ગુજરાતી કવિતાનો આસ્વાદ/અનુ દીકરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અનુ દીકરી| સુરેશ જોષી}} <poem> હજીય સંભળાય છે મધુર સાદ તારો બધે,...")
 
No edit summary
Line 16: Line 16:
અહો પણ હસી ઊઠે અસલ જેવું જેવું જ તું,
અહો પણ હસી ઊઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની, કહે?
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની, કહે?
{{Right|– સુન્દરમ્ (યાત્રા)}}
{{Right|'''– સુન્દરમ્''' (યાત્રા)}}
</poem>
</poem>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હ’થી શરૂ થતી પ્રથમ પંક્તિમાં જ, જે એક વાર હતું, ને હવે નથી ( છતાં એની સ્મૃતિ છે; પણ એની સ્મૃતિ છે, એમ કહેવાને બદલે એ જ છે એમ કહીને ‘એ નથી’માંના ‘નથી’ને ‘છે’થી ઢાંકી દીધો છે) તેના સ્મરણથી સરી જતા આછા નિશ્વાસનો અણસાર છે. જે અનુપસ્થિત છે, દૂર છે તેના ભણકારા કાનમાં વાગ્યા કરે છે. જે દૂર તેને પામવા આંખ કરતાં કાન કદાચ વહેલા દોડી જાય છે. અહીં પણ સૌ પ્રથમ ‘મધુર સાદ’ જ કવિ ઉલ્લેખે છે. ‘હજીય’માંના બીજા ગુરુ ‘જી’ના પર જેટલો ભાર મૂકવા ધારો (જેટલી તમારી નિશ્ચિતતાની માત્રા) તેટલો મૂકીને એનું ઉચ્ચારણ કરી શકો છો, તે છતાં એમાં કશી ઊણપ રહી જતી હોય તો એની પછી આવતો ‘ય’ નિશ્ચિતતાને દૃઢ કરીને એને દૂર કરે છે. ‘મધુર સાદ તારો બધે’માં ‘બધે’ કહીને કવિએ ધ્વનિની અવકાશમાં ફેલાઈ જતી વ્યાપકતાને જાળવી રાખી છે. ‘બધે’ને બદલે ‘અહીં’ એમ કહ્યું હોત તો વ્યાપકતાને ભોગે નિશ્ચિતતા આવી હોત પણ તે કવિને અભિપ્રેત નથી.