26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,050: | Line 1,050: | ||
'''અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’'''</poem> | '''અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’'''</poem> | ||
{{Right|(નિશીથ, પૃ. ૧૫૭)}} | {{Right|(નિશીથ, પૃ. ૧૫૭)}} | ||
{{Poem2Open}} | |||
ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ અને આ ‘આત્માનાં ખંડેર’ એમની સમસ્ત કવિતાના – એમના રાગસંગીતના સંવાદી ને વાદી સૂર જાણે છે.S | |||
‘આતિથ્ય’માં ‘પ્રણય-સપ્તક’ની સૉનેટમાળામાં પ્રણય-નિરૂપણની ઉમાશંકરની આગવી ધાટી જોવા મળે છે. ભાવનાની ધુમ્મસિયા વાતો કે બરડ લાગણીઓના ક્ષણજીવી ફુગ્ગાઓ ઉડાવવાને બદલે તેઓ યથાર્થની સમજ દ્વારા પ્રણયાનુભૂતિની {{Poem2Close}} | |||
_____________________________________ | |||
<small>આ ‘આત્માનાં ખંડેર’ સંબંધે નલિન રાવળ લખે છે : </small> | |||
<small>‘ઉમાશંકરની કવિતામાં એવી અદ્ભુત ક્ષણો આવી છે જ્યારે એમનો કાવ્યાનુભવ વ્યક્તિ-સમાજ-ઇતિહાસ-સંસ્કૃતિ-કલા-ધર્મ અને ખુદ કવિતાનાં પણ સઘળાં પરિમાણોને અતિક્રમી જઈ એક માત્ર આત્મરૂપ બની ઠર્યો છે – ‘આત્માનાં ખંડેરો’ એ સૉનેટગુચ્છનો આ એક ધ્વનિ છે.’ નલિન રાવળનું આ વિધાન અતિવ્યાપક ને તેથી કંઈક અવિશદ લાગે છે. કાવ્યાનુભવનું આત્મરૂપે ઠરવું એટલે શું તે સ્પષ્ટ થતું નથી. (જુઓ, ‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮માં ‘શ્રી ઉમાશંકર’ લેખ, પૃ. ૧૪)</small> | |||
{{Poem2Open}} | |||
સંગીન ભૂમિકા રચે છે. એ ભૂમિકાએ રહી તેઓ સ્વ-સ્થતાથી ને તેથી વધુ ગહરાઈથી પ્રણયના રસ-રૂપને અભિવ્યંજિત કરી શકે છે. પ્રિયાના પત્રો ‘મૃદુ હૃદયના મૌનમહિમારૂપ’ છે. એ પત્રે ‘અજબ રસ-સંજીવન વસ્યાં’ લાગે છે. પોતાના હૃદયના અવાજનો ઉત્તર વાળતી રમણીના સાન્નિધ્યનું ભાન કવિચિત્તને કેવો અપૂર્વ અનુભવ આપે છે ! પોતાની પ્રિયતમાથી અનેક બાબતોમાં ચઢિયાતી એવી બીજી વામાઓ છે ને એની કવિને જાણ છે, ને છતાં ? –{{Poem2Close}} | |||
<Poem> | |||
'''“જગે રૂપો લક્ષ્યાં રસસભર, લક્ષાવધિ મુખ,''' | |||
'''ન કે ઓછાં મીઠાં, પણ તું વિણ ચિત્તે નહિ સુખ.'''</Poem> | |||
<Center> </Center> | |||
<Poem> | |||
'''અહીં કોને કોનું મુખ નીરખી આનંદ ઊમટે,''' | |||
'''નથી તેના કોઈ નિયમ, વશ હા ! વર્તવું ઘટે.”'''</Poem> | |||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૬)}} | |||
{{Poem2Open}} | |||
કવિની આ રીતિની પ્રણયકથની નિખાલસતા ને સચ્ચાઈના ગુણે વધુ ચોટદાર ને સદ્યસંવેદ્ય બની રહે છે. ‘કદર’માં રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના તુમુલ યુદ્ધની વચમાં, પ્રણયની આરાધના કરતા કવિ પ્રિયાની કદરની અપેક્ષા રાખે છે ! —{{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘પ્રિયે ! આ પ્રીતિની કદર કરવી તો કંઈ ઘટે :’'''</Poem> | |||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૭)}} | |||
{{Poem2Open}} | |||
અને પોતાની આ પ્રકારની વૈયક્તિક પ્રણયલીલાને સમષ્ટિગત ભૂમિકાએથી તપાસી આશ્વાસનપૂર્વક કહે છે :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘સુભાગ્યો કે છેડે અગન વચમાંયે કવિપણાં.’'''</Poem> | |||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૭)}} | |||
{{Poem2Open}} | |||
કવિને પ્રણયીજનોની સ્વપ્નલીલાનો ને સૃષ્ટિલીલા સાથેના એમના સંબંધનો પણ અંદાજ છે. ‘પ્રણયરસનાં પ્યાસી તેની જગે બસ આ દશા ?’ – આવી વેધક ઉક્તિમાં પ્રણયભાવનું પ્રાબલ્ય અનુભવાય છે. ‘ગહન નયનો’ની દ્યુતિ રક્ત-સ્રોતે સદાને માટે ભળી ગયાનો કવિનો અનુભવ પણ ઊંડો ને સાચો છે. એ નયનના પ્રભાવે તો ‘જડ, જગત, જીવો સાથેની જુદાઈ ગળી ગયા’નો ભાવ તેઓ અનુભવે છે. ઉમાશંકરની નિજી અનુભવગતિ જેમ ‘પ્રણયસપ્તક’માં તેમ ‘શિશુબોલ’માં પણ વ્યક્ત થાય છે. એ પાંચ કાવ્યનો સંપુટ વસ્તુ, સ્વરૂપ, છંદ અને ભાષા — આ બધી દૃષ્ટિએ વિલક્ષણ લાગશે, બાળકી – ‘બચુડી’ના પ્રવેશે બે પ્રણયથી જીવો – પતિ-પત્ની વચ્ચેના સંબંધને કોઈ નવું જ અને આસ્વાદ્ય પરિમાણ સાંપડે છે. નજીવી લાગતી ઘટનામાંથી જીવનના મર્મસ્પર્શી રૂપને તેઓ ઉપસાવે છે. પતિ-પત્ની વચ્ચે કંઈક વાતચીત ચાલી છે, ને પરિણામે પતિની આંખે ઝાંય વળી છે, જે પત્નીની જાણબહાર છે, પણ નાનકડી બચુ આવીને છળી ઊઠી ધીરે બોલી રહે છે : ‘પિતાજી, ક્યમ આંખમાં નથી હું આજ દેખાતી રે ?’ કોઈ નિશ્ચિત બીબામાં ન ઝીલી શકાય એવો જીવનનો કોઈ સંકુલ સરકતો અર્થ આ પ્રશ્ને ભાવકચિત્તને સ્પર્શી જાય છે. ‘થઈશ તુજ જેવડી’માં પણ અંતે એક સરલ લાગતી રોજિંદી ઘટનામાંથી જવાબ ન સૂઝે એવો બચુડીનો માર્મિક પ્રશ્ન આવે છે. ડૂસકાં ભરતી બચુડી પૂછે છે : {{Poem2Close}} |
edits