ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,352: Line 2,352:
'''લીલા દીઠી ન નમણી તુજ પોપચાંની.’''' </Poem>
'''લીલા દીઠી ન નમણી તુજ પોપચાંની.’''' </Poem>
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૪૪)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૪૪)}}
{{Poem2Open}}
‘મૂક મિલન’માં બીડેલ હોઠથી હૈયું કિરણેય ન ‘કિર્યું’ હોય એવી નાયિકા સાથેના કવિતા મિલનનું રમણીય – લાક્ષણિક આલેખન છે. કવિ છેલ્લે ભાવોચિત છંદોમિશ્રણ કરીને કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘મીઠાં અકુંઠિત ભલે મિલનો ઉરોનાં :'''
'''ન્યારી હર્ષવ્યથા, જે વિરહસભર હૈયાં ક્ષણેકે મળ્યાંની.’'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૩૨)}}
{{Poem2Open}}
અહીં ‘હર્ષવ્યથા’ સમાસનું કવિકર્મ ભાવકના ધ્યાન બહાર નહિ જ રહે. ‘સખી મેં કલ્પી’તી –’, ‘મળી ન્હોતી જ્યારે –’ અને ‘બે પૂર્ણિમાઓ’ ગુજરાતના ઉત્તમ પ્રણયસૉનેટ સંચયમાં અવશ્ય સ્થાન પામે એવાં કાવ્યો છે. સુન્દરમ્નાં પ્રણય-નિરૂપણનાં કાવ્યો પડછે ઉમાશંકરનાં પ્રણયનિરૂપણનાં કાવ્યો મૂકતાં કેટલીક રસપ્રદ બાબતો વરતાઈ આવે છે. સુન્દરમ્નાં પ્રણય–નિરૂપણનાં કાવ્યોમાં ભાવનો આવેગ ને સચ્ચાઈ, પ્રણયવૈફલ્યને સહી લેવાનું પૌરુષ અને પ્રણયમાં પોતાને ખોઈ દેવાની તૈયારી જોવા મળે છે. ઉમાશંકરનાં પ્રણય-નિરૂપણનાં કાવ્યોમાં ભાવસંયમ અને સમજ, પ્રણયજીવનની મર્યાદાઓને નિજ-પર અનુકૂળતામાં પલટાવી દેવા માટેની તિતિક્ષા ને ધીરજ, પ્રણય દ્વારા પોતાનો વધુ ને વધુ વ્યાપ સાધી વૈશ્વિક સંવાદનો અનુભવ કરવાની મહૈષણા વગેરે જોવા મળે છે. જોકે એ ઉમેરવું ઘટે કે સુન્દરમ્ અને ઉમાશંકર ઉભયનાં પ્રણયકાવ્યોની આંતરભૂમિકા કેટલેક અંશે અધ્યાત્મપ્રાણિત – સત્-લક્ષી વરતાય છે. છેવટે તો પ્રણયથી આધ્યાત્મિક અનુભવ સુધી ફેલાવાનો ઉપક્રમ બંનેને ઇષ્ટતર થતો રહ્યો છે. વળી આના જ અનુસંધાનમાં વિષ્ણુપ્રસાદે ‘નિશીથ’ સંદર્ભે જે કહ્યું છે તે અત્રે યાદ કરવા જેવું છે. તેઓ લખે છે : ‘આધુનિક પ્રણયકવિતામાં નિખાલસતા સાથે નવી સંસ્કારિતા અને શુચિત્વ આવ્યાં છે તે ઉમાશંકરનાં ‘મૂક મિલન’, “સખી મેં કલ્પી’તી”, ‘રહસ્યો તારાં’ વગેરે રમણીય કાવ્યોમાં જોઈ શકાશે.’૧૧૭ “સખી મેં કલ્પી’તી”માં ‘રોમૅન્ટિક’ અને ‘ક્લાસિકલ’ વલણોનો વિશિષ્ટ સમન્વય જોઈ શકાય. સખી વિશેની કલ્પના, ઝંખના ને વાંછનામાં રંગીનતા ને લોકોતરતાનો અનોખો સમન્વય જોઈ શકાય છે. એની જ્યારે ખરો પરિચય થાય છે ત્યારે ખબર પડે છે : {{Poem2Close}}
<Poem>
'''“મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના,'''
'''છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.”'''</Poem>
{{Right|(“સખી મેં કલ્પી’તી”, નિશીથ, પૃ. ૩૩)}}
{{Poem2Open}}
પોતાની પ્રિયતમા પૂર્ણ નહિ હોવાની આ ‘ચિત્તહારી’ પરિચય-પ્રતીતિએ તો કવિની પ્રિયતમાની કલ્પનામૂર્તિને ખંડિત તો કરી નથી જ, બલકે એની સુંદરતા–મધુરતા–પ્રભાવકતાનો અધિક ઉત્કર્ષ સાધી બતાવ્યો છે. કવિએ સૉનેટના દરેક ખંડનું શિલ્પવિધાન સૌષ્ઠવપૂર્ણ રીતિએ ને વધુ બંધુર લાગે એ રીતે કરેલું છે. ‘મળી ન્હોતી જ્યારે –’ પણ કવિના ઉત્કૃષ્ટ પ્રકારના સૉનેટશિલ્પનો નમૂનો છે. પ્રિયતમા મળી નહોતી ત્યારનો અને મળી ત્યાર બાદનો અનુભવ કવિએ રુચિર રીતે વર્ણવ્યો છે. કવિ કહે છે : {{Poem2Close}}
<Poem>
'''“મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે,'''
'''મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.'''
'''સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,'''
'''સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.”'''</Poem>
{{Right|(‘મળી ન્હોતી જ્યારે –’, નિશીથ, પૃ. ૩૪)}}
{{Poem2Open}}
બ. ક. ઠાકોર આ પ્રેમકાવ્યને અર્વાચીન સુરુચિને અનુરૂપ લેખે છે તે શા માટે એ સહેલાઈથી સમજી શકાય એમ છે.૧૧૮
‘બે પૂર્ણિમાઓ’ પ્રકૃતિ-પ્રણયના સૌન્દર્યનું મધુર કાવ્ય છે. કવિની ઊંચી સૌન્દર્યરસરુચિ અહીં પ્રબળ રીતે પ્રગટ થાય છે. આત્મ-સૌન્દર્યમાં ગરક પૂર્ણિમા, અરવલ્લીનાં ‘સરલ’ નીંદરે સૂતેલ સુભગ શૃંગો, નિર્ઝરનર્તનોનો કુહુરઘોષ અને એમાં અગમલોકની ‘અજીબ’ લહેરખીનું ફરકી જવું – કવિ રોમેરોમ કવિતાપ્રવેશનો અનુભવ કરે છે. આ ચિત્ર છે પ્રથમ ષટ્કનું. એની સામે તોલાતું બીજા ષટ્કનું આ ચિત્ર જુઓ : લળતી આમ્રકુંજ, રસમસ્ત કોકિલા, તપ્યા દિન પૂઠેની રમ્ય વૈશાખની રજની, ‘ઘડેલ ઘનકૌમુદીરસથી મ્હેકતો મોગરો’, શાંત પુર અને તે વખતે{{Poem2Close}}
<Poem>
'''‘સુગૌર અરપેલ ગોરજ સમેની કરવલ્લીને,'''
'''ભુલાવતી તહીં સ્ફુરી મુખમયંકની પૂર્ણિમા.’''' </Poem>
{{Right|(‘બે પૂર્ણિમાઓ’, નિશીથ, પૃ. ૩૫) }}
{{Poem2Open}}
– આ ‘અરવલ્લી’ ને ‘કરવલ્લી’ વચ્ચેનો રમણીય સ્નેહમધુર સૌન્દર્ય-પ્રવાહ ! કવિ એકેય પૂર્ણિમા જરાય ભૂલી શકે તેમ નથી. તેઓ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘નિરંતર સ્મરી રહું ઉભય પૂર્ણિમા એ સખી:'''
'''નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’'''</Poem>
{{Right|(‘બે પૂર્ણિમાઓ’, નિશીથ, પૃ. ૩૫) }}
{{Poem2Open}}
કવિની હૃદયપૂર્ણિમાનો આ કાવ્યમાં જેવો ચમકાર–ચમત્કાર છે તેવો ઓછાં કાવ્યોમાં જોવા મળે છે.૧૧૯
‘સ્પંદનો’માં કવિના પરિસ્પંદનો આહ્લાદક અનુભવ આરંભના અષ્ટકમાં થાય છે. અતલજલ અંભોધિના ગર્ભમાંથી ફૂટેલા હોય એવા ધવલ કુસુમોના મહત્પુંજ જેવા ફેનરાશિ, તરંગો પર સરકંતી ક્ષિતિજ – હાસતી ક્ષિતિજ, તેનું ચારુ ચિત્ર અહીં આલેખાયેલું છે. ‘પરાધીન કવિ’ કોટિ-કાવ્ય છે. એમાં કવિએ પ્રિયાસંબંધીની કથા નહિ છુપાવતા કવિનું કારણ રમણીય તર્ક કરીને – મજાની કોટિ (‘કન્સીટ’) આપીને સમજાવ્યું છે. ‘રહસ્યો તારા’૧૨૦માં કવિ અન્યત્ર કરાતા સૌન્દર્યનુભવમાં પણ પ્રિયતમાની જ રહસ્યકૃપાને કારણ માને છે.
‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ એમનું અતિપ્રસિદ્ધ, કવિના વિકાસમાં પણ મહત્ત્વના માર્ગસૂચક સ્તંભરૂપ, કાવ્ય તત્ત્વ-દૃષ્ટિએ પણ અગત્યનું સૉનેટ છે. ‘ભણકાર’ની સૌન્દર્યસુષમાની યાદ આપતી વર્ણનરીતિનો જાદુ સૉનેટમાં સાદ્યંત અનુભવાય છે. આખુંયે કાવ્ય કવિએ ‘સૌન્દર્યો પીધાં’ હોવાની પ્રતીતિ કરાવે એવી સબળ શબ્દ-ચિત્રાવલિ આદિથી અંકિત છે. પ્રથમ અષ્ટક જ નમૂના દાખલ જોઈએ :{{Poem2Close}}
<Poem>
'''“પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,'''
'''નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,'''
'''વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;'''
'''સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.'''
'''વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ,'''
'''શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં'''
'''સૂતી’તી તે ઢળતી જળસેજે મૂકે ગાત્ર ધીમાં.'''
'''સંકોરીને પરિમલમૃદુ પલ્લવપ્રાન્ત મંદ.”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૧૦)}}
{{Poem2Open}}
આ ચિત્રમાં કલ્પનાનો, ભાવોર્મિનો ચમત્કાર વરતાય છે. ભાષાના અર્થગત તેમ શબ્દગત (શ્રાવ્ય) અંશોએ ‘સહિત’ત્વ સિદ્ધ કરીને પ્રકૃતિના પ્રગાઢ અનુભવનું પ્રસન્ન ચિત્ર નિર્મ્યું છે તે આહ્લાદક છે. ‘ગઢ શિવનેરી’માં કાળની અટળ મુક્કી જેવા ગઢ શિવનેરીનું ચિત્ર છે.૧૨૧ ‘આત્માનાં ખંડેર’માં કવિની સર્ગશક્તિએ સારું ગજું કાઢ્યું છે અને તેની વાત આ પૂર્વે કરી છે. એ સૉનેટમાળામાં કવિની સર્જકતા સૉનેટના કોઈ રૂઢ-જડ ચોકઠાથી કુંઠિત ન થતાં ઊલટું, સૉનેટમાળાના એક ભાતીગળ રૂપને ઉપસાવે છે. કવિની આંતરખોજે ભાવનાદર્શન તથા વાસ્તવદર્શન વધુ સમૃદ્ધ કરી કાવ્યગત સૌન્દર્યાનુભવની બળકટતા સિદ્ધ કરી બતાવી છે. ‘પ્રણય-સપ્તક’ અને ‘શિશુબોલ’ની કવિતાની વાત આ અગાઉ કરી છે. આ બંને કાવ્યગુચ્છોમાં વાસ્તવજીવનના અનુભવ દર્શનનો કાવ્યસિદ્ધિમાં ઘણો ફાળો રહ્યો છે. ‘વહે છે ધરાઓ’માં કવિ પૃથ્વીને ખાલી ઉદરનો પ્રશ્ન કરી અંતે પૂછે છે :{{Poem2Close}}
<Poem>
'''‘તને ડંખે પાડી, ઉદર મહીં ખાડા અસહ, કે'''
'''અહીં આજે લાજે, જણતર છતે, પેટે તુજ તે ?’'''</Poem>
{{Right|(‘વહે છે ધારાઓ’, આતિથ્ય, પૃ. ૩૭)}}
{{Poem2Open}}
‘આતિથ્ય’ની ૩૯ સૉનેટરચનાઓમાં આજની કાવ્યરુચિને તુરત સ્પર્શે એવી રચનાઓમાં ‘મધ્યાહ્ન’ સૉનેટને ગણાવી શકાય. કવિએ સૉનેટના પ્રથમ ખંડમાં – અષ્ટકમાં હાંફતી ક્ષિતિજ, મધ્યાહ્નની અઘોર અવધૂત-શી છટા, ભયદૂબળી નહિ-શી છાંયડી, ભભૂકતા ભડકા જેવો પવન, ઝળેળી ઊઠતાં તરુઝુંડ ને ઝાંખરાં, છણછણી ઊઠતાં ઝરણાનાં ‘મૂંગા’ ઝાંઝરાં – આ બધાંથી યુક્ત વાતાવરણ આલેખ્યું છે – જેમાં ‘નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.૧૨૨ આવા, નિ:શ્વાસ પણ દબાવી દેવાની વૃત્તિ થાય તેવા વખતે કોઈ ‘ભોળિયો’ ખર સુક્લ ખેતરે હોંચી હોંચી કરે છે ને કવિ હાશકારો વ્યક્ત કરતાં કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘સજીવ થઈ સૃષ્ટિ હાશ ! અવનીની પૂર્છા સરી.’'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૦૯)}}
{{Poem2Open}}
અહીં જે રીતે પંક્તિમાં ‘હાશ’ શબ્દ ઉપસ્થિત થયો છે તે વાતાવરણનો – અવનીનો જાણે ડૂમો છોડાવતો ન હોય ! કવિએ ખરની હોંચીથી જ મધ્યાહ્નની કઠોર પ્રતપ્ત નિ:સ્તબ્ધતાને તીક્ષ્ણ બનાવી છે ! ‘વિહંગ-ટહુકો’માં પણ કવિની અનુભૂતિનું સામર્થ્ય વરતાય છે. હથેલીથી અદકા નહિ એવા ‘ક્ષિતિજવાદળા’થી કાવ્યારંભ કરી, મુશળધાર વૃષ્ટિ નિરૂપી, અવનિના નીતર્યા રૂપનો ઉઘાડ નિર્દેશી, ગુલમોર–ડાળ પરથી બુલબુલના ટહુકાને સંભળાવી કવિએ એ બુલબુલને તો ઊડી જવા દીધું, પરંતુ એના ટહુકાને કવિએ હૃદયમાં સ્થાપવાનું ચમત્કારજનક કાર્ય તો કર્યું જ. ‘વિહંગ-ટહુકો’માંથી વિહંગનેય અદૃશ્ય કરી ટહુકાના રૂપને કવિએ વધુ તીવ્ર ને મુખર બનાવ્યું છે. ‘સ્વપ્નાં’ એક સુંદર સૉનેટ છે. એમાં કવિના વર્ણનમાં કલ્પનાની સૂક્ષ્મતા ને તાજગી દેખાય છે. અગાશીમાં રાતે ખખડતાં સૂકાં પણો ચાંદનીના ડિલે ઉઝરડા તો નહિ દેતાં હોય ને – એ સંભાવના મનોહર છે. એ પછી પવન ફૂંકાતાં ખડખડ હસતાં એ સૂકાં પર્ણોમાં કવિ સ્વપ્નોના ખખડાટનો ધ્વનિ સાંભળે છે. કવિએ આ સૉનેટમાં પર્ણને આધારે સંવેદનને મૂર્ત કરવામાં ઝીણી કલાસૂઝ દાખવી છે. રાજપૂત કલમની એક ચિત્રકૃતિ પરથી સ્ફુરેલા સૉનેટપંચક ‘અભિસાર અને મિલન’માં કવિ પ્રણયિનીનાં રૂપદૃશ્યોને સાંકળતી પ્રણયપ્રેરિત મનોગતિનું સરસ આલેખન કરે છે. આ સૉનેટમાળાના ત્રીજા સૉનેટમાં સૂતેલાં સ્વપ્નોને મુખર કરતી ધીમી ઝંકૃતિ જ્યારે જાગી નથી, દૂતીકાર્યે વરાયેલી અનિલલહરી આવી નથી, ત્યારે પ્રીતિએ પ્રેર્યાથી મુકુલ દ્વારા સ્નિગ્ધ પરિમલ ઝરતા, નદીકાંઠે લહેકતા મદિલ નવલા બકુલશો પ્રિયતમ તપસ્વી બાલાના વિરહમાં રસ–સમાધિસ્થ દશામાં વિહરે છે અને તે વખતે — {{Poem2Close}}
<Poem>
'''“અરે આ – આ આવી, નિકટ સરી ઊભી શુભમુખી,'''
'''કટિપ્રાન્તે વીંટી કર, સરકી પાસે કરી સુખી.'''
'''ઝગી વિદ્યુત, ડોલ્યાં અહિકુલ સરિદ્વારિવિચિઓ,'''
'''શમાવ્યા કૈં કૈં હો વિષધર, હસ્યો એવું પ્રિય એ.'''
'''પ્રિયાનેત્રે ધારા, સ્મિતસભર કંપે પણ ઉર,'''
'''મળ્યાં સાથે બાથે, વીજળી શરમાતી સરી દૂર.”'''</Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૫૫–૧૫૬)}}
{{Poem2Open}}
કવિએ સુંદર ભાવચિત્ર અહીં શબ્દોમાં ખડું કરેલું જોઈ શકાશે. ‘ત્રિશૂળ’ની રચનાઓની વિલક્ષણતા વિષયની પસંદગીથી માંડીને રજૂઆત સુધીમાં વરતાશે. ‘નારી : કેટલાંક સ્વરૂપ’માં ઉમાશંકરનું સંસારદર્શન નારીદર્શનના અનુષંગે વ્યક્ત થયું છે.
‘વસંતવર્ષા’માં ૨૫ સૉનેટો છે. આ સૉનેટો કવિના વધતા જતા માનવ્યરસ – સંસ્કૃતિરસની ગવાહી પૂરે છે.S માનવીય સંબંધોની વધતી જતી સમજ માનવીય સંદર્ભોને જુદા જ દૃષ્ટિકોણથી જોવા-પામવાની ભૂમિકા પૂરી પાડે છે. ‘સર્જન’ (‘વસંતવર્ષા’, પૃ. ૧૨૮)માં શરૂઆતમાં અષ્ટકમાં વિનાશનું વાગ્મિતાથી આલેખેલ ચિત્ર છે. અગ્નિરસના વિનાશકારી આક્રમણ સામે હસી ઊઠેલા પુષ્પનો જીવન–વિજય – જ્વાળામુખીનેય હસાવતો વિશ્વવિજય કવિને સ્પર્શી જાય છે. કવિ બચી ગયાનો જ નહિ, સુખી થયાનો ભાવ પણ અનુભવે છે :{{Poem2Close}}
<Poem>
'''‘હતી ફક્ત આ જ આશ, ફળી હાશ ! બસ છું સુખી.’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૨૮)}}
{{Poem2Open}}
– આ હાશકારામાં ‘મધ્યાહ્ન’ સૉનેટના હાશકારાનો ભણકાર સંભળાય તો તેય ઇષ્ટ છે ! કવિએ ‘આશ’ અને ‘હાશ’ના પ્રાસથી શબ્દાલંકારની સિદ્ધિ ઉપરાંત કંઈક વધુ ‘કાવ્યસ્ય’ પ્રાપ્ત કર્યું છે એમ લાગે છે. ‘પ્રણય તરુણી ! તો તો
તારે –’માં હરિણીની છટા આસ્વાદ્ય બની છે. જળરહિત કો અંત:સ્રોતા નદી સમી તરુણીની પ્રેમરમત સામે કવિને ફરિયાદ છે. કવિએ સૉનેટના આરંભે કહ્યું છે:{{Poem2Close}}
<Poem>
'''‘પ્રણય તરુણી ! તો તો તારે કદી કરવો ન’તો. –’'''</Poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૩૧)}}
{{Poem2Open}}કવિ સૉનેટના અંતે કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘પ્રણય તરુણી ! તો તો તારે હતો કરવો જતો.’'''</Poem>
{{Poem2Open}}
આ બે પંક્તિઓ વચ્ચે જે ઇષ્ટ નહોતું તે થયાનો કવિનો રંજ સરસ રીતે મુખરિત થયો છે. ‘હતો જલધિ શાન્ત’માં કવિએ પોતાની અને પોતાનાં પગલાંની વચ્ચે સંવાદની રસપ્રદ આયોજના કરી છે. સમુદ્રની ભરતીના રવમાં અગણ્ય મનુષ્યોનાં ભરતીએ ગ્રસેલાં પગલાંનો રવ ‘કવિ’ સાંભળે છે.૧૨૩ ‘રડો ન મુજ મૃત્યુને !’ કાવ્ય પ્રાસંગિક ન બનતાં ચિરકાલીન રસનું બની શક્યું છે તે કવિની પ્રેમમૂલ્યની ઉત્કટ તથાને કારણે. ગાંધીજી એ મૂલ્યના પ્રતીક હતા. એમની વિદાયમાં પોતાનામાંથી જ કશુંક ગુમાવ્યાનો – દૈન્યનો અનુભવ કવિને કરવાનો રહે છે. ‘વિજયા’માં સદા-શિવના વિજયમાં જ વિજયાનો વિજય કવિએ જોયો છે. ‘સુદર્શન’માં કૃષ્ણની સુદર્શન પ્રત્યેની બાર પંક્તિઓની ઉક્તિ પછી સુદર્શનની બે પંક્તિઓની ઉક્તિ છે. સુદર્શન કૃષ્ણને કહે છે કે તમે હાથમાં શસ્ત્ર છતાં તેનો ઉપયોગ ન કરો એ જ ઉપયોગ છે. આ સૉનેટમાં કવિની બુદ્ધિ-પ્રતિભાનો ઠીક પરચો મળે છે. {{Poem2Close}}
____________________________________
<small>ઉશનસે તો ‘વસંતવર્ષા’નો કવિ માનવસંસ્કૃતિનો નમ્ર યાત્રી છે’ એમ કહ્યું જ છે. (જુઓ, ‘રૂપ અને રસ’, પૃ. ૧૧૭)</small>
{{Poem2Open}}
વેણુને બદલે સુદર્શન લીધાથી વેણુએ કૃષ્ણને પૂછેલું :{{Poem2Close}}
<Poem>
'''‘ગમે શું વધ શીર્ષનો, હૃદય વીંધવાથી વધુ ?’'''</Poem>
{{Right|(‘સુદર્શન’, વસંતવર્ષા, પૃ. ૧૩૫)}}
{{Poem2Open}}
ચંદ્રશંકર ભટ્ટ આ સૉનેટને નાટ્યોર્મિ કવિતામાં મૂકે છે તે તેના સંવાદાત્મક રૂપને લઈને, જે ધ્યાનાર્હ છે.૧૨૪
‘કાલિદાસ’ ને ‘કવીન્દ્ર હે ?’ કવિની પ્રશિષ્ટ રસિકતા–સર્જકતાનાં દ્યોતક સૉનેટો છે. ‘હેલી’ની આગમન-છટા લય-પદમાં ઊતરેલ છે. ગુરુશિખરની ટોચ પર ઊભા રહેતાં કવિને થયેલો અનુભવ સચોટ છે. કવિ ગુરુશિખરને કહે છે : ‘તુજની અહીં જે ઊંચાઈ તે ખરી મુજ ઉચ્ચતા.’૧૨૫ કવિને સ્વર્ગ આ ગુરુશિખરથી મૃદુલ કર લંબાવી રહે એટલું જ દૂર લાગે છે ! ‘સપ્તપણી’માં આરંભનું વાતાવરણચિત્ર મનોહર છે : {{Poem2Close}}
<Poem>
'''“બપોર પછીનો નમેલ તડકો ઢળ્યો, સૌમ્ય શી'''
'''પ્રલંબ પથરાઈ ખીણ-ભરી અદ્રિછાયા ! હસી'''
'''દિગંત લગી ભૂમિઅંચલ રહ્યું હર્યું ને ભર્યું.'''
'''હવા મહીંય ઊભરે અમૃત સ્વાસ્થ્યનું કો નર્યું !'''
'''વિકલ્પ સમ ના તરે વિહગ કોઈ, ડૂબ્યો રૂડો'''
'''સમાધિ મહીં શાંત સ્વસ્થ અવકાશ ઊંડો ઊંડો.”'''</Poem>
{{Right|(‘સપ્તપર્ણી’, વસંતવર્ષા, પૃ. ૧૪૦)}}
{{Poem2Open}}
કવિ આ વાતાવરણનો કેફ અનુભવતાં છેવટે તો શિવોર્મિવશતાએ ગુફા પાસેથી જીવનનો મંગલ સંદેશ જ સાંભળે છે. ‘હંપીનાં ખંડેરોમાં’ કવિએ ‘મંદ ટપ્પા’થી કરેલ યાત્રા કેવળ ભૂતકાળયાત્રા, ઇતિહાસયાત્રા જ નથી, એ જીવનયાત્રા – સૌન્દર્યયાત્રા પણ બની રહે છે. પોષી પૂનમના ચંદ્રાલોકે જે સૌન્દર્ય વાતાવરણમાં રસાયેલું છે તે કોઈ નવો જ જીવનપ્રકાશ હંપીનાં ખંડેરોને બક્ષે છે.૧૨૬ કવિની ‘અજાણ્યાં શહેરોમાં’ની યાત્રા છેવટે તો સર્વત્ર વ્યાપેલી આત્મીયતાની છાયાના અમૃત અનુભવ તરફ કવિને પ્રેરી જાય છે. રત્નો ને પૃથુ મલિનતાપુંજનાં દર્શન કવિને વધુ શાંત ને ઠરેલ જ બનાવે છે.૧૨૭ ‘ઘરે આવું છું હું –’માં કવિનો અનુભવ તાજગીભર્યો છે. કવિ ઘરે બેઠાં ‘જનની – ભૂમિ’ને જેવી ચાહતા હતા – જોતા હતા તેથી કંઈક નવી રીતે એને જોવા-ચાહવાનું પરદેશ જતાં બને છે. કવિનું હૃદય જ્યારે ‘ઘરઢાળા બળદ’ની જેમ ઘર તરફ પાછું ધસે છે ત્યારે કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
“નથી ખાલી હૈયે પણ હું ફરતો છેક જ, નવી
કંઈ આશાઓ ને સ્મિતરુદનના મર્મ નવલા
ઘરે લાવું છું હું. – ખરું જ કહું ? આવું કવિજન
હતો તેનો તે હા ! પણ કંઈક શાણો વિરહથી.</Poem>
{{Right|(‘ઘરે આવું છું હું –’, વસંતવર્ષા, પૃ. ૧૪૩)}}
26,604

edits

Navigation menu