26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,026: | Line 2,026: | ||
{{Poem2Open}}આ કવિ હૃદય ચિરમૌન પામ્યું છે, વિલોપ પામ્યું નથી !{{Poem2Close}} | {{Poem2Open}}આ કવિ હૃદય ચિરમૌન પામ્યું છે, વિલોપ પામ્યું નથી !{{Poem2Close}} | ||
<Poem> | |||
'''“કિલ્લોલનું કવિહૃદય સહસા મૌનઅંક શ્વસી રહ્યું.''' | |||
'''હવાથી આછુંક આચ્છાદન ધરા પર હૂંફનું મૂકી ગયું.”'''</Poem> | |||
{{Right|(‘કવિનું મૃત્યુ’, વસંતવર્ષા, પૃ.૫૮)}} | |||
{{Poem2Open}} | |||
ઉમાશંકરે ‘ધારાવસ્ત્ર’માં કવિ ઑડનના ચહેરાનું જે ચિત્ર આપ્યું છે તે કેવું વાસ્તવિક અને વિલક્ષણ છે ! તેમણે ઑડનને દુનિયા અને એકલવાયા માનવી વચ્ચે રહેલા દુભાષિયા તરીકે ઓળખાવ્યા છે; અને સાંપ્રત પરિસ્થિતિમાં સ્નેહની જે અનિવાર્યતા છે તે ભારપૂર્વક છેલ્લે નિર્દેશી છે. ‘પાબ્લો નેરૂદાનું મૃત્યુ’માં ‘કવિના રુધિરની નિર્મિતિ’રૂપે કવિતાનો નિર્દેશ કરી પાબ્લો નેરૂદાની કવિચેતનાનો અશ્વોના બળવાન કલ્પનથી સચોટ સાક્ષાત્કાર કરાવ્યો છે. | |||
‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, ‘શિક્ષક’ જેવાં કાવ્યો કવિના અંતર્મુખ વલણનાં દ્યોતક છે. પોતાનો ફોટોગ્રાફ જોતાં સ્વાભાવિક – હળવી રીતે છતાં પ્રત્યક્ષભાવે, માર્મિક રીતે કવિ કહે છે : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''“ના, ના, તારુંયે, ભલા, કામ મારે''' | |||
'''ક્યારે ક્યારે કરવું પડશે.''' | |||
{{Sapce}} '''શું ? હસે છે તું ? જા રે !”''' | |||
{{Right|(‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, વસંતવર્ષા, પૃ.૮૬)}} | |||
{{Poem2Open}} | |||
‘શિક્ષક’ કાવ્યમાં દર્પણમાં દેખાતા પોતાનું જ શિક્ષણ ચાલે છે એની વાત કરતાં ‘શિક્ષક’નો ઉત્કર્ષપ્રેરક અર્થ કવિએ સિદ્ધ કરી બતાવવા યત્ન કર્યો છે. કવિની ચિંતનરસિકતાએ કાવ્યના ઉદ્ભવમાં ને તેને ટકાવી રાખવામાં ઠીક ફાળો આપ્યો જણાય છે. | |||
‘નવો નાટ્યકાર’ કવિનું લાંબું પણ કંઈક શિથિલ બંધવાળું છતાં કેટલીક રીતે વાંચવું ગમે એવું કાવ્ય છે. નાટક લખવા કરતા છાત્રાલયનિવાસી કિશોરના મનમાં એક ઉમદા સ્વપ્ન રમે છે :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''“કે એક દી એ સહુ વાણીવીરની''' | |||
'''વચ્ચે ઊંચું આસન પામું માનથી.”'''</Poem> | |||
{{Poem2Open}} | |||
અને એ સ્વપ્નપ્રભાવે કવિને રાત્રે જે અનુભવ થાય છે તેનું બયાન સુંદર છે. કંઈક ન્હાનાલાલીય પ્રભાવે તો સાથે સ્વકીય કલ્પનાબળે કવિ રાત્રિના અનુભવને વર્ણવતાં લખે છે : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘આકાશથી હેમ કિનારવાળી''' | |||
'''ઓઢી ડિલે સૌમ્ય સફેદ વાદળી''' | |||
'''ચંદ્રી ધીરે ઊતરી પુસ્તકાલયે,''' | |||
'''ઝીણો મુખેથી બુરખો ખસેડી''' | |||
'''રેલી રહી અમૃત કોટિધારે. ખાલી થતી ગૈ અભરાઈઓ, ને''' | |||
'''મહાજનોથી ઊભરાય ઓરડો. વાલ્મીકિ ખંખેરી ડિલેથી રાફડો''' | |||
'''આવી ઊભા, હોમર અંધ ડોસલો''' | |||
'''આવ્યો જ ટેકો દઈ(લઈ ?) લાકડીનો.''' | |||
'''અઢાર પર્વો ગણનાથની પીઠે''' | |||
'''લાદી દીઠા આવત વેદવ્યાસને,''' | |||
'''દયાભર્યા ઇસ્કિલસ્ નાટ્યવીરની''' | |||
'''પૂંઠે દીઠો હાફિઝને શરાબી''' | |||
'''ગીતો લવંતો, – સહુ આવિયા, ને''' | |||
'''બેઠા રચી મંડળષ આપઆપણાં.”'''</Poem> | |||
{{Right|(‘નવો નાટકકાર’, ગંગોત્રી, પૃ.૧૦૮)}} | |||
{{Poem2Open}} | |||
આ મંડળીમાં કાલિદાસ, ભવભૂતિ, મિલ્ટન, મેસ્ફિલ્ડ, શેક્સપિયર, સોફોક્લિસ, શૉ વગેરે પણ છે. શૉ ને પોતે પેલા સર્જકવરોના બેઠક-ખંડની બહાર રહી જાય છે. આ સૂચક છે – ખાસ કરીને શૉની નાટ્યશક્તિના મૂલ્યાંકનની દૃષ્ટિએ. અહીં કવિની સર્જકતા તથા વિનોદપ્રિય હળવાશ આખા સ્વપ્નપ્રસંગને જમાવવા-વર્ણવવામાં સારી રીતે પ્રગટ થાય છે.S | |||
‘કબૂતર’, ‘કુતૂહલ’, ‘બે પાંદડાં’ વગેરેમાં કવિના સર્જન-ઉન્મેષનાં દર્શન થાય છે જ. ‘કબૂતર’માં કબૂતર દ્વારા સ્નેહની સુકુમાર ચિત્રણાને અવકાશ મળે છે. ‘કુતૂહલ’૧૦૮માં કવિ ગાડીની મુસાફરીનો અનુભવ આયુષ્યની મુસાફરીને લાગુ પાડે છે. આ રીત રોચક લાગતી નથી. ‘બે પાંદડાં’માં શુક્લ વૃક્ષ પર પક્ષીયુગ્મે કરીને જે દેખાય છે તેનું કવિસંવેદનાએ સિદ્ધ કરેલું રૂપાંતર જોવા મળે છે. આ પ્રકારની રચનાઓ પાછળથી પ્રિયકાન્ત મણિયાર જેવા કવિઓએ પણ આપી છે. | |||
‘હસો, સહો ! સહો, હસો !’માં સહવામાં હસવાનું ને હસવામાં સહવાનું ન હોય — એવો ભાસ પેદા કરતાં ‘હસો’ અને ‘સહો’ ક્રિયાપદોની જોડાજોડ ઉપસ્થિતિ તથા ગુલબંકીના લયે એમની સિદ્ધ થતી સંવાદરૂપતા ધ્યાનપાત્ર છે. ‘કવિજન’ અંજનીના અર્થાનુસારી યતિવાળા સળંગ લયપ્રવાહને યોજતી વિશિષ્ટ રચના છે. તેમાં કવિની બાની કંઈક હળવો – અગંભીર મિજાજ દાખવે છે. ‘આષાઢસ્ય પ્રથમ સુદિવસે’ કવિ મેઘદર્શન કરતાં, મેઘદૂત વાંચતાં વિરહવ્યાકુળ થઈને કહે છે : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''વાયરમાં શું હૈયું સમાયે ?''' | |||
'''કાગળ સઘળા સેન્સર થાયે;''' | |||
'''મોકલીએ, જો કોઈ જાયે,''' | |||
{{Space}} '''સંદેશો. પણ હા''' | |||
'''વી.ટી. પર ક્યાં ટિકિટ મળે છે ?''' | |||
'''વૃથા અરે મુજ અશ્રુ ગળે છે !''' | |||
'''ઊંચે આ વાદળ ગગડે છે''' | |||
{{Space}} '''તે મુજ દુ:ખ મહા''' | |||
'''પ્રિયા કને કરશે જ નિવેદન.''' | |||
'''કાલિદાસ કે મુજમાં ભેદ ન''' | |||
'''એને; કરશે વળી અવેતન''' | |||
{{Space}} '''સેવા પ્રેમિકની.'''</Poem> | |||
{{Right|(‘કવિજન !’, આતિથ્ય, પૃ.૧૩૨–૩૩)}} | |||
______________________________ | |||
S<small>આપણા પ્રસિદ્ધ નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે સ્વપ્નમાં પોતે ભરતમુનિને જોયા, તેની વાત કરી છે, તે અત્રે સ્મરણીય છે. જુઓ રણછોડરામ ઉદયરામ સ્મારક ગ્રંથ, ૧૯૩૮, પૃ. ૫૦.</small> | |||
{{Poem2Open}} | |||
‘આ જે અહીં બેઠી છે નિકટ’ (આતિથ્ય, પૃ.૨૭), ‘ચૈત્રની રાત્રિઓમાં’ (વસંતવર્ષા, પૃ.૧૭), ‘ચાલ ને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ’૧૦૯ જેવી રચનાઓમાં ભાવાભિવ્યક્તિની છટાને અનુરૂપ કાવ્યનો આકાર, કાવ્યની ભાષા ને છંદ બદલાતાં દેખાય છે. ‘આ જે અહીં બેઠી છે નિકટ’માં મનહરનો પરંપરિત લય, પ્રાસબદ્ધ-યોજના વગેરે ‘એક નારી’ના સૌંદર્ય-શક્તિથી સમૃદ્ધ ચિત્રને ભભકભર્યો ઉઠાવ આપે છે. ‘ચૈત્રની રાત્રિઓમાં’ તો મંદાક્રાંતા કોઈ ગઝલની રીતે ને છતાં અનોખી રીતે છટાદાર ઉચ્ચારણનું શ્રવણીય રૂપ ધારણ કરે છે. એક જ ઝલક જોઈએ :{{Poem2Close}} | |||
<Poem> | |||
'''“મારે હૈયે મધુર કહીંથી મોગરો મત્ત મહેક્યો,''' | |||
'''મુદ્રા પામી શુચિ દલની કો શુભ્ર હૈયેથી લ્હેક્યો.''' | |||
'''હો ધોવાતા અમૃતમય કાસારમાં કૌમુદીના''' | |||
'''એવા સોહે ઉડુગણ નભે મોગરા મોદ-ભીના.''' | |||
'''ને ખીલેલી તિમિર-લતિકાથીય ઉત્કુલ્લ બ્હેક્યો''' | |||
{{Space}} તારે હૈયે સહજ રસ જે ચૈત્રની રાત્રિઓમાં.</Poem> | |||
{{Right|(‘ચૈત્રની રાત્રિઓમાં’, વસંતવર્ષા, પૃ.૧૭)}} | |||
{{Poem2Open}} | |||
‘પરોઢે ટહુકો’માં મિશ્રોપજાતિના લયની સિદ્ધિ પહેલી બે પંક્તિમાં જ વરતાય છે – {{Poem2Close}} | |||
<Poem> | |||
'''“ક્હેવું પડે કે, કવિ, કોકિલાએ''' | |||
'''કે પંચમી આવી વસંતની આ ?”'''</Poem> | |||
{{Poem2Open}} | |||
આ કાવ્યમાંનો, આમ્રની મંજરીએ કવિચિત્તમાં શું નિજ ગંધ-આકૃતિ કોરી દીધી નથી ? – એ મતલબનો પ્રશ્ન કેટલો રસાવહ બને છે ! ‘ગંધ’ને ‘આકૃતિ’ સાથે જોડી તેને ચાક્ષુષ અનુભવની કોટિએ રજૂ કરવાનો કવિનો પ્રયત્ન પણ નોંધપાત્ર લેખાય. | |||
ઉમાશંકરે ‘ગંગોત્રી’(૮૦), ‘નિશીથ’ (૧૧૬), ‘આતિથ્ય’ (૧૨૭), ‘વસંતવર્ષા’ (૧૪૫), ‘અભિજ્ઞા’ (૮૯) ‘ધારાવસ્ત્ર’ (૮૫) તથા ‘સપ્તપદી’ (૭)માં થઈને કુલ ૬૪૯ રચનાઓ આપી છે. એમાં ‘વિશ્વશાંતિ’માંથી પસંદ કરેલ ખંડકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ‘પ્રાચીના’ તથા ‘મહા-પ્રસ્થાન’ની રચનાઓ ગણતાં ઉમાશંકરના ગ્રંથસ્થ કાવ્યોની સંખ્યા કુલ ૬૬૩ની થાય. એમાં ૧૭૬ ગીતો તથા ૧૪૩ સૉનેટો છે.S ‘વિશ્વશાંતિ’માંના ‘મહાપ્રજાઓની મંત્ર-ત્રયી’ જેવા {{Poem2Close}} | |||
_______________________________________ | |||
<small>ચંદ્રશંકર ભટ્ટ ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં થઈને કુલ સૉનેટસંખ્યા ૧૩૫ની આપે છે. તેમણે કઈ કઈ કૃતિઓનો આમાં સમાવેશ કર્યો છે તે જાણી શકાતું નથી. (આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ.૫૧)</small> | |||
{{Poem2Open}} | |||
ખંડકને સૉનેટ ગણતાં કુલ ૧૪૪ સૉનેટો એમનાં થાય. ઉમાશંકરે પોલિશ કવિ મિત્સિક્યેવિચના ‘કિમિયન સૉનેટ્સ’ –નો ગુજરાતીમાં અનુવાદ કરતાં સૉનેટના સ્વરૂપ વિશે પણ ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેના ફળરૂપે લખેલા એક લેખમાં તેમણે આ સૉનેટના સ્વરૂપ વિશે ચર્ચા કરતાં જણાવેલું કે ‘આ કલાસ્વરૂપનું આકર્ષણ વસે છે નહિ કે એના લટકમટક બહિરંગમાં, એ તો છુપાયું છે એના આગવી રીતે વ્યક્ત થવા માગતા વ્યક્તવ્યની વૈયક્તિકતામાં.’૧૧૦ ઉમાશંકરે એમના સૉનેટમાં સૉનેટના બહિરંગની એટલી જ અંતરંગની કાળજી લીધેલી છે. ‘સૉનેટ માટે અનિવાર્ય સંઘટનગત એકતા (‘સ્ટ્રક્ચરલ યુનિટી’)ની સભાનતા ઠાકોર પછી ઉમાશંકર જેટલી ભાગ્યે જ કોઈ કવિમાં દેખાય છે.૧૧૧ સુઘડતા ને સુરુચિનાં ધોરણો કવિતામાં કાન્તની જેમ ઉમાશંકરે પણ જાળવવા પ્રયત્ન કર્યો છે અને તેની સદ્યપ્રતીતિ સૉનેટના શિલ્પવિધાનથી થાય છે. ઉમાશંકરનાં સૉનેટોમાં મિલ્ટનશાઈ, શેક્સપિયરશાઈ તેમ જ પૅટ્રાર્કશાઈ – એમ ત્રણેય પ્રકારનાં સૉનેટ મળે છે. એમાંય પૅટ્રાર્કશાઈ સૉનેટોની સંખ્યા વિશેષ છે. એમનાં સૉનેટોમાં કવિતા, પ્રણય, સ્વાતંત્ર્ય, પ્રકૃતિ, સામાજિક વિષમતા, સંસ્કૃતિ આદિ વિષયો આવરી લેવાયા છે. એમનાં સૉનેટોમાં બેથી માંડી સત્તર સૉનેટો સુધીની ગુચ્છરૂપ – માળારૂપ રચનાઓ મળે છે. ‘મુખર મૌનનો ઝરો’ અને ‘રવીન્દ્રનાથ’ સૉનેટયુગ્મો છે. ‘યુગદ્રષ્ટા’ ત્રણ સૉનેટોની માળા છે. ‘અભિસાર અને મિલન’ પાંચ અને ‘પ્રણયસપ્તક’ તથા ‘નારી : કેટલાંક સ્વરૂપ’ એ સાત સાત સૉનેટની માળાઓ છે. ‘શિશુબોલ’માં પાંચમાંથી ચાર રચનાઓ સૉનેટ વર્ગમાં મૂકી શકાય એવી છે. એનું સ્વરૂપ ગુચ્છનું છે. ‘ત્રિશૂળ’નું પણ એવું જ છે. એમાંની ત્રણ રચનાઓમાંથી બે સૉનેટવર્ગમાં મૂકી શકાય એવી છે. ઉમાશંકરે ‘ગંગોત્રી’માં એક, ‘નિશીથ’માં એક, ‘આતિથ્ય’માં છ અને ‘અભિજ્ઞા’માં એક સૉનેટમાળા યા સૉનેટગુચ્છ આપેલ છે. એમની રચનારીતિએ સુઘડ અને સુરેખ સૉનેટમાળા તો ‘નિશીથ’માંની ‘આત્માનાં ખંડેર’ જ. આ સૉનેટમાળામાં કવિની અંતર્બહિર્ મનોગતિનો ક્રમ પામી શકાય છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એવી લાગણી અનુભવનાર કાવ્યનાયક ‘યથાર્થ જ સુપથ્ય એક’ સુધીની અનુભવ-પ્રતીતિ સુધી પહોંચવાનો જે ઉપક્રમ રચે છે તે ક્રમશ: એક પછી એક સૉનેટ દ્વારા વસ્તુવિકાસ સાધતો જોઈ શકાય છે. બધું સમજવા મથતા કવિચિત્તનો અહીં સચોટ નકશો આલેખાઈ જાય છે. આ સૉનેટમાળામાં કવિએ શિખરિણી અને વસંતતિલકાનો પ્રમાણમાં વધારે વિનિયોગ કર્યો છે. આ ઉપરાંત પૃથ્વી, હરિણી, અનુષ્ટુપ પણ અહીં વપરાયા છે. રોળાનો સૉનેટમાં થતો ઉપયોગ હૃદયગંમ છે. એ છંદની આ સૉનેટમાંની છટા આસ્વાદો : {{Poem2Close}} | |||
<Poem> | |||
'''‘આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,''' | |||
'''નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું,''' | |||
'''વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે''' | |||
'''મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’'''</Poem> | |||
{{Right(“મૃત્યુ માંડે મીટ”, ‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૫)}} | |||
{{Poem2Open}} | |||
આ સૉનેટમાળામાં ૧૩ સૉનેટ તો અષ્ટક-ષટ્કવાળાં પૅટાર્કશાઈ છે. ઉમાશંકરે પાછળથી બાંધેલી ‘આતિથ્ય’માંની ‘પ્રણય–સપ્તક’, ‘શિશુબોલ’, ‘ત્રિશૂળ’ અને ‘નારી : કેટલાંક સ્વરૂપ’ – એ ચારેય સૉનેટમાળાનું સ્વરૂપ જેવું ‘આત્માનાં ખંડેર’માં છે તેવું સુગ્રથિત લાગતું નથી અથવા એક સૉનેટનો બીજા સૉનેટ સાથેનો વિકાસાત્મક સંબંધ પ્રતીત થતો નથી. આ સૉનેટમાળાઓ ગુચ્છ સમી વધારે લાગે છે. ‘આયુષ્યને અવશેષે’માં પાંચ સૉનેટોની માળામાં રાજેન્દ્ર શાહે સૉનેટમાળાનું પણ જે સૉનેટાત્મક વિકાસરૂપ આપ્યું છે તે અહીં જોવા મળતું નથી. ‘અભિસાર અને મિલન’નું સૉનેટ-પંચક શિખરિણીમાં લખાયેલું છે. આ સૉનેટમાળાનું આગવું સુગ્રથિત વ્યક્તિત્વ ઊપસી શક્યું છે. ‘મુખર મોનનો ઝરો’ એ સુશ્લિષ્ટ સૉનેટયુગ્મ છે. | |||
ઉમાશંકરે પોતાનાં સૉનેટોમાં વિવિધ છંદનો વિનિયોગ કર્યો છે. નીચેનું કોષ્ટક એ અંગેની પરિસ્થિતિનો ખ્યાલ આપી શકશે :{{Poem2Close}} | |||
ઉમાશંકરનાં સૉનેટોમાં વપરાયેલા છંદો છંદનું નામ ગંગોત્રી નિશીથ આતિથ્ય વસંતવર્ષા અભિજ્ઞા ધારાવસ્ત્ર કુલ શિખરિણી ૩ ૧૩ ૧૮ ૯ ૨ ૦ ૪૫ પૃથ્વી ૧૦ ૫ ૧૦ ૬ ૧૦ ૦ ૪૧ વસંતતિલકા ૨ ૮ ૦ ૧ ૦ ૦ ૧૧ મંદાક્રાન્તા ૧ ૪ ૧ ૨ ૦ ૦ ૮ મિશ્રોપજાતિ ૫ ૧ ૦ ૨ ૦ ૧ ૯ [૨ ઉપજાતિની + | |||
૩ મિશ્રોપજાતિની | |||
રચનાઓ] | |||
હરિણી ૦ ૧ ૩ ૨ ૦ ૦ ૬ | |||
સ્રગ્ધરા ૪ ૦ ૦ ૦ ૦ ૦ ૪ | |||
શાર્દૂલવિક્રીડિત ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨ | |||
દ્રુતવિલંબિત ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨ | |||
વૈતાલીય ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૧ | |||
રથોદ્ધતા ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧ | |||
અનુષ્ટુપ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | |||
કવિત ૦ ૦ ૫ ૧ ૦ ૦ ૬ | |||
રોળા ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ | |||
છંદોમિશ્રણ ૦ ૨ ૦ ૨ ૦ ૦ ૪ | |||
[વસંતતિલકા+સ્રગ્ધરા [મિશ્રોપજાતિ+શાલિની | |||
અને અને | |||
શિખરિણી+અનુષ્ટુપ] વસંતતિલકા+વસંતમૃદંગ] |
edits