કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (સ્વમાન)
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (સ્વમાન)
{{Space}}...ઝીંકે ધીંક આખલા ઊછળી...
{{Space}}...ઝીંકે ધીંક આખલા ઊછળી...
{{Space}}{{Space}}{{Space}} (ઝંઝારાતે) </Poem>
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (ઝંઝારાતે) </Poem>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 95: Line 95:
{{Space}}ગુલાબ ને ડોલર પાથર્યા થરે
{{Space}}ગુલાબ ને ડોલર પાથર્યા થરે
{{Space}}કરેલ મેં ઝાકળબિંદુ છાંટણાં.
{{Space}}કરેલ મેં ઝાકળબિંદુ છાંટણાં.
{{Space}}{{Space}}{{Space}} (કોડિયાં-2)
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (કોડિયાં-2)


{{Space}}મંદિરની ગાવડી રેણુનું ચિત્ર
{{Space}}મંદિરની ગાવડી રેણુનું ચિત્ર
Line 101: Line 101:
{{Space}}એ, વર્ણનમાંના સ્પર્શ-અંશથી ગ્રહણ કરાય છે અને
{{Space}}એ, વર્ણનમાંના સ્પર્શ-અંશથી ગ્રહણ કરાય છે અને
{{Space}}સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં
{{Space}}સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં
{{Space}}{{Space}}{{Space}} (ધૂમ્રગાથા)
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (ધૂમ્રગાથા)
</poem>
</poem>
{{Poem2Open}}
એ ચિત્ર પણ મેશના તંતુ ન હોવાથી આંખ કરતાં સ્પર્શ દ્વારા જાણે અનુભવાય છે.
કાનની દ્વારા સુગમ થવાનો તો સામાન્યત: કવિતાનો ઉપક્રમ હોય જ. કૌશલપૂર્ણ છતાં સહજ ભાસતાં અનુપ્રાસ કે વર્ણસગાઈનાં દૃષ્ટાન્તો સારા કવિઓમાં અનાયાસે મળી રહે. પણ ધ્વનિસાદૃશ્યો દ્વારા કશીક ચમત્કૃતિ સધાઈ જતી હોય એવું ક્યારેક જ બને છે. સ્વરાજરક્ષકમાં ‘થયા અવાક’થી છંદ તો ચાલી શકત, પણ નાનકડું છતાંય કથાનક છે અને દૂરના મધ્યકાલીન સંત અને રાજવી અંગેનું છે, તો પૌરાણિક પ્રયોગ ‘હુવા’ શા માટે નહિ? કવિને ‘હુવા અવાક’ સૂઝે છે. એ ટુકડા ઉપર પ્રો. ઠાકોર પ્રસન્ન થયા હોય તો એમાં આશ્ચર્ય શું? શાન્ત સમુદ્રનું ચિત્ર ‘અતલજલના શાંત સૂતા પછાડા’-(મુક્તિનો શંખનાદ)માં કેવું તાદૃશ થાય છે! અને એમાં જ જાગૃતિ ‘હૈયાં જાગ્યાં હણહણી ઊઠ્યાં’ એ શબ્દોમાં કેવી એકદમ પ્રતીત થાય છે!{{Poem2Close}}
<poem>
{{Space}}....સંસ્કૃતિ
{{Space}}બટકતી મૂળથી અટકાવવી
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (પળે પાછો)</poem>
માં ‘બટકતી’ એ ઘરેળુ શબ્દથી તૂટવાનો અવાજ સૂચવાયો છે, અને એ બિનઅસરકારક ન નીવડે એ માટે જાણે પંક્તિના અંતમાં ફરી ‘અટકાવવી’ના આરંભમાં એ અવાજનું પુનરાવર્તન થયું છે.
{{Poem2Open}}
શ્રી ધરાણીની વાણીની કમનીયતા અને ઓજસ્વિતા, સુરેખ ચિત્રાંકનશક્તિ, ઝીણી લયસૂઝ એ બધાં ભાવનામયતાથી અનુપ્રાણિત થયેલાં જોવાં હોય તો ભરતી, પાનખર, પાપી અણે ઝંઝાવત એ એમની ઉત્તમ કૃતિઓમાં એકસાથે જોવા મળશે. ભરતીનો ઉપાડ જુઓ—{{Poem2Close}}
<Poem>
{{Space}}સહસ્રશત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા,
{{Space}}અફાટ જલધિ પરે અદમ પાણીપન્થા ચડ્યા,</Poem>
અને જોતજોતાંમાં તો તે રમખાણ મચાવે છે:
<Poem>
{{Space}}ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
{{Space}}ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી-ઊપડી;
{{Space}}દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથતાળી દઈ,
{{Space}}પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
{{Space}}કરાલ થરભેખડે, જગતકાંઠડે કારમા,
{{Space}}પછાડી મદમસ્ત ધીંક: શિર રક્તનાં વારણાં;
{{Space}}ધસી જગત ખુંદશે? અવનિ-આભ ભેગાં થશે?
{{Space}}ધડોધડ પડી - ખરી ગગનગુંબજો તૂટશે?</Poem>
{{Poem2Open}}
ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતાથી વારંવાર યોજાઈ નથી. પૃથ્વીના યતિસ્થાન પછી ‘ધીંક’ આગળ અટકવામાં અવાજ દ્વારા આખીય ઘટના પ્રતીત થાય છે અને ‘શિર રક્તનાં વારણાં’માં ‘શિર’ના ‘ર’ પછી ‘રક્તનો’ ‘ર’ આવતાં પછડાઈને પાછાં વળેલાં પાણીનો ખ્યાલ આવે છે. ‘વારણાં’માં ફરી આવતો ‘2’ અને આગળના ‘નાં’ સાથે સંવાદમાં આવતો ‘ણાં’ પાછી આવેલી છાલકનું ચિત્ર પૂરું કરી આપે છે. લોહીનાં છાંટણાંનો રંગ પણ એ શીકરોમાં પ્રગટતાં રંગધનુને લીધે અસંભાવ્ય રહેતો નથી. ઊંચી સર્જકતાને ભાષા અને ભાવપ્રતીકો કેવાં વશ વર્તે છે તે પણ ભરતીનાં ચઢતાં પાણીને એક વાર ઘોડાની ઉપમા આપી પછી એને ‘પાણીપન્થા’ તરીકે ઓળખાવવામાં રહેલી ચમત્કૃતિથી પ્રતીત થાય છે. અંતભાગમાં, સર્જક આવેગનાં પણ પાણી જાણે પાછાં વળ્યાં હોય એવું લાગે, પન ભરતી પોતે કાવ્યવિષય નથી, વિશિષ્ટ ભાવનાસ્થિતિનું પ્રતીક છે એવો અણસારો છેલ્લી પંક્તિમાં મળતાં આખી કૃતિ ‘અગમપ્રાન્ત’ની (mystic) બની જાય છે.
પાનખરમાં ખાલી ખપ્પર લઈ ઘૂમતા સમીરરાજનું ચિત્ર જુઓ, બલકે વચ્ચે આવતી સાખી(જેમાં ચોથી પંક્તિ ઔચિત્યપૂર્વક વિસ્તારાઈ છે)થી ક્ષણભર શ્વાસ ખાતા વેગીલા વંટોળનૃત્યને કાનથી અવગત કરો ‘ડાળડાળ પાંદડાં છૂટીછૂટીને’ એ લયમાં, આરંભ અને અંતમાં આવતાં પુનરાવર્તનોને લીધે, એક પછી એક પાંદડાં ખરવાનો ખ્યાલ નથી આવતો?
પાપી અનેક રીતે આકર્ષક છે. કર્તાનો ખગોળપ્રેમ (કાકાસાહેબ કાલેલકરના અંતેવાસીઓમાં કુદરતી એવો) વારંવાર જોવા મલે છે. પણ અહીં તો કથાનકનો ત્રીજા જેટલો ભાગ નિહારિકાઓથી શરૂ કરી ‘ગાંભુ’ ગામ સુધી પહોંચવામાં, પ્રસ્તાવનામાં, જાય છે. પણ આખા બ્રહ્માંડને ધારણ કરનાર સતની વાત માંડી હોઈ એ બધું પ્રસ્તુત બની જાય છે. આખી કથા સરળ, કહો કે રમતિયાળ, લયમાં લહેકાતી ચાલે છે. નિહારિકાઓની વાતોય તે જરી પણ ભારેખમ નથી. ‘એક દી’ને સમે, ‘પડી કે પડશે,’ ‘કાંધ જો મારવો ચોર’ — એવી બોલચાલની ભંગિઓ, ‘મૂછો જાણે રૂના ગાભા’ જેવી ઘરગથ્થુ ઉપમા, એ જ સંદર્ભના શબ્દપ્રયોગો (છેલ્લી ચાર લીટીમાં જ દુવારે, થામજો, જાચો, થાનક) — એ બધાથી જે વાતાવરણ જામે છે એ આ કૃતિની પરમોચ્ચ સફળતા છે.
પાપીની રજઆતમાં નાટ્યાત્મકતા છે. શ્રીધરાણી અચ્છા નાટકકાર, વાડલો અને મોરનાં ઈંડાંના સર્જક, પણ છે. સર્જક-શ્રેષ્ઠ આંગળાંમાં ‘બેટા જરી એ છરી—’વાળી બે પંક્તિઓ કેવી નાટ્યાત્મક રીતે બીજી વાર આવે છે! રોહિણીમાં એક વાર પ્રેમીઓના મિલનનો સાક્ષી સૂર્ય ‘ધીમેધીમે’ અસ્ત પામે છે તેનું અને પછી સાઠ પંક્તિ પછી, વિછોડાયેલાંનો સાક્ષી સૂર્ય ‘ધીમેધીમે’ આથમે છે તેનું વર્ણન કેવું મામિર્ક બને છે! અવલોકિતેશ્વરમાં પણ કુલીની ઉક્તિ અંતમાં કેવી વેધક રીતે પુનરુચ્ચારાય છે!
પણ નાટ્યાત્મકતામાં ઝંઝાવાતને ભાગ્યે જ કોઈ કૃતિ પહોંચે. એ નાટ્યાત્મકતાને ઉઠાવ મળે છે અત્યંત કૌશલભર્યા લયહિલ્લોલથી. ‘ભાંગો ભોગળ’ એ ઉઘાડ તો આકર્ષક છે જ, પણ પછીની સાખીમાં બે પંક્તિ વચ્ચે ‘પાનખરનાં ઓઢણાં’ એ ટુકડો, સાખીને અંતે એના પ્રાસમાં જરીક વિલંબિત ‘વન-ચમન ગાય હુલામણાં’ અને પછી મહેરામણની ઘોષણાનું પુનરુચ્ચારણ — એ આછરતા, તૂટતા, વળી આગળ વધતા, ઊંચકાતા, પટકાતા સંવાદમાં કર્તાની સર્જકશક્તિનો હૃદ્ય પરિચય થાય છે.
‘સમીર’ એ શ્રીધરાણીનું માનીતું પ્રતીક છે. પત્ની નહિ પણ માતા બનવા ચાહતી અંજનીના કોડ પૂરતા, પાનખર વખતે કંકાલોને પણ નચવી જતા, વાયુરાજને એ વારંવાર કાવ્યમાં વધાવે છે. ઝંઝાવતામાં વાયુ મહેરામણના એક કરણ તરીકે આવે છે: ‘સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.’ એની હાલકથી ‘શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ, જીર્ણ નીચે ખરે’ છે. નિસર્ગ, પૃથ્વી અને વ્યોમ નાચી ઊઠ્યાં, અનેકોના ‘ઉદયડૂમા આંસૂડાં થઈ ઓગળ્યા.’ પણ
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા.{{Poem2Close}}
<Poem>
{{Space}}અરે
{{Space}}ઝાડ જાગે, શુષ્ક ત્યાગે
{{Space}}પંખી-પ્રાણી નાચતાં;
{{Space}}પણ માનવી ધડધડ કરી
{{Space}}નિજ દ્વારબારી વાસતાં.
{{Space}}એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
{{Space}}‘સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!’
{{Space}}{{Space}} —સાદ દે મહેરામણા</Poem>
26,604

edits