કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 145: Line 145:
{{Space}}પણ માનવી ધડધડ કરી
{{Space}}પણ માનવી ધડધડ કરી
{{Space}}નિજ દ્વારબારી વાસતાં.
{{Space}}નિજ દ્વારબારી વાસતાં.


{{Space}}એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
{{Space}}એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
{{Space}}‘સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!’
{{Space}}‘સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!’
{{Space}}{{Space}} —સાદ દે મહેરામણા</Poem>
{{Space}}{{Space}} —સાદ દે મહેરામણા</Poem>
{{Poem2Open}}
વિશ્વસંંગીત સાથે જેઓ મેળમાં નથી, તેમને મૃત્યુ અથવા મૃત્યુકલ્પ આઘાત દ્વારા સંવાદ તરફ પ્રેરતો મહેરામણનો સંદેશો ઝંઝાવાતા લઈ આવ્યો છે. આ કૃતિમાં કવિ એક બાજુ માનવજીવનની વાસ્તવિકતામાં ડોકિયું કરે છે, તો બીજી બાજુ એક જાતની  અસ્પર્શ્ય રહસ્યમયતા (mysticism)ને દ્વારે જઈ પહોંચે ચે. નરી રહસ્યમયતાની જ ગાથા જોઈતી હોય તો આજ મારો અપરાધ છે રાજામાં મળશે. આચાર્યશ્રી ડોલરરાય માંડે એનું ગુણ-વિવરણ કરેલું છે એ અભ્યાસીઓના ધ્યાનમાં હશે. એ કૃતિને રવીન્દ્રનાથની એ જાતની રચનાઓનો પાસ લાગેલો છે એ ઉઘાડું છે, ‘રાજા’ તો એમની પાસેથી જ ઉછીનો લીધેલો છે. શ્રીધરાણીની આ કૃતિની સિદ્ધિ તે મારે મન તો આના લયમાં શ્રી ગણપત ભાવસારે રચેલું દશરથનો અંતકાળ છે, જે ભાવસારને ગુજરાતી ભાષાના એક-કાવ્ય-કવિ ઠેરવવા સમર્થ છે. રહસ્યમયતા જ નહિ, શ્રીધરાણીની ભાવનાની, વાસ્તવદર્શનની, ભાષાની, લયની, બધી લાક્ષણિક શક્તિઓનો એકસામટો પરિચય કરાવવા માટે ઝંઝાવાત કદાચ પૂરતું છે. {{Poem2Close}}
<Poem>
ભાવનામયતા અને જીવનવાસ્તવની હાથતાળીની રમત
{{Space}}ક્ષિતિજ આવતી પાસ કદી નહિ;
{{Space}}જ્યમ નજીક જતો ત્યમ ભાગતી.
{{Space}} (આદર્શો)</Poem>
જેવા ઉદ્ગારમાં વરતાય છે, તો અવલોકિતેશ્વરમાં વાસ્તવના સ્વીકારમાં જ ભાવનામયતાની ચરિતાર્થતા પ્રગટ થાય છે. 1990માં, એ જમાનાની એક મુખ્ય ભાવના કવિ આલાપે છે:
<Poem>
{{Space}}ન વ્યોમમાં ઊડી જવું:
{{Space}}રણે હું વીરલો ભમું!
{{Space}}(કવિ ન હું)</Poem>
ગુલામીબંધનો તોડવાની અને ગરીબીની વિષમતા ફેડવાની તમન્ના એ તે વખતે રણમાં વીર થઈને ભમવાનો પ્રકાર હતી. સ્વાતંત્ર્યસંગ્રામ અંગેની શ્રીધરાણીની કૃતિઓ પ્રચારવેડામાં લપસી પડતી નથી, બલે ક્યારેક વાણીમાં ભાવનાનું ઓજસ્ પ્રગટ થાય છે:
{{Space}}શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય,
{{Space}}દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય.
<Poem>
{{Space}}....
{{Space}}એક પડે ત્યાં બબ્બે વીર.
{{Space}}(ખાલી ખપ્પર)
{{Space}}ન પુષ્પશય્યા પર વીર લેટતા
{{Space}}....
{{Space}}ઘરે પડ્યા તે નવ કો જવાનડા.
{{Space}} (જવાન)</Poem>
પ્રો. ઠાકોરના રચી જ વાટિકા નવીન ગુલબંકીની છટાની યાદ આપતી સપૂતની આવેગભંગિઓ જુઓ:
<Poem>
{{Space}}પુત્ર-દાર!
{{Space}}જન્મમૃત્યુના જુહાર!
{{Space}}જંપવું ન, જાલિમોય જંપશે ન, સૌ ખુવાર.</Poem>
{{Poem2Open}}
દીન, દલિત, પતિત સહાનુકંપા ટાગોરના અનુરણનવાળી પણ લાગણીની સચ્ચાઈથી ધબકતી પુજારી અને મળતી કૃતિઓમાં કંડારાઈ છે. સર્જકશ્રેષ્ઠ આંગળાં અને  ધૂમ્રગાથા શોષિતો પ્રત્યેની સહાનુકંપાની કાવ્યમય અભિવ્યક્તિ, નર્યા પ્રચારવેડાથી બચીને, શી રીતે સધાય તેના નમૂના છે.{{Poem2Close}}
<Poem>
{{Space}}ટીપેટીપે ખેડૂત સ્વપ્નસેવે
{{Space}}એ શેલડીમાં રસ મિષ્ટ પૂરે.</Poem>
{{Poem2Open}}
— સ્વરાજરક્ષકમાંની આ બે નાની પંક્તિઓમાં જેટલું જીવનવાસ્તવ કવિતા સંભરી શકે છે એટલું પ્રચારનાં અનેક લખાણો કે વ્યાખ્યાનો પણ અસરકારક રીતે પ્રગટ કરી શકે કે?
કંગાલનેમાં સહાનુકંપા વધુ સક્રિય બનીને મૌલિક અભિવ્યક્તિ પામે છે. કંગાલનું વહાલ ખપતું નથી: ભાન નિત્ય હો ‘ઉતારું ખાલ’ એ તને! બીજાંના કંગાલપણા પર ઊછરતી સત્ત્વશાલિતા પોતાના જ ઉદ્ધાર માટે જાણે કંગાલોને પડકારે છે, ચાનક દે છે: ‘થા કરાલ.’ કંગાલો પોતાની અવદશામાં પ્રસન્ન રહે એ કરતાં સામનો કરે — ઘા કરે એમાં જ એ અવદશા સર્જનારાઓનું વિમોચન છે:{{Poem2Close}}
<Poem>
{{Space}}કટારી તારી જીરવું!
{{Space}}હાસ્યથી રડી રહું!</Poem>
26,604

edits

Navigation menu