ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 648: Line 648:


{{Poem2Open}}
{{Poem2Open}}
વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.S તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.૬૯ ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.
વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.(‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)). તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.૬૯ ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.
ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :{{Poem2Close}}
ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :{{Poem2Close}}
_________________________________________
S<small>‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)</small>


<Poem>
<Poem>
Line 760: Line 755:
– એમ પણ તેઓ કહી રહે છે.
– એમ પણ તેઓ કહી રહે છે.
એક વાત અહીં સ્પષ્ટ છે કે ઉમાશંકરની જીવનવિભાવનામાં આત્મા-પરમાત્મા, જીવન અને જગત વિશેના ભારતીય માનસના જે મૂળભૂત ખ્યાલો છે તે પ્રગટ થયા વિના રહેતા નથી. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ ને રવીન્દ્રનાથ આદિની કવિપરંપરા; બીજી બાજુ કૃષ્ણ અને યુધિષ્ઠિર, બુદ્ધ અને ગાંધી જેવી મહા-વિભૂતિઓની પરંપરા – તેના પ્રકાશમાં ઉમાશંકરના જીવનકાર્યને – કવનકાર્યને અવલોકવું જોઈએ. એ રીતે અવલોકતાં જણાશે કે ઉમાશંકરની ‘ગુજરાતીતા’નો અર્થ થાય છે ‘ભારતીયતા’ અને તેમની ‘ભારતીયતા’નો અર્થ થાય છે ‘માનવીયતા’ – ‘વૈશ્વિકતા’. ઉમાશંકરને માટે ‘માનવ એટલે ફક્ત માણસ જ નહીં, એની ધરતી, એનું આકાશ, એ આકાશ ઉપરનો અને માણસના હૃદયમાં પ્રવેશી જતો અવકાશ, એ અવકાશને પૂરતા ઉદ્યત સૂર્ય અને સૂર્ય છે ત્યાં સુધી માણસ છે એવી શ્રદ્ધા — આ બધું ઉમાશંકરમાં નિરંતર અનુભવાય છે, પેલા કેન્દ્રસ્થિત માનવને લીધે !’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૧)
એક વાત અહીં સ્પષ્ટ છે કે ઉમાશંકરની જીવનવિભાવનામાં આત્મા-પરમાત્મા, જીવન અને જગત વિશેના ભારતીય માનસના જે મૂળભૂત ખ્યાલો છે તે પ્રગટ થયા વિના રહેતા નથી. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ ને રવીન્દ્રનાથ આદિની કવિપરંપરા; બીજી બાજુ કૃષ્ણ અને યુધિષ્ઠિર, બુદ્ધ અને ગાંધી જેવી મહા-વિભૂતિઓની પરંપરા – તેના પ્રકાશમાં ઉમાશંકરના જીવનકાર્યને – કવનકાર્યને અવલોકવું જોઈએ. એ રીતે અવલોકતાં જણાશે કે ઉમાશંકરની ‘ગુજરાતીતા’નો અર્થ થાય છે ‘ભારતીયતા’ અને તેમની ‘ભારતીયતા’નો અર્થ થાય છે ‘માનવીયતા’ – ‘વૈશ્વિકતા’. ઉમાશંકરને માટે ‘માનવ એટલે ફક્ત માણસ જ નહીં, એની ધરતી, એનું આકાશ, એ આકાશ ઉપરનો અને માણસના હૃદયમાં પ્રવેશી જતો અવકાશ, એ અવકાશને પૂરતા ઉદ્યત સૂર્ય અને સૂર્ય છે ત્યાં સુધી માણસ છે એવી શ્રદ્ધા — આ બધું ઉમાશંકરમાં નિરંતર અનુભવાય છે, પેલા કેન્દ્રસ્થિત માનવને લીધે !’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૧)
ઉમાશંકર ‘વિશ્વમાનવ’ ખરા ? એમની કવિતા ‘વિશ્વકવિતા’ ખરી ? અથવા એમની કવિતાનું ‘વિશ્વકવિતા’માં સ્થાન ખરું ? – આવા પ્રશ્નો ઊગે ખરા, પણ તેની ચર્ચા ઉમાશંકરની કવિતાને સમજવામાં કેટલી ઉપકારક થાય તે તો અનુભવે જ સમજાય. કવિ કવિતા દ્વારા શું હાંસલ કરવા માંગે છે એ અગત્યનું ખરું, પણ એથી વધારે અગત્યનું કવિએ શું હાંસલ કર્યું છે તે છે. ઉમાશંકરની સંસ્કૃતિનિષ્ઠા જડ પિરામિડપૂજા માટે નથી; એમની સંસ્કૃતિનિષ્ઠા માનવીય નિષ્ઠાનું – માનવપ્રીતિનું અવાંતર રૂપ છે. માનવીની અંતરતમ શક્તિઓના સુભગ આવિષ્કારરૂપે સંસ્કૃતિને જોવી ઘટે. શબ્દ અને કવિતા એ સંસ્કૃતિની નીપજ છે ને તેથી જ શબ્દપ્રેમી – શબ્દ-ઉપાસક કવિ સંસ્કૃતિનો અહીં નિર્દિષ્ટ સંદર્ભને કારણે ઉપાસક – સમર્થક બની રહે તો તેમાં આશ્ચર્ય નથી. સંસ્કૃત મનુષ્ય થવા માટેનો સાધનાપથ છે ‘મનુષ્ય’ થવું તે. મનુષ્યે પોતાની વન્યતાને નિવારવા ઊંડું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ, આત્મવિકાસ, મનુષ્યવિકાસ, સંસ્કૃતિવિકાસ – એ વિકાસની સોપાનમાળા એમની કવિતામાં શોધવાનો પ્રયત્ન નિ:શંક રસપ્રદ બને એવો છે. ‘ગુલામ’, ‘નમ્રતા’, ‘આત્માનાં ખંડેર’, ‘કવિ’, ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, ‘જીર્ણ જગત’, ‘ગયાં વર્ષો’, ‘રહ્યાં વર્ષો તેમાં –’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘વંચક’, ‘શું શું સાથે લઈ જઈશ હું ?’, ‘પંખીલોક’ જેવાં કાવ્યોમાં વિકાસવાંછુ ઉમાશંકરના આંતર-જગતનાં તીવ્ર મનોમંથન, ઉત્કટ ભાવસંવેદન, સત્-નિષ્ઠા આદિ જોવા મળે છે. વિક્ષુબ્ધતા વચ્ચેય ‘स्व’ની ખબર રાખવી ને ‘स्व-સ્થ’ રહેવા ને એ રીતે વિકસવા સતત મથવું – આ એમની કવિ તરીકેની સાધનાનું ‘ધ્રુવપદ’ છે. વિશ્વ સુધી – ‘सर्व' સુધી વ્યાપવા ઇચ્છનારને ‘सर्व’ સુધી પહોંચ્યા વિના તો ચાલે જ નહિ તે ઉમાશંકર બરોબર જાણે છે. કવિતાનું મૂળ – ગંગોત્રી ખોજવા નીકળેલા ઉમાશંકરે તાત્ત્વિક અર્થમાં પોતાની ખોજ પૂરી કરી નથી એ તો આત્મ-અભિજ્ઞાની ભૂમિકાએ ‘શોધ’માંથી પામી શકાય છે અને ઉમાશંકરની કવિતાની ખોજ ચાલુ છે એ જ સૌથી રસપ્રદ – આશ્વાસક તથા આનંદજનક ઘટના છે આપણે માટે તો. વિશ્વશાંતિની વાત કરનાર ઉમાશંકરને સ્પષ્ટ રીતે જણાયું છે કે મહાન ભાવનાસિદ્ધિ માટેની જે વાસ્તવિક ભૂમિકા તે આત્મસિદ્ધિ – ને એમને માટે તો કવિત્વસિદ્ધિ – વિના શક્ય જ નથી ને એથી તો ‘વિશ્વશાંતિ’ના નારા ગજાવનાર ‘અભિજ્ઞા’માં સ્વગત-આત્મગત કથનના અભિગમ તરફ ઝૂકે છે. ‘વિશ્વશાંતિ’-ગાયકને આત્મ-અભિજ્ઞાની પ્રસ્થાનરેખા પર છેવટે ભાવિ દોડ માટે આવીને ઊભા રહેવું જરૂરી લાગ્યું છે. આ એમના કવિજીવનની – એમના કવનપ્રવાહની એક ખૂબ મહત્ત્વની ઘટના છે. ગાંધીયુગના કવિએ ‘અભિજ્ઞા’ની – ‘સપ્તપદી’ની કવિતા આપી એ ઘટના એમની સતતવિકાસશીલ કવનગતિની દ્યોતક છે. કવિને ગાંધી બાંધી શક્યા નથી. કવિ વિશ્વશાંતિના મહાલય સામે ઇતિહાસગાથાઓ વાંચતા, વિસ્ફારિત નેત્રે, મુખ વકાસીને ખડા રહ્યા નથી. વિશ્વશાંતિ–વિશ્વપ્રેમની બહાર ચાલતી ખોજ અંતરમાં ચાલતી આત્મશાંતિની ખોજ સાથે સંવાદ રચે તો જ એ ખોજનું કોઈ વાસ્તવિક – શ્રદ્ધેય પરિણામ આવી શકે. ઉમાશંકરની આંતરખોજેS ‘આત્માનાં ખંડેર’નું દર્શન કરાવ્યું. આ ખંડેરનું દર્શન – આ ખંડદર્શન વિશ્વદર્શનની – અખંડ આત્મદર્શનની બુનિયાદ બની રહે છે. યથાર્થના નિર્ભ્રાન્ત આકલન વિના અસ્તિત્વના વૈશ્વિક સત્યનો અર્થ સમજવો અશક્ય છે. વળી યથાર્થની આ નિર્ભ્રાન્ત પ્રતીતિને જીરવવાની શક્તિ વિના કઠિન સત્યને ધારી રહેવું પણ અશક્ય જ બની જાય. મૃત્યુની પાસેથી પણ જીવનદીક્ષા માગનાર આ કવિ અહંમુક્તિ દ્વારા વિશ્વાત્માની એકતા અનુભવતાં અનંત જીવનનું અમૃતપાન કરવાની અને એમ કરતાં `शिवोऽहम््'ની સ્થિતિ માણવાની મનીષા સેવે છે. શબ્દનો આવા મહત્ત્વના આધ્યાત્મિક – વૈશ્વિક સંદર્ભમાં સાર્થક રીતે વિનિયોગ કરવાનો એમનો પુરુષાર્થ જીવનભર સતત એકાગ્રપણે ચાલ્યો. એક નવવિવેચકે એક તબક્કે એમના વિશે સાચું જ કહેલું કે – ‘ઉમાશંકરમાં શબ્દ અને શબ્દ વચ્ચે, શબ્દ અને જીવન વચ્ચે સંગતિ છે. આ સંગતિને પરિણામે છેલ્લા સાડાત્રણ દશકના એમના કાવ્યસર્જનમાં સૂક્ષ્મ સાતત્ય અનુભવાય છે.’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, પૃ. ૪૨૧) આ પુરુષાર્થની નિષ્ફળતાઓનાં પાનાં પણ એમના કાવ્યસંગ્રહમાં બંધાયેલાં છે, પરંતુ એ પુરુષાર્થની સફળતાઓનાં – અલબત્ત, ઓછાં, પણ મહત્ત્વનાં – પાનાં જે એમાં જોવા મળ્યાં છે તે ઉમાશંકરની ઊંચી પ્રતિની સર્જકતાનાં દ્યોતક છે. ઉમાશંકરની કવિતા ‘શિવોઽહમ્’ થવાની વૃત્તિથી આલેખાયેલી રસિક શબ્દ-કથા છે. એ કથામાં ‘આત્માની અમૃત કલા’ પ્રગટાવવાનો {{Poem2Close}}
ઉમાશંકર ‘વિશ્વમાનવ’ ખરા ? એમની કવિતા ‘વિશ્વકવિતા’ ખરી ? અથવા એમની કવિતાનું ‘વિશ્વકવિતા’માં સ્થાન ખરું ? – આવા પ્રશ્નો ઊગે ખરા, પણ તેની ચર્ચા ઉમાશંકરની કવિતાને સમજવામાં કેટલી ઉપકારક થાય તે તો અનુભવે જ સમજાય. કવિ કવિતા દ્વારા શું હાંસલ કરવા માંગે છે એ અગત્યનું ખરું, પણ એથી વધારે અગત્યનું કવિએ શું હાંસલ કર્યું છે તે છે. ઉમાશંકરની સંસ્કૃતિનિષ્ઠા જડ પિરામિડપૂજા માટે નથી; એમની સંસ્કૃતિનિષ્ઠા માનવીય નિષ્ઠાનું – માનવપ્રીતિનું અવાંતર રૂપ છે. માનવીની અંતરતમ શક્તિઓના સુભગ આવિષ્કારરૂપે સંસ્કૃતિને જોવી ઘટે. શબ્દ અને કવિતા એ સંસ્કૃતિની નીપજ છે ને તેથી જ શબ્દપ્રેમી – શબ્દ-ઉપાસક કવિ સંસ્કૃતિનો અહીં નિર્દિષ્ટ સંદર્ભને કારણે ઉપાસક – સમર્થક બની રહે તો તેમાં આશ્ચર્ય નથી. સંસ્કૃત મનુષ્ય થવા માટેનો સાધનાપથ છે ‘મનુષ્ય’ થવું તે. મનુષ્યે પોતાની વન્યતાને નિવારવા ઊંડું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ, આત્મવિકાસ, મનુષ્યવિકાસ, સંસ્કૃતિવિકાસ – એ વિકાસની સોપાનમાળા એમની કવિતામાં શોધવાનો પ્રયત્ન નિ:શંક રસપ્રદ બને એવો છે. ‘ગુલામ’, ‘નમ્રતા’, ‘આત્માનાં ખંડેર’, ‘કવિ’, ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’, ‘જીર્ણ જગત’, ‘ગયાં વર્ષો’, ‘રહ્યાં વર્ષો તેમાં –’, ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’, ‘વંચક’, ‘શું શું સાથે લઈ જઈશ હું ?’, ‘પંખીલોક’ જેવાં કાવ્યોમાં વિકાસવાંછુ ઉમાશંકરના આંતર-જગતનાં તીવ્ર મનોમંથન, ઉત્કટ ભાવસંવેદન, સત્-નિષ્ઠા આદિ જોવા મળે છે. વિક્ષુબ્ધતા વચ્ચેય ‘स्व’ની ખબર રાખવી ને ‘स्व-સ્થ’ રહેવા ને એ રીતે વિકસવા સતત મથવું – આ એમની કવિ તરીકેની સાધનાનું ‘ધ્રુવપદ’ છે. વિશ્વ સુધી – ‘सर्व' સુધી વ્યાપવા ઇચ્છનારને ‘सर्व’ સુધી પહોંચ્યા વિના તો ચાલે જ નહિ તે ઉમાશંકર બરોબર જાણે છે. કવિતાનું મૂળ – ગંગોત્રી ખોજવા નીકળેલા ઉમાશંકરે તાત્ત્વિક અર્થમાં પોતાની ખોજ પૂરી કરી નથી એ તો આત્મ-અભિજ્ઞાની ભૂમિકાએ ‘શોધ’માંથી પામી શકાય છે અને ઉમાશંકરની કવિતાની ખોજ ચાલુ છે એ જ સૌથી રસપ્રદ – આશ્વાસક તથા આનંદજનક ઘટના છે આપણે માટે તો. વિશ્વશાંતિની વાત કરનાર ઉમાશંકરને સ્પષ્ટ રીતે જણાયું છે કે મહાન ભાવનાસિદ્ધિ માટેની જે વાસ્તવિક ભૂમિકા તે આત્મસિદ્ધિ – ને એમને માટે તો કવિત્વસિદ્ધિ – વિના શક્ય જ નથી ને એથી તો ‘વિશ્વશાંતિ’ના નારા ગજાવનાર ‘અભિજ્ઞા’માં સ્વગત-આત્મગત કથનના અભિગમ તરફ ઝૂકે છે. ‘વિશ્વશાંતિ’-ગાયકને આત્મ-અભિજ્ઞાની પ્રસ્થાનરેખા પર છેવટે ભાવિ દોડ માટે આવીને ઊભા રહેવું જરૂરી લાગ્યું છે. આ એમના કવિજીવનની – એમના કવનપ્રવાહની એક ખૂબ મહત્ત્વની ઘટના છે. ગાંધીયુગના કવિએ ‘અભિજ્ઞા’ની – ‘સપ્તપદી’ની કવિતા આપી એ ઘટના એમની સતતવિકાસશીલ કવનગતિની દ્યોતક છે. કવિને ગાંધી બાંધી શક્યા નથી. કવિ વિશ્વશાંતિના મહાલય સામે ઇતિહાસગાથાઓ વાંચતા, વિસ્ફારિત નેત્રે, મુખ વકાસીને ખડા રહ્યા નથી. વિશ્વશાંતિ–વિશ્વપ્રેમની બહાર ચાલતી ખોજ અંતરમાં ચાલતી આત્મશાંતિની ખોજ સાથે સંવાદ રચે તો જ એ ખોજનું કોઈ વાસ્તવિક – શ્રદ્ધેય પરિણામ આવી શકે. ઉમાશંકરની આંતરખોજે(ઉમાશંકરે ‘અભિભાષણ’(‘કવિની શ્રદ્ધા’, પૃ. ૨૪૦)માં આ આંતરખોજને ‘બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ’ રૂપે વર્ણવી છે. તેઓ લખે છે :“‘આત્માનાં ખંડેર’ (૧૯૩૫)માં બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ નિરૂપાઈ હતી, જ્યારે ‘છિન્ન-ભિન્ન છું’ અને ‘શોધ’ (જે થોડાંક કાવ્યોનું એક સ્તબક બનવા સંભવ છે.)માં આંતર જગત વિષય બને છે. ક્યારેક સર્જકચેતના ઉત્તરોત્તર ગોળ ચક્રાકારે ઉપર ચડતી જોવા મળે છે. સૉનેટમાળા યથાર્થ તરફ પથરેખા આંકે છે, આ ઉદ્બોધનકાવ્યો વીખરાઈ ગયેલા વ્યક્તિત્વને એકકેન્દ્ર બનવામાં સહાયક બને એમાં કોઈ સર્જક સિદ્ધાન્તને હસ્તગત કરવા મથે છે.”) ‘આત્માનાં ખંડેર’નું દર્શન કરાવ્યું. આ ખંડેરનું દર્શન – આ ખંડદર્શન વિશ્વદર્શનની – અખંડ આત્મદર્શનની બુનિયાદ બની રહે છે. યથાર્થના નિર્ભ્રાન્ત આકલન વિના અસ્તિત્વના વૈશ્વિક સત્યનો અર્થ સમજવો અશક્ય છે. વળી યથાર્થની આ નિર્ભ્રાન્ત પ્રતીતિને જીરવવાની શક્તિ વિના કઠિન સત્યને ધારી રહેવું પણ અશક્ય જ બની જાય. મૃત્યુની પાસેથી પણ જીવનદીક્ષા માગનાર આ કવિ અહંમુક્તિ દ્વારા વિશ્વાત્માની એકતા અનુભવતાં અનંત જીવનનું અમૃતપાન કરવાની અને એમ કરતાં `शिवोऽहम्'ની સ્થિતિ માણવાની મનીષા સેવે છે. શબ્દનો આવા મહત્ત્વના આધ્યાત્મિક – વૈશ્વિક સંદર્ભમાં સાર્થક રીતે વિનિયોગ કરવાનો એમનો પુરુષાર્થ જીવનભર સતત એકાગ્રપણે ચાલ્યો. એક નવવિવેચકે એક તબક્કે એમના વિશે સાચું જ કહેલું કે – ‘ઉમાશંકરમાં શબ્દ અને શબ્દ વચ્ચે, શબ્દ અને જીવન વચ્ચે સંગતિ છે. આ સંગતિને પરિણામે છેલ્લા સાડાત્રણ દશકના એમના કાવ્યસર્જનમાં સૂક્ષ્મ સાતત્ય અનુભવાય છે.’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૨મું સંમેલન, પૃ. ૪૨૧) આ પુરુષાર્થની નિષ્ફળતાઓનાં પાનાં પણ એમના કાવ્યસંગ્રહમાં બંધાયેલાં છે, પરંતુ એ પુરુષાર્થની સફળતાઓનાં – અલબત્ત, ઓછાં, પણ મહત્ત્વનાં – પાનાં જે એમાં જોવા મળ્યાં છે તે ઉમાશંકરની ઊંચી પ્રતિની સર્જકતાનાં દ્યોતક છે. ઉમાશંકરની કવિતા ‘શિવોઽહમ્’ થવાની વૃત્તિથી આલેખાયેલી રસિક શબ્દ-કથા છે. એ કથામાં ‘આત્માની અમૃત કલા’ પ્રગટાવવાનો {{Poem2Close}}
 
 
_________________________
 
<small>ઉમાશંકરે ‘અભિભાષણ’(‘કવિની શ્રદ્ધા’, પૃ. ૨૪૦)માં આ આંતરખોજને ‘બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ’ રૂપે વર્ણવી છે. તેઓ લખે છે :</small>
<small>“‘આત્માનાં ખંડેર’ (૧૯૩૫)માં બાહ્ય જગત અંગેની એક પ્રતીતિ નિરૂપાઈ હતી, જ્યારે ‘છિન્ન-ભિન્ન છું’ અને ‘શોધ’ (જે થોડાંક કાવ્યોનું એક સ્તબક બનવા સંભવ છે.)માં આંતર જગત વિષય બને છે. ક્યારેક સર્જકચેતના ઉત્તરોત્તર ગોળ ચક્રાકારે ઉપર ચડતી જોવા મળે છે. સૉનેટમાળા યથાર્થ તરફ પથરેખા આંકે છે, આ ઉદ્બોધનકાવ્યો વીખરાઈ ગયેલા વ્યક્તિત્વને એકકેન્દ્ર બનવામાં સહાયક બને એમાં કોઈ સર્જક સિદ્ધાન્તને હસ્તગત કરવા મથે છે.”</small>