ ઊડી ગયો હતો તો! સાત સામયિકોમાંથી પાછું ફરેલું મારું કાવ્ય. વિષય ‘વિદ્યાર્થીની સ્વપ્નસુંદરી’, (ખાટલા ઉપર બેસી જઈ વાંચવા લાગે છે.) છપાયું નહિ એ જ સારું થયું. નહિ તો એ મહાપુરુષના કોઈ અહિંસક અનુયાયીએ મને ફરિજયાત નિર્વાણ અપાવ્યું હોત! (ઊભા થઈ બારીમાં જાય છે.) ગચ્છ, ગચ્છ, કાવ્ય શ્રેષ્ઠ! સ્વસ્થાને! સ્વધામે! (પવનમાં કાવ્યને ઊડતું મેલે છે.) પણ પુણ્યના પુંજ જેવા આ ઢગલાનું શું? મને તો ગમ પડતી નથી. (પાછા પલંગ ઉપર જઈને બેસે છે અને પુસ્તકોના ઢગલા તરફ જોઈ રહે છે.) એમ કરું તો? આમાંનું બધું જ અહીં મૂકતો જાઉં. ઉપયોગનું થોડું ઉપાડતો જાઉં? પણ ઉપયોગનું કોને ગણવું? જગતમાં જેમ એકે સ્ત્રી કદરૂપી નથી તેમ જીવનમાં એકે વસ્તુ નકામી નથી. કેમ કે બદસૂરતમાં બદસૂરત સ્ત્રી પણ કોઈ એક પુરુષને ગધેડો કે ખચ્ચર બનાવી મૂકવાને શક્તિમાન હોય છે. એવી સ્થિતિમાં ઉપયોગનું કોને કહેવું અને સુંદરતા શામાં લેખવી?

(અશોક, બંસી, પલાશ, આલાપ અને મરાલ આવે છે. ઓરડાની આ સ્થિતિથી આશ્ચર્યમુગ્ધ થઈ થોડી વાર જોઈ રહે છે.)

પલાશ : આ બધું શું, પ્રોફેસર સાહેબ?
પલાશ : આ બધું શું, પ્રોફેસર સાહેબ?
અભિજિત : તમે જુઓ છો તે! આ જગતમાં તમે જુઓ છો તે સિવાય બીજું કશું છે જ નહિ.

Line 976: Line 981:
(કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.){{Poem2Close}}
(કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.){{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}

દૃશ્ય બીજું
દૃશ્ય બીજું
Line 997: Line 1,003:
તીરથ : (આંખો ખોલી) કોણ પ્રોફેસર?
તીરથ : (આંખો ખોલી) કોણ પ્રોફેસર?
અભિજિત : હા, તીરથ. પણ બોલ, કેમ છે તને? ગભરાતો નહિ.

તીરથ : મને સારું છે, અભિજિત.
તીરથ : મને સારું છે, અભિજિત.
અભિજિત : તો ઠીક, જે કરવું તે શક્તિથી કરવું. મરવું તે પણ શક્તિથી. જો તને વાત કહી દઉં? તું ઝાઝું જીવવાનો નથી. પણ બહાદરિયા, તેં તો મોત માગી લીધું છે, નહિ? અને તું ગભરાય નહિ તે પણ હું જાણું છું.

તીરથ : લેશમાત્ર ગભરામણ નથી, અભિજિત! માત્ર કષ્ટ ખૂબ પડે છે.  

26,604

edits