ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,137: Line 2,137:
'''વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે'''
'''વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે'''
'''મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’'''</Poem>
'''મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’'''</Poem>
{{Right(“મૃત્યુ માંડે મીટ”, ‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૫)}}
{{Right|(“મૃત્યુ માંડે મીટ”, ‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૫)}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 2,143: Line 2,143:
ઉમાશંકરે પોતાનાં સૉનેટોમાં વિવિધ છંદનો વિનિયોગ કર્યો છે. નીચેનું કોષ્ટક એ અંગેની પરિસ્થિતિનો ખ્યાલ આપી શકશે :{{Poem2Close}}
ઉમાશંકરે પોતાનાં સૉનેટોમાં વિવિધ છંદનો વિનિયોગ કર્યો છે. નીચેનું કોષ્ટક એ અંગેની પરિસ્થિતિનો ખ્યાલ આપી શકશે :{{Poem2Close}}


ઉમાશંકરનાં સૉનેટોમાં વપરાયેલા છંદો છંદનું નામ ગંગોત્રી નિશીથ આતિથ્ય વસંતવર્ષા અભિજ્ઞા ધારાવસ્ત્ર કુલ શિખરિણી ૩ ૧૩ ૧૮ ૯ ૨ ૦ ૪૫ પૃથ્વી ૧૦ ૫ ૧૦ ૬ ૧૦ ૦ ૪૧ વસંતતિલકા ૨ ૮ ૦ ૧ ૦ ૦ ૧૧ મંદાક્રાન્તા ૧ ૪ ૧ ૨ ૦ ૦ ૮ મિશ્રોપજાતિ ૫ ૧ ૦ ૨ ૦ ૧ ૯ [૨ ઉપજાતિની +
ઉમાશંકરનાં સૉનેટોમાં વપરાયેલા છંદો
છંદનું નામ ગંગોત્રી   નિશીથ આતિથ્ય વસંતવર્ષા અભિજ્ઞા     ધારાવસ્ત્ર           કુલ  
 
શિખરિણી         ૩ ૧૩ ૧૮ ૯ ૨                           ૪૫  
 
પૃથ્વી ૧૦ ૫ ૧૦ ૬ ૧૦ ૦ ૪૧  
વસંતતિલકા ૨ ૮ ૦ ૧ ૦ ૦ ૧૧  
મંદાક્રાન્તા ૧ ૪ ૧ ૨ ૦ ૦ ૮  
મિશ્રોપજાતિ ૫ ૧ ૦ ૨ ૦ ૧ ૯
[૨ ઉપજાતિની +
૩ મિશ્રોપજાતિની  
૩ મિશ્રોપજાતિની  
રચનાઓ]
રચનાઓ]
Line 2,157: Line 2,166:
છંદોમિશ્રણ ૦ ૨ ૦ ૨ ૦ ૦ ૪
છંદોમિશ્રણ ૦ ૨ ૦ ૨ ૦ ૦ ૪
[વસંતતિલકા+સ્રગ્ધરા [મિશ્રોપજાતિ+શાલિની
[વસંતતિલકા+સ્રગ્ધરા [મિશ્રોપજાતિ+શાલિની
અને અને
            અને                       અને
શિખરિણી+અનુષ્ટુપ] વસંતતિલકા+વસંતમૃદંગ]
શિખરિણી+અનુષ્ટુપ] વસંતતિલકા+વસંતમૃદંગ]
મનહરના મુક્ત લયમેળનું રૂપ ૧ ૧
{{Poem2Open}}
કોષ્ટક જોતાં જણાશે કે ઉમાશંકરે સૉનેટોમાં સૌથી વધુ શિખરિણી, તે પછી પૃથ્વી ને વસંતતિલકા છંદો વાપર્યા છે. હરિણી, અનુષ્ટુપ આદિ છંદો સૉનેટોમાં ઓછા વપરાયા છે. વૈતાલીય રથોદ્ધતા, મનહર ને રોળાના પ્રયોગો ધ્યાનપાત્ર ગણાય. ‘મુખર મૌનનો ઝરો’માં મૈત્રીના કોમળ ભાવને અનુકૂળ થતો છંદોલય જોવા મળે છે. વૈતાલીયની લયગતિમાં એક નિગૂઢ કરુણકોમળ સ્પંદ હોય એવી લાગણી આ સૉનેટયુગ્મ વાંચતાં થાય છે. કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘પ્રિય, તો ન નિરુદ્ધવી ઘટે'''
'''કથની એ ઉરની ઝળાંઝળાં'''
'''મર જીવ રૂંવે રૂંવે રટે,'''
'''ઉરએકાન્ત મૂકી સુમોકળાં.’'''</Poem>
{{Right|(‘મુખર મોનનો ઝરો’, નિશીથ, પૃ. ૪૬)}}
{{Poem2Open}}
વળી આ રચનામાં વેતાલીય અને રથોદ્ધતામાં લખાયેલ સૉનેટોનો મેળ છંદોદૃષ્ટિએ પણ સાહજિક અને સુદૃઢ બની શક્યો છે.
‘ચિંતવન’૧૧૨ સૉનેટવર્ગમાં, એના લાક્ષણિક સ્વરૂપનો સ્વીકાર કરીને જ ગણાવી શકાય. એવું જ ‘શિશુબોલ’નાં ચૌદ પંક્તિવાળાં અન્ય કાવ્યો બાબત, તેમ જ ‘ત્રિશૂળ’માંની રચનાઓ બાબત કહેવું પડે. ‘એકલી ?’, ‘ચિંતવન’, ‘ભણતર’, ‘ઝભ્ભો’, ‘તું જો ધારે થવા માતા’ એ ‘આતિથ્ય’માંની તેમ જ ‘અભિજ્ઞા’માંની ‘પુનર્લગ્ન’ – આ રચનાઓમાં કવિતનો પ્રયોગ છે. એમાંય ‘એકલી ?’, ‘ચિંતવન’, ‘ભણતર’ અને ‘પુનર્લગ્ન’ જેવી રચનાઓનું જાતિલક્ષણ (જીનર) સમાન છે, ને તેથી એવી ચતુર્દશી રચનાઓનો એક વિશિષ્ટ માર્ગ બની રહે છે. આ રચનાઓને ‘સૉનેટ’ કહેવાનું ટાળી ‘ચતુર્દશી’ કહીએ તો વધુ યોગ્ય નહીં ? આ રચનાઓમાં રોજિંદા વપરાશની ભાષા કવિતાનાં અર્થાનુસારી ગતિયતિએ સંગીન અને ધારદાર બની શકી છે. ‘ધારાવસ્ત્ર’માંની ‘સર્જક-અંતર જાણે’ રચનાનો બંધ કંઈક વિલક્ષણ છે. મનહર કે પયારની લયગતિમાં પણ બધી પંક્તિઓને સહજતયા બંધ બેસતી ન લાગે એવું છે એ રીતે એનું લયવિધાન વિલક્ષણ ને સંકુલ લાગે છે.
ઉમાશંકરે ‘મૂકમિલન’૧૧૩માં ૧૩ પંક્તિઓ વસંતતિલકાની અને તે પછીની છેલ્લી એક પંક્તિ સ્રગ્ધરાની યોજી છે. ‘આશાકણી’માં પહેલી ૧૨ પંક્તિઓમાં શિખરિણી અને છેલ્લી બેમાં અનુષ્ટુપથી સધાયેલો છંદ-પલટો સૉનેટના અંતની ચોટમાં ઉપકારક થયો છે. ‘હેલી’૧૧૪માં આરંભના અષ્ટકમાં શાલિનીનું બીજી અને આઠમી પંક્તિમાં આવવું ‘હેલી’ના આગમન-સાતત્યને ઉપકારક થાય છે. મિશ્રોપજાતિના લયમાં થતો શાલિનીનો પ્રવેશ વૈવિધ્ય સાથે સાતત્યને ઉપસાવવામાં ઉપકારક થાય છે : {{Poem2Close}}
<Poem>
'''“ના થાક, ના જંપ, રહી જ રેલી'''
'''કૈં દા’ડાથી આ અહોરાત હેલી.'''
'''પાનોઠ-પીળી થઈ જારબાજરી'''
'''વેઠી શકે યૌવનભાર ના નદી.'''
'''આ પાણી, આ ભેજ ! જળે ચરંત'''
'''પ્રાણી સમાં સૌય શું જીવજંત !'''
'''એ પાછલાં દેણ રહી શું ચૂકવી ?'''
'''વર્ષાદેવી, આજ વળગાડ જેવી !”'''</Poem>
{{Right|(‘હેલી’, વસંતવર્ષા, પૃ. ૧૩૮)}}
{{Poem2Open}}
‘પરમ સુંદરતા પિપાસુ હે !’માં વસંતતિલકા–વસંતમૃદંગનો મેળ સ્વાભાવિક ક્રમે જ સિદ્ધ થઈ શક્યો છે. ઉમાશંકરે સૉનેટોમાં માત્રામેળ છંદ વિરલ જ વાપર્યા છે. એમના પ્રિય સૉનેટ-છંદોમાં શિખરિણી, પૃથ્વી ને વસંતતિલકા છે. શિખરિણી અને પૃથ્વીની અનેકવિધ છટાઓનો વાગ્મિતાના સહયોગે એમણે પ્રયોગ કર્યો છે. નમૂના દાખલ શિખરિણીનાં જ કેટલાંક રૂપ જોઈએ : {{Poem2Close}}
<Poem>
'''૧.''' '''“અમે ગાયાં ગીતો સભર ઉરઉષ્માનુભવનાં,'''
'''કપોલો, ઓષ્ઠોનાં, મુખની મદિરાનાં મનભર,'''
'''કટાક્ષોનાં, છુટ્ટી અલકલટ, બંકી ભમરનાં,'''
'''સ્મિતોનાં, અશ્રુનાં, પ્રણયરમણા ને વિરહનાં.”''' </Poem>
{{Right|(‘અમે ગાયાં ગીતો’, નિશીથ, પૃ. ૪૯)}}
<Poem>
'''૨. “કહો છો કે થાક્યા – કવન સુણી કૂણાં કુસુમનાં,'''
'''લતાનાં, પત્રોનાં, ભ્રમર સુરભિ ને મધુ તણાં;'''
'''અને બોલો રોષે : કવિ ! તું કર રે બંધ લવરી'''
'''ઉષાની, સન્ધ્યાની, શશિયર સુધા ને રજનીની.”'''</Poem>
{{Right|(‘કહો છો કે–’, નિશીથ, પૃ. ૭૯)}}
<Poem>
'''૩. “પ્રવાતો વૈરોના રુધિર ઉરનું ઝેર કરતા,'''
'''પ્રપાતો દોષોના જીવતર ભરી ઘોર દવતા.'''
'''અસિદ્ધિના ડંખો, પ્રણય અણમાણ્યા, દમી રહે.'''
'''મનુષ્યો તોયે રે શત વરસ શે જીવવું ચહે ?”''' </Poem>
{{Right|(‘આત્માનાં ખંડેર’, નિશીથ, પૃ. ૧૫૪)}}
<Poem>
'''૪. “અરે થંભાવી દો સ્વરમધુર સંગીત મૃદુ આ !'''
'''નથી મારાથી તે સહન થતું : આનંદ-ભર એ'''
'''સરે હૈયે મારે વિષમ થઈ ઑથાર, રસળી'''
'''રહે કૈં જન્મોનાં નયનજલ જે સંચિત ઉરે.”''' </Poem>
{{Right|(‘સંગીત’, વસંતવર્ષા, પૃ. ૧૨૯)}}
<Poem>
'''૫. “ ‘રહો ! જાણું સૌયે સરકી કપરા કો અવસરે'''
'''બુકાની બાંધેલા પથ-અધવચે તૂટી પડતા !'''
'''અને લૂંટાતી ત્યાં રહી નીરખવી પોઠ અવશે.’ ”''' </Poem>
{{Right|(‘અઘરા શબ્દો’, વસંતવર્ષા, પૃ. ૧૪૫)}}
<Poem>
'''૬. “ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા'''
'''અસત્ સંયોગોની, પણ સહુય સંજીવન થયાં.”''' </Poem>
{{Right|(‘ગયાં વર્ષો – ’, વસંતવર્ષા, પૃ. ૧૫૧)}}
<Poem>
'''૭. “મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,'''
'''દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;'''
'''નિશાખૂણે હૈયે શશિકરણનો આસવ ઝમે;'''
'''જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.'''
'''– બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :'''
'''મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.”'''</Poem>
{{Right|(‘રહ્યાં વર્ષો તેમાં –’, વસંતવર્ષા, પૃ. ૧૫૨)}}
{Poem2Open}}
આ ઉપરાંત ‘ફલશ્રુતિ’ જેવાં સૉનેટોમાં પણ શિખરિણીની લાક્ષણિક છટા જોઈ શકાશે. શિખરિણીની રમણીય છટા સિદ્ધ કરવામાં કવિનાં શબ્દપ્રભુતા અને ભાવાનુપ્રવેશ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ઉમાશંકરે એવાં પણ કાવ્યો આપ્યાં છે, જેમાં ચૌદ પંક્તિને બદલે તેર કે પંદર પંક્તિઓ હોય અને તેમ છતાં તે સૉનેટના વર્ગનાં હોય; દા. ત. ‘જઠરાગ્નિ’ તેર પંક્તિનું કાવ્ય છે, પરંતુ એનું આંતરસ્વરૂપ સૉનેટનું છે. ‘મિશ્રોપજાતિ’નો જે પ્રકારે તેમાં વિનિયોગ છે તે વિશિષ્ટ છે. ‘પીંછું’માં પંદર પંક્તિઓ છતાં, એમાં રજૂઆતની શૈલી અને અંતની ચોટ જોતાં, વક્તવ્યના વળોટની રીતિ જોતાં, તેને સૉનેટ-વર્ગમાં મૂકવાની ઇચ્છા થાય છે. ‘કવિતાને’ તેર અને ‘બળતાં પાણી’ પંદર પંક્તિઓની રચના છતાં સૉનેટ છે.
ઉમાશંકરે મહદંશે સૉનેટના બાહ્ય સ્વરૂપને ચીવટપૂર્વક વળગી રહેવાનો પ્રયત્ન કર્યો છે, આમ છતાં એમાં જડતા કે એકવિધતા દાખવી નથી. તેમણે સૉનેટના ખંડ-વિભાજનમાં તેમ જ પ્રાસમાં ઠીક ઠીક નવતા દાખવી છે અને વિવિધ પ્રાસ-પ્રયોગોયે કરેલા છે. તેમનાં સૉનેટોમાં રૂઢ રીતિનાં ૮ + ૬ પંક્તિઓનાં, ૪ + ૪ + ૪ + ૨નાં, કે ક્યારેક અખંડ ૧૪ પંક્તિઓનાં (‘ધ્રુવતારલી’, ‘વિજય’ વગેરે) સૉનેટો તો મળે છે. તદુપરાંત પંક્તિ-વિભાજનની દૃષ્ટિએ ‘વાંછા’, ‘પરાધીન કવિ’, ‘મેઘછાયા’, ‘આશા-કણી’ વગેરેમાં ૮ + ૪ + ૨ પંક્તિઓનાં; ‘પંથહીણ પંથ’, ‘પેલું આવે પશુ’, ‘આજ મારું સહુને નિમંત્રણ’ જેવામાં ૪ + ૪ + ૬ પંક્તિઓનાં; ‘હૃદયસિન્ધુ’, ‘ગોવર્ધન-સ્મૃતિમંદિર’, ‘આત્મદેવને નિવેદન’ વગેરેમાં ૭ + ૭ પંક્તિઓનાં; ‘બે પૂર્ણિમાઓ’ અને ‘રડો ન મુજ મૃત્યુને’માં ૬ + ૬ + ૨ પંક્તિઓનાં વિભાજનો મળે છે. વળી ૩ + ૫ + ૪ + ૨ (‘અનંત ક્ષણ’), ૪ + ૩ + ૪ + ૩ (‘અઘરા શબ્દો’), ૯ + ૩ + ૨ (‘સુદર્શન’), ૪ + ૪ + ૫ + ૧ (‘ઓરતા’), ૫ + ૫ + ૩ + ૧ (‘ભલે’), ૬ + ૪ + ૪ (‘હતો જલધિ શાન્ત’), ૧૧ + ૩ (‘એકલ ?’), ૭ + ૩ + ૪ (‘ચિંતવન’), ૧૨ + ૨ (‘ઝભ્ભો’) જેવી સૉનેટ-ખંડ- વિભાજનની તરેહો પણ મળે છે. ઉમાશંકરે સૉનેટોમાં પ્રાસ જ ન મેળવ્યા હોય એવાં ઉદાહરણો પણ છે (દા. ત., ‘બેતમા’, ‘વડ’, ‘કવિતાને’, ‘બળતાં પાણી’, ‘ઓરતા’ વગેરે) તો સૉનેટોમાં એક ખંડ પ્રાસબદ્ધ અને બીજો પ્રાસમુક્ત કે શિથિલ પ્રાસવાળો હોય એવાં પણ ઉદાહરણો મળે છે (દા. ત., ‘ઉરસંધિ’, ‘બીડમાં સાંજવેળા’ વગેરે). વળી અનિયમિત પ્રાસનાં પણ અનેક ઉદાહરણો એમનાં સૉનેટોમાંથી મળે છે. (દા. ત., ‘અમે ગાયાં ગીતો’, ‘બિચારો મનુજ’, ‘કવિકાલસર્વજ્ઞ હે !’, ‘સંગીત’, ‘મહામના લિંકન’ વગેરે). ઉમાશંકરે પ્રાસની જે વિવિધ તરેહો અજમાવી છે તેમાં ABAB CDCD EEFFGG (‘યુગદ્રષ્ટા’ – સૉનેટ : ૧), ABAB CCDD EFFE-GG (‘મોખરે’), AABBCDCD EEFGFG (‘વનફૂલ’), ABBACDDC EFEFGG (‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’), AABBCDCD EFEFGG (‘સમયતૃષા’), AABCDDEF GGHH I I (‘આશા-કણી’), ABBAABBA CDCDDC (‘કાંકરિયા’), AABBCCDD EEFFGG (‘અવશતા’), ABBAABBA CCCCCC (‘સદય નયનો’), AABACCBC DDEDED (‘ગહન નયનો’), AABBCCDEEDFFGG (‘પત્ની અને બાળક’), AABBCC DDEEF FAA (‘એકલી ?’), ABABCDCD EEFGGF (‘સતાવનમે વર્ષે), ABBAABBA EFFEGG (‘તમે, સ્વજન’), ABBACDDC EEFFGG (‘વિદાય દુનિયા’), ABAB CDCD EFEF GG અને ABBA ABBA CDEEDC (‘મુખર મૌનનો ઝરો’), ABAB CDCD EFEF GG (‘કવિધર્મ’), ABBAACCA ADADEE (‘મધ્યાહ્ન’), ABBABCDDC EFEGFG (‘વિહંગટહુકો’), AABBCCDD EFGGFE (‘સ્વપ્નાં’), AAAABB CC DDEE FF (‘અભિસાર અને મિલન’ – સૉનેટ : ૪), ABBACC DEEDFF GG (‘સ્ત્રી’), ABABCD EFEFCF CC (‘સુધા અને વારુણી’), ABBAABBA CCDDAA (‘પ્રણય તરુણી તો તો તારે’), ABABCDCD AEAEFF (‘વિજયા’) જેવી અનેક તરેહો મળે છે. આ પ્રાસરચના સભાન પ્રયત્ન વિના સિદ્ધ થઈ હોય એવી, એકંદરે ચારુ લાગે છે. એમના કાવ્યકસબનો ઠીક ઠીક ખ્યાલ આ પ્રાસપ્રભુત્વ દ્વારા મળી રહે છે. ઉમાશંકર કાન્તની જેમ કાવ્યના બાહ્ય કલેવરમાં પણ શિસ્ત સુઘડતા-શિષ્ટતા-સૌષ્ઠવાદિના આગ્રહી હોઈ એમની કવિપ્રકૃતિને સૉનેટ પ્રકાર ઠીક ઠીક અનુકૂળ રહ્યો છે.
ઉમાશંકરનાં સૉનેટોમાં એમની કવિપ્રતિમાનો ઉન્મેષ અનેક રીતે પ્રગટ થયો છે. અત્રે એમનાં સૉનેટોમાંના કેટલાક રમણીય અંશોનો પરિચય કરીશું.
‘ગંગોત્રી’માં કુલ ૨૭ સૉનેટ-રચનાઓ છે. આ રચનાઓમાં ૧૩ પંક્તિઓની ‘જઠરાગ્નિ’ અને ‘કવિતાને’ તથા ૧૫ પંક્તિઓની ‘પીંછું’ તેમ જ ‘બળતાં પાણી’નો પણ સમાવેશ કર્યો છે. આ રચનાઓમાં ‘વાંછા’ જેવું કાવ્ય કવિની પ્રાર્થનાવૃત્તિને લઈ નોંધપાત્ર થાય છે. ‘પ્રશ્ન’માં કવિનું તર્કશાસ્ત્ર (લૉજિક) ચતુરાઈથી ને નાટ્યાત્મક રીતિએ યોજાયું છે. ‘ઉરસંધિ’માં ‘જીવે સમુદ્ર પણ એ નદીના જ પ્રાણે’ જેવી સુપેરે કંડારાયેલી પંક્તિઓ આકર્ષક છે. ‘શૂરસંમેલન’માં આરંભના અષ્ટકમાંના વર્ણનમાં કવિએ ‘અડગ બંકડા’ઓના સમરખેલનનું ચિત્ર સમુચિત ભાષાલયે, અલબત્ત, સભાનપણે, આલેખ્યું છે : {{Poem2Close}}
<Poem>
'''“મહા દળ દળાય, ને તુમુલ જુદ્ધ ગર્જી ઊઠે,'''
'''ફૂટે ગગન ચાટતો જટિલઝાળ જ્વાલામુખી.'''
'''ઘણા યુગથી ઘોરતો વિકટ કાળ ત્રાડી રૂઠે,'''
'''કરાલ ક્રૂર દંષ્ટ્રમાં ઝડપી વીર જાતો ભખી.'''
'''દવાનલ જલે, પલેપલ હલે ધરા ત્રાટકી,'''
'''ઢળે અચલશૃંગ; ભૈરવ સહુય ઘૂમી રહે,–'''
'''ફૂટે શિર, તૂટે રગો, સતત રક્તધારા વહે.'''
'''દીસે ચળકતી કથા રુધિરઆંકી પૃથ્વીપટે.”'''</Poem>
{{Right|(‘શૂરસંમેલન’, ગંગોત્રી, પૃ. ૭)}}
{{Poem2Open}}
‘એકલ, સાથમાં વા’માં ‘શીતલ સ્વપ્નધારા’ ઝીલવાની, સારસબેલડીનો ‘બેવડ’ તીણો નાદ સુણવાની વાત આકર્ષક છે. સૉનેટના અંતે દ્વિધાની વાત પણ સમુચિત સંદર્ભે આવીને આકર્ષક બની રહે છે. ‘અંતિમ સંબોધન’માં કવિના અભિગમમાં બૌદ્ધિકતાનો રુચિકર પ્રભાવ વરતાય છે. ભાષામાં જે જીવંત કથનછટા છે તે આસ્વાદ્ય છે. ‘પ્રિયસંસ્મૃતિ’માં ‘વિવશ અશ્રુય અંતરમાં રડે’માંની અતિશયોક્તિ ચમત્કારજનક લાગે; આમ છતાં ‘સુઅશ્રુકણો’ કે ‘પાંપણઅંજલિ’ ભાવકને રસક્ષતિકર થઈ શકે એમ છે. ‘મારી ઋતુઓ’માં શિયાળો, ઉનાળો (ગ્રીષ્મ) ને ચોમાસું (વર્ષા) – આ ત્રણેયના સંદર્ભે કરેલી જીવનઝરણાની વાતમાં પ્રથમ નજરે તાર્કિક અભિગમ – ગોઠવાયેલ વિચારશ્રેણી હોવાનું પ્રતીત થાય છે, પરંતુ બુદ્ધિના પ્રવાતે ઝરણું થીજવાની વાતમાં ઊર્મિલતા છે એમ કહેવું પડે. આ સૉનેટમાં હિમપડ વિશે મૂક બનતી વીણા, તાપે છણછણી ઊઠતું ને વર્ષામાં હસતું, નાચતું, કૂદતું ઝરણું – આની વાત ગમી જાય એવી છે. ‘વિશ્વતોમુખી’ તેમ જ ‘વિશ્વમાનવી’માંના કવિકર્મમાં સમાન રચનારીતિ હોવાનો વહેમ જાય છે. કવિ વિરાટ ચિત્રોની ચિત્તમાં જે ધારણા કરે છે તે મજાની છે, પણ એમાં કૃતકતાનો અંશ વરતાય છે. ભાવનામાં અને કલ્પનામાં જેટલી ભવ્યતા ફેલાયેલી દેખાય છે, એટલી કાવ્યગત અનુભૂતિમાં ભવ્યતા પ્રતીત થતી નથી. ‘વિશ્વતોમુખી’ ને ‘વિશ્વમાનવી’એ મિશ્રોપજાતિની વિશિષ્ટ છટા આ વર્ણનોમાં પ્રગટ કરી છે : {{Poem2Close}}
<Poem>
'''૧. “હિમાલયે મસ્તકનાં ઉશીકાં'''
'''ને બાહુ ઝીલે જલ ગંગ-સિંધુનાં;'''
'''સહ્યાદ્રિશૃંગે પગ એક ટેકવી'''
'''ઝંખ્યાં કરું દર્શન ભાગ્ય-ઇન્દુનાં.”''' </Poem>
{{Right|(‘વિશ્વતોમુખી’, ગંગોત્રી, પૃ. ૨૪)}}
<Poem>
'''૨. “કીકી કરું બે નભતારલીની'''
'''ને મીટમાં માપું દિગંતરાલને,'''
'''માયા વીંધીને જળવાદળીની'''
'''અખંડ દેખું પળમાં ત્રિકાલને.”'''</Poem>
{{Right|(‘વિશ્વમાનવી’, ગંગોત્રી, પૃ. ૪૩)}}
{{Poem2Open}}
‘ધ્રુવતારલી’માં રાષ્ટ્રદેવી પર સ્વતંત્રતાના બલિ થવાનું સદ્ભાગ્ય સાંપડે તો કવિ કાવ્યદેવીને ‘જરી કિણકિણાવીને ઝરણની પગે ઝાંઝરી’, ‘સફેન સરસિંધુના સલિલઆંચલામાં વીંટી શરીર’, ‘બુરખો મુખે થકી ખસેડી તારાગૂંથ્યો’, ક્ષણેક જ મીઠડી નયનપલ્લવી નચાવી જવાની અને જીવનમૃત્યુ વંટોળમાં સુધાસ્મિતથી એક ‘ધ્રુવવ્યોમતારાકણી’ ફેંકી જવાની વિનંતી કરે છે. આ પ્રકારની વિનંતીમાં કવિનું મુગ્ધ – રોમૅન્ટિક વલણ વધુ ઊપસી આવે છે. ‘ધ્રુવવ્યોમતારાકણી’ જેવો સમાસ વ્યાકરણ-દુષ્ટ હોવાથી ખૂંચે પણ છે. ‘યુગદ્રષ્ટા’ના સૉનેટ-ત્રયમાં ભાષાની સંસ્કાર-ગૌરવે, રસદર્શનના પ્રભાવે ઓપતી રૂપલીલા આકર્ષક છે. સ્રગ્ધરાનો મિજાજ કેવો રમણીય રીતે પ્રગટ થાય છે તે નીચેની પંક્તિઓ દર્શાવે છે : {{Poem2Close}}
<Poem>
'''“કુંજે ને પુષ્પપુંજે, ગિરિવરકુહરે, નૂપુરે નિર્ઝરોનાં,'''
'''સિન્ધુસ્રોતે પ્રચંડે, જલધિજલતરંગે, દિશાઅંતરાલે,'''
'''પંખીગાને સુરીલે, વન-રણ-ગગને, સ્પન્દને તારકોનાં,'''
'''સન્મંત્રો ગુંજતા’તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે.”'''</Poem>
{{Right|(‘યુગદ્રષ્ટા’, ગંગોત્રી, પૃ. ૪૯)}}
{{Poem2Open}}
‘યુગદ્રષ્ટા’ કાવ્ય કવિની શિષ્ટ રસ-રુચિનું દ્યોતક છે. માંગલ્યધર્મી કવિ વિશ્વમાંગલ્યના ઉદ્ગાતાને અવતરવાને માટે કહે છે.
‘પીંછું’ કવિની વિશિષ્ટ કૃતિ છે. કવિની સૂક્ષ્મ સંવેદનશક્તિ ગીત ગાનાર પંખીના ઊડી ગયા પછી, એ પંખીના પીંછા દ્વારા પોતે ગાતા થઈ ગયા – એ અનુભવ-ભાનમાં વરતાય છે. કવિએ કેવી ઉપમા–દૃષ્ટાંતની પરંપરાથી વર્ણ્ય વિષયનો ઉત્કર્ષ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે તે જુઓ :{{Poem2Close}}
<Poem>
'''‘જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી'''
'''ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,'''
'''ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી'''
'''સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;'''
'''ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા'''
'''એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી'''
'''ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –'''
'''ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.'''
'''એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી’'''</Poem>
{{Right|(‘પીછું’, ગંગોત્રી, પૃ. ૭૧)}}
{{Poem2Open}}
કવિ આખા અષ્ટકને એક પંખીની ગતિલીલાને સાકાર કરવા યોજે છે. કવિનું સૌન્દર્યનિષ્ઠ વલણ આ ભાષાલીલામાં, ચિત્રકલ્પનામાં સહેજેય બુલંદ રીતે પ્રગટ થાય છે. શાર્દૂલવિક્રીડિત જેવા છંદને તેમને ભર્યો ભર્યો લાગે એટલા પ્રબળ વક્તવ્ય-પ્રવાહે છલકાવ્યો છે.
‘બીડમાં સાંજવેળા’ એક રીતે કહીએ તો ‘વિશ્વરૂપ-દર્શન’નું કાવ્ય ગણાય. ‘રણદ્વીપ-શી’ વાદળીયે જ્યાં ન આવે એવું વિશાળ સહરા જેવું નભ જ્યાં વિસ્તરી પડ્યું છે તેવા પ્રદેશમાં, જ્યાં ‘કનકદંતરેખ સમી’ બાંકી બીજ પણ સ્ફુરતી નથી એવા પ્રદેશમાં તૃણોને ટચલી આંગળી ઉપર આભને તોળતાં કવિ દર્શે છે. કવિનું આ દર્શન ઐશ્વર્યના સાક્ષાત્કારરૂપ છે જ. કવિના ગહન-વ્યાપક દર્શનના પ્રભાવે આ પ્રકૃતિકાવ્ય આધ્યાત્મિક કાવ્ય પણ બની રહે છે. કવિએ ‘વડ’ કાવ્યમાં વડના પ્રતીક (‘સિમ્બૉલ’) દ્વારા વડ-પણથી શોભતા આદરણીય મહાનુભાવને – સંસ્કાર, સંસ્કૃતિના ધને ઓપતા પુણ્યશાળી સજ્જનને સ્મરવાની તક ઝડપી છે. આપણી ભારતીય સંસ્કૃતિને સંદર્ભે પણ વડનું પ્રતીક વાપરવું તેમણે પસંદ કર્યું છે. ‘મહા-વડ’ (‘અભિજ્ઞા’, પૃ. ૬૮)માં સબળ રીતે વડના પ્રતીક દ્વારા શાશ્વતને શ્વસંત અખંડ ધૃતિવંત ભારતનું ચિત્ર આલેખ્યું છે. ‘વડમાં કવિની સ્રગ્ધરા જેવા વિસ્તારી છંદની પસંદગી પણ યોગ્ય જણાય છે. ‘ઉરખાખ’ ‘જઠરાગ્નિ’ની જેમ વક્તવ્યની દૃષ્ટિએ ખાસ ઉલ્લેખનીય છે. ભિખારણ-ચીસે લીધેલ તણખ કવિના હૃદયખૂણે પડતાં તે ચેતે છે. એ આગ હોલાય એવી આશા નથી ને કવિ પણ સ્મશાન સમ જિંદગી બની રહે તો એય શોભાકર ગણવા સુધી તૈયાર છે ને તેથી જ ઇચ્છે છે કે હૃદય ખાખ થશે તો તેનું લલાટે અર્ચન કરી ‘શિવોઽહમ્’ની રટણા કરીશું. કવિ સ્વાનુભવને પ્રત્યક્ષ કરવા માટે જે આધારો લે છે એ કેવા સંગીન અને સાર્થક હોય છે તે આ સૉનેટ દ્વારા પણ જાણી શકાય છે. ‘કવિતાને’માં તો કવિ કવિતાને – ‘વિશ્વકાવ્ય-જનનીને’ પ્રાર્થે છે :{{Poem2Close}}
<Poem>
'''‘તો માત ! અંતર દબાવત અંધકારે'''
'''જામ્યાં પ્રમત્ત દળવાદળ મૃત્યુઘેરાં,'''
'''તે વીજળી ભભૂકતી બનીને કરાલી'''
'''ચાબુક મારી વરસાવી જજે તું વર્ષા !'''
'''હૈયું ન ગુંજી ઊઠતું તુજ મર્મરે, તો'''
'''જાજે બજાવી પગઠોકરથી જ મૈયા !’'''</Poem>
{{Right|(‘કવિતાને’, ગંગોત્રી, પૃ. ૯૭)}}
{{Poem2Open}}
અહીં પ્રાર્થનામાં પણ કવિની પૌરુષદ્યોતક નિર્મમતા ને નિર્મળતા પ્રતીત થાય છે. કવિની કાવ્યગત નિષ્ઠા ને શ્રદ્ધા અહીં વ્યંજિત થાય છે જ.
‘બળતાં પાણી’માં પણ કવિ ભાષા-અભિવ્યક્તિમાં વધુ પારદર્શક થઈ, સરળ ને ક્રિયાપરક અભિગમથી વધુ અસરકારક બની રહ્યા છે.
‘નિશીથ’માંની કવિની સૉનેટરચનાઓમાં અનુભૂતિની તીવ્રતા, સૂક્ષ્મતા ને ચમત્કારજનકતા ‘ગંગોત્રી’નાં સૉનેટોને મુકાબલે વધુ પ્રતીત થાય છે. ‘ગંગોત્રી’નાં સૉનેટોમાં ભાવના ને ભાવુકતા, ઉત્સાહ ને ચાંચલ્ય પછીના ‘નિશીથ’ સંગ્રહને મુકાબલે કંઈક વધુ દેખાય છે; તો ‘નિશીથ’નાં સૉનેટોમાં અનુભવની ગહરાઈ, સમજ ને સ્વસ્થતા ‘ગંગોત્રી’ના મુકાબલે કંઈક વધુ પુખ્ત દેખાય છે. ‘ઓરતા’માં ઇતિહાસ-વિદ કવિ મનુજના કવનની કાલગણનાનો હિસાબ માંડે છે ને કદાચ પૃથ્વીની સમગ્ર ઇતિહાસને ઢાંકી દે એવી રાખોડી બની જાય એવી દહેશત પણ બતાવે છે ને કદાચ એટલે જ ગાઈ લેવાની ઉરને સૂચના કરે છે.૧૧૫ વજ્રનખલી લઈને પોતાનામાંથી સૂર કાઢવા તૈયાર વર્તમાનને અનુકૂળ થવાનો કવિનો સંકલ્પ રહે છે.૧૧૬
પ્રણયનાં સૉનેટોમાં કવિની અનુભૂતિનાં કેટલાંક હૃદ્ય ભાવરૂપો – સંબંધસ્વરૂપો પ્રગટ થઈ શક્યાં છે. ‘પ્રણયીની રટણા’માં કવિ લખે છે :
26,604

edits

Navigation menu