ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 281: Line 281:
ઉમાશંકરે ગાંધીજીના રક્તબિન્દુમાં વિશ્વ જેવડું વિશાળ પ્રેમ સ્વરૂપ પ્રગટેલું જોયું છે એમાં જ એમને પરમાત્માનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૭) ઉમાશંકરને માનવદેહને સંગોપતા ખાદીના તારમાં ગાંધીજીના શ્વાસનો પ્રેમલ ધાગો ભળેલો વરતાય છે. એમનું અવસાન ઈશુના અવસાન વખતની સૃષ્ટિની સ્થિતિનો પરચો ઉમાશંકરને આપી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૬૨)
ઉમાશંકરે ગાંધીજીના રક્તબિન્દુમાં વિશ્વ જેવડું વિશાળ પ્રેમ સ્વરૂપ પ્રગટેલું જોયું છે એમાં જ એમને પરમાત્માનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૭) ઉમાશંકરને માનવદેહને સંગોપતા ખાદીના તારમાં ગાંધીજીના શ્વાસનો પ્રેમલ ધાગો ભળેલો વરતાય છે. એમનું અવસાન ઈશુના અવસાન વખતની સૃષ્ટિની સ્થિતિનો પરચો ઉમાશંકરને આપી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૬૨)


ઉમાશંકરે માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનું દર્શન ગાંધીજીના જીવનકાર્યમાં કર્યું છે. ગાંધીજીનું મહિમાગાન ઉમાશંકર ‘ગાંધીવાદી’ છે ને માટે કરે છે એવું નથી. તેઓ માનવતાપ્રેમી હોઈ ગાંધીપ્રેમી બન્યા છે, ‘ગાંધીવાદી’S તો નહિ જ. આમેય ‘વિશાળ ઉરભાવ વિસ્તર અસીમ દેશે અયે !’૪૯ એમ કહેનાર કવિ કોઈ ફિરકામાં પોતાને ખરેખર ગોઠવી શકે એમ લાગતું નથી. તેઓ સામ્યવાદી અને સમાજવાદીની, ગાંધીવાદીની, આસ્તિક તથા નાસ્તિકની, કલાવાદીની ને સંસ્કારસેવકની – આ રીતે વિવિધ મત-માન્યતા-વાદવાળાઓની ભાષામાં બોલતા લાગે છે ખરા, પરંતુ પ્રસંગાનુસાર જુદા જુદા રંગ દાખવતી એમની ભાષામાં માનવપ્રેમનો રંગ જ ખરો શાશ્વત રંગ છે. પરંપરાભક્તિ ને પક્ષિલતા, ઊર્મિલતા ને ભાવનામુગ્ધતા – આ બધાંની વચ્ચે શાશ્વત માનવમૂલ્યોની માવજતનો – માનવસમાજની પ્રતિષ્ઠાનો ખ્યાલ જ મુખ્ય – બુલંદ રહ્યો છે.
ઉમાશંકરે માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનું દર્શન ગાંધીજીના જીવનકાર્યમાં કર્યું છે. ગાંધીજીનું મહિમાગાન ઉમાશંકર ‘ગાંધીવાદી’ છે ને માટે કરે છે એવું નથી. તેઓ માનવતાપ્રેમી હોઈ ગાંધીપ્રેમી બન્યા છે, ‘ગાંધીવાદી’(તેમણે પોતે ગાંધીવાદી હોવાનો રદિયો આપ્યો છે – ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ હતા નહીં એમ સૂચવીને !) તો નહિ જ. આમેય ‘વિશાળ ઉરભાવ વિસ્તર અસીમ દેશે અયે !’૪૯ એમ કહેનાર કવિ કોઈ ફિરકામાં પોતાને ખરેખર ગોઠવી શકે એમ લાગતું નથી. તેઓ સામ્યવાદી અને સમાજવાદીની, ગાંધીવાદીની, આસ્તિક તથા નાસ્તિકની, કલાવાદીની ને સંસ્કારસેવકની – આ રીતે વિવિધ મત-માન્યતા-વાદવાળાઓની ભાષામાં બોલતા લાગે છે ખરા, પરંતુ પ્રસંગાનુસાર જુદા જુદા રંગ દાખવતી એમની ભાષામાં માનવપ્રેમનો રંગ જ ખરો શાશ્વત રંગ છે. પરંપરાભક્તિ ને પક્ષિલતા, ઊર્મિલતા ને ભાવનામુગ્ધતા – આ બધાંની વચ્ચે શાશ્વત માનવમૂલ્યોની માવજતનો – માનવસમાજની પ્રતિષ્ઠાનો ખ્યાલ જ મુખ્ય – બુલંદ રહ્યો છે.
ઉમાશંકર માનવજાતિના આશક છે.+ તેથી તો તેમને માનવના ઇતિહાસમાં, એની સંસ્કાર-સંસ્કૃતિની ગાથામાં રસ પડે છે. ‘વિરાટ પ્રણય’માં તેમણે માનવજાતિનો ઇતિહાસ આપી, છેવટે તો માનવપ્રેમી કવિના ભાવથી આ જ વાંછ્યું છે : {{Poem2Close}}
ઉમાશંકર માનવજાતિના આશક છે. (યુદ્ધદેવ કરતાંય પોતાની માનવભૂખ વિશેષ હોવાનું તેઓ એક કાવ્યમાં કહે છે !) તેથી તો તેમને માનવના ઇતિહાસમાં, એની સંસ્કાર-સંસ્કૃતિની ગાથામાં રસ પડે છે. ‘વિરાટ પ્રણય’માં તેમણે માનવજાતિનો ઇતિહાસ આપી, છેવટે તો માનવપ્રેમી કવિના ભાવથી આ જ વાંછ્યું છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
'''“રહો તું ચાહવા જેવી હુંથી કે અન્ય કોઈથી,'''
'''“રહો તું ચાહવા જેવી હુંથી કે અન્ય કોઈથી,'''
'''એટલી ઉદ્ભવી તુંને ચ્હાતાં ચ્હાતાં જ ઝંખના.'''</Poem>
'''એટલી ઉદ્ભવી તુંને ચ્હાતાં ચ્હાતાં જ ઝંખના.'''</Poem>
___________________________________
S <small>તેમણે પોતે ગાંધીવાદી હોવાનો રદિયો આપ્યો છે – ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ હતા નહીં એમ સૂચવીને !</small>
+<small>યુદ્ધદેવ કરતાંય પોતાની માનવભૂખ વિશેષ હોવાનું તેઓ એક કાવ્યમાં કહે છે !</small>


<Poem>
<Poem>
Line 311: Line 305:


{{Poem2Open}}
{{Poem2Open}}
માનવસ્નેહનું આ પ્રબળ તત્ત્વ – એ સ્નેહની પ્રબળ ગતિ જેમ એમની ગાંધી-કવિતામાં તેમ જ સ્વાતંત્ર્ય-કવિતામાં, ભારત ને ગુજરાતવિષયક કવિતામાં, પ્રણય અને પ્રકૃતિની કવિતામાં તથા કવિતાવિષયક કવિતામાં વિવિધ રૂપે જોવા મળે છે. માત્ર ભારતીય હોવાને કારણે જ શા માટે, ખાસ તો માનવતાનાં મૂલ્યોના પુરસ્કર્તા હોવાને કારણે ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના પણ સમર્થક બની રહે છે. નરસિંહરાવને જે સંકુચિત દેશાભિમાનનો ભય હતો તે ઉમાશંકરના ‘હું ગૂર્જર ભારતવાણી’૫૦ના ઉદ્ગારોમાં જરાય વરતાતો નથી, ઊલટું, એમાં તો ભારતીય સંસ્કૃતિની માનવ્યલક્ષી વિશાળ દૃષ્ટિ જોવા મળે છે. ઉમાશંકરને મન ભારત લખચોરસ કોસોમાં વિસ્તરેલી જડ ભૂમિ નથી, એ તો મૃદુ માટીથી ઘડ્યા ભડવીર પ્રાણની ઊર્મિ છે; ભારત તો જગની જમાત વચ્ચે ‘મનકૂલ-મનનની ધારા’S છે.૫૧ ભારતને – હિંદને એમણે પ્રત્યેક હિન્દીમાં જોયું છે.+ ભારત માનવતામાર્ગે નમ્ર પ્રવાસી હોઈ તેના પ્રત્યે તેઓ પ્રગાઢ ખેંચાણ અનુભવે છે.૫૨ ભલે ભારતમાતાની હાલત ખરાબ હોય, તેની પરિસ્થિતિ જીર્ણ મહાવડ જેવી હોય, પણ તેનામાં પ્રાણતત્ત્વ ભરપૂર છે. તેની માતા તરીકેની કલ્પના કરતાં તેઓ તેની પ્રાણદાયિની મંગલમૂર્તિને આ રીતે રજૂ કરે છે :{{Poem2Close}}
માનવસ્નેહનું આ પ્રબળ તત્ત્વ – એ સ્નેહની પ્રબળ ગતિ જેમ એમની ગાંધી-કવિતામાં તેમ જ સ્વાતંત્ર્ય-કવિતામાં, ભારત ને ગુજરાતવિષયક કવિતામાં, પ્રણય અને પ્રકૃતિની કવિતામાં તથા કવિતાવિષયક કવિતામાં વિવિધ રૂપે જોવા મળે છે. માત્ર ભારતીય હોવાને કારણે જ શા માટે, ખાસ તો માનવતાનાં મૂલ્યોના પુરસ્કર્તા હોવાને કારણે ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના પણ સમર્થક બની રહે છે. નરસિંહરાવને જે સંકુચિત દેશાભિમાનનો ભય હતો તે ઉમાશંકરના ‘હું ગૂર્જર ભારતવાણી’૫૦ના ઉદ્ગારોમાં જરાય વરતાતો નથી, ઊલટું, એમાં તો ભારતીય સંસ્કૃતિની માનવ્યલક્ષી વિશાળ દૃષ્ટિ જોવા મળે છે. ઉમાશંકરને મન ભારત લખચોરસ કોસોમાં વિસ્તરેલી જડ ભૂમિ નથી, એ તો મૃદુ માટીથી ઘડ્યા ભડવીર પ્રાણની ઊર્મિ છે; ભારત તો જગની જમાત વચ્ચે ‘મનકૂલ-મનનની ધારા’(ઉશનસે્ ઉમાશંકરની વાણીને પણ સોત્સાહ ‘મનુકૂલ-મનનની ધારા’ તરીકે ઓળખાવી છે ! (ઉપસર્ગ, પૃ. ૧૯) છે.૫૧ ભારતને – હિંદને એમણે પ્રત્યેક હિન્દીમાં જોયું છે.(‘હર એક હિંદી હિંદ છે.’ (વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૦૫) ભારત માનવતામાર્ગે નમ્ર પ્રવાસી હોઈ તેના પ્રત્યે તેઓ પ્રગાઢ ખેંચાણ અનુભવે છે.૫૨ ભલે ભારતમાતાની હાલત ખરાબ હોય, તેની પરિસ્થિતિ જીર્ણ મહાવડ જેવી હોય, પણ તેનામાં પ્રાણતત્ત્વ ભરપૂર છે. તેની માતા તરીકેની કલ્પના કરતાં તેઓ તેની પ્રાણદાયિની મંગલમૂર્તિને આ રીતે રજૂ કરે છે :{{Poem2Close}}
 
_______________________________________
 
S<small>ઉશનસે્ ઉમાશંકરની વાણીને પણ સોત્સાહ ‘મનુકૂલ-મનનની ધારા’ તરીકે ઓળખાવી છે ! (ઉપસર્ગ, પૃ. ૧૯)</small>
 
+<small>‘હર એક હિંદી હિંદ છે.’ (વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૦૫)</small>


<Poem>
<Poem>
Line 327: Line 315:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ ભારતમાતા તથા મા ગુર્જરીની અવદશા માનવતાનાં મૂલ્યોના વિઘાતે જ થતી હોવાની એમની ચિકિત્સા છે ને તેથી જ એ મૂલ્યો માટે ઝૂઝવામાં મનુષ્યધર્મ-યુગધર્મ-રાષ્ટ્રધર્મ-કવિધર્મ એમને દેખાય છે. ઉમાશંકરનો માનવ્યરસ એમના સાહિત્યરસને – શબ્દરસને એકંદરે ઉપકારક જ થયેલો દેખાય છે. શબ્દની શક્તિ – શબ્દનું તેજ તે કેટલો માનવને ઉપકારક છે તે પરથી જ એની અંતિમ કસોટીમાં અંદાજવાનું રહે. ઉમાશંકરે શબ્દ વધુ ને વધુ માનવ્યોપકારક કેમ બને તેની ચિંતા કરી છે. ‘મુખે સમરગાન હો !’ની અભિલાષા પોતાની પૂર્તિ માટે ‘પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો !’ – એવી અપેક્ષા રાખે જ છે. ઉમાશંકરે શબ્દને મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ શબ્દ જેને માટે છે તેને વધુ મહત્ત્વ આપ્યાનુંયે કેટલાક દાખલાઓમાં બન્યું છે. ‘ધ્રુવતારલી’માં સ્વતંત્રતાને કારણે મરણની પણ તૈયારી – અલબત્ત, ભાવનાના ઉદ્રેકમાં – સૂચવાઈ છે, આમ છતાં ‘વિશ્વકાવ્યજનની’ – એવી કવિતા પ્રત્યેની એમની નિષ્ઠા તથા પ્રીતિ પણ સાચી ને દૃઢમૂલ છે. તેઓ જાણે છે કે મુક્તિ વિના માણસાઈ કે કવિતા – બેમાંથી કોઈ સલામત નથી, ઉત્કર્ષની તો પછી વાત જ શું કરવી ? તેમની સ્વતંત્રતા માટેની દોડમાં યૌવનસહજ ઉત્સાહ, મુગ્ધતા, સ્વપ્નિલતા, આદર્શપરાયણતા સાથે મુક્તિના જીવનગત ને કલાગત મૂલ્યની પ્રતીતિ પણ કારણભૂત લાગે છે. કવિ જનશક્તિના પોતે પ્રતિનિધિ હોવાનો ભાવ મુક્તિની હવામાં જ અનુભવી શકે. ‘જનશક્તિ હું’-માંથી તેનું સૂચન પામી શકાય.૫૩ મુક્તિનો આદર્શ જો આકર્ષક છે, તો મુક્તિનો સંઘર્ષ કઠોર અને કઠિન છે. ઉમાશંકરે મુક્તિના આદર્શને ભાષામાં ઠીક ચગાવ્યો છે, પરંતુ મુક્તિના સંઘર્ષનું જે મર્મભેદક આલેખન જોઈએ તે પ્રમાણમાં ઓછું મળે છે. કદાચ એનું કારણ મુક્તિનો આદર્શ – કલાકારની મુક્તિનો આદર્શ પોતાની અંદરથી પૂરેપૂરો ઊગે – વિકસે – એવું બને તે પહેલાં બહારથી એ આદર્શે આવીને એમનો કબજો લઈ લીધો જણાય છે. એ આદર્શ ક્રમશ: વિકસતો, ટકતો ગજું કાઢે છે ને પછી કવિને જ માર્મિકતાથી પૂછે છે : ક્યાં છે કવિતા ? ‘શૂરસંમેલન’ જેવું એકાદ કાવ્ય જોતાં પણ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ શકશે. ‘ગુલામ’ જેવા કાવ્યમાં કવિની અનુભૂતિનું બળ જે રીતે વિશિષ્ટ કાવ્યરૂપમાં પ્રગટ થયેલું અનુભવી શકાય છે એવું બીજે ઓછાં કાવ્યોમાં બને છે{{Poem2Close}}
આ ભારતમાતા તથા મા ગુર્જરીની અવદશા માનવતાનાં મૂલ્યોના વિઘાતે જ થતી હોવાની એમની ચિકિત્સા છે ને તેથી જ એ મૂલ્યો માટે ઝૂઝવામાં મનુષ્યધર્મ-યુગધર્મ-રાષ્ટ્રધર્મ-કવિધર્મ એમને દેખાય છે. ઉમાશંકરનો માનવ્યરસ એમના સાહિત્યરસને – શબ્દરસને એકંદરે ઉપકારક જ થયેલો દેખાય છે. શબ્દની શક્તિ – શબ્દનું તેજ તે કેટલો માનવને ઉપકારક છે તે પરથી જ એની અંતિમ કસોટીમાં અંદાજવાનું રહે. ઉમાશંકરે શબ્દ વધુ ને વધુ માનવ્યોપકારક કેમ બને તેની ચિંતા કરી છે. ‘મુખે સમરગાન હો !’ની અભિલાષા પોતાની પૂર્તિ માટે ‘પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો !’ – એવી અપેક્ષા રાખે જ છે. ઉમાશંકરે શબ્દને મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ શબ્દ જેને માટે છે તેને વધુ મહત્ત્વ આપ્યાનુંયે કેટલાક દાખલાઓમાં બન્યું છે. ‘ધ્રુવતારલી’માં સ્વતંત્રતાને કારણે મરણની પણ તૈયારી – અલબત્ત, ભાવનાના ઉદ્રેકમાં – સૂચવાઈ છે, આમ છતાં ‘વિશ્વકાવ્યજનની’ – એવી કવિતા પ્રત્યેની એમની નિષ્ઠા તથા પ્રીતિ પણ સાચી ને દૃઢમૂલ છે. તેઓ જાણે છે કે મુક્તિ વિના માણસાઈ કે કવિતા – બેમાંથી કોઈ સલામત નથી, ઉત્કર્ષની તો પછી વાત જ શું કરવી ? તેમની સ્વતંત્રતા માટેની દોડમાં યૌવનસહજ ઉત્સાહ, મુગ્ધતા, સ્વપ્નિલતા, આદર્શપરાયણતા સાથે મુક્તિના જીવનગત ને કલાગત મૂલ્યની પ્રતીતિ પણ કારણભૂત લાગે છે. કવિ જનશક્તિના પોતે પ્રતિનિધિ હોવાનો ભાવ મુક્તિની હવામાં જ અનુભવી શકે. ‘જનશક્તિ હું’-માંથી તેનું સૂચન પામી શકાય.૫૩ મુક્તિનો આદર્શ જો આકર્ષક છે, તો મુક્તિનો સંઘર્ષ કઠોર અને કઠિન છે. ઉમાશંકરે મુક્તિના આદર્શને ભાષામાં ઠીક ચગાવ્યો છે, પરંતુ મુક્તિના સંઘર્ષનું જે મર્મભેદક આલેખન જોઈએ તે પ્રમાણમાં ઓછું મળે છે. કદાચ એનું કારણ મુક્તિનો આદર્શ – કલાકારની મુક્તિનો આદર્શ પોતાની અંદરથી પૂરેપૂરો ઊગે – વિકસે – એવું બને તે પહેલાં બહારથી એ આદર્શે આવીને એમનો કબજો લઈ લીધો જણાય છે. એ આદર્શ ક્રમશ: વિકસતો, ટકતો ગજું કાઢે છે ને પછી કવિને જ માર્મિકતાથી પૂછે છે : ક્યાં છે કવિતા ? ‘શૂરસંમેલન’ જેવું એકાદ કાવ્ય જોતાં પણ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ શકશે. ‘ગુલામ’ જેવા કાવ્યમાં કવિની અનુભૂતિનું બળ જે રીતે વિશિષ્ટ કાવ્યરૂપમાં પ્રગટ થયેલું અનુભવી શકાય છે એવું બીજે ઓછાં કાવ્યોમાં બને છે (આવા સરસ કાવ્યને વિશે પન્ના નાયક લખે છે : `The poem moves in a predictable pattern catalouging nothing that is not obvious. There is hardly any or the freshness of discovery that is essential to good poetry. The poem actually sounds wores in the original because of the padantry of sanskritised diction.' (`Journal of South Asian Literature, P. ૮૬). પન્ના નાયકનાં કાવ્ય વિશેનાં ગૃહીતો જ ‘ગુલામ’ના કવિતાતત્ત્વના આકલનમાં કેટલેક અંશે અવરોધરૂપ થયેલાં સમજાય છે.){{Poem2Close}}
 
________________________
 
<small>આવા સરસ કાવ્યને વિશે પન્ના નાયક લખે છે : `The poem moves in a predictable pattern catalouging nothing that is not obvious. There is</small>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 355: Line 339:
{{Right|(‘વસંત છે’, ધારાવસ્ત્ર, પૃ. ૫૫)}}
{{Right|(‘વસંત છે’, ધારાવસ્ત્ર, પૃ. ૫૫)}}


____________________________________________________
<small>hardly any or the freshness of discovery that is essential to good poetry. The poem actually sounds wores in the original because of the padantry of sanskritised diction.' (`Journal of South Asian Literature, P. ૮૬)
પન્ના નાયકનાં કાવ્ય વિશેનાં ગૃહીતો જ ‘ગુલામ’ના કવિતાતત્ત્વના આકલનમાં કેટલેક અંશે અવરોધરૂપ થયેલાં સમજાય છે.</small>


{{Poem2Open}}
{{Poem2Open}}
આ વિકાસવાંછા પાછળ મનુષ્યત્વની દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાની વૃત્તિ કારણભૂત છે. ‘રખડુના ગીત’(નિશીથ, પૃ. ૨૨)માં માનવમેળા+માં ભળી જવાનું કહે છે તે પણ પૃથ્વીનો ક્ષિતિજઉંબર ઠેકવાનું બળ મળે તે માટે. ઉમાશંકરનું નિશાન જીવનમાં હંમેશાં ઊંચું રહ્યું છે ને તેથી નિષ્ફળતાઓના અનુભવે પણ આવું લખવાનું પ્રાપ્ત થઈ શકે છે : {{Poem2Close}}
ઉમાશંકરની વિકાસવાંછા અત્યંત પ્રબળ છે. ‘ગંગોત્રી’માં તો અવારનવાર તે અભિવ્યક્ત થઈ છે. (તે પછીના ‘નિશીથ’માં પણ વિકાસવાંછા – વિકાસોન્મુખતા જયંત પાઠકને પ્રતીત થઈ છે તે અત્રે ઉલ્લેખવું ઘટે. ‘ભાવયિત્રી’, ૧૯૭૪, પૃ. ૮૯). આ વિકાસવાંછા પાછળ મનુષ્યત્વની દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાની વૃત્તિ કારણભૂત છે. ‘રખડુના ગીત’(નિશીથ, પૃ. ૨૨)માં માનવમેળા(આ રખડવાની ને માનવમેળામાં ભળી જવાની વાતમાં તે જમાનાની આબોહવા કારણભૂત હશે ? ન્હાનાલાલે સ્વૈરવિહારી ધૂમકેતુની ભાવના રમતી મૂકેલી. રવીન્દ્રનાથે માનવમેળાના રસાકર્ષણનો મહિમા કરેલો. અરે ! સરસ્વતીચંદ્ર પણ રખડવાનો પક્ષકાર છે ! ને કાકાસાહેબનો ‘રખડવાનો આનંદ’ કોને અજાણ્યો છે ? આ વાત પછી ‘નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ’માં રાજેન્દ્ર દ્વારા પણ પ્રગટ થઈ છે.)માં ભળી જવાનું કહે છે તે પણ પૃથ્વીનો ક્ષિતિજઉંબર ઠેકવાનું બળ મળે તે માટે. ઉમાશંકરનું નિશાન જીવનમાં હંમેશાં ઊંચું રહ્યું છે ને તેથી નિષ્ફળતાઓના અનુભવે પણ આવું લખવાનું પ્રાપ્ત થઈ શકે છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 372: Line 350:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે જે યુગમાં કલમ ઉપાડી તે યુગમાં ઔદ્યોગિક પરિબળોએ વ્યષ્ટિ-સમષ્ટિજીવનમાં પ્રેરેલ ક્રાંતિમૂલક ઘટનાઓ તથા પરિવર્તનો પરંપરાગત જીવનમૂલ્યો વિશે ફેરવિચારણા કરવાની ફરજ પાડે એ પ્રકારની સ્થિતિ હતી. પ્રગતિવાદી વિચારધારા પણ ત્યારે પ્રવર્તમાન હતી. ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી જ ઉપાડી લીધું હતું.’X વૈજ્ઞાનિક-બૌદ્ધિક અભિગમના આગ્રહ સાથે માનવતાવાદી ધોરણોનો જીવનનાં સર્વ ક્ષેત્રે પ્રચાર-પ્રસાર થતો જતો હતો. એક બાજુ ઉદ્યોગો ને સમૃદ્ધિ તો બીજી બાજુ બેકારી ને ગરીબી; એક બાજુ વિજ્ઞાન ને સુખસગવડો તો બીજી બાજુ તંત્રગ્રસ્તતા ને યુદ્ધખોરી – એક એવી વિષમ પરિસ્થિતિ દિનપ્રતિદિન ઘેરી થતી જતી હતી કે માનવતાવાદીઓને માનવજીવનની કારવાં વિશે નવેસરથી, મૂળભૂત રીતે વિચારવાની જરૂર ઊભી થઈ. એક બાજુ બુદ્ધના ‘વિજ્ઞાન’નું ‘નિર્વાણ’ હતું ને બીજી બાજુ આઇન્સ્ટાઇનના વિજ્ઞાનનું નિર્વાણ. બુદ્ધના નિર્વાણની જગતને આજે, આ પૂર્વે ક્યારેય {{Poem2Close}}
ઉમાશંકરે જે યુગમાં કલમ ઉપાડી તે યુગમાં ઔદ્યોગિક પરિબળોએ વ્યષ્ટિ-સમષ્ટિજીવનમાં પ્રેરેલ ક્રાંતિમૂલક ઘટનાઓ તથા પરિવર્તનો પરંપરાગત જીવનમૂલ્યો વિશે ફેરવિચારણા કરવાની ફરજ પાડે એ પ્રકારની સ્થિતિ હતી. પ્રગતિવાદી વિચારધારા પણ ત્યારે પ્રવર્તમાન હતી. ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી જ ઉપાડી લીધું હતું.’(તેઓ જણાવે છે : `I was one of the pioneers of the Progressive Movement in Indian Literature.' (Journal of South Asian Literature, p. ૫). ભોગીલાલ ગાંધી પણ ‘મિતાક્ષર’(૧૯૭૦)માં ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી ઉપાડી લીધું હતું’ એમ જણાવે જ છે. (પૃ. ૧૨૮)) વૈજ્ઞાનિક-બૌદ્ધિક અભિગમના આગ્રહ સાથે માનવતાવાદી ધોરણોનો જીવનનાં સર્વ ક્ષેત્રે પ્રચાર-પ્રસાર થતો જતો હતો. એક બાજુ ઉદ્યોગો ને સમૃદ્ધિ તો બીજી બાજુ બેકારી ને ગરીબી; એક બાજુ વિજ્ઞાન ને સુખસગવડો તો બીજી બાજુ તંત્રગ્રસ્તતા ને યુદ્ધખોરી – એક એવી વિષમ પરિસ્થિતિ દિનપ્રતિદિન ઘેરી થતી જતી હતી કે માનવતાવાદીઓને માનવજીવનની કારવાં વિશે નવેસરથી, મૂળભૂત રીતે વિચારવાની જરૂર ઊભી થઈ. એક બાજુ બુદ્ધના ‘વિજ્ઞાન’નું ‘નિર્વાણ’ હતું ને બીજી બાજુ આઇન્સ્ટાઇનના વિજ્ઞાનનું નિર્વાણ. બુદ્ધના નિર્વાણની જગતને આજે, આ પૂર્વે ક્યારેય {{Poem2Close}}
 
 
 
_________________________________________________
 
S<small>તે પછીના ‘નિશીથ’માં પણ વિકાસવાંછા – વિકાસોન્મુખતા જયંત પાઠકને પ્રતીત થઈ છે તે અત્રે ઉલ્લેખવું ઘટે. ‘ભાવયિત્રી’, ૧૯૭૪, પૃ. ૮૯)</small>
+<small>આ રખડવાની ને માનવમેળામાં ભળી જવાની વાતમાં તે જમાનાની આબોહવા કારણભૂત હશે ? ન્હાનાલાલે સ્વૈરવિહારી ધૂમકેતુની ભાવના રમતી મૂકેલી. રવીન્દ્રનાથે માનવમેળાના રસાકર્ષણનો મહિમા કરેલો. અરે ! સરસ્વતીચંદ્ર પણ રખડવાનો પક્ષકાર છે ! ને કાકાસાહેબનો ‘રખડવાનો આનંદ’ કોને અજાણ્યો છે ? આ વાત પછી ‘નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ’માં રાજેન્દ્ર દ્વારા પણ પ્રગટ થઈ છે.</small>
x<small>તેઓ જણાવે છે : `I was one of the pioneers of the Progressive Movement in Indian Literature.' (Journal of South Asian Literature, p. ૫)</small>
<small>ભોગીલાલ ગાંધી પણ ‘મિતાક્ષર’(૧૯૭૦)માં ‘મુંબઈમાંના ગુજરાતી પ્રગતિશીલ આંદોલનનું નેતૃત્વ તો શ્રી ઉમાશંકર જોશીએ આરંભથી ઉપાડી લીધું હતું’ એમ જણાવે જ છે. (પૃ. ૧૨૮)</small>
 


{{Poem2Open}}
{{Poem2Open}}
નહોતી એટલી ગરજ પડી છે ને આઇન્સ્ટાઇને પણ પોતાના જીવનમાં એની જ ખોજ ચલાવી છે.૫૫ આજનાં આ યંત્રોની વચ્ચે મનુષ્ય જાણે યંત્ર બનતો જાય છે, એનો ચહેરો ભૂંસાતો જાય છે.S
નહોતી એટલી ગરજ પડી છે ને આઇન્સ્ટાઇને પણ પોતાના જીવનમાં એની જ ખોજ ચલાવી છે.૫૫ આજનાં આ યંત્રોની વચ્ચે મનુષ્ય જાણે યંત્ર બનતો જાય છે, એનો ચહેરો ભૂંસાતો જાય છે.(ઉમાશંકરે આ જમાનાને ‘age of a faceless man’ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ યંત્રવૈજ્ઞાનિક વિકાસે યંત્ર-માનવને (‘રોબો’ને) જીવનમાં કેન્દ્રસ્થાન આપ્યું જણાય છે. આ મંતવ્ય માટે જુઓ એમનો ‘કેળવણીનો કોળિયો’ ગ્રંથ (૧૯૭૭), પૃ. ૨૫૫–૬.)
ઉમાશંકરે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં સ્પષ્ટ રીતે ‘યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો’ હોવાનું દર્શાવતાં “મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું” – એવી સ્પષ્ટતાયે આપી છે ‘અજબ માનવીજીવન’ના ચાહક ઉમાશંકર માનવ અને માનવતાને રહેંસતી યુદ્ધખોરી – શોષણખોરી વગેરેને; દ્વેષ-ધિક્કાર આદિને બરદાસ્ત ન જ કરી શકે એ સ્પષ્ટ છે. આમ છતાં એક તટસ્થ કવિ-કલાકારની સાહજિક ને સ્વાભાવિક ઉદારદૃષ્ટિથી તેઓ આ અસતનાં – દૂરિત આદિનાં તત્ત્વો નકારાત્મક રીતેય જીવનને ઉપકારક થતાં રહેતાં હોવાનું સ્વીકારી લે છે ખરા !
ઉમાશંકરે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં સ્પષ્ટ રીતે ‘યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો’ હોવાનું દર્શાવતાં “મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું” – એવી સ્પષ્ટતાયે આપી છે ‘અજબ માનવીજીવન’ના ચાહક ઉમાશંકર માનવ અને માનવતાને રહેંસતી યુદ્ધખોરી – શોષણખોરી વગેરેને; દ્વેષ-ધિક્કાર આદિને બરદાસ્ત ન જ કરી શકે એ સ્પષ્ટ છે. આમ છતાં એક તટસ્થ કવિ-કલાકારની સાહજિક ને સ્વાભાવિક ઉદારદૃષ્ટિથી તેઓ આ અસતનાં – દૂરિત આદિનાં તત્ત્વો નકારાત્મક રીતેય જીવનને ઉપકારક થતાં રહેતાં હોવાનું સ્વીકારી લે છે ખરા !
મનુષ્યના જીવનનું ગાડું જે રીતે ગબડે છે તેનું સૂચન ‘કિચૂડ-ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’ (અભિજ્ઞા, પૃ. ૧૨) – એવા અવાજથી થઈ રહે છે.+ ‘યંત્ર સાથે બન્યો યંત્રની એ કળ’૫૬ – એમ તેમણે જ કહ્યું છે. ઉમાશંકરે જીવતેજીવત ઢોરમજૂરી કરીને પેટપૂરતુંય ન પામતા માણસની વેદનાને ઠીક ઠીક વાચા આપી છે. ‘અન્નબ્રહ્મ’નો મહિમા કરતાં તેમણે તાત્ત્વિક-વાસ્તવિક-તાર્કિક ભૂમિકા પર રહીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે ઉલ્લેખનીય છે: અન્ને સંસ્કૃતિના વિકાસમાં – માનવની પ્રગતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું ગીતાના જેવી અનુષ્ટુપ-છટામાં સરસ આલેખન છે :{{Poem2Close}}
મનુષ્યના જીવનનું ગાડું જે રીતે ગબડે છે તેનું સૂચન ‘કિચૂડ-ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’ (અભિજ્ઞા, પૃ. ૧૨) – એવા અવાજથી થઈ રહે છે.(અત્યારના એક કવિ લાભશંકરે આ યાંત્રિકતાને ‘યાં ત્રિક તા યાં ત્રિક તા’માં તાલબદ્ધ રીતે પ્રત્યક્ષ કરી છે. (જુઓ ‘બૂમ કાગળમાં કોરા’, ૧૯૭૪, પૃ. ૪૮.)). ‘યંત્ર સાથે બન્યો યંત્રની એ કળ’૫૬ – એમ તેમણે જ કહ્યું છે. ઉમાશંકરે જીવતેજીવત ઢોરમજૂરી કરીને પેટપૂરતુંય ન પામતા માણસની વેદનાને ઠીક ઠીક વાચા આપી છે. ‘અન્નબ્રહ્મ’નો મહિમા કરતાં તેમણે તાત્ત્વિક-વાસ્તવિક-તાર્કિક ભૂમિકા પર રહીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે ઉલ્લેખનીય છે: અન્ને સંસ્કૃતિના વિકાસમાં – માનવની પ્રગતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું ગીતાના જેવી અનુષ્ટુપ-છટામાં સરસ આલેખન છે :{{Poem2Close}}


<Poem>
<Poem>
Line 399: Line 367:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અન્નની અસમાન વહેંચણીથી – ભૂખમરાથી જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં ઉમાશંકર અન્નની જ વિડંબના, અન્નનો જ દ્રોહ જુએ છે.{{Poem2Close}}
આ અન્નની અસમાન વહેંચણીથી – ભૂખમરાથી જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં ઉમાશંકર અન્નની જ વિડંબના, અન્નનો જ દ્રોહ જુએ છે.{{Poem2Close}}
________________________________
S<small>ઉમાશંકરે આ જમાનાને ‘age of a faceless man’ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ યંત્રવૈજ્ઞાનિક વિકાસે યંત્ર-માનવને (‘રોબો’ને) જીવનમાં કેન્દ્રસ્થાન આપ્યું જણાય છે. આ મંતવ્ય માટે જુઓ એમનો ‘કેળવણીનો કોળિયો’ ગ્રંથ (૧૯૭૭), પૃ. ૨૫૫–૬.</small>
+<small>અત્યારના એક કવિ લાભશંકરે આ યાંત્રિકતાને ‘યાં ત્રિક તા યાં ત્રિક તા’માં તાલબદ્ધ રીતે પ્રત્યક્ષ કરી છે. (જુઓ ‘બૂમ કાગળમાં કોરા’, ૧૯૭૪, પૃ. ૪૮.)
</small>


<Poem>
<Poem>
Line 446: Line 406:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે ‘સોનાથાળી’Sમાં ખેડૂતના શ્રમનો મહિમા કર્યો છે. ‘દળણાના દાણા’માં વૃદ્ધાની બેહાલીનું ઘેરું કરુણ ચિત્ર આલેખ્યું છે. ‘ધોબી’માં એક બાજુ ભદ્ર વર્ગના પ્રતિનિધિરૂપ કવિ તથા વિજ્ઞાની અને બીજી બાજુ શ્રમજીવી વર્ગના પ્રતિનિધિરૂપ ધોબી વચ્ચેના સંવાદ દ્વારા વર્ગીય વિષમતાનું કારુણ્યગર્ભ સૂચન કર્યું છે. ધોબી કપડાં ધુએ છે ત્યારે પાણીના છાંટા ઊડે છે. એ છાંટામાં રંગધનુષની ઝલક જોવા મળે છે. કવિ ધોબીને રંગધનુષના રંગોનું દર્શન માણવાનું સૂચવે છે, વિજ્ઞાની ધોબીને એ માટે સૂર્ય તરફ પીઠ રાખીને કપડાં ધોવાનું સૂચવે છે. આ વખતે ધોબી કહે છે : {{Poem2Close}}
ઉમાશંકરે ‘સોનાથાળી’(ઉમાશંકરે આ કાવ્ય અંગ્રેજી કથાકાવ્ય ‘ધ ગોલ્ડન પ્લેટ’ પરથી લખ્યું છે.)માં ખેડૂતના શ્રમનો મહિમા કર્યો છે. ‘દળણાના દાણા’માં વૃદ્ધાની બેહાલીનું ઘેરું કરુણ ચિત્ર આલેખ્યું છે. ‘ધોબી’માં એક બાજુ ભદ્ર વર્ગના પ્રતિનિધિરૂપ કવિ તથા વિજ્ઞાની અને બીજી બાજુ શ્રમજીવી વર્ગના પ્રતિનિધિરૂપ ધોબી વચ્ચેના સંવાદ દ્વારા વર્ગીય વિષમતાનું કારુણ્યગર્ભ સૂચન કર્યું છે. ધોબી કપડાં ધુએ છે ત્યારે પાણીના છાંટા ઊડે છે. એ છાંટામાં રંગધનુષની ઝલક જોવા મળે છે. કવિ ધોબીને રંગધનુષના રંગોનું દર્શન માણવાનું સૂચવે છે, વિજ્ઞાની ધોબીને એ માટે સૂર્ય તરફ પીઠ રાખીને કપડાં ધોવાનું સૂચવે છે. આ વખતે ધોબી કહે છે : {{Poem2Close}}
 
 
____________________________________
 
<small>ઉમાશંકરે આ કાવ્ય અંગ્રેજી કથાકાવ્ય ‘ધ ગોલ્ડન પ્લેટ’ પરથી લખ્યું છે.</small>
 


<Poem>
<Poem>
Line 498: Line 452:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ શહેરની ઝાકઝમાળ રોશનીને મજૂરો–ગરીબોનાં મીઠાં જીવનતેલથી જલતી જુએ છે. વસ્ત્ર યંત્રોથી નહિ, મજૂરીથી વણાતાં હોવાનું જણાવે છે. ‘સાબરનો ગોઠિયો’માં કારુણ્ય ને કરુણનો ઉત્કૃષ્ટ મેળ જોવા મળે છે. ઊંચેરી ભેખડનો મોરલો – વનરા તે વનનો વણજારો અમ્દા તે વાદમાં આવી જે બદહાલતમાં સપડાય છે તેનો અંજામ છેવટે ખુદકુશીમાં આવીને રહે છે. સાબરમાં ‘ખંખોળિયું’ ખાતાં પહેલાં જે સંદેશો પાઠવે છે તે નગરજીવન – યંત્રજીવન પરના અભિશાપરૂપ છે. (સંબોધનના સબબે વપરાયેલાં બે આશ્ચર્ય-વિરામો, એક અલ્પવિરામ અને વધારામાં એક લઘુરેખા સિવાય કોઈ વિરામચિહ્ન નહીં ધરાવતી) આ રચનામાં ઉમાશંકરે રાસડાની રીતે જાણીતી વાત પણ આકર્ષક રીતે કથી છે અને તેથી એ વાત એમની મૌલિક પણ ઠરે છે !
કવિ શહેરની ઝાકઝમાળ રોશનીને મજૂરો–ગરીબોનાં મીઠાં જીવનતેલથી જલતી જુએ છે. વસ્ત્ર યંત્રોથી નહિ, મજૂરીથી વણાતાં હોવાનું જણાવે છે. ‘સાબરનો ગોઠિયો’માં કારુણ્ય ને કરુણનો ઉત્કૃષ્ટ મેળ જોવા મળે છે. ઊંચેરી ભેખડનો મોરલો – વનરા તે વનનો વણજારો અમ્દા તે વાદમાં આવી જે બદહાલતમાં સપડાય છે તેનો અંજામ છેવટે ખુદકુશીમાં આવીને રહે છે. સાબરમાં ‘ખંખોળિયું’ ખાતાં પહેલાં જે સંદેશો પાઠવે છે તે નગરજીવન – યંત્રજીવન પરના અભિશાપરૂપ છે. (સંબોધનના સબબે વપરાયેલાં બે આશ્ચર્ય-વિરામો, એક અલ્પવિરામ અને વધારામાં એક લઘુરેખા સિવાય કોઈ વિરામચિહ્ન નહીં ધરાવતી) આ રચનામાં ઉમાશંકરે રાસડાની રીતે જાણીતી વાત પણ આકર્ષક રીતે કથી છે અને તેથી એ વાત એમની મૌલિક પણ ઠરે છે !
ઉમાશંકરે સામાજિક વિષમતાનાં દર્શન ધર્મસ્થાનોમાં પણ કર્યાં છે. ‘સોનાથાળી’માં સ્થાપિત હિતનું ધર્મસ્થાનોમાંય કેવું વર્ચસ હોય છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. દેવમંદિરો ‘દેવનાં કેદખાનાં’ જેવાં છે. દેવમંદિરોની દુર્દશા થઈ છે અને તેવી જ દુર્દશા ‘કેદખાના જેવા વતન’માં રહેતા મનુષ્યોની આપણે ત્યાં થઈ છે. આ દુર્દશાની વાત કરતાં ઉમાશંકર દેવો અને ભૂદેવોને પણ કટાક્ષના સપાટામાં લે છે. જોકે સુન્દરમે જેટલા ને જેવા કટાક્ષોનો પ્રયોગ પોતાની કાવ્યબાનીમાં કર્યો છે તેટલા ને તેવા કટાક્ષોનો પ્રયોગ ઉમાશંકરે કર્યો નથી એ ઘટના ખાસ ધ્યાનપાત્ર છે. ઉમાશંકર વિનોદના માણસ છે, કટાક્ષના નહિ, કટાક્ષ એ ઇચ્છે ત્યારે કરી શકે એમ હોવા છતાં.S વળી ‘ગંગોત્રી’, ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ને મુકાબલે પછીના ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’ જેવા કાવ્યસંગ્રહોમાં બાહ્ય વૈષમ્ય-વિસંવાદની તુલનાએ આંતરવૈષમ્ય-વિસંવાદ વિશેષ પ્રમાણમાં કવિની ચિંતાનો વિષય બનેલો જોઈ શકાય.+ અંતતોગત્વા બાહ્ય વિષમતા આંતર વિષમતાના જ વિસ્ફોટરૂપ હોય છે. ઉમાશંકરની ભાવના-પરાયણતા એમના વાસ્તવના પરિચયમાં ક્યાંય અવરોધરૂપ નહિ, બલકે સહાયરૂપ બની છે. ‘ગન્યાને ભૂખ ન ભાગે’૫૭ એ તેઓ બરાબર જાણે છે. ‘વચને-સમાજવાદી’૫૮ઓની સામેનો એમનો અણગમો સ્પષ્ટ છે. તેઓ લૂલા-આંધળાની વાતને આજની શોષણમૂલક અન્યાયી સમાજરચનાના સંદર્ભમાં સચોટ રીતે ઘટાવે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે : {{Poem2Close}}
ઉમાશંકરે સામાજિક વિષમતાનાં દર્શન ધર્મસ્થાનોમાં પણ કર્યાં છે. ‘સોનાથાળી’માં સ્થાપિત હિતનું ધર્મસ્થાનોમાંય કેવું વર્ચસ હોય છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. દેવમંદિરો ‘દેવનાં કેદખાનાં’ જેવાં છે. દેવમંદિરોની દુર્દશા થઈ છે અને તેવી જ દુર્દશા ‘કેદખાના જેવા વતન’માં રહેતા મનુષ્યોની આપણે ત્યાં થઈ છે. આ દુર્દશાની વાત કરતાં ઉમાશંકર દેવો અને ભૂદેવોને પણ કટાક્ષના સપાટામાં લે છે. જોકે સુન્દરમે જેટલા ને જેવા કટાક્ષોનો પ્રયોગ પોતાની કાવ્યબાનીમાં કર્યો છે તેટલા ને તેવા કટાક્ષોનો પ્રયોગ ઉમાશંકરે કર્યો નથી એ ઘટના ખાસ ધ્યાનપાત્ર છે. ઉમાશંકર વિનોદના માણસ છે, કટાક્ષના નહિ, કટાક્ષ એ ઇચ્છે ત્યારે કરી શકે એમ હોવા છતાં.(ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ઉમાશંકર સંદર્ભે આવું વિધાન કર્યું છે : ‘ઉમાશંકરની વાણીમાં કટાક્ષ તો હોય જ, એ એમની પ્રત્યેક સાહિત્ય-પ્રવૃત્તિમાં દૃષ્ટિએ પડતી એમની લાક્ષણિકતા છે.’ (‘અનુરણન’, ૧૯૭૩, પૃ. ૨૩૧) આ વિધાન દેખીતી રીતે સ્વીકારાય એવું નથી.) વળી ‘ગંગોત્રી’, ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ને મુકાબલે પછીના ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’ જેવા કાવ્યસંગ્રહોમાં બાહ્ય વૈષમ્ય-વિસંવાદની તુલનાએ આંતરવૈષમ્ય-વિસંવાદ વિશેષ પ્રમાણમાં કવિની ચિંતાનો વિષય બનેલો જોઈ શકાય.(આ સાથે એ પણ જોવા જેવું છે કે ઉમાશંકરે આ ચિંતા સંસ્કૃતિવિધાયક તત્ત્વોના પુરસ્કર્તા તરીકે કરી છે. ક્રમશ: ઉમાશંકરે માનવતાની વ્યાપકતર અને ગહનતર ભૂમિકાને કાવ્યનો વિષય બનાવવાનું લક્ષ્ય કર્યું છે ને એમ કરતાં સંસ્કૃતિવિધ્વંસક તત્ત્વો તરફ સ્વાભાવિક રીતે એમની નજર જાય છે.) અંતતોગત્વા બાહ્ય વિષમતા આંતર વિષમતાના જ વિસ્ફોટરૂપ હોય છે. ઉમાશંકરની ભાવના-પરાયણતા એમના વાસ્તવના પરિચયમાં ક્યાંય અવરોધરૂપ નહિ, બલકે સહાયરૂપ બની છે. ‘ગન્યાને ભૂખ ન ભાગે’૫૭ એ તેઓ બરાબર જાણે છે. ‘વચને-સમાજવાદી’૫૮ઓની સામેનો એમનો અણગમો સ્પષ્ટ છે. તેઓ લૂલા-આંધળાની વાતને આજની શોષણમૂલક અન્યાયી સમાજરચનાના સંદર્ભમાં સચોટ રીતે ઘટાવે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 505: Line 459:
{{Right|(‘લૂલા આંધળાની નવી વાત’, નિશીથ, પૃ. ૮૯)}}
{{Right|(‘લૂલા આંધળાની નવી વાત’, નિશીથ, પૃ. ૮૯)}}


________________________________________
S<small>ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ઉમાશંકર સંદર્ભે આવું વિધાન કર્યું છે : ‘ઉમાશંકરની વાણીમાં કટાક્ષ તો હોય જ, એ એમની પ્રત્યેક સાહિત્ય-પ્રવૃત્તિમાં દૃષ્ટિએ પડતી એમની લાક્ષણિકતા છે.’ (‘અનુરણન’, ૧૯૭૩, પૃ. ૨૩૧) આ વિધાન દેખીતી રીતે સ્વીકારાય એવું નથી.</small>
+<small>આ સાથે એ પણ જોવા જેવું છે કે ઉમાશંકરે આ ચિંતા સંસ્કૃતિવિધાયક તત્ત્વોના પુરસ્કર્તા તરીકે કરી છે. ક્રમશ: ઉમાશંકરે માનવતાની વ્યાપકતર અને ગહનતર ભૂમિકાને કાવ્યનો વિષય બનાવવાનું લક્ષ્ય કર્યું છે ને એમ કરતાં સંસ્કૃતિવિધ્વંસક તત્ત્વો તરફ સ્વાભાવિક રીતે એમની નજર જાય છે.</small>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 523: Line 471:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરની હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા તીવ્ર છે. એ મનીષા જ સામાજિક વિષમતાના નિરાકરણનો સર્વતોભદ્ર ઉપાય છે. જેમ મણિલાલ નભુભાઈ ત્રિવેદીની અદ્વૈતવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના લખાણમાં તેમ ઉમાશંકરની સંવાદવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના સર્જન-વિવેચનમાં અંકિત થયેલો જોવા મળે છે, જોકે ‘સંવાદ-વાદ’ જેવી વાદગ્રસ્ત ભાષાની એમને સૂગ જરૂર છે. વિચારધારા કાવ્યધારા૫૯ બને એ એમના રસનો વિષય છે.
ઉમાશંકરની હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા તીવ્ર છે. એ મનીષા જ સામાજિક વિષમતાના નિરાકરણનો સર્વતોભદ્ર ઉપાય છે. જેમ મણિલાલ નભુભાઈ ત્રિવેદીની અદ્વૈતવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના લખાણમાં તેમ ઉમાશંકરની સંવાદવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના સર્જન-વિવેચનમાં અંકિત થયેલો જોવા મળે છે, જોકે ‘સંવાદ-વાદ’ જેવી વાદગ્રસ્ત ભાષાની એમને સૂગ જરૂર છે. વિચારધારા કાવ્યધારા૫૯ બને એ એમના રસનો વિષય છે.
ઉમાશંકરના જીવન-કવનનું લક્ષ્ય સંવાદિતાની સાધના હોવાથી મનુષ્ય મનુષ્ય વચ્ચેના, મનુષ્ય ને પ્રકૃતિ વચ્ચેના સાનુકૂલ સંબંધોમાં એમને ઊંડો રસ છે. એ રસની અભિવ્યક્તિ બુલંદપણે ‘વિશ્વશાંતિ’માં થઈ જ હતી. ત્યારબાદ પણ એમની ચિત્તવૃત્તિનું વધુ ને વધુ અનુસંધાન આ માનવીય સંબંધો સાથે જોવા મળે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય માટે છે એ એમની દૃઢ પ્રતીતિ છે જ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે વિરોધ નહિ, પરંતુ મેળ એ જ સંસારનું ઋત છે. વ્યષ્ટિસંબંધોનું સમષ્ટિ-સંબંધોમાં પરિણમન એ માનવ્યના વિકાસની ભૂમિકાએ અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં જે કંઈ બાધા-વિરોધ કે અવરોધ આવે તેને ટાળવામાં જીવનશક્તિની સાર્થકતા છે; મનુષ્યની આત્મશક્તિનો વિકાસ-વિજય છે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’, ‘વિરાટ પ્રણય’ જેવા વ્યાપક સાંસ્કૃતિક વિષયોમાં સ્પષ્ટ રીતે વ્યષ્ટિ-સમષ્ટિની સ્નેહમૂલક સંબંધ-ભૂમિકાની ચિંતા કરી હતી. સ્નેહ એ જ સેતુ છે મનુષ્યને એની આસપાસના સમસ્ત જગત સાથે જોડનારો. આ સ્નેહનો સેતુ જેમની વચ્ચે બંધાય તેમનું પરસ્પરનું સમ્યગ્ અભિજ્ઞાન અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરના પ્રણયવિષયક કાવ્યોમાં પ્રણયનાં આનંદ-રોમાંચ કે વિરહ-મંથન સાથે અનિવાર્યતયા પ્રણયતત્ત્વના અભિજ્ઞાનની, પ્રણયી હૃદયના અભિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી રહેલી જોવા મળે છે. ‘આતિથ્ય’માં આ પ્રક્રિયાનું સ્પષ્ટ રૂપ ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ વગેરેમાં જોઈ શકાય છે. ‘શિશુબોલ’ જેવા દાંપત્યજીવનના લાક્ષણિક સંદર્ભવાળા કાવ્યસંપુટમાં પણ એ પ્રક્રિયા જોઈ શકાય એમ છે. સ્નેહતત્ત્વની વ્યાપકતા ને ગહનતા, સંસ્કાર-સંસ્કૃતિના સંદર્ભમાં એની અનિવાર્યતા. એ તત્ત્વના સ્પર્શે વ્યક્તિજીવન અને સમષ્ટિજીવનમાં આવિર્ભાવ પામતી સાત્ત્વિક સંપન્નતા, એ તત્ત્વે પ્રેરેલ વિચાર-મંથનની જીવનોપકારકતા, એ તત્ત્વના વિશ્વવિજયે સર્જાનારી પરિસ્થિતિની ભાવનાલોકિત રમણીયતા – આ સર્વથી એમની પ્રણયવિષયક કવિતા એમની સંવાદ-સાધનાના જીવનનિષ્ઠ ઉપક્રમમાં અત્યંત અગત્યની બની રહે છે.S પ્રણયનાં વિવિધ રૂપોના આસ્વાદ–આલેખથી એમની જીવનરસિકતાનું તો ખરું જ એમની ઉત્કટ સંવાદ-અભિપ્સાનું રૂપ પણ પ્રગટ કરી આપ્યું છે. ઉમાશંકરે નર અને નારીને એકબીજાનાં પૂરક તો ખરાં જ, એકબીજાને માટે અનિવાર્ય પણ માન્યાં છે. બંનેનું પૂર્ણત્વ પરસ્પરને {{Poem2Close}}
ઉમાશંકરના જીવન-કવનનું લક્ષ્ય સંવાદિતાની સાધના હોવાથી મનુષ્ય મનુષ્ય વચ્ચેના, મનુષ્ય ને પ્રકૃતિ વચ્ચેના સાનુકૂલ સંબંધોમાં એમને ઊંડો રસ છે. એ રસની અભિવ્યક્તિ બુલંદપણે ‘વિશ્વશાંતિ’માં થઈ જ હતી. ત્યારબાદ પણ એમની ચિત્તવૃત્તિનું વધુ ને વધુ અનુસંધાન આ માનવીય સંબંધો સાથે જોવા મળે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય માટે છે એ એમની દૃઢ પ્રતીતિ છે જ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે વિરોધ નહિ, પરંતુ મેળ એ જ સંસારનું ઋત છે. વ્યષ્ટિસંબંધોનું સમષ્ટિ-સંબંધોમાં પરિણમન એ માનવ્યના વિકાસની ભૂમિકાએ અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં જે કંઈ બાધા-વિરોધ કે અવરોધ આવે તેને ટાળવામાં જીવનશક્તિની સાર્થકતા છે; મનુષ્યની આત્મશક્તિનો વિકાસ-વિજય છે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’, ‘વિરાટ પ્રણય’ જેવા વ્યાપક સાંસ્કૃતિક વિષયોમાં સ્પષ્ટ રીતે વ્યષ્ટિ-સમષ્ટિની સ્નેહમૂલક સંબંધ-ભૂમિકાની ચિંતા કરી હતી. સ્નેહ એ જ સેતુ છે મનુષ્યને એની આસપાસના સમસ્ત જગત સાથે જોડનારો. આ સ્નેહનો સેતુ જેમની વચ્ચે બંધાય તેમનું પરસ્પરનું સમ્યગ્ અભિજ્ઞાન અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરના પ્રણયવિષયક કાવ્યોમાં પ્રણયનાં આનંદ-રોમાંચ કે વિરહ-મંથન સાથે અનિવાર્યતયા પ્રણયતત્ત્વના અભિજ્ઞાનની, પ્રણયી હૃદયના અભિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી રહેલી જોવા મળે છે. ‘આતિથ્ય’માં આ પ્રક્રિયાનું સ્પષ્ટ રૂપ ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ વગેરેમાં જોઈ શકાય છે. ‘શિશુબોલ’ જેવા દાંપત્યજીવનના લાક્ષણિક સંદર્ભવાળા કાવ્યસંપુટમાં પણ એ પ્રક્રિયા જોઈ શકાય એમ છે. સ્નેહતત્ત્વની વ્યાપકતા ને ગહનતા, સંસ્કાર-સંસ્કૃતિના સંદર્ભમાં એની અનિવાર્યતા. એ તત્ત્વના સ્પર્શે વ્યક્તિજીવન અને સમષ્ટિજીવનમાં આવિર્ભાવ પામતી સાત્ત્વિક સંપન્નતા, એ તત્ત્વે પ્રેરેલ વિચાર-મંથનની જીવનોપકારકતા, એ તત્ત્વના વિશ્વવિજયે સર્જાનારી પરિસ્થિતિની ભાવનાલોકિત રમણીયતા – આ સર્વથી એમની પ્રણયવિષયક કવિતા એમની સંવાદ-સાધનાના જીવનનિષ્ઠ ઉપક્રમમાં અત્યંત અગત્યની બની રહે છે.(‘સવ્યસાચી’એ ‘નિશીથ’ પરના સંક્ષિપ્ત અવલોકનમાં ‘નિશીથ’નાં પ્રણયકાવ્યો વિશે લખતાં જણાવ્યું કે ‘...અંગત પ્રેમના ઊભરાને બદલે વિરાટ સર્વસ્પર્શી પ્રણયભાવનાને આટલી ક્રમબદ્ધ અને મર્મલક્ષી દૃષ્ટિએ નિરૂપાતી આપણને ગુજરાતીમાં તો અહીં જ પહેલવહેલી મળે છે.’ (‘દૃષ્ટિક્ષેપ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧)) પ્રણયનાં વિવિધ રૂપોના આસ્વાદ–આલેખથી એમની જીવનરસિકતાનું તો ખરું જ એમની ઉત્કટ સંવાદ-અભિપ્સાનું રૂપ પણ પ્રગટ કરી આપ્યું છે. ઉમાશંકરે નર અને નારીને એકબીજાનાં પૂરક તો ખરાં જ, એકબીજાને માટે અનિવાર્ય પણ માન્યાં છે. બંનેનું પૂર્ણત્વ પરસ્પરને {{Poem2Close}}
 
__________________________________
 
S<small>‘સવ્યસાચી’એ ‘નિશીથ’ પરના સંક્ષિપ્ત અવલોકનમાં ‘નિશીથ’નાં પ્રણયકાવ્યો વિશે લખતાં જણાવ્યું કે ‘...અંગત પ્રેમના ઊભરાને બદલે વિરાટ સર્વસ્પર્શી પ્રણયભાવનાને આટલી ક્રમબદ્ધ અને મર્મલક્ષી દૃષ્ટિએ નિરૂપાતી આપણને ગુજરાતીમાં તો અહીં જ પહેલવહેલી મળે છે.’ (‘દૃષ્ટિક્ષેપ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧)</small>
 


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 641: Line 584:


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ હતા ને પ્રણયી થયા, કવિતા ને પ્રિયતમા સાથેના હૃદયસંવાદ માટે પુરુષાર્થરત થયા. એમનું વિકાસોન્મુખ ચિત્ત સંસારમાંથી સૌહાર્દોનો મધુપુટ પામતું, કંટકોને કુસુમોમાં પલટાવતું, તિરસ્કારમાંથી ગૂઢ કરુણા પ્રગટાવવાની કલા અજમાવતું સતત ‘શિવોઽહમ્’ થવાની ભાવનાથી ગતિશીલ – ક્રિયાશીલ રહ્યું છે. સ્નેહ અને અભિજ્ઞા, સ્નેહ દ્વારા અભિજ્ઞા – અભિજ્ઞાન – આ લક્ષ્ય સાથે અનુસંધાન જાળવીને એમની કવનપ્રવૃત્તિ ચાલતી રહી છે. જે કંઈ મધુર હોય – સુંદર હોય તેની સાથે સખ્ય રચી આંતરિક રીતે સંપન્ન થવું અને એ રીતે જીવનના માંગલ્યધર્મનો સતત વિકાસ થતો અનુભવવો – આ એમની મથામણ છે. એ જ રીતે, સમજવું – સતત સમજવું એ માટેની પણ એમની મથામણ તીવ્ર છે; કેમ કે, સમજણને અને સ્નેહને સંબંધ છે
કવિ હતા ને પ્રણયી થયા, કવિતા ને પ્રિયતમા સાથેના હૃદયસંવાદ માટે પુરુષાર્થરત થયા. એમનું વિકાસોન્મુખ ચિત્ત સંસારમાંથી સૌહાર્દોનો મધુપુટ પામતું, કંટકોને કુસુમોમાં પલટાવતું, તિરસ્કારમાંથી ગૂઢ કરુણા પ્રગટાવવાની કલા અજમાવતું સતત ‘શિવોઽહમ્’ થવાની ભાવનાથી ગતિશીલ – ક્રિયાશીલ રહ્યું છે. સ્નેહ અને અભિજ્ઞા, સ્નેહ દ્વારા અભિજ્ઞા – અભિજ્ઞાન – આ લક્ષ્ય સાથે અનુસંધાન જાળવીને એમની કવનપ્રવૃત્તિ ચાલતી રહી છે. જે કંઈ મધુર હોય – સુંદર હોય તેની સાથે સખ્ય રચી આંતરિક રીતે સંપન્ન થવું અને એ રીતે જીવનના માંગલ્યધર્મનો સતત વિકાસ થતો અનુભવવો – આ એમની મથામણ છે. એ જ રીતે, સમજવું – સતત સમજવું એ માટેની પણ એમની મથામણ તીવ્ર છે; કેમ કે, સમજણને અને સ્નેહને સંબંધ છે (રઘુવીર ચૌધરી ઉમાશંકરની ‘આત્માનાં ખંડેર’ વિશેની સૉનેટમાળા વિશેના એમના એક ઉત્તમ આસ્વાદલેખ ‘વિસ્મયથી સમજ સુધી’માં ઉમાશંકરની મનોયાત્રા કાવ્યમાં વિસ્મયથી સમજ સુધી કઈ રીતે ગતિ કરે છે તેઓ આલેખ આંકી આપે છે. તેઓ લખે છે : “વિસ્મયથી જાગતું સંવેદન સમજમાં – અંડરસ્ટૅન્ડિંગમાં પરિણમે છે. કેટકેટલી કૃતિઓમાં ઉમાશંકર સમજના બિન્દુને આખરી બિન્દુ બનાવે છે ! ‘આત્માનાં ખંડેર’માં એ પ્રક્રિયાનો આલેખ દૃશ્ય બન્યો છે, અને આ એક કાવ્ય પણ ઉમાશંકરની કવિતાનો ઘણોબધો પરિચય કરાવી રહે છે. કવિઓ પૃથ્વી અને અપાર્થિવને સાંકળવા મથતા હોય છે. કોઈ સહજ વેગે, વિસ્મયના લયમાં એ સિદ્ધ કરતા હોય છે. ઉમાશંકર સમજ દ્વારા એ સિદ્ધ કરતા હોય છે. કવિતાને અંતે તારણ સુધી આવવાની પ્રવૃત્તિનું મૂળ પણ એમાં જ છે.” (‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૯–૧૦))


તેઓ કહે છે :
તેઓ કહે છે :
Line 667: Line 610:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અભિજ્ઞાનની પ્રક્રિયા કવિને મન અત્યંત મહત્ત્વની છે. સ્નેહ અને કલાજીવનની સાર્થકતા પણ આ અભિજ્ઞાનમાં નથી ? કવિની સ્નેહ યા સંવાદ દ્વારા અભિજ્ઞાનની મથામણ જો સાચી ન હોત તો ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની {{Poem2Close}}
આ અભિજ્ઞાનની પ્રક્રિયા કવિને મન અત્યંત મહત્ત્વની છે. સ્નેહ અને કલાજીવનની સાર્થકતા પણ આ અભિજ્ઞાનમાં નથી ? કવિની સ્નેહ યા સંવાદ દ્વારા અભિજ્ઞાનની મથામણ જો સાચી ન હોત તો ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની {{Poem2Close}}
________________________________________________________
S<small>રઘુવીર ચૌધરી ઉમાશંકરની ‘આત્માનાં ખંડેર’ વિશેની સૉનેટમાળા વિશેના એમના એક ઉત્તમ આસ્વાદલેખ ‘વિસ્મયથી સમજ સુધી’માં ઉમાશંકરની મનોયાત્રા કાવ્યમાં વિસ્મયથી સમજ સુધી કઈ રીતે ગતિ કરે છે તેઓ આલેખ આંકી આપે છે. તેઓ લખે છે : “વિસ્મયથી જાગતું સંવેદન સમજમાં – અંડરસ્ટૅન્ડિંગમાં પરિણમે છે. કેટકેટલી કૃતિઓમાં ઉમાશંકર સમજના બિન્દુને આખરી બિન્દુ બનાવે છે ! ‘આત્માનાં ખંડેર’માં એ પ્રક્રિયાનો આલેખ દૃશ્ય બન્યો છે, અને આ એક કાવ્ય પણ ઉમાશંકરની કવિતાનો ઘણોબધો પરિચય કરાવી રહે છે. કવિઓ પૃથ્વી અને અપાર્થિવને સાંકળવા મથતા હોય છે. કોઈ સહજ વેગે, વિસ્મયના લયમાં એ સિદ્ધ કરતા હોય છે. ઉમાશંકર સમજ દ્વારા એ સિદ્ધ કરતા હોય છે. કવિતાને અંતે તારણ સુધી આવવાની પ્રવૃત્તિનું મૂળ પણ એમાં જ છે.” (‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૯–૧૦)</small>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 683: Line 620:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે નિજી શૈલીમાં તેમ પરંપરાગત રીતે કેટલાંક પ્રાર્થનાકાવ્યો – ભજનો આપ્યાં છે. તેમનાં પરંપરાગત શૈલીનાં કેટલાંક ભજનો-પદોમાં પ્રભુના મહિમાનું ગાન છે; દા. ત., ‘ઝંખના’, ‘રામમઢી’, ‘જગતપ્યાલો’ વગેરે. આવાં પદોમાં કવિતાના અંતરંગ તેમ બહિરંગ – ઉભય પરત્વે ભજનિકની શૈલીનો પરચો મળી રહે છે. ઉમાશંકરની પ્રભુપાર્થનામાં વિનમ્રતા સાથે આત્મનિષ્ઠાનું બળ પ્રગટ થાય છે. જીવનક્ષેત્રે – ધર્મક્ષેત્રે અણનમ રીતે પુરુષાર્થ સાધી શકાય એ હેતુથી એ પ્રાર્થના થાય છે.S ‘જરીક આત્મશ્રદ્ધા તું દે ! – એ કાવ્યમાં ઉમાશંકર ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે : {{Poem2Close}}
ઉમાશંકરે નિજી શૈલીમાં તેમ પરંપરાગત રીતે કેટલાંક પ્રાર્થનાકાવ્યો – ભજનો આપ્યાં છે. તેમનાં પરંપરાગત શૈલીનાં કેટલાંક ભજનો-પદોમાં પ્રભુના મહિમાનું ગાન છે; દા. ત., ‘ઝંખના’, ‘રામમઢી’, ‘જગતપ્યાલો’ વગેરે. આવાં પદોમાં કવિતાના અંતરંગ તેમ બહિરંગ – ઉભય પરત્વે ભજનિકની શૈલીનો પરચો મળી રહે છે. ઉમાશંકરની પ્રભુપાર્થનામાં વિનમ્રતા સાથે આત્મનિષ્ઠાનું બળ પ્રગટ થાય છે. જીવનક્ષેત્રે – ધર્મક્ષેત્રે અણનમ રીતે પુરુષાર્થ સાધી શકાય એ હેતુથી એ પ્રાર્થના થાય છે.(આ પ્રકારની પ્રાર્થનામાં આજના યુગબળનો પ્રભાવ પણ ન જોઈ શકાય ?) ‘જરીક આત્મશ્રદ્ધા તું દે ! – એ કાવ્યમાં ઉમાશંકર ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે છે : {{Poem2Close}}
 
_____________________________________
 
<small>આ પ્રકારની પ્રાર્થનામાં આજના યુગબળનો પ્રભાવ પણ ન જોઈ શકાય ?</small>
 


<Poem>
<Poem>
Line 703: Line 635:
ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.૬૫ ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે.
ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.૬૫ ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે.
ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે.
ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે.
ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.+ કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે૬૬ ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.૬૭ મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા૬૮ !
ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.(ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)) કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે૬૬ ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.૬૭ મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા૬૮ !
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.S આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે : {{Poem2Close}}
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.(વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)) આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 713: Line 645:
'''દ્રવંત આ જેમ થુવેરકાંટા ?”'''</Poem>
'''દ્રવંત આ જેમ થુવેરકાંટા ?”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૧૬–૧૧૭)}}
{{Right|(નિશીથ, પૃ. ૧૧૬–૧૧૭)}}
_________________________________________________
+<small>ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)</small>
S<small>વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)</small>