26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિયો ગોરી|}} {{Poem2Open}} '''પ્રવેશાનુક્રમે પાત્રો :''' સ્ટેશન માસ્ટર,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 124: | Line 124: | ||
(થિયેટર ઉપરની ઘણીખરી બત્તીઓ બુઝાય છે. ઓસરતા અજવાળા અગિયાર સુધી પહોંચેલી મિનિટનો કાંટો દેખાય છે. બીજી ટોકરીના અવાજમાં મેનેજરનું પાછળનું વાક્ય તણાઈ જાય છે. | (થિયેટર ઉપરની ઘણીખરી બત્તીઓ બુઝાય છે. ઓસરતા અજવાળા અગિયાર સુધી પહોંચેલી મિનિટનો કાંટો દેખાય છે. બીજી ટોકરીના અવાજમાં મેનેજરનું પાછળનું વાક્ય તણાઈ જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
પૂર્વાર્ધ | |||
(પ્રવેશાનુક્રમે પાત્રો નોકર, કાનજી, બચુભાઈ, સુંદરા, મેનેજર, વર્ધમાન. | |||
રંગભૂમિનું નેપથ્ય દૃશ્યમાન અભરાઈઓ, ખીંટીઓ અને વળગરણીઓ ઉપર નાના પ્રકારના પોશાકો અસ્તવ્યસ્ત છે. બે ખૂણામાં બે મોટા આરસાઓ ગોઠવ્યા છે; અને પડખે જ ઘોડીઓ ઉપર દાંતિયા, તેલના શીશા, અને પાઉડર પડયા છે. ભીંતમાં ઠેકાણે ઠેકાણે મોટા અક્ષરોમાં નટોનાં નામ ચીતરવામાં આવ્યાં છે. | |||
નેપથ્યની બરોબર મધ્યમાં એક બત્તી ઝૂમે છે. એના ઝંખા પ્રકાશમાં બન્ને બાજુનાં બારણાં દેખાય છે. | |||
પદડો ચડે છે ત્યારે એક નોકર બધી વસ્તુઓ ઠીકઠાક કરતો હોય છે.) | |||
નોકર : મારા શરીર કરતાંય વધારે ગંધાતાં આ કપડાં લોકોને પહેરવાં કેમ ગમતાં હશે? (એક મુગટ હાથમાં લઈ) મહારાજાધિરાજનો મુગટ! માથે તો મૂકી જોઉં. મહારાજાધિરાજ થાય છે એય ક્યાં મારાથી ચડે એવો છે! | |||
(આરસા પાસે જઈ માથા ઉપર મુગટ મૂકે છે. અને પ્રતિબિમ્બ સામે જોઈ રહે છે.) વાહ, વાહ! હુંય મહારાજાધિરાજ! મહારાજાધિરાજ બનવું આટલું સહેલું છે છતાં કેટલાક લોકો નાટક કંપનીના પેટમાં પેસવાને બદલે મહારાણીઓના પેટમાં પેસવું કાં પસંદ કરતા હશે! (મુગટને ફગાવી દે છે. આસપાસ જોઈ) પણ કોઈ છે નહિ. તેનો લાભ તો લેવો જ જોઈએ. | |||
(માથામાં તેલ નાખવા લાગે છે. નાચનારીના વેશમાં કાનજી પ્રવેશ કરે છે.) | |||
કાનજી : મિ...યાં..ઉં! | |||
નોકર : ઓ બાપ રે! (સીસો હાથમાંથી પડી જાય છે.) | |||
કાનજી : કાં સાહેબ, શું ચાલે છે? | |||
નોકર : (સામે જ જોઈ રહે છે.) | |||
કાનજી : એક બીડી | |||
નોકર : (ચૂપચાપ એક બીડી આપી ચાલતો થાય છે.) | |||
કાનજી : આવજો. | |||
(આરસા પાસે જાય છે અને કેડ ઉપર હાથ મૂકી જોઈ રહે છે. બચુભાઈ ચૂપચાપ પ્રવેશ કરી કાનજીની બન્ને આંખો દાબી દે છે. એ બહુ જ જાડા અને બેડોળ છે. અત્યારે એક મારવાડીના વેશમાં છે.) | |||
બચુભાઈ : (ગાવા લાગે છે.) | |||
ચંચળ બગલી છેલ છબીલી, | |||
ઊભી રેને રાં... | |||
કાનજી : (બળવો કરતો) એય જાડિયા, આ શું કરે છે? (એના બન્ને હાથ તરછોડી કાઢે છે.) તખ્તા ઉપર છૂટ લીધી તે લીધી! અહીં જો કાંઈ અટકચાળો કર્યો તો પેટમાં પંચર પાડી દઈશ. | |||
બચુભાઈ : પણ ચંચળબાઈ......... | |||
કાનજી : (નાક ઉપર આંગળી મૂકી) ચૂપ! કાનજીભાઈ કે’તો મોઢુંય ભરાય. | |||
પ્રોમ્પટર : (એકદમ પ્રવેશ કરી ધૂંવાપૂંવા: થતો) એય ગધેડાઓ, અહીંયાં શું કરો છો? ત્યાં તમારો વારો આવ્યો. | |||
બચુભાઈ : માર્યા! | |||
(ઉતાવળા ઉતાવળા જાય છે. કાનજી પણ એમને અનુસરે છે.) | |||
પ્રોમ્પટર : કોઈને યાદ કરવું નહિ, અને મારે જ બકબક કરવાનું. એના કરતાં તો તખ્તા ઉપર આવીને હું જ આખું નાટક બોલી જાઉં તો બહેતર. | |||
(ડાબી બાજુએ જાય છે. | |||
જમણી બાજુથી સુંદરા પ્રવેશ કરે છે. એ અત્યંત ગૌર અને રૂપવતી છે. મહારાણીના વેશમાં એ મહારાણીઓને ભુલાવે તેવી લાગે છે. એની પાછળ જ મેનેજર છે. એણે કાળો કોટ અને કાળી ટોપી પહેર્યાં છે. એ ઘઉંવર્ણો, સશક્ત, અને દેખાવડો છે.) | |||
સુંદરા : (હાથમાંનો ફૂલહાર ખીંટીએ ટાંગતાં) તમે તો બહુ ઉતાવળા! | |||
રસ્તામાંય કોઈ છે કે નહિ તેનું ભાન રાખ્યા વિના... | |||
મેનેજર : સુંદરા, તું કેમ ન સમજે? (પાસે જાય છે.) | |||
સુંદરા : (કાચમાં પોતાને નીરખતી) સુંદર સુંદર છે, નહિ? | |||
મેનેજર : (પાછળ ઊભા રહી) હંમેશ, પણ આજે તો અવધિ! | |||
સુંદરા : રાણીસાહેબે તે દિવસે ખુશ થઈ ફગાવ્યો હતો તે આ હાર! અને આ તમે આપેલી વીંટી. | |||
મેનેજર : અને આ સાડી પણ, સુંદરા, મોંઘામૂલી છે. આજના ખાસ પ્રસંગે મેં એ તારે માટે જ ખરીદી છે. | |||
સુંદરા : મારે માટે નહિ, ‘વિષનો પ્યાલો’માં મહારાણી માટે! કેમ ખરું ને? | |||
મેનેજર : સાવ ખોટું. ‘વિષનો પ્યાલો’માં મહારાણી રૂપે કામ કરતી સુંદરા માટે! અને નાટક ખલાસ થયે પણ એ તારી જ છે. | |||
સુંદરા : (નાટકી રીતે નમન કરી) ઉપકાર, મહારાજ! | |||
મેનેજર : (કૃતકૃત્યતા અનુભવતા) સાડીએ ધન્ય થઈ. | |||
(બન્ને બે ઘડી સામસામું જોઈ રહે છે.) | |||
સુંદરા : એમ સામે શું જોઈ રહો છો! જાઓ... અહીંથી! | |||
(ગાલને ટાપલી મારે છે.) | |||
મેનેજર : (સુંદરાનો હાથ દાબતાં) સુંદરા... | |||
સુંદરા : (કૃત્રિમ વિરોધથી) છોડો રે....! કેવો પહાડી તમારી હાથ છે? અને મારો તો તૂટી પડ્યો. (હાથ ખેંચી લઈ ફરી આરસા પાસે જાય છે, અને સ્વાકૃતિને નીરખી રહે છે.) | |||
દાસી! | |||
મેનેજર : (નમન કરી) આદેશ, રાજરાજેશ્વરી! | |||
સુંદરા : આ મુગટ મારે માથે મૂક. | |||
મેનેજર : જેવી આજ્ઞા (તેમ કરે છે.) | |||
સુંદરા : મને ચમ્મર ઢોળ! | |||
મેનેજર : (ચમ્મર કરતાં) વિજય થાઓ મહારાણીનો! | |||
સુંદરા : વહાલા રે વહાલા! (ચમ્મર ખેંચી લઈ) તમને કરું હું હાલા! (એને કોટિ કરે છે. પછી એકદમ છોડી દઈ ઉદ્રેકમાં આમતેમ ફરવા લાગે છે.) આજે મને વિજય વરવાનો! | |||
મેનેજર : વિજયનો કળશ ચડવાનો. | |||
સુંદરા : આજે સોમી રાત, નહિ મેનેજર? | |||
મેનેજર : હા, સુંદરાબાઈ, અને આજના ખેલને અંતે તમને સોનાનો ચાંદ એનાયત કરવામાં આવશે. | |||
સુંદરા : મને એ ચાંદ કોણ પહેરાવશે? | |||
મેનેજર : આ શહેરા મહારાજા વિક્રમસંહિ. | |||
સુંદરા : (ઉદ્રેકમાં) વાહ, ધન્ય હું. | |||
મેનેજર : નહિ. વિક્રમસંહિ ધન્ય. એમનો હાથ તમને... અડીને... સોનાનો થશે. | |||
સુંદરા : અરે ગાંડા રે ગાંડા! તો તો લાવો તમને આખા શરીરે અડીને સોનાના કરી દઉં. | |||
મેનેજર : કર્યો જ છે. | |||
સુંદરા : ના, ના. તો તો તમે શ્વાસ ન લઈ શકો. અને ક્યારેક ક્યારેક તમે મારી ગરદન પાસે ઊનો ઊનો શ્વાસ લો છો તે મને બહુ ગમે છે. | |||
મેનેજર : છૂટ આપો છો આજેય તે! | |||
સુંદરા : સાવ મૂરખ! | |||
મેનેજર : (પાસે જઈ પકડે છે.) | |||
સુંદરા : અરે છોડો, છોડો! આમ શું કરો છો? મારે જવાનો વખત થયો લાગે છે. | |||
મેનેજર : (જરા દૂર હઠી) ના રે ના! હજી તો બે પ્રવેશ આડા છે. એક ફારસનો અને બીજો અશ્વીનીના સ્વગત સંભાષણનો. પછી તમારે વિષનો પ્યાલો પીવાનો વારો આવવાનો છે. | |||
સુંદરા : તો તો ત્યાં સુધી શું કરીશું? | |||
મેનેજર : તું કહેને ને, સુંદરા! પીશું? | |||
સુંદરા : ના, આજે નહિ. તો તો મહારાજા વિક્રમસંહિ મને ચાંદ પહેરાવવા આવે ત્યારે મારું મોઢું ગંધાય. | |||
મેનેજર : કાંઈ ખાશું? | |||
સુંદરા : ના. (થોડી વારે તોરમાં) પણ કહો તો, લોકો આજે શું ધારે છે? | |||
મેનેજર : જ્યાં સાંભળો ત્યાં સુંદરા. વિરહી રામે એકલે જ આખું દંડાકારણ્ય નાદથી ભરી મૂક્યું હતું. આજે તો આખું ઓડિયન્સ રામસ્વરૂપ થઈ ગયું છે. વધારામાં આખું રાજ્યમંડળ આજે જોવા પધાર્યું છે. | |||
સુંદરા : તમે ક્યારેક ક્યારેક એવું મીઠું બોલો છો! | |||
(મેનેજરનો હાથ પકડી ઉછાળે છે.) | |||
મેનેજર : (એને ભીંસે છે.) સુંદરા, તારા કીતિર્કળશની રાત્રીને મારા જીનવસાફલ્યની રાત્રી બનવા દે! (હોઠ પાસે આણે છે.) | |||
સુંદરા : (માછલીની જેમ તરફડતી છૂટી થતી) તમે સાવ ભાન વિનાના છો. વર્ધમાન આવી લાગે તો શું થાય એની કલ્પના સુધ્ધાં સરખી રાખતા નથી. | |||
મેનેજર : મને આમ બહાવરો કાં બનાવે, સુંદરા? વર્ધમાનને અશ્વિની રૂપે વનોપવનમાં બહાવરો ભટકાવ્યા કરે છે તોય તારી તૃષા તૃપ્ત નથી થતી, સુવર્ણચંપા? | |||
(થોડી વારે, બીજા ખૂણામાંથી) ના. પણ કેમ તારી એ તૃષા છીપે? તારી એ તૃષા તો છીપશે જ નહિ કદી. અને આદ્યા, મારાં જેવાં તો અસંખ્ય પંખીડાં તારી તૃષાના એ અજગરમાં હોમાયા કરશે સર્વદા. | |||
(ફિલસૂની છટાથી ઊભો રહે છે.) | |||
સુંદરા : અનેક નાટકો જોઈ જોઈને તમનેય નાટકી થતાં આવડી ગયું લાગે છે, મેનેજર! પણ એ તો જોનારાઓને એ મીઠું લાગે, સમજ્યા? નાટક કરનારાઓને તો જોનાર જોડાંઓ તલપાપડ કરી મૂકે છે. (રમાડતી) પણ એમ નિરાશ ન થા મારા ફિલસૂફ! (નાટકી થઈ) એમ નીરસ થઈ મને કરુણરસપ્રધાન નાયિકા ન બનાવ મારા નાયકા! (પાસે જઈ આમંત્રતી ઊભી રહે છે. મેનેજર જોઈ રહે છે.) | |||
બાઘો! વખત વર્તતાંય આવડતું નથી. | |||
(મેનેજર એને પકડે છે.) | |||
હવે નહિ, ખચ્ચર! | |||
(ધક્કો મારે છે.) | |||
મેનેજર : જો આમ જ કરવું હોય તો હું આ ચાલ્યો! | |||
સુંદરા : પણ એમ હું જવા કેમ દઉં? એક માણસથી મારું પેટ ભરાતું નથી. આવ તુંય તે! | |||
(અપરાજિતા સમી ઊભી રહે છે) | |||
આજે મારી હસ્તી મારા પોતાનાં બંધનોમાં સમાતી નથી. એને છૂટું થવું છે! છૂટું થવું છે, મેનેજર! | |||
મેનેજર : (નજીક જઈને એને બાથમાં લે છે. એ જ સમયે વર્ધમાન બારણામાં આવી ઊભો રહે છે. એણે મહારાજાધિરાજ અશ્વિનસિંહનો પોશાક પહેર્યો છે. ઝગમગતા મોતીજડ્યા મુગટ નીચે એનું પ્રભાવશાળી મોઢુ કાંતિમાન બની રહ્યું છે.) સુંદરા! સુંદરા! સુંદરા! જાણે એ નામથી નાટકશાળા ગજવી મૂકું! આ આકાશનો ગુંજબ ફાડી નાખું તારો જયજયકાર કરી! | |||
સુંદરા : અને એ સાચે જ મારો જયજયકાર હો! આકાશ ફાડતાં ફાડતાં તુંય ફાટી જઈશ, અને પછી બીજાનો વારો આવશે. | |||
મેનજર : અનન્તઉદરા સર્જનવન્તી! એય ભલે થાય! | |||
(જોરથી એને ચુંબન કરે છે. વર્ધમાન બારણામાંથી જ પાછો ફરે છે | |||
સુંદરા મેનેજરને તરછોડી ધક્કો મારે છે. મેનેજર ચાલતો થાય છે. સાતમે પાતાળ ઊતરી ગયેલી સુંદરા બે ઘડી નીચે જોઈ રહે છે.) | |||
સુંદરા : હા... હા... હા...! (હસે છે.) આખા વિશ્વમાં પ્રસરી જાઉં! જેમ નાટકના તખ્તા ઉપરથી સામ્રાજ્ઞીની છટાથી પ્રેક્ષકો ઉપર દીપ્તિ ઝરું છું તેમ જીવનના તખ્તા ઉપરથી વિશ્વને તંદ્રાસુપ્ત કરું! અને તોય....તોય હું ઊણી રહું! | |||
(આરસામાં પોતાના સ્વરૂપને બંદીવાન કરે છે.) | |||
સુંદરા! સુંદરા! સુંદરા! | |||
(આવેગમાં પોતાના જ પ્રતિબિંબને ચુંબન કરે છે. | |||
વર્ધમાન પ્રવેશ કરે છે. એના મોઢા પરની રેખાઓ બદલાણી નથી. પણ ઊંડે જઈ સ્થિર થઈ ગઈ છે. તે સુંદરા પાસે આવીને ઊભો રહે છે આરસામાં પોતાની પર ગોઠવાયેલા વર્ધમાનના પ્રતિબિંબને આધારે પોતાના હાથ પાછળ પસારી વર્ધમાનને કોટિ કરે છે. પછી એકદમ ફરી જઈ એની આંખોમાં અમી ઝરે છે.) | |||
સુંદરા : વર્ધમાન! | |||
વર્ધમાન : સુંદરા ! | |||
સુંદરા : (એના હાથ પકડતી) રાજરાજેશ્વર અશ્વિનીસિંહ! | |||
વર્ધમાન : રાજરાજેશ્વરી સુવર્ણચંપા! | |||
સુંદરા : (મહાત થતી) તો બન્ને નહિ. પુરુષ! | |||
વર્ધમાન : સ્ત્રી! | |||
સુંદરા : (હાથ છોડી દઈ સામે જોઈ રહે છે. એની આંખમાં અસ્વસ્થતા છે.) | |||
તને શું થયું છે, વર્ધમાન? મને પકડતો કેમ નથી? | |||
વર્ધમાન : પકડવાનું તો તારે છે. સુંદરા! | |||
સુંદરા : (એકદમ ધસી એના હાથને ચુંબન કરે છે.) મીઠડા! | |||
વર્ધમાન : જો, નાટક ન કર. સામાન્ય સ્ત્રી-પુરુષો એકાંતમાંય એકબીજાને ‘વહાલી-વહાલા’ નથી કરતા. | |||
સુંદરા : આપણે સામાન્ય નથી. | |||
વર્ધમાન : અને અસામાન્ય પણ નથી. | |||
સુંદરા : તેં મને એકવાર અસમાન્ય કહ્યું છે. | |||
વર્ધમાન : નાટકમાં! | |||
સુંદરા : અને ઉરને એકાંતે પણ. | |||
વર્ધમાન : ભૂલ કબૂલ કરું છું. | |||
સુંદરા : આજે આ બધું જવા દે, વર્ધમાન! આજે આપણી કતલની રાત છે! મારા અને તારા વિજયનો આજે કળશ ચડવાનો. | |||
વર્ધમાન : તું ખરું કહે છે. | |||
સુંદરા : અને આજે કદી નહોતું કર્યું તે કરવાનું છે. લોકોને ગાંડા કરી મૂકવા છે; વર્ધમાન; મારે અને તારે મળી! જાણે નાટક મટી એ સત્ય જીવન બની જાય! સમજ્યો? | |||
વર્ધમાન : તને શોખ છે એનો? | |||
સુંદરા : હા-સ્તો! મારા એકલીના! | |||
વર્ધમાન : (ભારેલા અગ્નિના તાપથી) તો રમી લઈએ! | |||
સુંદરા : (પામી જતી) ભલે! (પ્રમત્ત થતી લપડાક મારતી ચાલી જાય છે.) | |||
વર્ધમાન : (એકદમ ભૂત ભરાયું હોય તેમ) અરે કોણ છે ત્યાં? | |||
નોકર : (એકદમ પ્રવેશ કરી) હું સાહેબ! | |||
વર્ધમાન : જા, મારા શીશા લાવ. શીશા, સમજ્યો? એક નહિ, બન્ને! | |||
નોકર : હા, સાહેબ ! (જાય છે.) | |||
વર્ધમાન : (કબાટમાંથી મોરથૂથાનો એક કટકો ઉપાડી ખિસ્સામાં નાખે છે. પછી ખુરશી તાણી અરીસા પાસે બેસે છે. પોતાના પ્રતિબિંબને ઘણી વાર સુધી જોઈ રહી પોતાને જ ચૂમે છે.) | |||
સુંદરાને શોખ છે આવો! | |||
(નોકર આવી બે શીશા અને એક પ્યાલી ટેબલ ઉપર મૂકી જાય છે. કશું પણ બોલ્યા વિના વર્ધમાન એક પછી એક પ્યાલાઓ ખલાસ કરવામાં મંડે છે.){{Poem2Close}} |
edits