ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,405: Line 1,405:


S <small>કવિ સુન્દરમે આ ત્રણ પંક્તિઓ સંદર્ભે લખતાં જણાવ્યું છે કે “ ‘વિશ્વશાંતિ’ કાવ્યના આ શબદો તે માત્ર શાંતિમંત્રના નથી; પણ એમાં શતાબ્દીઓના ઘુમ્મટોમાં ફરતા ઉમાશંકરનું પોતાનું પણ ચિત્ર છે !” (‘પ્રસ્થાનમાં પગલાં’, સમિધ–૨, ૧૯૬૬, પૃ.૬)</small>
S <small>કવિ સુન્દરમે આ ત્રણ પંક્તિઓ સંદર્ભે લખતાં જણાવ્યું છે કે “ ‘વિશ્વશાંતિ’ કાવ્યના આ શબદો તે માત્ર શાંતિમંત્રના નથી; પણ એમાં શતાબ્દીઓના ઘુમ્મટોમાં ફરતા ઉમાશંકરનું પોતાનું પણ ચિત્ર છે !” (‘પ્રસ્થાનમાં પગલાં’, સમિધ–૨, ૧૯૬૬, પૃ.૬)</small>
{{Poem2Open}}
અહીં પ્રભુનું સલિલના પારણામાં ઝૂલવું – આ એક લાલિત્યપૂર્ણ ક્રિયા ઉપસાવવા કવિએ – પદાવલિ – પદવિન્યાસ – પૃથ્વીછંદનું લયરૂપ – આ બધાંનો લાભ લીધો છે. ‘ભૂતળે’, ‘રજનીતારલે’ જેવાં પ્રાસપદો જે રીતે છંદ:પ્રવાહમાં ઉપસ્થિત છે તે પારણાની ઝૂલણગતિને મૂર્ત કરતા શ્રાવ્ય કલ્પનનું રૂપ બાંધે છે. ન્હાનાલાલીય અનુષ્ટુપમાં સરી જતા ઉમાશંકરે સ્વકીય અનુષ્ટુપની મુદ્રા પણ ઉપસાવી છે : {{Poem2Close}}
<poem>
'''‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :'''
'''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ.’'''
</Poem>
{{Poem2Open}}
અહીં પ્રથમ પંક્તિમાં ‘એ’કાર ભૂમા-વિસ્તાર સાધવામાં ઉપકારક થાય છે. ‘વિશાળ’નું “વિશાળે” એ કવિપ્રજ્ઞાની સરજત છે.
ઉમાશંકરે આ કાવ્યમાં વાગ્મિતાનો આશ્રય ઠીક ઠીક પ્રમાણમાં લીધો છે. સમગ્ર કાવ્યના માળખામાં જેની ઉપસ્થિતિ વિશે કવિના ચિત્તમાં પણ પ્રશ્નાર્થ છે તે ‘કંકાલ-તાંડવ’ કેવળ પદ્ય-અહેવાલ બનતાં અટક્યું હોય તો આ વાગ્મિતાને કારણે. ‘કંકાલ-તાંડવ’માં મંદાક્રાન્તાની આ ગતિચ્છટા જુઓ :{{Poem2Close}}
<Poem>
'''“ગામે, ગામે, ઘર ઘર વહી શૌર્યઘેરી ખુમારી;'''
'''ને સત્તાયે નખશીશ સજી શસ્ત્ર, સામી ઊભી’તી,'''
'''માથાં ફૂટ્યાં, શરીર લથડ્યાં, ને વહી રક્તધારા,'''
'''બુઝાવી’તી જીવનરુધિરે ચંડિકાની પિપાસા !'''
'''પાયાં એને શરબત ભરી ખૂનનાં ખોપરીમાં'''
'''– પીણાં મોઘાં મધુરમધુરાં સ્નેહની નિર્ઝરીનાં”''' </Poem>
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, પૃ.૧૬)}}
{{Poem2Open}}
પોપના ‘ઍસે ઑન મૅન’ની જેમ ‘વિશ્વશાંતિ’ને ઍસે ઑન વર્લ્ડપીસ’ (અલબત્ત, કાવ્યાત્મક ‘ઍસે’) કહેવાય ? છ ખંડના આ કાવ્યમાં પહેલા ખંડમાં સમગ્ર ‘વિશ્વશાંતિ’ કાવ્યનું જાણે ‘સિનોપ્સીસ’ (અલબત્ત, ‘પોએટિક’) આવી જાય છે ! તે પછીના ખંડકોમાં પ્રથમ ખંડનો અર્થવિસ્તાર છે. આ અર્થવિસ્તાર કરતાં છ સંસ્કૃતિઓના વિકાસ-વિસ્તારનો, વિશ્વનાં ભૂગોળ-ઇતિહાસનો, જ્ઞાનવિજ્ઞાનનો સંદર્ભ તેઓ ધ્યાનમાં લે છે. ‘વિશ્વશાંતિ’ નિમિત્તે એમણે શોષણ, ગરીબાઈ, હિંસાખોરી વગેરેનો નિર્દેશ કર્યો પણ બુલંદ ભાવનામયતા-ના પ્રમાણમાં વાસ્તવનું જે વ્યાપક – ઊંડું ગંભીર ચિત્ર ઊપસવું જરૂરી હતું તે નહિ થયું. તેઓ પોતે “મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો ?” – એ પ્રશ્નનો ઉત્તર આપતાં ‘વિશ્વશાંતિ’ લખાયા પછીનાં અઠ્ઠાવીસ વર્ષ બાદ – ૧૯૫૯માં કહે છે :
“પણ અત્યારે તો, વિશ્વ એક હૂંફાળા માળા સમું છે, એવો ભાવ દૃઢ થવાને બદલે આપણી સૂર્યમાલામાં માનવે પ્રેરેલો નવો કૃત્રિમ ઉપગ્રહ કૌતુકભરી આશાની સાથે ભીતિનો – અશાંતિનો સંચાર પણ કરે છે. અત્યારે મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવું હોય તો ભાવનામયતાનાં બુલંદ ઉદ્ગારની સાથે સાથે વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિનાં આલેખનોનો પણ કૃતિમાં સમાવેશ થાય એ જોઉં.”{{Poem2Close}}
{{Right|(વિશ્વશાંતિ, જાન્યુઆરી, ૧૯૭૦, પૃ.૩૯–૪૦)}}
{{Poem2Open}}
‘વિશ્વશાંતિ’ ઉત્તમ કાવ્ય નથી, એ તો સ્પષ્ટ છે. એમાં ખાસ કરીને ત્રીજા અને પાંચમાં ખંડોના અનુષ્ટુપ-ઉપજાતિ ઉપર ન્હાનાલાલની શૈલીની અસર વરતાશે. ૧૯૨૮માં ૧૭ વર્ષની ઉંમરે ઉમાશંકરે પોતે લખેલા ‘આબુ’ (પાછળથી નામ ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’) સૉનેટના સંબંધે બલવંતરાયના ‘ભણકારા’ સૉનેટના ઋણનો સ્વીકાર કર્યાનું જણાવ્યું છે. તેમના કવનકાળે જ આમ બલવંતરાય ને ન્હાનાલાલ જેવા ‘બે સાચા કવિઓ’નું આકર્ષણ થયું. ‘વિશ્વશાંતિ’માં એ આકર્ષણનાં ઇંગિત છે જ ને છતાંય ‘મંગલ શબ્દ’ જેવામાં એ આકર્ષણ – અસરમાંથી બહાર આવવાનો સાચા સર્જકનો પુરુષાર્થ પણ જોવા મળે છે. આ પુરુષાર્થે કરીને કેટલીક સ્મરણીય પંક્તિઓ – કેટલાક હૃદ્ય કાવ્યખંડો અહીં મળે છે. પહેલો, પાંચમો ને છઠ્ઠો ખંડ કાવ્યદૃષ્ટિએ મહત્ત્વના છે. આમ તો કલ્પનાની ભાષામાં વાત કરવાનું અહીં ઝાઝું બન્યું નથી, તેમ છતાં કેટલાંક આશ્વાસનસ્થાનો જરૂર છે :{{Poem2Close}}
<Poem>
'''“પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી'''
'''ધપે ધરા નિત્યપ્રવાસપંથે;'''
'''ઝૂમી રહી પાછળ અંધકારની'''
'''તૂટી પડે ભેખડ અર્ધ અંગે.”'''</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧)}}
<Poem>
“ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
ને દૂર ફેલે જલનીલ અંચળા !”</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧)}}
<Poem>
'''“જગ ઢંઢોળતો એવો પૃથ્વીને છાપરે ચડી'''
'''તડૂક્યો શૃંગ પામીરે ઝંધી’ મોગલકેસરી.'''
'''પૂર્વ ને પશ્ચિમે, સર્વે કબ્રસ્તાનો હલી ઊઠ્યાં,'''
'''તુફાને ઘોર વંટોળે ભૂતનાં જૂથ આથડ્યાં.”'''</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૮)}}
<Poem>
'''“વિરાટની વ્યોમ વિષે પ્રશસ્તિ'''
'''કો આંકતી અંગુલિ તારકાક્ષરે.'''
'''લખે, લખે ને વળી રોજ ભૂંસતી,'''
'''ગીતા ગુણોની ન લખાય પૂરી.'''
'''ગાથા એવી સંતનીયે અધૂરી'''
'''વીલી જતા માનવબોલમાં લખી.”''' </Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧૩)}}
26,604

edits