ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}  
{{Poem2Open}}  
ઉમાશંકરનો સર્જક-વિવેચક તરીકે પરિચય કરતાં પહેલાં જે દેશકાળમાં, જે પરંપરામાં ઉમાશંકરનું સર્જન-વિવેચનનું કાર્ય ચાલ્યું છે તેનો કંઈક પરિચય મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો. સર્જક કે વિવેચક ગમે તેટલો પ્રયત્ન કરે, પણ તે તેના દેશ-કાળ ને પરંપરાથી છેડો ફાડીને વેગળો રહી શકતો નથી.<ref>“મને તો એમ લાગે છે કે કવિમાણસ એ કવિતા તો પ્રેરણાથી લખતો હોય છે. એ પોતે સાધન, વાહન, બને છે એ વાત સાચી, પણ કંઈક યુગબળ જેવું પણ છે. આખો ભાષાકીય, સાંસ્કૃતિક સંદર્ભ પણ હોય છે.”

– ઉમાશંકર (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૧)</ref> જે દેશકાળે, જે પરંપરાએ અનેક સર્જકો-વિવેચકોના ઘડતરમાં પ્રત્યક્ષ-પરોક્ષ ભાગ ભજવ્યો હોય એ સર્જકો-વિવેચકોમાં જે ભિન્નતા વરતાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જે તે સર્જક-વિવેચકના વૈયક્તિક જીવનનો સંદર્ભ જોવો પડે. આ કામ કેટલીક રીતે જોખમી છે. કોઈ સર્જક કે વિવેચકના અમુકતમુક આવિષ્કાર માટે આ કે તે પરિસ્થિતિને જવાબદાર ગણાવવા જતાં એક યા બીજા પ્રકારની ન ઇચ્છેલી આરોપણ, પ્રક્ષેપણ આદિગત ભૂલો થવાનો સંભવ પણ રહે. વૈયક્તિક જીવનને આધારે કોઈ સર્જક-વિવેચકની ખૂબીઓ સમજવાના પ્રયત્નમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આદિની અપેક્ષાઓ પણ રહે. આ પરિસ્થિતિમાં સાહિત્યના અભ્યાસીએ સર્જક-વિવેચકનો વૈયક્તિક પરિચય આપવામાં ભારે સાવધાની રાખવાની રહે. જે તે સર્જક યા વિવેચકના વિચારો, એનાં લખાણ તથા એની મુલાકાત ઇત્યાદિને આધારે જે કંઈ કહી શકાય તે કહી શકાય. સદ્ભાગ્યે, ઉમાશંકરે પોતાના સંદર્ભમાં છૂટકત્રુટક કેટલુંક લખ્યું છે. જાણવા પ્રમાણે એમની પાસે ડાયરી-નોધS, પત્રો ઇત્યાદિ અપ્રકાશિત પડ્યાં છે ને તેમના પ્રકાશિત લખાણમાંયે ક્યારેક ક્યારેક અત્રતત્ર એમના અંગત જીવનના અણસાર મળે છે. કેટલાક નિકટવર્તી મિત્રોએ એમના વિશેની પોતાની છાપ પ્રસંગોપાત્ત, રજૂ કરી છે. કેટલાક સાહિત્યપ્રેમીઓએ એમની મુલાકાતના અહેવાલ પણ છાપ્યા છે. વ્યાખ્યાનોમાં, રેડિયોવાર્તાલાપો વગેરેમાં થોડુંક આત્મ-કથનાત્મક બયાન એમણે આપ્યું છે.S કેટલુંક આત્મલક્ષી બયાન એમનાં કાવ્યોમાં પણ જોઈ શકાય. આ બધાંને આધારે ઉમાશંકરના શીલભદ્ર સારસ્વત <ref>નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪. </ref> વ્યક્તિત્વનો પરિચય પામી શકાય છે.
– ઉમાશંકર (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૧)</ref> જે દેશકાળે, જે પરંપરાએ અનેક સર્જકો-વિવેચકોના ઘડતરમાં પ્રત્યક્ષ-પરોક્ષ ભાગ ભજવ્યો હોય એ સર્જકો-વિવેચકોમાં જે ભિન્નતા વરતાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જે તે સર્જક-વિવેચકના વૈયક્તિક જીવનનો સંદર્ભ જોવો પડે. આ કામ કેટલીક રીતે જોખમી છે. કોઈ સર્જક કે વિવેચકના અમુકતમુક આવિષ્કાર માટે આ કે તે પરિસ્થિતિને જવાબદાર ગણાવવા જતાં એક યા બીજા પ્રકારની ન ઇચ્છેલી આરોપણ, પ્રક્ષેપણ આદિગત ભૂલો થવાનો સંભવ પણ રહે. વૈયક્તિક જીવનને આધારે કોઈ સર્જક-વિવેચકની ખૂબીઓ સમજવાના પ્રયત્નમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આદિની અપેક્ષાઓ પણ રહે. આ પરિસ્થિતિમાં સાહિત્યના અભ્યાસીએ સર્જક-વિવેચકનો વૈયક્તિક પરિચય આપવામાં ભારે સાવધાની રાખવાની રહે. જે તે સર્જક યા વિવેચકના વિચારો, એનાં લખાણ તથા એની મુલાકાત ઇત્યાદિને આધારે જે કંઈ કહી શકાય તે કહી શકાય. સદ્ભાગ્યે, ઉમાશંકરે પોતાના સંદર્ભમાં છૂટકત્રુટક કેટલુંક લખ્યું છે. જાણવા પ્રમાણે એમની પાસે ડાયરી-નોધS, પત્રો ઇત્યાદિ અપ્રકાશિત પડ્યાં છે ને તેમના પ્રકાશિત લખાણમાંયે ક્યારેક ક્યારેક અત્રતત્ર એમના અંગત જીવનના અણસાર મળે છે. કેટલાક નિકટવર્તી મિત્રોએ એમના વિશેની પોતાની છાપ પ્રસંગોપાત્ત, રજૂ કરી છે. કેટલાક સાહિત્યપ્રેમીઓએ એમની મુલાકાતના અહેવાલ પણ છાપ્યા છે. વ્યાખ્યાનોમાં, રેડિયોવાર્તાલાપો વગેરેમાં થોડુંક આત્મ-કથનાત્મક બયાન એમણે આપ્યું છે. કેટલુંક આત્મલક્ષી બયાન એમનાં કાવ્યોમાં પણ જોઈ શકાય. આ બધાંને આધારે ઉમાશંકરના શીલભદ્ર સારસ્વત <ref>નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪. </ref> વ્યક્તિત્વનો પરિચય પામી શકાય છે.
આનંદશંકર જેવા સાક્ષરયુગીન પંડિતવર્ગે ૧૯૨૦ના અરસામાં છઠ્ઠી ગુજરાતી સાહિત્યપરિષદના સત્કારમંડળના પ્રમુખપદેથી ભાષણ આપતાં જણાવ્યું હતું કે “...... સઘળા મહાન યુગપરિવર્તમાં થાય છે તેમ હિન્દુસ્થાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર અર્પનાર કવિની જરૂર પડશે, એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતા ભેદી, એ યુગની પાર થઈ, જીવનનાં સનાતન સત્યો પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે.” <ref>સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૮–૯. </ref> આનંદશંકરે આ પછી યુગને દ્રષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂરિયાત હોય છે તે દર્શાવી ઉમેર્યું કે “એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણા યુગને પૂરો ઓળખી શકીશું નહિ, ભવિષ્યના ઇતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ? બીજું – આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે, નહિ તો જીવન જાડું, કદ્રૂપું અને પ્રાકૃત બની જશે. ચોમાસું કોણ નથી ઇચ્છતું ? પણ તે માટે, એ ઋતુનાં ડહોળાયેલાં પાણી પીવાનું કોણ પસંદ કરશે ? એ નવા જીવનને સૂક્ષ્મ, સુંદર અને સંસ્કારી બનાવવા સારુ કવિ-પ્રતિભારૂપી નિર્મળી, બીજું રૂપક આપીએ તો શરદ ઋતુની ચાંદની, અવશ્ય જોઈશે. નવા જીવનનાં સૂક્ષ્મ ભયસ્થાન, અને એના તારની વિષમ ગૂંથણી બલ્કે ગૂંચવણો કવિ નહિ સમજાવે તો કોણ સમજાવશે ?” <ref>એજન, પૃ. ૯–૧૦. </ref>

આનંદશંકર ધ્રુવે જે વિચક્ષણતાથી શરૂ થયેલા યુગને – ગાંધીયુગને પારખીને તે કાળમાં આવનાર કવિ પાસેથી જે કેટલીક અપેક્ષાઓ રાખી છે તે ખાસ ઉલ્લેખપાત્ર છે. જે યુગમાં ઉમાશંકરે કવિકર્મ આરંભ્યું એ યુગમાં એમની જવાબદારીઓ અને મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી તેનું સૂચન આનંદશંકરના ભાષણમાં છે જ. ઉમાશંકર યુગપ્રવર્તક કવિ થઈ શક્યા છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર ભલે ભવિષ્ય આપે, તો પણ એ યુગપ્રકાશક કવિ તરીકે તો તુરત જ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ અને ઉમાશંકરના કવિત્વનો પ્રભાવ સાહિત્યક્ષેત્રે સારો એવો પડ્યો છે; નહીંતર વિષ્ણુપ્રસાદ જેવા ગંભીર વિવેચકે ઉમાશંકર-સુન્દરમ્ માટે આવું લખ્યું હોત ? –