ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,984: Line 2,984:
'''બની રહી તે પ્રિય પ્રકૃતિલીલા.”'''</Poem>
'''બની રહી તે પ્રિય પ્રકૃતિલીલા.”'''</Poem>
{{Right|(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, પૃ. ૯૨)}}
{{Right|(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, પૃ. ૯૨)}}
{{Poem2Open}}
— વિચારકલ્પનાની ચમત્કૃતિ અને સઘન-સાર્થક ઊર્મિવશ ચોટદાર રજૂઆત અહીં જોઈ શકાશે. કવિએ ઉપર્યુક્ત મુક્તકનું મથાળું કાયમ રાખી, પહેલી બે પંક્તિઓનો પાઠ ‘સમગ્ર કવિતા’(પૃ. ૯૯)માં બદલ્યો છે !{{Poem2Close}}
<Poem>
૨. '''“નહીં જ શરૂઆત, અંત, – અણસીમ આ કાળમાં'''
'''ગણી, ગણી, પળે પળે નિશદી આંગળીવેઢપે'''
'''અરે ! વરસ વીસ ને ત્રણ જ મેં ગણ્યાં ‘માહરાં’ ?”'''</Poem>
{{Right|(‘તેવીસમે’, ગંગોત્રી, પૃ. ૧૦૬)}}
{{Poem2Open}}
— છેલ્લી પંક્તિની ચોટ ઉમાશંકરની સૂક્ષ્મ વિચારબુદ્ધિની દ્યોતક છે ને રજૂઆતની શૈલી પણ અહીં ઉમાશંકરની સ્વકીય મુદ્રા ઉપસાવતી લાગે છે. ‘માહરા ?’નું ભાવાર્થ-વિધાન ઉલ્લેખનીય છે.{{Poem2Close}}
<Poem>
૩. '''“પરાગ જો અંતરમાં હશે તો'''
'''એ પાંગરીને કદી પુષ્પ ખીલશે,'''
'''મનોરથો સ્વપ્ન મહીં હશે તો'''
'''સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.”'''</Poem>
{{Right|(‘જો...’, નિશીથ, પૃ. ૧૦૨)}}
{{Poem2Open}}
— અહીં પરંપરાગત સીધી શૈલીએ, જીવનલક્ષી સત્યનું કાવ્યાત્મક પદ્ધતિએ લાઘવપૂર્વક નિરૂપણ છે.{{Poem2Close}}
<Poem>
૪. '''“ઝૂકી વળાંક થકી દાતરડાની જેમ,'''
'''ઉતારુની ફસલ લેતી ગઈ જ ગાડી.'''
'''જોઉં પૂંઠે મુજશું કો બચ્યું, તું જ ત્યાં તો !'''
'''ગાડી ચૂક્યાં પણ ગયાં મળી આપણે બે.”'''
{{Right|(‘બે જણ’, નિશીથ, પૃ. ૧૦૮)}}
{{Poem2Open}}
– આ ઉમાશંકરનું એક સુંદર મુક્તક છે. કલ્પનાની અપૂર્વતા અને ભાવાર્થની ગહરાઈ મર્મસ્પર્શી છે.{{Poem2Close}}
<Poem>
૫. '''“એકાન્તે દિલદુખડાં રોશું,'''
'''દર્દ જૂનાં આંસુડે ધોશું,'''
'''કે આંસુથી આંસુ લ્હોશું'''
{{Space}} '''મીઠાં એકાન્તે ?”'''<Poem>
{{Right|(‘એકાન્તે’, ‘નિશીથ’, પૃ. ૧૨૪)}}
{{Poem2Open}}
— અહીંનો અંજની-પ્રયોગ તથા ‘આંસુથી આંસુ લોહવા’ની વાત રસજ્ઞોને આકર્ષક થશે.{{Poem2Close}}
<Poem>
૬. '''“યુગોની સંચેલી મધુસુરભિનો તું મધપૂડો,'''
'''કદી ચાહે તો દે રસમધુરનું બિંદુ અધરે.'''
'''તહીં એવી ખીજી, ગણગણી, મળ્યો દંશ મુજને.'''
'''શું જાણું કે મોંઘાં પ્રણયમધુ દંશે જ ઊતરે !”'''<Poem>
{{Right|(‘યુગોની સંચેલી’, નિશીથ, પૃ. ૧૩૪)}}
{{Poem2Open}}
— સુંદર મુક્તક છે. કવિની પ્રણયરસિકતાનું સરસ સૂચન અહીં મળે છે. છેલ્લી પંક્તિમાં ‘કે’ને બદલે ‘જે’ હોય તો ?...{{Poem2Close}}
<Poem>
૭. '''“મારા અરે મૌનસરોવરે આ'''
'''કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;'''
'''મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ'''
'''તરંગની વર્તુન શૃંખલામાં.”'''<Poem>
{{Right|(‘મૌન’, નિશીથ, પૃ. ૧૪૫)}}
{{Poem2Open}}
— કવિની શબ્દસંવેદનાને સચોટ રીતે વ્યક્ત કરતું, એમનાં આત્મલક્ષી મુક્તકોમાંનું આ મુક્તક વધુ જાણીતું થયેલું છે.{{Poem2Close}}
<poem>
૮. '''“સખિ, અવનિને અંગાંગે શો વસંત નશો ચડ્યો ?'''
'''સ્વર કહીં ઊઠ્યો જો તો ને ક્યાં જતો પડઘો પડ્યો !'''
'''મલયગિરિને હૈયે જાગી જરીક શી મર્મર'''
'''હિમગિરિ તણાં ત્યાં તો ગુંજી ઊઠ્યાં સહુ ગહ્વર.”'''<Poem>
{{Right|(‘વસંત’, આતિથ્ય, પૃ. ૧૦૩)}}
{{Poem2Open}}
— પ્રણયવસંતની વ્યાપક અસરને અભિવ્યક્ત કરતા આ મુક્તકમાં કવિની કલ્પનાકલા તેમ જ ભાષાસિદ્ધિ કેટલાં સંગીન છે તે તુરત સમજાય છે.{{Poem2Close}}
<poem>
૯. '''“હૈયાંની સૌ લાગણીનાં તુફાન'''
'''પીંખી રહે છે નિત ચિત્તના શઢો.'''
'''સંકલ્પનું ત્યાં દૃઢ જે સુકાન,'''
'''શ્રદ્ધા ઝગે છે ધ્રુવ વ્યોમદીવડો.”'''</poem>
{{Right|(‘મછવો’, આતિથ્ય, પૃ. ૧૫૧–૨)}}
{{Poem2Open}}
— અહીં રૂપકમાળામાં સમીકરણશૈલીથી મુક્તકરૂપને સિદ્ધ કરવાનો પ્રયાસ થયો છે.{{Poem2Close}}
<poem>
૧૦. '''“ઊર્મિ સ્થિર થઈ શબ્દે ચૈતન્યે ધબકી રહે,'''
{{Space}} '''કાવ્ય એને જ તો કહે.”'''</poem>
{{Right|(‘કવિતા’, આતિથ્ય, પૃ. ૧૫૨)}}
{{Poem2Open}}
— કવિતાની વ્યાખ્યાની મુક્તકકવિતા ! દોઢ પંક્તિની સ્તો !{{Poem2Close}}
<poem>
૧૧. '''“વેહ પડ્યે થઈ વાંસળી, પણ વસમી એને તરડ;'''
'''હૈયું શાર્યું તો ગુંજશે, પણ કદી મ થાજો બરડ.”'''</poem>
{{Right|(‘વેહ પડ્યે થઈ વાંસળી’, વસંતવર્ષા, પૃ. ૫)}}
{{Poem2Open}}
— દુહાશૈલીએ મુક્તકરૂપ અહીં સિદ્ધ થયું છે. આવાં દુહારીતિએ લખાયેલાં મુક્તકો એમની પાસેથી ભાગ્યે જ સાંપડે છે એ નોંધવું ઘટે. ‘તરડ’-‘બરડ’નું પ્રાસવિધાન પણ ધ્યાનપાત્ર છે.{{Poem2Close}}
<poem>
૧૨. '''“ ‘રાધા, લાગે તને સુવર્ણ કહે જો કેવું ?’ ‘શ્યામ !’'''
'''‘રાધા ગોરી, દીસે કેવી તું ? જો મુજ નયને !’ ‘શ્યામ !’'''
'''‘રાધા, સહિયર સહુ જઈએ; અંધારું આવશે !’ ‘શ્યામ !’'''
'''‘વાત કરું તુજ સાથ કોણ હું ?’ ‘શ્યામ, શ્યામ, અયિ શ્યામ !’ ”'''</poem>
{{Right|(‘શ્યામ’, વસંતવર્ષા, પૃ. ૧૮)}}
{{Poem2Open}}
— અહીં સંવાદશૈલીએ રાધાની ‘શ્યામ’-મયતાને કવિએ ચતુરાઈપૂર્વક ઉપસાવી પ્રણયભાવને વ્યંજિત કર્યો છે.{{Poem2Close}}
<Poem>
૧૩. '''“ઝંઝા કેરી પુત્રી છો હોય ક્રાન્તિ,'''
'''હૈયે લ્હેરે ખેતરો કેરી શાન્તિ.”'''</poem>
{{Right|(‘ઝંખના’, વસંતવર્ષા, પૃ. ૫૭)}}
{{Poem2Open}}
— અહીં આધુનિક મુક્તકશૈલીનો ચમત્કાર જોઈ શકાય.{{Poem2Close}}
<Poem>
૧૪. '''“મને મળી નિષ્ફળતા અનેક,'''
'''તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.”'''</poem>
{{Right|(‘તેથી થયો સફળ’, વસંતવર્ષા, પૃ. ૮૫)}}
{{Poem2Open}}
— અહીં વિચાર-કથનની સીધી સરળ રીતે પ્રગટ થતી ચમત્કૃતિ છે.{{Poem2Close}}
<Poem>
૧૫. '''“મારા પર ઘસાઈને ધારદાર બનીશ તું,'''
'''મને જો કાપવા ચાહે, સ્વયં ખંડિત થૈશ તું.”'''
{{Right|(‘પથ્થરની સલાહ’, વસંતવર્ષા, પૃ. ૮૯)}}
{{Poem2Open}}
— અહીં પથ્થરની સલાહરૂપે રજૂ થયેલ ઉક્તિમાં જીવનલક્ષી સત્યનું મર્મસ્પર્શી ઉદ્ઘાટન થયું છે. આમાં કવિની કલ્પનાચાતુરીનો ફાળો મહત્ત્વનો છે જ.
{{Poem2Close}}
<poem>
૧૬. '''“ઓ કેશ મારા'''
'''રાખી મને તો બસ છેક આવો,'''
'''પાકા તમે શી રીત થૈ જ ચાલ્યા ?”'''
{{Right|(‘ઓ કેશ મારા !’, વસંતવર્ષા, પૃ. ૯૭)}}</poem>
{{Poem2Open}}
— આ મુક્તકમાં કલ્પનામાં કેટલી સચોટ વ્યંજના છે તે જોવા જેવું છે.
{{Poem2Close}}
<poem>
૧૭. '''“મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,'''
'''નાનાની મોટાઈ જોઈ જીવું છું.”'''</poem>
{{Right|(‘નાનાની મોટાઈ’, વસંતવર્ષા, પૃ. ૧૦૧)}}
{{Poem2Open}}
— અનુભવના સત્યની ગહરાઈ જ મુક્તકની મનોવેધક શક્તિ દાખવનાર અહીં બને છે.
{{Poem2Close}}
<poem>
૧૮. '''“ખેલાયું દિનરાત જે હૃદયની આ રંગભૂમિ પરે,'''
'''રેલાયું રુધિરે નસેનસ મહીં જે મત્ત ગીતસ્વરે,'''
'''નેત્રે જે ચમકી કદીક સ્ફુરતું કો દિવ્ય આનંદમાં,'''
'''તે સૌન્દર્ય-રહસ્ય જીવન તણું સાક્ષાત્કરું શબ્દમાં.”'''</poem>
{{Right|(‘કવિની પ્રાર્થના’, અભિજ્ઞા, પૃ. ૧૦૮)}}
{{Poem2Open}}
— ઉમાશંકરે ‘પંક્તિઓ’ શીર્ષક હેઠળ ‘અભિજ્ઞા’માં આપેલ રચનાઓમાંની આ એક છે. આ રચના મુક્તકની આભાવાળી તો લાગે છે, એમ છતાં કવિએ આ અને બીજી રચનાઓને ‘પંક્તિઓ’માં આપીને કવિ મુક્તકથી કંઈક ઊણું ઊતરેલું હોવાનું તો સૂચવતા નથી ને ? જોકે ‘શુભ્રતા’ ને ‘નમું તે હાસ્યબ્રહ્મને’ જેવાને મુક્તકવર્ગમાં મૂકવામાં મુશ્કેલી લાગતી નથી. આપણે ‘નમું તે હાસ્યબ્રહ્મને’ મુક્તક જોઈએ :
{{Poem2Close}}
<poem>
'''“અમે સૌ જાણીએ ખાસ્સું કે મનુષ્ય અમે નથી,'''
'''છતાં સૌને અરીસામાં દેખાડે જે મનુષ્ય-શા'''
'''નિરાંતે ને હસે પોતે, નમું તે હાસ્યબ્રહ્મને.”'''</poem>
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૦૯)}}
{{Poem2Open}}
અહીં ‘હાસ્યબ્રહ્મ’ જેવા કવિનિર્મિત સામાસિક શબ્દમાં કેવી અર્થચમત્કૃતિ છે ! ‘શબ્દ’ નામક મુક્તકમાં કહે છે :
{{Poem2Close}}
<poem>
'''“મૌન તારો તાગ લેવા'''
'''શબ્દ થઈ દઉં કાળજળમાં'''
{{Space}}   ડૂબકી.”</poem>
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૦૯)}}
{{Poem2Open}}
‘ધારાવસ્ત્ર’માં કેટલીક લઘુકાવ્યરચનાઓ છે; જેમ કે, ‘ફરફરાટ’, ‘કળશની ચમક’, ‘ડુંગરોના પડછાયા’, ‘ઝાડ પર કુહાડાના–’, ‘રંગીન સેતુ’, ‘પતંગ-ઋતુ’, ‘કવિ’, ‘વસંત છે’ અને ‘લઢ્યો ઘણું’. કેટલાક નમૂનામાં ઉમાશંકરના કવિત્વનું કેવું પ્રવર્તન છે તે જોવું ગમશે :
{{Poem2Close}}
<poem>
'''“કાળપટ કોઈની આંગળીઓમાં આવ્યું છે ?'''
'''કાળપટનું પોત કોઈએ જોયું છે ?'''
'''સ્થળને ખભે લહેરાયાં કરે'''
'''નવું-નવતેરું અનેરું કાળ-ઉત્તરીય'''
'''એ ફરફરાટ કોઈના હૈયે સંઘરાયો છે ?”'''</poem>
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૨૨)}}
{{Poem2Open}}
— અહીં સ્થળના ખભે લહેરાતા કાળ-ઉત્તરીયની કલ્પનામાં નાવીન્ય છે – તાજગી છે.
‘ડુંગરોના પડછાયા’માં ‘પાનખરતાં ઝાંખરાં ડુંગરોનો બરડો ખંજવાળે છે’ કુહાડાના – એ કલ્પના આકર્ષક છે તો સંવેદનની સૂક્ષ્મતા ને સ-ચોટતા ‘ઝાડ પર કુહાડાના–’માં છે. ઘા લાગતાં કડડડ પડતા ઝાડના થડની સાથે જ કવિ ઝાડના થડનો ટેકો જતાં ડુંગર પર ફસડાઈ પડ્યાનો જે ભાવ અનુભવે છે તે અપૂર્વ ને અસરકારક છે. (ધારાવસ્ત્ર, પૃ. ૩૦) વળી મેઘધનુની ‘રંગીન સેતુ’ તરીકેની ઓળખ સવિશેષ મર્મસ્પર્શી થાય છે તેના સ્વર્ગસ્પર્શી પૃથ્વીથી પૃથ્વી સુધીના સેતુબંધના કારણે. (ધારાવસ્ત્ર, પૃ. ૩૬)
વળી ‘ધારાવસ્ત્ર’ સુધીમાં કવિની નજરે જે કંઈ પ્રત્યક્ષ થાય તેને કંઈક અનોખી રીતે જોવાની કળા–ખૂબી પણ પામી લીધી છે ને તેનો જાદુ જેમ ‘એક ઝાડ...’માં તેમ ‘પતંગ-’જેવી લઘુ કાવ્યરચનામાં પણ પામી શકાય છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) ‘વસંત છે’માં ઉમાશંકરની વક્રવ્યાપારશાલિની કવિપ્રતિભાનો તેજ-તિખારો સીધો હૈયાને ન લાગે તો જ નવાઈ. ભારતમાં કટોકટીનો મામલો કલાકારની મુક્તિના પ્રબળ પ્રહરી આ કવિને કેવો હચમચાવે છે તેના અંદાજ નીચેની રચનામાંથી આવે છે :
{{Poem2Close}}
26,604

edits

Navigation menu