ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3,182: Line 3,182:
વળી ‘ધારાવસ્ત્ર’ સુધીમાં કવિની નજરે જે કંઈ પ્રત્યક્ષ થાય તેને કંઈક અનોખી રીતે જોવાની કળા–ખૂબી પણ પામી લીધી છે ને તેનો જાદુ જેમ ‘એક ઝાડ...’માં તેમ ‘પતંગ-’જેવી લઘુ કાવ્યરચનામાં પણ પામી શકાય છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) ‘વસંત છે’માં ઉમાશંકરની વક્રવ્યાપારશાલિની કવિપ્રતિભાનો તેજ-તિખારો સીધો હૈયાને ન લાગે તો જ નવાઈ. ભારતમાં કટોકટીનો મામલો કલાકારની મુક્તિના પ્રબળ પ્રહરી આ કવિને કેવો હચમચાવે છે તેના અંદાજ નીચેની રચનામાંથી આવે છે :
વળી ‘ધારાવસ્ત્ર’ સુધીમાં કવિની નજરે જે કંઈ પ્રત્યક્ષ થાય તેને કંઈક અનોખી રીતે જોવાની કળા–ખૂબી પણ પામી લીધી છે ને તેનો જાદુ જેમ ‘એક ઝાડ...’માં તેમ ‘પતંગ-’જેવી લઘુ કાવ્યરચનામાં પણ પામી શકાય છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) ‘વસંત છે’માં ઉમાશંકરની વક્રવ્યાપારશાલિની કવિપ્રતિભાનો તેજ-તિખારો સીધો હૈયાને ન લાગે તો જ નવાઈ. ભારતમાં કટોકટીનો મામલો કલાકારની મુક્તિના પ્રબળ પ્રહરી આ કવિને કેવો હચમચાવે છે તેના અંદાજ નીચેની રચનામાંથી આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''“તમે કહો છો વસંત છે'''
{{Space}} '''પણ પંખીને કહો છો : ચૂપ !'''
'''અમને સૌને દર્પણ સમજીને'''
{{Space}} '''જોયાં કરો છો પોતાનું રૂપ.”'''</poem>
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૫૫)}}
{{Poem2Open}}
આ લઘુકાવ્યનું ‘વસંત છે’ શીર્ષક જ ‘વસંત નહીં હોવા’ની વેદનાનું વ્યંજક બની રહે છે.
‘લઢ્યો ઘણું’માંથી એક સાચા કવિ તરીકે ઉમાશંકરનો જાત સાથેનો મુકાબલો કેવો ઉત્કટ હોય છે અને ચાહવાની શક્તિનો ચમત્કાર કેવો પ્રબળ ને વ્યાપક હોય છે તેનો અણસાર મળી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૯૬)
અહીં એક વાત સ્પષ્ટ પમાય છે તે કવિની શબ્દ-પ્રીતિની. પુનરાવર્તન કરીનેય આપણે કહેવું જોઈશે કે શબ્દને કવિએ છોડ્યો નથી ને શબ્દે કવિને છોડ્યા નથી. તેથી તો ઉમાશંકર ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીની કાવ્યરસિકોને અનેક રીતે રોમાંચક લાગે એવી શબ્દયાત્રા કરી શક્યા. શબ્દને પ્રેમ કર્યો છે, શબ્દને સાંભળીને પ્રેમ કર્યો છે. શબ્દની સાથે વળગેલ અર્થનું સૌન્દર્ય તો ખરું જ, નાદનું સૌન્દર્ય પણ એમની ધ્યાન બહાર રહ્યું નથી અને તેનાં અનેક દૃષ્ટાંતો એમની કવિતામાંથી આપી શકાય એમ છે.
ઉમાશંકરે એમની કવિતામાં નાદસૌન્દર્યને અવકાશ આપતા અનેક છંદોલયોના જાતભાતના પ્રયોગો કર્યા છે. તેમણે આપણા બધા જ સુપરિચિત અક્ષરમેળ તેમ જ માત્રામેળ છંદોને કવિતામાં ઓછાવત્તા પ્રમાણમાં અજમાવ્યા છે. ‘વિશ્વશાંતિ’-કાળે એમનું ધ્યાન પરંપરાગત છંદો સિદ્ધ કરવા તરફ સ્વાભાવિક રીતે જ વિશેષ રહ્યું છે. એ કાવ્યમાં તેમણે ઉપજાતિ, વંશસ્ય, ઇન્દ્રવંશા, શિખરિણી, પૃથ્વી, અનુષ્ટુપ, મન્દાક્રાન્તા, વસંતતિલકા જેવા છંદો વાપર્યા. આ છંદોમાં શૈથિલ્ય, ન્હાનાલાલ આદિનો પ્રભાવ પણ ક્વચિત્ જોવા મળ્યો. આમ છતાં ‘વિશ્વશાંતિ’માં જ સ્વકીય છંદ:સિદ્ધિ તરફનો એમનો ઝોક પ્રથમ ખંડમાં જ વરતી શકાય છે. ઉમાશંકરે ઉપજાતિ, વંશસ્થ અને ઇંદ્રવંશાનું મિશ્રણ કરી વક્તવ્યને આકર્ષક ભાવચ્છટાઓ સાથે રજૂ કરવાનો સફળ પ્રયોગ એમાં કરી બતાવ્યો છે. એમાંય છેલ્લે ‘માસે માસે, અભિનવ હાસે’થી શરૂ થતી કડી સમગ્ર છાંદસખંડને લયસૌન્દર્યથી અપૂર્વ ઓપ આપી રહે છે. અનુષ્ટુપના ઉપજાતિ–વંશસ્થ સાથેના મિશ્રણની પણ આપણે અગાઉ વાત કરી છે. બ. ક. ઠાકોરની જેમ ઊહાપોહ કર્યા વિના, શાંતિપૂર્વક નાટ્યપદ્યની સર્જકની રીતે ખોજ કરવામાં સતત લાગી રહેલા ઉમાશંકરે પ્રથમ કાર્ય તો રૂડા છંદો રચી આપવાનું કર્યું છે તે ખાસ ઉલ્લેખનીય છે. ‘વિશ્વશાંતિ’ જેવી એકાધિક ખંડોમાં પથરાયેલી રચનામાં વિવિધ છંદો યોજી જોવાનો એમનો પ્રયોગ એમની કાવ્યસર્જનની પ્રક્રિયાનાં રહસ્ય ઉકેલવા મથનાર અભ્યાસી માટે રસપ્રદ મુદ્દો બને છે. વળી ‘વિશ્વશાંતિ’ની છંદોરચનામાં સૌષ્ઠવનો – સુઘડતાનો આગ્રહ પણ હોવાની પ્રતીતિ એમની પ્રાસલક્ષિતા, શ્રુતિસૌન્દર્યવિષયક સભાનતાને કારણે થાય છે. ઉમાશંકરે એમની છંદોરચનાના આરંભથી જ ભાષાના ઉચ્ચરણગત સંવાદ તરફ સતત અવધાન કેળવ્યું છે. ભાષાના સંગીતને સિદ્ધ કરવાનો પ્રયત્ન સાહજિક ભૂમિકાએ જ એમના કવિકર્મનો ભાગ બનતો રહ્યો છે. કાવ્યનો લય કાવ્યને વધુમાં વધુ ઉપકારક કેમ બનતો રહે એ એમની મથામણ રહી છે અને તેથી એમની કવિતાની શોધ શબ્દની શોધ તેમ લયાદિની શોધ પણ બની રહે છે.
‘ગંગોત્રી’માં ‘ગુલામ’ અને ‘નમ્રતા’માં થયેલો ગુલબંકીનો પ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે. જે રીતે વક્તાની વિવક્ષાને અનુકૂળ ગતિચ્છટા ધારી ગુલબંકી છંદ પોતાનું એક સ્વયંપર્યાપ્ત રૂપ સિદ્ધ કરે છે તે મહત્ત્વનું છે. ‘હું ગુલામ ?’ – એ પ્રશ્નાત્મક ઉક્તિમાં ‘હું’ અને ‘ગુલામ’ વચ્ચેના અવકાશમાં વેદનાનો છંદ ગોઠવાય છે. એ વેદનાની તીવ્રતા છંદના લઘુ-ગુરુના નિયત લયના બંધનથી વધુ બુલંદ બની અંત:શ્રુતિને વીંધે છે. મુક્તિની અભીપ્સાનો વિસ્તરતો અવકાશ અને બંધનની વાસ્તવિક અવસ્થાના દબાણે સતત અનુભવાતો સંકોચ – આ બેની સંઘર્ષણાત્મક ક્રિયાને ઉપસાવવામાં – એને તાલ આપવામાં ગુલબંકી છંદ ઉપકારક થયો જણાય છે. ‘નમ્રતા’ પણ છંદનું કંઈક આવું જ રૂપ સિદ્ધ કરે છે. વક્તાની અંતર્મુખ વૃત્તિનાં સંકોચાઈને ભીતરમાં શમતાં અને ઊભરાઈને અંદરથી બહાર ફેલાતાં-વીંટાતાં વલયોને આકાર આપવામાં ગુલબંકીની લયચ્છટા કામયાબ બનેલી જોઈ શકાય છે.
‘નિશીથ’માં ‘સીમાડાના પથ્થર પર’ કાવ્યમાં ગુલબંકીને ચલાવવામાં ક્યાંક તકલીફ છતાં એકંદરે સફળતા તેમણે મેળવી છે. ‘અંધ અંધકારની નથી ઉરે જરીય ધાક’ જેવી સુશ્લિષ્ટ લયવાળી પંક્તિઓ કવિની ગાથાને શ્રવણીય રૂપ બક્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. ‘સાંધ્ય નિ:શ્વાસ’માં પણ કવિએ આ છંદ પ્રયોજ્યો છે. ‘ગુલબંકી’નો સરસ લાભ કવિએ ‘આતિથ્ય’માંના ‘અહમ્ની યાત્રા’ તથા ‘હસો, સહો ! સહો, હસો !’માં લીધો છે. ‘અહમ્ની યાત્રા’માં અહમ્ના વિસ્તારના સૂચનમાં ગુલબંકીની લઘુગુરુની યથેચ્છ લયગત આવર્તનક્ષમતા ઉપકારક થઈ છે. ‘હસો’, અને ‘સહો’ – એ ક્રિયાવાચક શબ્દોના આંતરિક વર્ણપરિવર્તને – વર્ણવ્યત્યયે સિદ્ધ થતું અર્થ-ભાવનું સૌન્દર્ય ગુલબંકીના લયે બંધાતું પુષ્ટ થાય છે. ‘સ્હેવું એ જ સોમ હા !’, ‘હાસ એ જ એક આશ’ – જેવી પંક્તિઓને મર્મસ્પર્શી બનાવવામાં આ લયનો ફાળો પણ છે જ. ‘વસંતવર્ષા’માં ‘યૌવનપ્રતીક નહેરુ’માં ગુલબંકીના લયમાં યૌવનની તાલબદ્ધ ગતિનો નિર્દેશ જોઈ શકાય. ‘અભિજ્ઞા’માં ‘અશેષ શબ્દ-માધુરી’માં તેમજ ‘નિરંજન ભગતને જન્મદિને’માં પણ ગુલબંકીનો પ્રયોગ છે. ‘અશેષ શબ્દ-માધુરી’માંનું ગુલબંકીનું કાઠું જોતાં ‘ગુલબંકી’માં ઉમાશંકરીય એક મુદ્રા બંધાતી જણાય છે. ‘નિરંજન ભગતને જન્મદિને’માં કવિએ આ જ છંદને અર્થાનુસારી રીતે ચલાવ્યો છે. ઉમાશંકર છંદોરૂપની માવજતમાં કાનને જ મહત્ત્વ આપે છે તે ઇષ્ટ છે.
‘સોનાથાળી’ જેવા પ્રસંગકાવ્યમાં જે રીતે પ્રવાહી માત્રામેળ બંધ એમણે સિદ્ધ કર્યો છે તે પણ અભ્યાસપાત્ર છે. ઝૂલણાનો પ્રયોગ ઉમાશંકરે ક્વચિત જ કર્યો છે; ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહમાં ‘ભાવના’માં તથા ‘પ્રેમલિપિ’માં. ‘પ્રેમલિપિ’માં ખંડ-ઝૂલણા યોજ્યો છે. ‘આતિથ્ય’માં ‘૨૨મા દિવસનું સવાર’ નામના કાવ્યમાં ઉમાશંકરે ગાંધીજીએ ૨૧ દિવસના ઉપવાસ છોડતાં પોતાને થયેલા આનંદને અભિવ્યક્ત કરવા આરંભમાં જ ઝૂલણાનો લય પસંદ કર્યો છે. ઝૂલણાનો લય અહીં ઉલ્લાસનું ગતિરૂપ પ્રગટ કરે છે. આ ઝૂલણા ‘અભિજ્ઞા’માં ‘વિશ્વના કેન્દ્રથી’ જેવા એમણે ‘ગીત’ તરીકે ઓળખાવેલા કાવ્યમાં પણ જોવા મળે છે. ‘કલાનો શહીદ’માં મિશ્રોપજાતિ તથા અનુષ્ટુપનાં ચરણોને જોડીને સિદ્ધ કરેલ છંદની આરંભ અને અંતની બે કડીઓ વચ્ચે તેમણે મિશ્રોપજાતિના પ્રવાહને બાંધ્યો છે. મિશ્રોપજાતિ – અનુષ્ટુપના મેળમાં પ્રથમ અને ત્રીજું ચરણ મિશ્રોપજાતિનું અને બીજું અને ચોથું અનુષ્ટુપનું બેકી ચરણ હોય છે. આ છંદોમેળથી લયવૈવિધ્ય સાથે લયનું સતતવાહિત્વ કવિ સિદ્ધ કરી શક્યા છે.
ઉમાશંકરે ‘શાર્દૂલવિક્રીડિત’નો પ્રયોગ પણ ક્વચિત જ કર્યો છે. ‘ગંગોત્રી’માં ‘પીંછું’ સૉનેટમાં અને ‘અભિજ્ઞા’માં ‘મહાકવિ દાન્તે’ સૉનેટમાં તે પ્રયોજ્યો છે. ‘ગંગોત્રી’માંના ‘ચિરંજીવ તંતુ’માં પ્રથમ પાંચ પંક્તિઓ શાર્દૂલવિક્રીડિતની અને છેલ્લી બે સ્રગ્ધરાની – એ રીતનો મેળ યોજ્યો છે. એ મેળ આ દીર્ઘ વર્ણમેળવાળા છંદોમાં રજૂ થયેલા ગંભીર વક્તવ્યને અનુકૂળ હોઈ રોચક લાગે છે. ‘આતિથ્ય’માં ‘યુગ્મ’ અને ‘અભિજ્ઞા’માં ‘કવિની પ્રાર્થના’ રચનાઓમાં વસ્તુએ – રૂઢિએ જ કવિને શાર્દૂલવિક્રીડિત છંદ પકડાવ્યો લાગે છે. ‘આતિથ્ય’માંની ‘બાલાશંકરને સ્વાગત’ રચનામાં બાલાશંકરની કવિત્વશક્તિના દ્યોતક શાર્દૂલવિક્રીડિત છંદનું દર્શન ન હોય તો બાળાશંકરનું સ્વાગત જ કદાચ ખામીભર્યું લાગત ! એ કાવ્યમાં છેલ્લે શાર્દૂલવિક્રીડિતની કડીમાં કવિનું અર્પણ સાર્થક બની રહે છે.
સ્રગ્ધરાનો વિનિયોગ પણ ઉમાશંકરે વિરલ જ કર્યો છે. (‘ગંગોત્રી’માં ‘યુગદ્રષ્ટા’ અને ‘વડ’ કાવ્યોમાં, ‘નિશીથ’માં ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ – એ કાવ્યમાં.) સ્રગ્ધરાના લયસૌન્દર્યનો ગંભીર ને ગૌરવાન્વિત ભાવાનુભવ કરાવતું કવિકૌશલ નીચેની પંક્તિઓમાં સહેલાઈથી જોઈ શકાશે :
{{Poem2Close}}
<poem>
'''“કુંજે ને પુષ્પપુંજે, ગિરિવરકુહરે, નૂપુરે નિર્ઝરોનાં,'''
'''સિન્ધુસ્રોતે પ્રચંડે, જલધિજલતરંગે, દિશાઅંતરાલે,'''
'''પંખીગાને સુરીલે, વન-રણ-ગગને, સ્પન્દને તારકોનાં,'''
'''સન્મંત્રો ગુંજતા’તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે.”'''</poem>
{{Right|(‘યુગદ્રષ્ટા’, ગંગોત્રી, ૧૯૬૯, પૃ. ૪૯)}}
{{Poem2Open}}
લયસૌન્દર્યને પુષ્ટ કરતો પદવિન્યાસ ને વર્ણવિન્યાસ પણ સાહિત્યરસિકો અહીં જોઈ શકશે. ‘વડ’માં સંસ્કૃતિના ગંભીર ને ગરિમાવાળા વિષયને અનુરૂપ છંદ મળ્યાની પ્રતીતિ કાવ્ય વાંચતાં થાય છે. ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’માં છંદમાં કવિને સ-વિગત વર્ણનને સમાવી લેવાની સવલત મળી છે એમ કહી શકાય. ઉમાશંકરે સ્રગ્ધરાનો નોંધપાત્ર વિનિયોગ તો છંદોમિશ્રણમાં કર્યો છે; દા. ત., ‘ચિરંજીવ તંતુ’માં, ઉપર જોયું તેમ, શાર્દૂલવિક્રીડિત સાથે. ‘નિશીથ’માં ‘મૂકમિલન’ સૉનેટમાં ૧૩ પંક્તિઓમાં વસંતતિલકા પ્રયોજ્યા બાદ ૧૪મી પંક્તિમાં સ્રગ્ધરા પ્રયોજી સૉનેટની ચોટને વધુ અસરકારક બનાવાઈ છે. ‘નિશીથ’માં ‘સાંત્વના’માં શાલિની, ચંદ્રલેખા, મંદાક્રાન્તા – આ દરેકની ક્રમશ: એકેક પંક્તિ – એમ ત્રણ અને ચોથી સ્રગ્ધરાની મૂકી કવિએ ચાર પંક્તિઓની કડી બનાવી છે :
{{Poem2Close}}
<poem>
{{Space}} '''“વ્હાલી, વિશ્વે કોડ શા જીવવાના ?'''
{{Space}} '''જીવતરકલહોના કંટકોને બિછાને ?'''
{{Space}} '''અંગે અંગે રુધિરઝરતી માનવીજાત વચ્ચે ?'''
અશ્રુ છાનાં અછાનાં, અવિરત ડૂસકાંની કલંકાવલિ જ્યાં ?”
</poem>
{{Poem2Open}}
— અહીં કવિએ શાલિની, ચંદ્રલેખા, મંદાક્રાન્તા ને સ્રગ્ધરા જેવા ગણસંધિની દૃષ્ટિએ કેટલીક રીતે સગોત્રતા સાચવતા છંદોના મેળ-મિશ્રણ દ્વારા જાણે એક નૂતન છંદનું જ રૂપ સિદ્ધ કરેલું જોઈ શકાય છે. આ સ્રગ્ધરાનો પ્રયોગ ‘ગ્રીષ્મપૂર્ણિમા’માં પણ કડીની છેલ્લી ચોથી પંક્તિરૂપે, લાક્ષણિક રીતે થયો છે. ત્રણ પંક્તિઓ વસંતતિલકા યા મિશ્રોપજાતિની હોય ને છેલ્લી ચોથી પંક્તિ સ્રગ્ધરાની હોય એ રીતનો પદ્યબંધ પણ કવિ અવારનવાર રચે છે. મિશ્રોપજાતિ જેવી ટૂંકી પંક્તિઓમાં રેલાતું વક્તવ્ય સ્રગ્ધરાની દીર્ઘ પંક્તિમાં ઝિલાતાં લાક્ષણિક ભાવ-ગતિલય સિદ્ધ કરે છે. ‘ત્રિઉર’માં કવિએ સ્રગ્ધરાનો વિનિયોગ કાવ્યાન્તર્ગત ત્રણ ખંડોમાં કર્યો છે. વસંતતિલકાની તેર પંક્તિ પછી એક પંક્તિ સ્રગ્ધરાની, ત્યારબાદ અઢાર પંક્તિ પછી એક પંક્તિ સ્રગ્ધરાની અને એ પછી પંદર પંક્તિ પછી એક પંક્તિ સ્રગ્ધરાની આવે છે. આ સ્રગ્ધરાની પંક્તિ કાવ્યની શ્લિષ્ટતાને ઉપકારક થાય છે. તે ઉપરાંત તે ભાવ-અવસ્થાના વળાંકની પણ દ્યોતક બને છે. ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’ કાવ્યમાં૧૩૧ કવિએ શાલિની, મંદાક્રાન્તા અને સ્રગ્ધરાનું મિશ્રણ કરી ત્રણેય છંદોના અંતર્ગત સમાન લયબીજની સહાયથી પોતાના વક્તવ્યને અનુકૂળ છંદનું નવીન લયરૂપ સિદ્ધ કર્યું છે; દા. ત.,
{{Poem2Close}}
<poem>
'''“ના, ના, તારુંયે કંઈ કામ મારે'''
'''ક્યારે ક્યારે કરવું પડશે.'''
'''આ સંસારે સરલ સરતાં,'''
{{Space}} તરલ તરતાં, ડૂબકાં કાંઈ ખાતાં
'''આરે આરે – કદીક મઝધારે હિલોળાઈ જાતાં –'''
'''ઝૂલ્યો કલ્લોલઝૂલે કંઈક સહી લસી ગોષ્ઠિઓ કૈં રસાળી.'''
'''ભૂલ્યો ઝાઝું તને, જો કદીક મળી ગયો,'''
{{Space}}{{Space}} દીધ મેં હાથતાળી.”
</poem>
{{Poem2Open}}
— ને આટલે જ અવતરણ પૂરું કરવાની ઇચ્છા ન થાય એવી છંદ-કલા આ કાવ્યમાં સિદ્ધ થયેલી છે. કવિએ વક્તવ્યને અનુકૂળ પ્રવાહી – નમનીય રૂપ વર્ણમેળ છંદને આપ્યું છે અને તેમાં છંદોના મિશ્રણનો અને છંદોના ખંડોની પુનરાવૃત્તિઓનો ફાળો મહત્ત્વનો છે.
ઉમાશંકરે ‘ગંગોત્રી’માં ‘પ્રશ્ન’ સૉનેટમાં તથા ‘સમયની ભવ્ય આરામગાહે’માં મંદાક્રાન્તા યોજ્યો છે. ‘પ્રશ્ન’માં “તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ છે ક્યાં ?” જેવી પંક્તિઓ સ્વાભાવિક રીતે મંદાક્રાન્તાના લયમાં ઊતરી આવતી વરતાય, આમ છતાં એ છંદ વિશે કશું નોંધપાત્ર ‘ગંગોત્રી’માં જોવા મળતું નથી. ‘નિશીથ’માં ચાર સૉનેટમાં મંદાક્રાન્તા યોજાયો છે. તો ‘આતિથ્ય’માં એક અને ‘વસંતવર્ષા’માં બે સૉનેટમાં મંદાક્રાન્તા પ્રયોજાયો છે. ‘નિશીથ’માં ‘વનફૂલ’માં કવિ મંદાક્રાન્તાની છટા વાગ્મિતાના બળથી સિદ્ધ કરતા જણાય છે. ‘મારે મોઢે મધુ ટપકતી ચૂમીઓ ના ભલે હો !’ અથવા “છેટી, છેટી ! હૃદયવીંધતી માળીની અર્થદૃષ્ટિ !”ની લયચ્છટા જે તે વાક્સંદર્ભમાં આસ્વાદ્ય બને છે. ‘સ્પંદનો’, ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ અને ‘નિશાપંથ’માં તેમ જ ‘જલનિધિતટે’ મુક્તકમાં મંદાક્રાન્તા છે. તેમણે ‘આતિથ્ય’માં ‘સંધ્યાકાશે’ સૉનેટમાં અને ‘વસંતવર્ષા’માં ‘હંપીનાં ખંડેરોમાં’ તથા ‘પેલું આવે પશુ –’ સૉનેટમાં મંદાક્રાન્તા પ્રયોજ્યો છે.
‘વસંતવર્ષા’માં ‘ચૈત્રની રાત્રિઓમાં’ મન્દાક્રાન્તા ઉલ્લાસપૂર્ણ લલિત છટા ધારણ કરે છે. આખુંયે કાવ્ય લયનો માદક પ્રભાવ પ્રગટ કરે છે ને તેમાં ભાષાનોયે ફાળો ઘણો છે. કવિના પ્રકૃતિરસ ને કલ્પનારસનો ઉત્કૃષ્ટ પરિચય આપતી આ પંક્તિઓમાં લયનો હિલ્લોલ કેવો લાક્ષણિક છે તે સહૃદય જોઈ શકશે :
{{Poem2Close}}
<poem>
'''“મૂંગી-ઘેરી કટુક-મધુરી આંગણે લીમડાની'''
'''ફેલી છાયા ગુપત સુણતી ગોઠડી મલ્લિકાની'''
'''શેરીખૂણે અરણિ પમરે, ને ભરીને અરણ્ય'''
'''લ્હેરાતી સૌરભ કરમદી ને કડાની વરેણ્ય.'''
'''પૃથ્વી પારે રમી ઢળકતો માતરિશ્વા, મુદાની'''
{{Space}} '''સંચારી ર્હે અઢળક સુધા ચૈત્રની'''
'''રાત્રિઓમાં.”'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૮)}}
{{Poem2Open}}
‘ચૈત્રની રાત્રિઓમાં’ પદાવલિ આ જ રીતે પાંચ પંક્તિની દરેક કડી સાથે ધ્રુવખંડની રીતે આવે છે અને મંદાક્રાન્તાની સાંગીતિક છટા પ્રગટ કરે છે. ‘મેઘદર્શન’માં તો કવિએ જાણે મેઘદૂતનો મંદાક્રાન્તા સિદ્ધ કર્યો ન હોય એવું એમાંના કેટલાક પદ્યખંડ વાંચતાં લાગે છે; દા. ત., ‘આજેયે તે નભ ભરી વહે સારસોના નિનાદો’–થી આરંભાતો અને ‘માર્ગે માર્ગે મનુકુલભર્યાં છે પૂરો પ્રાણપૂર્ણ’ – આ પંક્તિ આગળ પૂરો થતો ખંડ જુઓ. પદવિન્યાસ ને વર્ણવિન્યાસની પદ્ધતિ કંઈક કાલિદાસીય હોવાની લાગણી થાય છે. છંદોલય સાથેની કવિની તદાત્મતા કેવી ઊંડી છે તેનો આ પુરાવો છે. મંદાક્રાન્તાની કેટલીક ખૂબી તેમણે ખંડ-મંદાક્રાન્તાની રચનાઓમાં તેમ જ મંદાક્રાન્તા અને અન્ય છંદોના મિશ્રણવાળી રચનાઓમાં દાખવી છે. ‘આતિથ્ય’માં ‘રોમે રોમે વિરહ વિલસે’માં મંદાક્રાન્તા પંક્તિગત લયખંડોને દોહરાવી કવિએ વક્તવ્યના ભાવને ઘૂંટીને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘લાઠી સ્ટેશન પર’માં ખંડ-મંદાક્રાન્તા આ રીતના બંધે પ્રયોજાયો છે :
{{Poem2Close}}
<poem>
'''“દૂરેઽદૂરે'''
'''હૈયાં ઝૂરે'''
  '''ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.”'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૫૯)}}
{{Poem2Open}}
— ‘અદૂરે’ના ‘અ’નો અવગ્રહ કરી ગુજરાતી સંધિ (?) સિદ્ધ કરવાનું આવા દૃષ્ટાંતોમાં આ કવિને જ સૂઝે ! ‘અનાવૃષ્ટિના ઓળા’માં તેઓ મંદાક્રાન્તાના આરંભના લયખંડ – ગા ગા ગા ગા – નાં બેવડાં આવર્તન કરી નવી જ લયચ્છટા નિપજાવે છે :
{{Poem2Close}}
<poem>
'''“જોતો જોતો'''
'''આંખો બંને લ્હેતો લ્હોતો'''
{{Space}} '''દ્રુતગતિ જતી ગાડીમાં હું જતો’તો.'''
'''રે આ વ્યોમ !'''
'''ચોમાસેયે શો આ ધોમ...!'''
{{Space}} નયન ન નિચોવે લહી દીન ભોમ ?”</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૦૭)}}
{{Poem2Open}}
ઉપરના દૃષ્ટાંતમાં ‘વ્યોમ’, ‘ધોમ’ અને ‘ભોમ’માં અંત્યવર્ણ ગુરુને બદલે લઘુ મૂકી મંદાક્રાન્તાના લયરૂપને કવિ કંઈક નવો ઉઠાવ આપતા હોય એવું લાગે છે; આમ છતાં એમાં ‘નયન ન નિચોવે’ જેવામાં કર્ણક્લેશ થોડો વરતાય છે ખરો. ‘નિશીથ’માં ‘વર્ષે વર્ષે’માં કવિએ વસંતતિલકાના પ્રવાહને લગભગ સમાન તરેહ ધરાવતી મન્દાક્રાન્તાની કડી દ્વારા આરંભે અને અંતે બાંધ્યા છે, તો મંદાક્રાન્તાનો વિનિયોગ ‘મૃત્યુને’ કાવ્યમાં શાલિનીના પ્રવાહને એકસુરીલો થતો અટકાવતા મધ્યમાં વલણની રીતે કરેલો છે. કવિએ મંદાક્રાન્તાને શાલિની–ચંદ્રલેખા સાથે વાપર્યાનું ‘સાંત્વના’માં આપણે જોયું છે. ‘આશ્ચર્ય’ કાવ્યમાં બે શાલિનીની પંક્તિઓ અને છેલ્લી ત્રીજી મંદાક્રાન્તાની – એ રીતની કડીઓ બાંધી છે. ‘આરજૂ’ કાવ્યમાં બે પંક્તિઓ વસંતતિલકાની અને પછીની બે પંક્તિઓ મંદાક્રાન્તાની – એ રીતની ચાર ચાર પંક્તિઓની કડીઓ બાંધી છે. આ પ્રકારનાં છંદોમિશ્રણ બે છંદોની ભિન્ન અસરોના ગાણિતિક સરવાળારૂપ હોતાં નથી એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. શાલિની ને મન્દાક્રાન્તાના કે એ રીતે વસંતતિલકા ને મંદાક્રાન્તાના – એમ વિવિધ છંદોના પ્રવાહનો મેળ થતાં લયનું નિગૂઢ સૌન્દર્ય અભિનવ રૂપે ઊઘડતું પામી શકાય છે. ઉમાશંકરની સૂઝ છંદોમિશ્રણ માટે જે પ્રકારે છંદોલયની પસંદગી કરે છે, જે પ્રમાણમાં મિલાવટ કરે છે – તેમાં વરતાય છે. ‘વૃદ્ધનું સ્મિત’ (નિશીથ, પૃ. ૧૩૩) કાવ્યમાં છ પંક્તિઓ માલિનીની અને સાતમી પંક્તિ મંદાક્રાન્તાની – એ રીતે સાત સાત પંક્તિઓના પાંચ પદ્યખંડોનું આયોજન થયું છે. ઉમાશંકરે માલિનીનો પ્રયોગ વિરલ કર્યો છે અને તેથી તેના એક ઉદાહરણ તરીકે આ કાવ્યનું મૂલ્ય છે. ‘છ ઋતુઓ’ (‘વસંતવર્ષા’, પૃ. ૫૧)માં કવિએ મન્દાક્રાન્તાના લયને ગ્રીષ્મના કઠોર વાતાવરણના વર્ણનમાં સફળતાથી યોજ્યો છે. છેવટે તો કોઈ પણ છંદોલયની કામયાબી કવિની સર્જનપ્રતિભા પર જ નિર્ભર હોય છે :
{{Poem2Close}}
<poem>
'''“આવ્યો, આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો,'''
'''વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.'''
'''ઝોલાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;'''
'''પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.”'''
</poem>
{{Poem2Open}}
‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’<sup>૧૩૨</sup> કાવ્યમાં કવિએ મંદાક્રાન્તાનો શાલિની, સ્રગ્ધરા સાથે લાક્ષણિક રીતનો વિનિયોગ કર્યાનું આપણે જોઈ ગયા છીએ. ‘મુહૂર્ત’માં કવિએ આરંભે અને અંતે ઘટનાને ઉપસાવે એ રીતનાં વાતાવરણચિત્રો આલેખવામાં મંદાક્રાન્તાનો વિનિયોગ કર્યો છે. ‘મુહૂર્ત’નો આરંભ થાય છે “ધીમે ધીમે રવિ ઊતરતો પશ્ચિમે ખિન્ન વર્ણ” – એ પંક્તિથી અને તેનું સમાપન થાય છે “ધીમે ધીમે સ્મિત વરસતો પામતો સૂર્ય અસ્ત.” – એ પંક્તિથી. કવિની ઘટનાને સુરેખ રીતે સચોટ રીતે, ચિત્રાત્મક રીતે રજૂ કરવાની વૃત્તિ આ પ્રકારના છંદોલયના કીમિયા તરફ કવિને પ્રેરી જતી હોય છે. ઉમાશંકરે વસંતતિલકા અને મંદાક્રાન્તાના સુભગ મિશ્રણ દ્વારા સાધેલો ‘વસંતક્રાન્તા’ કવિઓએ પુન: પુન: યોજવા જેવો છંદ બની આવ્યો છે. ‘ગંગોત્રી’માં ‘કવિઓ’માં કવિએ આઠ પંક્તિઓ વસંતતિલકાની અને નવમી તે વસંતક્રાન્તાની – એમ મેળ રચ્યો છે.S વસંતતિલકાના શરૂઆતના ગાગાલગા – એ લયખંડને મન્દાક્રાન્તાના ગા ગા ગા ગા – એ લયખંડને સ્થાને ગોઠવી કવિ આ વસંતક્રાન્તા સિદ્ધ કરે છે. બીજી રીતે જોઈએ તો મંદાક્રાન્તાના ત્રીજા વર્ણને ગુરુને બદલે લઘુ કરવાથી આ છંદ સિદ્ધ થાય છે. કવિ વસંતતિલકાના પ્રવાહમાંથી વસંતક્રાન્તા ઉપર જઈ ઠરે છે એ ઘટના નોંધપાત્ર છે.
ઉમાશંકરે ‘ગંગોત્રી’માંના ‘ગિરિદવ’ (પૃ. ૯૯) કાવ્યમાં, ‘નિશીથ’માંના ‘આત્માનાં ખંડેર’માંના ‘સમય-તૃષા’ (જૂનું નામ : ‘નવી ઉષા’) સૉનેટમાં, ‘આતિથ્ય’-માંનાં ‘પ્રણયસપ્તક’માંના ‘સદય નયનો’ તથા ‘ગહન નયનો’ તેમ જ “प्रसीदत रुद्यते” સૉનેટોમાં અને ‘વસંતવર્ષા’માંના ‘પ્રણય તરુણી ! તો તો તારે –’ તથા ‘ગુરુશિખર’ સૉનેટમાં હરિણીનો પ્રયોગ કર્યો છે. ‘ગિરિદવ’માં ‘જીવન મહીં શું બાહિર આખે બળી મરવું ઠર્યું ?’ પંક્તિમાં ‘બાહર’નું ‘બાહિર’ કરી બે ગુરુમાં તેનો સમાવેશ કરવામાં ઉમાશંકરની પદ્યસૂઝ-ભાષાસૂઝ પ્રગટ થાય છે. ‘સમય-તૃષા’માં હરિણીની કોમળમધુર છટા “નીરખી’તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ”માં સિદ્ધ થતી દેખાય છે, તો ‘સદય નયનો’ અને ‘ગહન નયનો’માં હરિણીની પસંદગી ખૂબ રોચક લાગે છે. ‘પ્રણયરસનાં પ્યાસી તેની જગે બસ આ દશા ?’ અને ‘જીવતર અરે રોમે રોમે તને જ તને રટે.’ જેવી પંક્તિઓ તેમના છંદ-પ્રભુત્વની નિર્દેશક બને છે. પદોના પુનરાવર્તનથી લયચ્છટાનો ઉત્કર્ષ થતો ‘સદય નયનો’માં જોઈ શકાય છે. “प्रसीदत रुद्यते”નો સંદર્ભ ક્ષમાપ્રાર્થી રામના સંદર્ભ સાથે જોડાતાં તેનો રસાનંદ વધુ તીવ્ર થાય છે. આમાં ભાવાનુકૂળ હરિણીનો ફાળો પણ ખરો જ. ‘પ્રણય તરુણી ! તો તો તારે –’માંની આ પંક્તિ તો ભુલાય એવી નથી :
{{Poem2Close}}
<poem>
'''“પ્રણય તરુણી ! તો તો તારી કદી કરવો ન’તો.”'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૩૧)}}
26,604

edits