સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબાદાસ અગ્નિહોત્રી/મીઠાં વડચકાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{space}}પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું.
પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું.
{{space}}કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે.
કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે.
{{space}}અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું.
અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું.
{{space}}એ વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો.
વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો.
{{space}}બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા :
બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા :
{{space}}“વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!”
“વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!”
{{space}}અવાજની દિશામાં હું એક એક ડગલું આગળ વધતો હતો, અને છતાં એ દરેક ડગલું પાછળ પડે તો સારું એમ મન કહેતું હતું. વીશીના મહિને બાર રૂપિયા આપનાર ઘરાકને પણ જે બાઈ આવાં આકરાં વેણ સંભળાવતી હતી, તે મને કંઈક ઓછામાં જમાડશે એ વાત કોઈ રીતે મારા માન્યામાં આવતી નહોતી.
અવાજની દિશામાં હું એક એક ડગલું આગળ વધતો હતો, અને છતાં એ દરેક ડગલું પાછળ પડે તો સારું એમ મન કહેતું હતું. વીશીના મહિને બાર રૂપિયા આપનાર ઘરાકને પણ જે બાઈ આવાં આકરાં વેણ સંભળાવતી હતી, તે મને કંઈક ઓછામાં જમાડશે એ વાત કોઈ રીતે મારા માન્યામાં આવતી નહોતી.
{{space}}પણ હું ખરેખરા સંકટમાં હતો. આઠ રૂપિયા ઉપર એક પાઈ પણ આપવાની મારી ગુંજાશ નહોતી, અને ગામમાં બીજો કોઈ વીશીવાળો મને આઠ રૂપિયામાં જમાડે તેમ નહોતો. એક નાના ખાંચામાં આવેલી આ ફઈબાની વીશી જ મારે માટે આશાનું સ્થાન હતું. પણ એ સ્થળે તો ડગલું દેતાં જ આવી વાણી સાંભળવા મળી, તેથી એ જ પગલે પાછાં ફરી જવાનું મન તો બહુ થતું હતું. પણ એ ઇચ્છાને દાબી રાખીને આગળ વધ્યા વિના મારે છૂટકો ન હતો.
પણ હું ખરેખરા સંકટમાં હતો. આઠ રૂપિયા ઉપર એક પાઈ પણ આપવાની મારી ગુંજાશ નહોતી, અને ગામમાં બીજો કોઈ વીશીવાળો મને આઠ રૂપિયામાં જમાડે તેમ નહોતો. એક નાના ખાંચામાં આવેલી આ ફઈબાની વીશી જ મારે માટે આશાનું સ્થાન હતું. પણ એ સ્થળે તો ડગલું દેતાં જ આવી વાણી સાંભળવા મળી, તેથી એ જ પગલે પાછાં ફરી જવાનું મન તો બહુ થતું હતું. પણ એ ઇચ્છાને દાબી રાખીને આગળ વધ્યા વિના મારે છૂટકો ન હતો.
મને આવેલો જાણીને નજીક બેઠેલી બાઈ સાથેની વાત અધૂરી મૂકીને ફઈબાએ જાણે મારી સામે ડાચિયું કરતાં હોય તેમ પૂછ્યું, “અલ્યા, તું કોણ? અહીં શીદને આવ્યો છે? ને આમ ચોરપગલે કેમ ચાલ્યો આવછ!” સ્વાગતના એ કડવા બોલ ગળી જઈ મેં કહ્યું : “દેશપાંડે માસ્તરે મને મોકલ્યો છે. ને કહ્યું છે —”
મને આવેલો જાણીને નજીક બેઠેલી બાઈ સાથેની વાત અધૂરી મૂકીને ફઈબાએ જાણે મારી સામે ડાચિયું કરતાં હોય તેમ પૂછ્યું, “અલ્યા, તું કોણ? અહીં શીદને આવ્યો છે? ને આમ ચોરપગલે કેમ ચાલ્યો આવછ!” સ્વાગતના એ કડવા બોલ ગળી જઈ મેં કહ્યું : “દેશપાંડે માસ્તરે મને મોકલ્યો છે. ને કહ્યું છે —”
“તે તું ઈ જ છો?” ફઈબાએ ફરીથી મને ઉચકાવ્યો અને પછી પેલાં બહેનની સામે જોઈ કહેવા માંડયું : “લ્યો જુઓ, આ પારકાં સરામણાં! દેશપાંડે માસ્તર પણ ખરા કે આવી લપ અહીં જ વળગાડે છે. મૂઉં બાર રૂપિયામાં બે ટંક ખવડાવું છું એય તો પરવડતું નથી, ત્યાં વળી બેચાર રૂપિયા ઓછા કરવાનું…” અને પછી મારા ભણી જોઈને પૂછ્યું :
“તે તું ઈ જ છો?” ફઈબાએ ફરીથી મને ઉચકાવ્યો અને પછી પેલાં બહેનની સામે જોઈ કહેવા માંડયું : “લ્યો જુઓ, આ પારકાં સરામણાં! દેશપાંડે માસ્તર પણ ખરા કે આવી લપ અહીં જ વળગાડે છે. મૂઉં બાર રૂપિયામાં બે ટંક ખવડાવું છું એય તો પરવડતું નથી, ત્યાં વળી બેચાર રૂપિયા ઓછા કરવાનું…” અને પછી મારા ભણી જોઈને પૂછ્યું :