ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2,514: Line 2,514:


<Poem>
<Poem>
“નથી ખાલી હૈયે પણ હું ફરતો છેક જ, નવી
'''“નથી ખાલી હૈયે પણ હું ફરતો છેક જ, નવી'''
કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મ નવલા
'''કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મ નવલા'''
ઘરે લાવું છું હું. – ખરું જ કહું ? આવું કવિજન
'''ઘરે લાવું છું હું. – ખરું જ કહું ? આવું કવિજન'''
હતો તેનો તે હા ! પણ કંઈક શાણો વિરહથી.</Poem>
'''હતો તેનો તે હા ! પણ કંઈક શાણો વિરહથી.'''</Poem>
{{Right|(‘ઘરે આવું છું હું –’, વસંતવર્ષા, પૃ. ૧૪૩)}}
{{Right|(‘ઘરે આવું છું હું –’, વસંતવર્ષા, પૃ. ૧૪૩)}}
{{Poem2Open}}
‘ચહેરા મનુજના’ની વાત માનવ્યપ્રેમે જ કવિને સુઝાડી છે. ‘અઘરા શબ્દો’માં કવિ શબ્દોને મુખવાચા આપીને પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. શબ્દ અને કવિ વચ્ચેના સંવાદમાં આવતી વિલક્ષણ હળવાશમાં ઉમાશંકરની વિનોદકળાની આછીપાતળી લકીર પ્રવેશેલી છે. સંવાદ કરતા કવિ એની કંઈક મોજ પણ માણતા જણાય છે. ‘અઘરા શબ્દોને બુકાની બાંધેલા અને કવિની પોઠ લૂંટતા કલ્પવા – એમાં જ અપૂર્વતા અને રમણીયતા છે.
‘પરમ સુંદરતાપિપાસુ હે !’માં સુંદર–અસુંદરનું કથન શૈલી-દૃષ્ટિએ નવતાવાળું છે. ‘ઈર્ષ્યા અસુંદર, અસુંદર દંભ જૂઠ’ ઇત્યાદિ પંક્તિઓના લયબંધ, ‘અસુંદર’ શબ્દની પુનરાવૃત્તિ – આ બધું કથનને મંત્રરીતિનો – સૂત્રશૈલીનો સ્પર્શ – વળ આપે છે. ‘પેલું આવે પશુ –’ એ પશુથી મનુષ્ય સુધીની ઉત્ક્રાન્તિકથાના – સંસ્કૃતિકથાના અતિસંક્ષિપ્ત સારરૂપ સૉનેટ છે. ‘હાથે દીધું મગજ, મગજે ખીલવી હસ્તલીલા’ – આ કથા છે મનુષ્યની. ‘ભલે શૃંગો ઊંચાં’માંનાં પર્વતીય પ્રદેશનાં તેમ જ જાનપદી ચિત્રો અત્યંત સુંદર છે :
{{Poem2Close}}
<Poem>
'''“મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો.'''
'''ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,'''
'''શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;'''
'''વહી ર્હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.'''
'''ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત,'''
'''મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું !'''
'''હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.'''
'''રસી શીતસ્પર્શે દિશ દિશ ભમે મત્ત મરુત.”''' </Poem>
{{Right|(‘ભલે શૃંગો ઊંચાં’, વસંતવર્ષા, પૃ. ૧૪૯) }}
{{Poem2Open}}આ જાનપદી ચિત્ર :{{Poem2Close}}
<Poem>
'''‘ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી'''
'''રચે સંધ્યાદીપ, સ્તિમિત-દગ ખેલે શિશુકુલો.’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૪૯)}}
{{Poem2Open}}
કવિની પસંદગી મૌનશિખરોનાં આકર્ષણ છતાં જનરવભરી ખીણ માટેની છે. પ્રકૃતિસૌન્દર્યમાંય માનવસૌન્દર્ય કવિને વધુ ખેંચે છે. કવિ ‘નગર-વન’માં બીજા ખંડમાં અરણ્યનો અનુભવ કરે છે, પરંતુ આશ્વાસન એમને માટે ‘માથે અહો સદય કૂજતી કોકિલા કો’-નું છે. ‘ગયાં વર્ષો –’ અને ‘રહ્યાં વર્ષો તેમાં –’S એ ભલે બે સૉનેટ અલગ અલગ હોય – બંને મળીને એક સંપૂર્ણ સૉનેટ બને છે. ‘ગયાં વર્ષો’ ખરેખર ‘ગયાં’ નથી એમ ‘રહ્યાં વર્ષો’ માટેનો કવિનો ઉત્સાહ જોતાં કહી શકાય. બંને રચનાઓ શિખરિણીના લયમાં ઢળી આવી છે તે પણ નોંધપાત્ર કહેવાય.
‘અભિજ્ઞા’માં ૧૪ સૉનેટમાંથી સાત સૉનેટ [મહાકવિ દાન્તે’, ‘મહામના લિંકન’, ‘રવીન્દ્રનાથ’ (૨), ‘નર્મદ’, ‘પાઠકસાહેબ’, ‘અજબ પુષ્પ માનવ્યનું’] તો વ્યક્તિલક્ષી છે. ‘ગોવર્ધનસ્મૃતિ મંદિર’ પ્રાસંગિક સૉનેટ છે. ‘મહા-વડ’ની વાત આપણે કરી છે. ‘હિસાબો જીવ્યાના –’માં કવિએ મેદ ગાળી નાખેલી ભાષામાં જીવતરની કમાણીનો વિચાર કર્યો છે. ‘ગયાં વર્ષો –’ અને ‘રહ્યાં વર્ષો તેમાં –’ આ બે રચનાઓની સાથે આ રચના મૂકતાં આ રચનામાં કવિનું આંતર જીવનના વાસ્તવનું, ઢોળ વિનાનું, સીધું સ્પષ્ટ નિરૂપણ ધ્યાન ખેંચે છે. અહીં તો કવિ વેદનાનો કડવો સ્વાદ પણ રજૂ કરે છે : {{Poem2Close}}
<Poem>
'''“ગળે વીંટાળ્યા જે કર, અરર તેના જ નખથી'''
'''વલૂરાયાં હૈયાં, શબદ અવળો એક પડતાં,'''
'''વિલાયાં વા મૌને, દિન દિન તણી એ જ કથની.'''
'''ભર્યું શું આયુષ્યે ? અણસમજ ને ગેરસમજો.”'''</Poem>
{{Right|(‘હિસાબો જીવ્યાના –’, વસંતવર્ષા, પૃ. ૮૮)}}
{{Poem2Open}}
અહીં કવિએ ગળે કર વીંટાળવા જેવી એક સાધારણ ક્રિયા દ્વારા અસાધારણ અર્થને સૂચિત કરવામાં સર્જન-ઉન્મેષ દર્શાવ્યો છે. ‘ફલશ્રુતિ’માં પણ સૉનેટના ચાર ચાર પંક્તિના ત્રણ ખંડોની ‘ન કે’ – ના ઉક્તિ-ઉપાડે થતી રજૂઆત અને લાઘવ ને સુશ્લિષ્ટતાથી ઉચ્ચારાયેલ ‘અહો આયુર્યાત્રા ! – બસ, સમજવું એ ફલશ્રુતિ.’ – તેથી પ્રાપ્ત થતો સસંદર્ભ ભાવાર્થ જીવનના કોઈ શાશ્વત ચિંતનમાં આપણને ખેંચી જાય છે. ‘ઉચાટ મુજને ઘણો’ એ સંવાદાત્મક સૉનેટ છે. કવિનો પૃથ્વી અંતર્ગત પૃથ્વી-તિલકનો પ્રયોગ વક્તવ્યમાં સમુચિત ભૂમિકાએ કરેલો જોઈ શકાય છે. દ્રુતવિલંબિતમાં ઢાળેલું ‘આજ મારું સહુને નિમંત્રણ’ સૉનેટમાં કવિનો માધુર્યોલ્લાસ અદમ્ય છે તેથી જ સહુને નિમંત્રણ દેતાં ‘ઊંડળે ઉડુ લઉં, લઉં તૃણ’ – એમ ઉમળકો કવિ બતાવે છે.{{Poem2Close}}
_________________________________________
<small> ‘રહ્યાં વર્ષો તેમાં –’ એ કાવ્ય માટે જયન્ત પાઠક લખે છે : ‘શ્રી ઉમાશંકરનો જીવન અને કલા પરત્વેનો અભિગમ તથા તેમનાં જીવન અને કલા પ્રવૃત્તિનાં પ્રેરક-ચાલક તત્ત્વોને ઓળખવાની ચાવી આ કાવ્યમાં છે, આ કાવ્ય છે.’ (કાવ્યલોક, ૧૯૭૩, પૃ. ૧૩) આ સૉનેટ સંદર્ભે રમણલાલ જોશી, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ વગેરેએ પણ ઉમળકાથી લખ્યું છે. અનેક સંચયોમાં આ સૉનેટ – સૉનેટદ્વય સ્થાન પામ્યાં છે</small>.
{{Poem2Open}}
‘આત્મદેવને નિવેદન’ કવિની પ્રબળ અંતર્મુખતામાંથી ઊતરી આવેલું સૉનેટ છે. દંભ-કર્તવ્યની નિરર્થક મજલનો થાક-ત્રાસ કવિને છે, પણ તેથી નિષ્ક્રિય બની રહેવાનો પ્રશ્ન નથી. કવિ છેલ્લે સરસ રીતે, કલાકારોચિત તાટસ્થ્ય દાખવતાં કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘મચ્યો રહીશ આત્મદેવ ! તમને જ પૂછી પૂછી.’'''</Poem>
{{Right|(‘આત્મદેવને નિવેદન’, અભિજ્ઞા, પૃ. ૯૩)}}
{{Poem2Open}}
‘ધારાવસ્ત્ર’માં સૉનેટવર્ગમાં મૂકી શકાય એવી માત્ર બે જ રચનાઓ છે જેમાંની એક ‘સીમ અને ઘર’ (પૃ. ૩૪) ઉમાશંકરની એક ઉત્તમ સૉનેટરચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલ ગાયના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલીછમ સીમનું હીર પેલા વાછરડાને ધાવણમાં મળતું હોવાની ઉમાશંકરની કલ્પનામાં જ સત્ત્વશીલતા ને ચારુતાનો આસ્વાદ્ય સુમેળ દૃષ્ટિગોચર થાય છે. ‘સર્જક-અંતર જાણે...’ પણ દેખીતી રીતે ૧૪ પંક્તિની રચના છે; પરંતુ એની લયની ઇબારત કંઈક અરૂઢ અને વિલક્ષણ છે. એનો લય, આ પૂર્વે સૂચવ્યું છે તેમ, મનહર-પયારના કુળનો છે. આ સૉનેટમાં સર્જક-અંતરમાં જ ચાલતા સમુદ્રમંથનનો – અમૃતમંથનનો નિર્દેશ છે. કવિ ક્રમશ: મનોમંથનને પ્રતાપે પ્રાપ્ત થતા રતનાળા અનુભવોની ફળશ્રુતિ તો ‘અસ્તિત્વનો છલોછલ અમૃતકુંભ’ પ્રાપ્ત થાય એમાં જ માને છે.
ઉમાશંકરના કવિતાસર્જનમાં ગીત-પાસું સમૃદ્ધ અને તેથી મહત્ત્વનું છે. એમના કવિતાપુંજમાં કુલ ૬૪૯ રચનાઓમાંથી વિવાદાતીત રીતે ૧૭૭ રચનાઓ તો ગીત-સ્વરૂપની છે જ. ‘લવારું’ને એમાં ઉમેરતાં ૧૭૮ રચનાઓ થાય. આ ઉપરાંત ‘પિપાસા’ (લાવણી – ‘ગંગોત્રી’), ‘બુલબુલ અને ભિખારણ’ (લાવણી – ‘ગંગોત્રી’), ‘લૂલા-આંધળાની નવી વાત’ (લાવણી – ‘નિશીથ’), ‘એવી એક સવાર’ (‘નિશીથ’), ‘પ્રભો તારી મળી કેદ’ (‘આતિથ્ય’) જેવી રચનાઓ એમાં ઉમેરવામાં આવે તો ૧૮૩ સુધી સંખ્યા પહોંચે. વળી ‘પ્રેમલિપિ’ (‘ગંગોત્રી’), ‘૨૦૦૦ વર્ષ પછી’ (‘આતિથ્ય’) ‘આત્મયાત્રી આવો’ (અભંગ – ‘અભિજ્ઞા’), ‘હિમાની’ (‘અભિજ્ઞા’) જેવી માત્રામેળ-સ્વરૂપી રચનાઓ પણ ગેયત્વની દૃષ્ટિએ અનુકૂળ રચનાઓ છે. ઉમાશંકરે જે ગીતો આપ્યાં છે તે એમનો ગીતપરંપરા સાથેનો ગાઢ સંબંધ તો બતાવે છે જ, ઉપરાંત સહજ રીતે ગેયોર્મિનું સ્વરૂપ ધારણ કરી શકે એવી એમના સંવેદનની રસાત્મકતા પણ બતાવે છે. એમનાં કેટલાંક ગીતો કોઈ પણ કાળના કોઈ પણ ભાવકને કોઈ ને કોઈ કારણે ગમી જાય એવી કાવ્યક્ષમતાવાળાં લાગે છે; દા. ત.. ‘ઝંખના’ (‘સૂરજ ઢૂંઢે’), ‘ભોમિયા વિના’, ‘સાબરનો ગોઠિયો’, ‘ગાણું અધૂરું મેલ્ય મા...’, ‘ઊભલી રહેજે’, ‘અષાઢી મેઘલી રાતે’, ‘શ્રાવણ હો !’, ‘ગોરી મોરી’, ‘ફાગણ ફાલ્યો જાય...’, ‘ધોળાં રે વાદળ’, ‘જવાનલાલ’, ‘ગામને કૂવે’, ‘પંચમી આવી વસંતની’, ‘થોડોએક તડકો’, ‘ઝરણું’, ‘ડાળીભરેલો તડકો’, ‘સોણલું’, ‘થાય તો’, ‘જુએ તે રુએ’, ‘ઘટમાં ઘૂંટાય નામ’ ને ‘માધવને મુખડે મોરલી’. કોઈ આ યાદીમાં ‘ગુજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’ જેવી રચનાઓ પણ ઉમેરે. એવી બીજી અનેક રચનાઓ છે, જેના ઉપાડ ખૂબ સુંદર છે; દા. ત.,{{Poem2Close}}
<Poem>
'''૧.''' '''‘અમે સૂતા ઝરણાને જગાડ્યું,'''
          '''ઉછીનું ગીત માગ્યું,'''
{{Space}} '''કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું’''' </Poem>
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૯)}}
<Poem>
'''૨.''' '''‘આભમાં મેઘલ-રંગ મદીલો, આંખમાં આંજી લઉં.'''
'''રંગ આછો આછો આંખમાં ખૂંચે તે તો કોને કહું ?’''' </Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૧૧)}}
<Poem>
'''૩.''' '''‘રંગ તારા ક્યાં રે ગયા હો રંગવાદળી ?’''' </Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૨૦) }}
<Poem>
'''૪.''' '''‘કુંજ મોટી ને કોકિલા એકલી રે લોલ’,'''</Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૩૮)}}
<Poem>
'''૫.''' '''‘મને ચાંદનીની છાલક વાગી,'''
'''અજાણતામાં હૈયાને ચોટ ક્યાંથી લાગી ?’''' </Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૪૧)}}
<Poem>
૬. ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ </Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૫૦) }}
<Poem>
૭. '''‘ચાંદનીને રોમ રોમ પમરે'''
{{Space}} '''સુગંધ પારિજાતની.'''
'''એવી એવી હૈયાને ગમ રે'''
{{Space}} '''પ્રીતમની વાતની.’'''</Poem>
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૦૫) }}
26,604

edits