ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 173: Line 173:
નંદુ ગોરાણીના પાત્રની ગહરાઈ ને સંકુલતા આ ઉદ્ગારો કેવી સરસ રીતે પ્રગટ કરે છે ? પાત્રનું એક સંકુલસજીવ રૂપ બાંધવામાં ઉમાશંકરની મનોવૈજ્ઞાનિક અભિગમવાળી નિરૂપણરીતિ ખૂબ ઉપકારક થાય છે.
નંદુ ગોરાણીના પાત્રની ગહરાઈ ને સંકુલતા આ ઉદ્ગારો કેવી સરસ રીતે પ્રગટ કરે છે ? પાત્રનું એક સંકુલસજીવ રૂપ બાંધવામાં ઉમાશંકરની મનોવૈજ્ઞાનિક અભિગમવાળી નિરૂપણરીતિ ખૂબ ઉપકારક થાય છે.
આવી આવી વાતોથી પરભુ ગોરના ઘરસંસારની, નંદુ ગોરાણીની પ્રકૃતિ અને તેમની વિટંબણાની પ્રેક્ષકને ઠીક ઠીક માહિતી મળી રહે છે. દરમ્યાન એક જુવાન, નામે મુગટલાલ, પરભુ ગોરના જયંતીલાલનું ઘર પૂછતો આવી ચઢે છે. ગાડી આવ્યે ‘એકાદ મનેખ’ તો પરભુ ગોરને ત્યાં મહેમાન થતું આવે જ ! બાજુમાં ધર્મશાળા છતાં ત્યાં જવાને બદલે પોતાને ઘેર માણસો મહેમાન થવા આવી લાગે છે તેનું કારણ નંદુ ગોરાણીને સમજાતું ન હોય એમ તેઓ કહે છે : “કોણ જાણે ત્યાં જતાં બધાંને પગમાં કાંટા વાગે છે. હું કાંઈ આંગણે ફૂલ વેરી મૂકતી નથી !”<ref>સાપના ભારા, પૃ. ૨૫</ref> નંદુ ગોરાણી એક બાજુ મહેમાનોથી અકળાય છે, બીજી બાજુ મહેમાનોની રૂડી પેરે આગતા-સ્વાગતા કરનાર પરભુ ગોરનો મહિમાયે પિછાણે છે. વળી વળીને સંગીતકાર સમ પર આવે તેમ નંદુ ગોરાણીની ચંચળ સાથેની વાતચીત પરભુ ગોરની ઉદારતા-દિલાવરીના મુદ્દા પર આવીને ઠરે છે. નંદુ ગોરાણીની પરભુ ગોર માટેની નિષ્ઠાપ્રીતિની ગુપ્ત તેજસરવાણી અવારનવાર પ્રગટ થઈ બંનેના દાંપત્યજીવનની એક વિલક્ષણ ભૂમિકાને અજવાળી રહે છે. નંદુ ગોરાણી ચંચળની આગળ ડૂસકાં ભરતાં કહે છે :{{Poem2Close}}
આવી આવી વાતોથી પરભુ ગોરના ઘરસંસારની, નંદુ ગોરાણીની પ્રકૃતિ અને તેમની વિટંબણાની પ્રેક્ષકને ઠીક ઠીક માહિતી મળી રહે છે. દરમ્યાન એક જુવાન, નામે મુગટલાલ, પરભુ ગોરના જયંતીલાલનું ઘર પૂછતો આવી ચઢે છે. ગાડી આવ્યે ‘એકાદ મનેખ’ તો પરભુ ગોરને ત્યાં મહેમાન થતું આવે જ ! બાજુમાં ધર્મશાળા છતાં ત્યાં જવાને બદલે પોતાને ઘેર માણસો મહેમાન થવા આવી લાગે છે તેનું કારણ નંદુ ગોરાણીને સમજાતું ન હોય એમ તેઓ કહે છે : “કોણ જાણે ત્યાં જતાં બધાંને પગમાં કાંટા વાગે છે. હું કાંઈ આંગણે ફૂલ વેરી મૂકતી નથી !”<ref>સાપના ભારા, પૃ. ૨૫</ref> નંદુ ગોરાણી એક બાજુ મહેમાનોથી અકળાય છે, બીજી બાજુ મહેમાનોની રૂડી પેરે આગતા-સ્વાગતા કરનાર પરભુ ગોરનો મહિમાયે પિછાણે છે. વળી વળીને સંગીતકાર સમ પર આવે તેમ નંદુ ગોરાણીની ચંચળ સાથેની વાતચીત પરભુ ગોરની ઉદારતા-દિલાવરીના મુદ્દા પર આવીને ઠરે છે. નંદુ ગોરાણીની પરભુ ગોર માટેની નિષ્ઠાપ્રીતિની ગુપ્ત તેજસરવાણી અવારનવાર પ્રગટ થઈ બંનેના દાંપત્યજીવનની એક વિલક્ષણ ભૂમિકાને અજવાળી રહે છે. નંદુ ગોરાણી ચંચળની આગળ ડૂસકાં ભરતાં કહે છે :{{Poem2Close}}
<poem>
“દેવ જેવા માણસ મારે પનારે ક્યાં પડ્યા ? હું હીણાં કરમની ઇંયાંને વગોવવા વના બીજું શું કરવાની છું ?”
{{Right|(સાપના ભારા, પૃ. ૨૫)}}
</poem>
<br>
{{Poem2Open}}વળી નંદુ ગોરાણી ઊંડી સૂઝબૂઝપૂર્વક કહે છે :{{Poem2Close}}
<poem>
“કહેનારે કહ્યું છે ને ? – કે, સતી અસ્ત્રી દર્પણમાં દેખે તો અંદર ઇંને પતિનું મોઢું દેખાય. દર્પણમાં તો મારે શું કરવા જોવું પડે, પણ કોઈ મેમાન આવ્યો કે ઇંમનું મોઢું મારા સામું હસતું મને દેખાય છે.”
{{Right|(સાપના ભારા, પૃ. ૨૫)}}
</poem>
{{Poem2Open}}
આવી પરભુ ગોર માટેની લાગણી ને પોતાની મર્યાદાઓ વિશેની સભાનતાથી નંદુ ગોરાણીને પોતે રહે છે તે જગા પોતાનાથી નહિ જીરવાય એમ લાગે છે. આ ક્ષણે નંદુ ગોરાણીના નાના દીકરા બટુનો પ્રવેશ થાય છે. બટુના વિશે નંદુ ગોરાણીએ મોટી મોટી આશાઓ સેવી છે. નંદુ બટુને દીવાન થવાની વાત કરે છે ત્યારે તુરત કહી દે છે : “હવે થઈ ગયા ક્યારનાય ! દીવાન તો નહિ, પણ દીવાનો બનેલો જરૂર દેખીશ !” જયંતી સ્વભાવમાં જ્યારે એના બાપ પર પડેલો છે ત્યારે આ બટુ કંઈક એની મા પર પડેલો જણાય છે. બંનેનો આવો પાત્રવિભેદ – સ્વભાવવિરોધ નાટકની જમાવટમાં ખૂબ ઉપકારક થાય છે.
લેખક ચંચળના પાત્રને હાજર કરી પરભુ ગોરના કુળનો – એમની આતિથ્યભાવનાનો આવશ્યક પરિચય અપાય એવી ભૂમિકા સિદ્ધ કરી, તુરત બીજી ભૂમિકા તરફ એકાંકીને વેગથી લઈ જાય છે. ચંચળ જેવું શ્રવણભક્તિ દાખવતું, હવા પ્રમાણે શઢ ફેરવતું પાત્ર સર્જવામાં લેખકની ખૂબી દેખાય છે. એકાંકીની કળામાં આવશ્યક લાઘવ અને વેગ લેખક સુપેરે દાખવે છે. ચંચળ ‘રામલખમણ’ જેવા બે દીકરાનો નિર્દેશ કરી નંદુ ગોરાણીને આશ્વાસન આપી વિદાય લે છે. પાત્રને જરૂર કરતાં વધારે સમય રંગભૂમિ પર ન રાખવું એની સૂઝ નાટ્યકારમાં હોય એ જરૂરી છે ને તે લેખક બતાવે છે.
ચંચળના ગયા બાદ નંદુ બટુને એના ચિડાવા અંગે પ્રશ્ન કરે છે ત્યારે બટુ મહેમાનોનો જ પ્રશ્ન આગળ કરે છે. એક અમથાલાલને મૂકવા જતાં શાળામાં પિરિયડ ચુકાયો ને સાંજે સાડાપાંચની ગાડીમાં આવેલ કોઈ ઉતારુ એના જ પિતાનું ઘર પૂછતો ભટકાયો તેથી બટુ ચિડાઈ ગયો. એ બીજા મહેમાન ‘પાઘડીવાલા કોઈ મહેરબાન’ હોવાનું બટુ જણાવે છે ને આ વિગત પણ અંતમાં કોઈ વટેમાર્ગુમાં પરભુ ગોર હોવાનું નંદુ ગોરાણીને જે દર્શન થાય છે તેમાં ઉપકારક થાય છે. બટુ પણ નંદુ ગોરાણીની જેમ મહેમાનોથી ત્રાસીને ‘ઘર બદલી દેવા’ સુધીનો પ્રસ્તાવ મૂકે છે; પણ એમ કરવા જેવી પોતાની આર્થિક સ્થિતિ નહીં હોવાનું નંદુ ગોરાણી જણાવે છે. જે મહેમાનોને કારણે એક સમયમાં બટુને ખાવા-ખેલવાની મજા પડતી એ મહેમાનો હવે તેને ભારે પડે છે. બટુ નંદુ ગોરાણીની મહેમાનોની વેઠ સહન કરવાની શક્તિને બિરદાવે છે. નંદુને મન બટુ જ પોતાની પીડા સમજે એવો જણાયો છે. જયંતી તો બાપ જેવો ‘દાનો’ નીવડ્યાનો એમનો અભિપ્રાય છે. નંદુને મહેમાનોની જંજાળમાં બટુનું ભણતર કથળી જાય એની ચિંતા છે. તે કહે છે : “હુંય ઓછી કંટાળી નથી ? કોઈ ખડકી ખખડાવે છે ને મને તો હૈયામાં ફાળ પડે છે.” ને નાટ્યકારે ત્રાગડોય એવો રચ્યો છે કે આવું કહેતાંની સાથે જ ખડકી ખખડે છે. નંદુ ગોરાણીને ખડકી ખખડવા માત્રથી ધ્રુજારી વ્યાપી વળે છે. બટુએ બારણું ખોલતાં જયંતીલાલ પ્રવેશે ને તેથી નંદુ હોશમાં આવે છે, પણ તેની પાછળ પહેલાં આવી ગયેલ તે મહેમાન મુગટલાલને જોતાં નંદુ ગોરાણીના હોશકોશ વળી પાછા વળી ઊડી જાય છે. નાટ્યકારે નાની પાત્રપ્રવેશાદિની વીગતોમાંય જે કલાનિષ્ઠા દાખવી છે તે પ્રશસ્ય છે. બધાં પાત્રો, બધી પરિસ્થિતિ નાટકના અંતિમ લક્ષ્ય તરફ સચોટ રીતે ગતિ કરે એ માટે લેખકે સ્તુત્ય તકેદારી રાખેલી જણાય છે. એ રીતે નાટકમાં એકતાનું – સુશ્લિષ્ટતાનું તેમ જ લક્ષ્યગામિતાનું તત્ત્વ પ્રભાવક સ્વરૂપનું જણાય છે.
બટુને મહેમાનને કારણે મોડું થયું તો એ ચિડાયેલો. જયંતી પણ મહેમાનને કારણે મોડો પડ્યો છે, પણ તે પ્રસન્ન છે. કરગરવા છતાં મહેમાન જો ઘેર ન આવ્યા તો એમને વીશીમાં જમાડવા એ થોભ્યો, ને એમ વિલંબ થતાં રસ્તામાં મુગટભાઈ મળ્યા તો એને ઘેર લેતો આવ્યો. આમ મહેમાનનો વાટમાં ભેટો થઈ ગયાથી જયંતી તો આનંદ પામે છે – ભગવત્કૃપા એમાં માને છે ! નંદુથી આ જયંતીને મોઢામોઢ તો કશું કહી શકાતું નથી. બટુનેય ‘મોટા ભાઈની રીત’ – મહેમાનોના ખર્ચાળ સ્વાગતની સ્તો – ટીકાયોગ્ય જણાય છે, (પૃ. ૧૮) પણ તેનાથીયે જયંતીની ટીકાનું વાક્ય પણ પૂરું થઈ શકતું નથી.
નંદુ બટુ આગળ મહેમાનોની અકળામણ રજૂ કરે છે. ‘સખે’ જમવાનું પણ બની શકતું નથી તેનો રોષ નંદુ ગોરાણી બળકટ રીતે સંવાદમાં વ્યક્ત કરે છે.<ref>એજન, પૃ. ૨૮.</ref>જમવા વખતે પોતાનાં બાળકો રસ સારી રીતે જમી શકે એ માટે નંદુ ગોરાણી રસમાં ખાંડ નાખવાની વાત જે રીતે ચલાવે છે તે પણ મનોવૈજ્ઞાનિક વલણની નિર્દેશક છે. લેખકની માનવસ્વભાવની ઊંડી સમજ આ પ્રસંગે પણ પ્રગટ થતી દેખાય છે. નંદુ ગોરાણીનો જીવ, મહેમાનોને કારણે પોતાનાં બાળકોને સરખી રીતે જમવા પણ મળતું નથી તેથી, ખૂબ કોચવાય છે. દરમ્યાન બારણે ટકોરા સંભળાય છે, “ખોલો ! ખોલો !”નો અવાજ સંભળાય છે. “ભાઈ, આ નહિ ! ચોથે બારણે ધરમશાળા છે”, “કોણ છે એ સાનસમજ વિનાનું ? આ દવારો ન્હોય!”, “ધરમશાળામાં જાઓ ને ! પગ ભાંગી ગયા છે ?” – આવાં આવાં વેણો નંદુ ગોરાણી ઉચ્ચારે છે, દરમ્યાન મુસાફરના “ખોલો ! ખોલો !” અવાજ ને બારણે ટકોરા જારી રહે છે. નંદુ ગોરાણી “આ ક્યાંથીય ઝોડ વળગ્યું પાછું ?” એમ કહી એકાદ મિનિટની શાંતિ બાદ ખડકી ઉઘાડે છે ત્યારે અંધારામાં પરભુ ગોરને જોયાનો ભાસ થાય છે ને નંદુ ગોારણી “એ ! આવો ! આવો ! પાછા આવો !!! મારા સમ છે તમને !” એમ પોકારો કરે છે; બટુ ખાતાં ખાતાં બહાર આવી નંદુ ગોરાણીની વર્તણૂકથી વિસ્મય પામે છે. નંદુ ગોરાણીને બહાર તાકતાં “પાછા વળો ! તમારું પંડનું ઘર ને વળી પૂછવા રહ્યા ?” એમ કહેતી બારસાખ પર કપાળ કૂટે છે. બટુ નંદુને “એ કોણ હતું ?” એમ પૃચ્છા કરે છે ને નંદુ રોતાં રોતાં કહે છે : “હવે કોઈ નહિ આવે આપણે બારણે, બેટા ! ને આવે તો મારે ઓછું... ?” ને એમ નંદુ જાણે ભાન વગર બોલે છે : ‘એ જતા રહ્યા છેવટે, મારે પાપે !” ને નંદુ એ જનાર વિશે વધુ પ્રકાશ પાડતાં કહે છે : “એ જ પાઘડી, પેલો લીલો ખેસ, ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો !” ને આટલું કહેતાં નંદુ અમળાઈને ઢગલો થઈ પડે છે ને બટુ “કોના હાથમાં મારા બાપના ?” એમ પ્રશ્નો કરતો રહી જાય છે. અહીં જ નાટક યોગ્ય રીતે વિરામ પામે છે.
નાટ્યકારે આ નાટકનો અંત ખૂબ કુશળતાથી રચ્યો છે. નંદુ ગોરાણીએ ખરેખર પરભુ ગોરને જોયા ? અથવા પરભુ ગોરને જોયાનો નંદુ ગોરાણીનો ભ્રમ જ હશે ? – આ સ્પષ્ટ રીતે કહેવું ખૂબ મુશ્કેલ છે. લેખકે નંદુ ગોરાણીને પરભુ ગોરનો વિભ્રમ કરાવે એવી વાસ્તવિક તેમ જ માનસિક ભૂમિકા અગાઉથી ક્રમશ: રચી રાખી હોય છે.” એટલે અંતની રહસ્યાત્મકતા તત્ક્ષણની ઘટનામાંથી સાહજિક રીતે ને તેથી અનિવાર્યતયા સ્ફુરેલી પ્રતીત કરી શકાય છે.
આ નાટકમાં, જયંતિ દલાલ કહે છે તેમ, ‘કાવ્યાત્મક Vagueness’ જરૂર છે. એક રીતે એ ‘નવું પરિમાણ’ પણ છે; ને એટલી એમની વાત આ નાટક પૂરતું મહત્ત્વની છે. તેઓ આ કાવ્યાત્મક ‘Vegueness’ કૃતિની કઠોર મર્યાદા પણ ‘બીજી રીતે’ બનતી હોવાનું ને છતાં તે કૃતિને – “અ-નાટ્યાત્મક” નહિ બનાવતી હોવાનું પણ એકશ્વાસે કહે છે. આપણને શ્રી દલાલે આ નાટકમાં ચીંધેલ વિલક્ષણતાઓનું દર્શન જ વસ્તુત: તો ઉપયોગી છે. યોગ્ય રીતે, મોહનભાઈ પટેલ માને છે તેમ, નાટકની આ ‘Vagueness’ વસ્તુસામગ્રીની રહસ્યમયતાને ઉદગ્ર કરી આપે છે.
‘બારણે ટકોરા’માં રંગભૂમિ પર પ્રત્યક્ષ થતાં પાત્રોમાં નંદુ, ચંચળ, બટુ, જયંતી ને મુગટલાલનો સમાવેશ થાય છે. તેમાંય મુગટલાલના પાત્રનું ઝાઝું કામ નથી. મુખ્ય સૂચિત પાત્ર પરભુ ગોર આખા નાટકમાં વ્યાપી રહ્યા હોય એવી હવા લેખકે સફળતાથી નંદુ-ચંચળાદિની વાતચીતથી સર્જી છે. લેખકે વિધવા નંદુ ગોરાણીનું પાત્ર સુંદર રીતે આલેખ્યું છે. ગુજરાતી સાહિત્યનાં પ્રથમ પંક્તિનાં પાત્રોમાં તેનો સહેલાઈથી સમાવેશ થઈ શકે.
લેખકે જેમ ‘સાપના ભારા’માં મેના અને નંદરામને તેમ આ નાટકમાં પરભુ ગોરને રંગભૂમિ પર નહિ લાવીને ઊંડી કલાસૂઝ દાખવી છે. એમના અભાવે જ એમના વિશુદ્ધ પ્રભાવનો અનુભવ નાટકમાં સાદ્યંત શક્ય બને છે. વાસ્તવિક અર્થમાં પરભુ ગોર નાટકમાં હયાત નથી. ‘આધ્યાત્મિક’ અર્થમાં પરભુ ગોર જયંતીના જીવનકાર્યમાં, નંદુ ગોરાણીના આતિથ્યમાં ને સ્મૃતિસંવાદમાં, મહેમાનોના આગમન-માં અવારનવાર પ્રગટ થતા જ રહ્યા છે. ઉમાશંકરે પ્રત્યક્ષ રીતે ૩ પુરુષ અને ૨ સ્ત્રીપાત્રોનો જ વિનિયોગ કર્યો છે ને એ પાત્રોના સ્વભાવભેદની રેખાઓ સરસ રીતે આલેખી બતાવી છે. ‘બારણે ટકોરા’ કુશળ “નાટ્યકાર કેવા અણખેડાયેલા માનવભાવને પણ નાટકમાં ઉતારી શક્યા છે !”<ref>રામનારાયણ વિ. પાઠક; ‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૩.</ref>– તેની પ્રતીતિ આપે છે. ‘સરયૂ’ આ નાટક ધૂમકેતુની કોઈ ઉત્તમ નવલિકા-કૃતિની સાથે ગર્વપૂર્વક ઊભું રહી શકે તેવું છે એમ કહે છે. આજનો ભાવક-વિવેચક તો ધૂમકેતુની નવલિકાકૃતિ સાથે આ એકાંકીને સરખાવવાનું પસંદ જ નહિ કરે. તે એક સુંદર કૃતિ જરૂર છે. “તરાહ તરાહની લાગણીઓને ટકોરા મારીને ખંખોળતું નાટક’<ref>જયંતિ દલાલ; કવિનો શબ્દ, પૃ. ૧૫૫.</ref>એ છે. આ નાટક કેટલીક રીતે “મન્કીઝ પૉ”(વાનરનો પંજો)ની યાદ અપાવે છે. તે નાટકનો અંત પણ રહસ્યાત્મક છે, એમાંય ‘બારણો ટકોરા’ ખૂબ મહત્ત્વની ક્રિયા બની રહે છે. આમ છતાં એ નાટકની અસર ‘બારણે ટકોરા’ પણ હોવાનું માનવું જરૂરી નથી. આ નાટક સાચે જ “આપણા નાટ્ય સાહિત્યનું એક અમોલું ધન છે.”<ref>ડૉ. ચંદ્રકાન્ત મહેતા; અનુરણન, ૧૯૭૩, સાપના ભારા, પૃ. ૧૪૬.</ref>‘બારણે ટકોરા’ કોટુંબિક પ્રતિષ્ઠા બનેલા આતિથ્યધર્મનો વિષાદપૂર્ણ વિધિહાસ નાટ્યસિદ્ધ કરી અપાતું<ref>ડૉ. મહેશ ચોક્સી; ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’, પ્રથમ આવૃત્તિ,
પૃ. ૩૦૦.</ref>નાટક હોવાનો અભિપ્રાય પણ સ્વીકારી શકાય એમ છે.
‘ઊડણ ચરકલડી’ એક દૃશ્ય, એક અંકવાળું બે પુરુષપાત્રો અને ચાર સ્ત્રીપાત્રો ધરાવતું સામાજિક એકાંકી છે. એમાં પણ વસ્તુ અર્વાચીન રૂઢિગ્રસ્ત ગ્રામીણ સમાજજીવનનું છે. ચંદણી, જીવી અને વાલી – ત્રણેય સખીઓ છે. વાલીનું લગ્ન લેવાઈ રહ્યું છે; જીવીનું લગ્ન થઈ ગયેલું છે.S ચંદણીના લગ્નનો પ્રશ્ન છે. વાલીનાં લગ્નમાં વરપક્ષે અણવર તરીકે આવેલા કેશુ પ્રત્યે ચંદણીને માયા લાગે છે. દરમ્યાન ચંદણીના પિતા કેશુના પિતા સાથે ચંદણીનો વિવાહ (લગ્ન નહિ) કરી આવે છે, ને તેનું સૂચન (વધાઈ નહીં) ચંદણી આગળ જીવી દ્વારા કલાત્મક રીતે થાય છે. ચંદણી લગભગ નિરુત્તર છે. તેની બહેનપણી જીવી કેશુએ પોતાનો જડેલો પણ ચંદણીને આપેલો સોનાનો પૂતળીઓનો હાર ચંદણીના પિતા નારાયણને આપે છે. ચંદણીને પ્રાપ્ત પરિસ્થિતિનો મૂંગે મોંએ સ્વીકાર જ કરવાનો રહે છે.
{{Poem2Close}}
__________________
<small>S ધીરુભાઈ ઠાકરે ‘ઊડણ ચરકલડી’નો સાર આપતાં “વાલીનાં લગ્ન લેવાયાં છે, જીવીનાં થવામાં છે,” (‘અભિનેય નાટકો’, પૃ. 35) એમ જણાવ્યું છે તે બરોબર નથી. લેખકે નાટ્યારંભે જ પાત્રસૂચિમાં જીવી “પરિણીતા” હોવાનો નિર્દેશ આપ્યો છે, ને 34મા પાને ચંદણી સ્પષ્ટ રીતે એના સાસરે હોવાનો ઉલ્લેખ કરે છે.</small>
{{Poem2Open}}
આ એકાંકીમાં કવિએ ચંદણી, જીવીનો આરંભનો સંવાદ સરસ રીતે આલેખ્યો છે. ‘વાઘણ જેવી’ ચંદણીની આર્દ્ર મનોદશાનો લેખક માર્મિક ચિતાર આપે છે. જમની, લલી, રૂપાળી, વાલી એમ બધી સખીઓ પરણીને સાસરું પામે છે ત્યારે પોતે હજુ મા-બાપને ભારરૂપ થઈ રહી છે તેની વિલક્ષણ મનોવ્યથા લેખકે બરોબર રજૂ કરી છે. ચંદણી જીવીને વાતવાતમાં કહે છે કે “તુંય આણાં આવ્યે હીંડી જઈશ, પછી અહીં ચંદણીબાઈ મેવડો થઈને નાચશે આખા ગામમાં !” – આ શબ્દમાં દારુણ વ્યથા ભરી પડી છે. ‘મારો કાકો ને હું બેય અવલકુંવરાં મરવાનાં છીએ’ – એ શબ્દોમાં હસવાના પ્રયત્નમાં રુદનનું જ બળ વરતાય છે.
લેખકે ચંદણીની આ મનોદશાના મૂળમાં સામાજિક રૂઢિને જ જવાબદાર લેખી જણાય છે. જીવી ચંદણીના લગ્ન માટેના મામલામાં કાકા, મા ને બાપ ત્રણેયની વિચારસરણી – ત્રણેયના સ્વાર્થ જ કારણભૂત જણાય છે. ત્રણમાંથી કોઈનેયે ચંદણીના મનોભાવોની ઊંડી ગમ જણાતી નથી. જીવી તેથી ટીકા કરતાં કહે છે : “મૂઓ આપણી નાતનો ઢાળો.”
લેખકે એકાંકીના આરંભે બહેનપણીઓની લગ્નવિષયક વાતચીતનું દૃશ્ય રજૂ કર્યું છે ને એ રીતે નાટ્યક્રિયા માટેની સમુચિત ભૂમિકા રચી છે. સંતોકબાઈનો પહેલો પ્રવેશ લેખક બચાવી શક્યા હોત એમ લાગે છે. આમ છતાં એના પ્રવેશનો કલોચિત લાભ ઉઠાવવા લેખકે પ્રયત્ન જરૂર કર્યો છે. ચંદણી-જીવીને જાન વળવવા જવામાં વિલંબ થતાં વાલી પોતે આવી લાગે છે ને વાલીની પાછળ કેશુને પણ લેખક રંગભૂમિ પર ખેંચી લાવે છે. વાલીનો રંગભૂમિ પર પ્રવેશ કેશુને માટે જ થયેલો હોય એમ જણાય છે. આ કેશુની ભાષામાં, એ ભણેલો છે માટે પણ હોય, કંઈક વધુ ધ્યાન ખેંચે એવી વિશિષ્ટતાના અંશો વરતાઈ આવે છે – કેશુ આવતાંવેંત “ભાભી છે કે અહીં ? અરે આ તો આખુંય રાધામંડળ અહીં છે ને ?” એમ બોલે છે. આ ‘રાધામંડળ’નો વાક્પ્રયોગ કેશુ ન કરી શકે એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ એ પ્રયોગ આ નાટકના એકંદર વાતાવરણમાં જરા જુદો પડી આવતો જરૂર જણાય છે.
લેખકે ચંદણી-જીવી-વાલીના, તેમ જીવી-વાલી-કેશુ-ચંદણીના સંવાદમાં ટોળ-વિનોદના તત્ત્વનેય ઠીક ઠીક ઉપયોગમાં લીધું છે. તેમાંય જીવી-વાલી-કેશુ-ચંદણીના સંવાદમાં બટકબોલી ચંદણીનું સ્નેહસંક્ષોભે ખમચાતાં, અનિવાર્યપણે, કંઈક ઓછું બોલવાનું (ખરેખર ઓછું બોલે છે ?) લેખકનું આયોજન પણ ઇષ્ટ જણાય છે ને છતાંય આખો સંવાદ ચંદણીના મહત્ત્વથી પ્રણિત, સુરેખ ઘાટ ધારણ કરી શક્યો છે. કેશુ “ત્રણ દિવસના બહેનપણાના કે ગમે-તે-પણાના સંભારણા”ના પ્રતીક તરીકે પોતાને જડેલો સાવ સોનાનો પૂતળીઓનો હાર ચંદણીને આપે છે, ને પછી “ધરાઈને કોઈને મળ્યો હોઉં તો તે તમને જ !” એમ કહી ‘મળીશું વળી મેંદોલી આવશો કોક વાર તો !’ એમ આશા સાથે ચંદણીની વિદાય લે છે તે વખતે ચંદણી “એ આ તમારો હાર, મને નાં ખપે ભા !” એમ કહીને કેશુ તરફ ફેંકે છે. કેશુ તો પાછું જોયા વિના ચાલ્યો જાય છે ને એ હારવાળો રૂમાલ જીવી ઝીલીને લઈ લે છે. આ હારનો પણ ઉમાશંકર અહીં નાટ્યાત્મક રીતે પ્રતીકાત્મક રીતે સુંદર વિનિયોગ કરી શક્યા છે. આ હાર જ કેશુના ‘ખાઈ પરવારેલા’ બાપા વિઠ્ઠલ ઠાકર સાથેના ચંદણીના લગ્નમાં પહેરામણી પેટે આપવામાં કામ આવનાર છે. આ હાર ચંદણીએ પોતાની પાસે રાખવાનું પસંદ ન કર્યું. એમાંય આગમનો જ નિગૂઢ સંકેત જોવો મુશ્કેલ નથી. વળી મંદોલીમાં મળવાની કેશુની આશા જે રીતે ફળવાની છે એમાંય ઓછી વિધિવક્રતા છે ?
ચંદણીના પિતા નારાયણ, જીવી જ્યારે એમને વિઠ્ઠલ ઠાકરની ઉંમર પૂછે છે ત્યારે, ‘હશે ત્રીસબત્રી વરસની’ એમ કહે છે. આ પૂર્વે ચંદણી સાથેની વાતચીતમાં કેશુ “મારા બાપા તો ખાઈ પરવાર્યા છે. પચાસ વરસ લગી પૈસા જ ભેગા કર્યા છે ને ?” એમ કહે છે. તો વિઠ્ઠલ ઠાકરની ખરી ઉંમર વિશે શું સમજવું ? ચંદણીના પિતા નારાયણ વિઠ્ઠલ ઠાકરની ઉંમર હોય તેથી ઓછી બતાવે, અથવા દેખીતી જણાતી હોય તે આશરે બતાવે તે સમજી શકાય પણ ક્યાં “ત્રીસબત્રી” અને ક્યાં ઓછામાં ઓછા “પચાસ” ? કેશુની એના પિતાની ઉંમર વિશેની વાત જ વધુ શ્રદ્ધેય ગણાય. ને “પચાસ વરસ લગી પૈસા ભેગા કર્યા છે ?” એમ કહે છે એટલે ઉંમર પચાસથીયે વધારે માનવાની થાય. જોકે વિઠ્ઠલ ઠાકરની ઉંમર ઓછી બતાવવા પાછળની નારાયણની ભૂમિકા સમજી શકાય એવી છે.
આ એકાંકીમાં છેલ્લે નારાયણ જીવી-ચંદણીને કાંકરી ગોળ ચાખતા જવાનું કહે છે. ચંદણી માટે એ ગોળ ખાવા જેવો પ્રસંગ ગોળ ખાવા જેવો તો રહેતો જ નથી. કેટલી ભયંકર વાત આમ જુઓ તો બની ગઈ છે ને છતાંય દેખીતી રીતે ખાસ કોઈ ઊથલપાથલ વરતાતી નથી. નારાયણે નક્કી કરેલ વિવાહસંબંધે કેશુ-ચંદણીનાં હૃદયને રહેંસી નાખ્યાં છે ને છતાંય કેવી મીંઢી મૂક-તા સમગ્ર હવામાનમાં છે ! આની કોઈ વિશિષ્ટ અસર ચિત્ત પર થાય છે. શ્રી ‘સરયૂ’ને તો અંતભાગમાં ‘પૅથૅટિક આય્રની’-નું નિર્માણ કરતા ચંદણીના વિવાહના સમાચાર સામે ચંદણી-જીવી તરફથી “પોતાનો વિરોધ કે અણગમો સરખો, શબ્દથી વર્તનથી કે સૂચન માત્રથીયે ન બતાવ્યો” એ ખૂંચ્યું છે. સ્વાભાવિક રીતે જ આવા પ્રસંગમાં આ પાત્રોને ઘણું ઘણું ફરિયાદરૂપે વેદનાના આવિષ્કાર રૂપે કહેવાનું હશે. પણ કશુંયે કહેવાતું નથી. જીવી-ચંદણીએ જાણે આ પરિસ્થિતિ રૂઢિવશાત્ સ્વીકારી લીધી ન હોય ! જીવી તો ચંદણીના હાર સંબંધે કહે જ છે : “ચંદણીનો જ છે ! જેનો છે ઇંને નકામો હતો, ને છેવટે તો ઇંને ત્યાં જ જવાનો છે. ઠીક એ તો આવીને વાત...” ચંદણી આ વિવાહસંબંધ સ્વીકારી લેશે એવું જીવીનું મંતવ્ય આમાં સ્પષ્ટ છે. ને આવીને વાત જે થવાની એમાં અન્યથા હોવાનો સંભવ રૂઢિગ્રસ્ત સમાજપરિવારમાં વરતાતો નથી. જીવી ચંદણીનો હાથ પકડીને પૂછે છે : “અલી ચંદણી, કેશુ તો તારો... કે ભાઈ, કે દીકરો ?” ને ત્યારે તેનો ઉત્તર ચંદણી ‘ઉડાવતી’ રીતે આટલો જ આપે છે : “એ તો અમથો અણવર જ...” અહીં ‘અણવર’નો વિશિષ્ટ નાટ્યસંદર્ભે એક નવો જ અર્થ વિકસે છે ને એ જોતાં આ નાટકનું શીર્ષક ‘અણવર’ હોત તો કેમ ? એવુંયે થાય છે. આ ‘ઊડણ ચરકલડી’ ચંદણી, દાદાજીના દેશમાંથી ઊડીને કાલે પર-દેશ જવાની, કેશુના ઘેર પહોંચવાની, પણ કેશુની થવાની ? લેખકે અહીં મૌન જ સેવ્યું છે. એ મૌન નાટ્યના અંતને વધુ ભાવોત્કટ બનાવી રહે છે.
શ્રી દલાલ આ નાટકના સંદર્ભમાં વાત કરતાં ઉમાશંકર અને પન્નાલાલનાં સ્ત્રી-પાત્રો ‘ફૅક્ટ્સ ઑફ લાઇફ’ના સારી પેઠે જાણકાર હોવાનું દર્શાવે છે. ચંદણીએ કદાચ પોતાના લગ્ન અંગેની ઘટનાનો જીવનની એક વિધિદત્ત ઘટના તરીકે સ્વીકાર કરી લીધો હોય એમ અનુમાન કરવાને કારણ છે. બાપે ને સમાજે જે વિવાહસંબંધ જોડી આપ્યો તેથી મન મળ્યું એવું જ તૂટ્યું પણ તે સંબંધના સ્વીકારનો જો તેણે અક્ષર ભણ્યો નથી, તો અસ્વીકારનોયે ક્યાં ભણ્યો છે ? “એ તો અમથો અણવર જ...” એ ઉદ્ગારોમાં કેટકેટલું ઊડી ગયાની – તૂટી ગયાની – ખોવાઈ ગયાની વેદનાનો રણકો હશે તે તો અનુમાન-ધારણાનો જ વિષય બની રહે છે. આ નાટકમાં ચંદણીના મૌનની વ્યંજના બધી રીતે નાટ્યાત્મક હોવા છતાં કર્તાનો કશા પણ ‘કમિટમૅન્ટ’ માટેનો અણગમો તો પ્રગટ કરે જ છે એવું શ્રી દલાલનું નિરીક્ષણ વિચારણીય છે. કદાચ ઉમાશંકર હાડે કવિ-કલાકાર છે ને તેથી જ ક્યારેક અસ્પષ્ટ એવી પરિસ્થિતિઓની વ્યંજનાત્મક રજૂઆત કરીને પોતાના કલારસની ઇતિશ્રી માનતા હોય. એક અર્થમાં આ કલાકારનું મોટું ‘કમિટમૅન્ટ’ જીવન પ્રત્યેની સચ્ચાઈનું છે અને એ અહીં અણીશુદ્ધ સચવાય છે. આ એકાંકીકાર સમાજુસધારક કે ધર્મોદ્ધારક હોત તો સંગ્રહનાં ઘણાં એકાંકીઓમાં પાત્ર ને ઘટનાની ચાલના છે તેથી જુદી જ હોત, એકાંકીઓના અંત પણ તેથી જુદા હોત.
ડૉ. મહેશ ચોક્સીને ચંદણી-કેશુનું મિલન કૃત્રિમ લાગવાનો સંભવ જણાયો છે,<ref>ડૉ. મહેશ ચોક્સી; ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’, પ્રથમ આવૃત્તિ,
પૃ. ૩૦૦.</ref> પણ એ ‘સંભવ’ હોઈ એ વિશે ટીકાટિપ્પણી બિનજરૂરી છે.
ડૉ. ચંદ્રકાન્ત મહેતા આરંભમાં આલેખેલું ઉલ્લાસનું તત્ત્વ પછીની કરુણતાની વિરોધી પશ્ચાદ્ભૂ તરીકે સારી એવી અસર જન્માવતું હોવાનું અને કરુણતાની છાપ વધુ ઘેરી પાડતું હોવાનું જણાવે છે.<ref>અનુરણન, પૃ. ૧૪૭–૮.</ref>જોકે આરંભના ઉલ્લાસચિત્રમાંયે કરુણતાની સુરાવટ તો ઝીણી ઝીણી ને તેથી જ મર્મવેધક રીતે સંભળાય છે. વળી આરંભનું ચિત્ર પાછળના ચિત્ર માટેની સંવાદાત્મક ભૂમિકા બની જ રહે છે. ઉલ્લાસની અને કરુણતાની ભૂમિકા અહીં વિભિન્ન છે જ નહીં ને તેથી બેના વિરોધનોયે પ્રશ્ન નિરાધાર બની રહે છે. અહીં તો ઉલ્લાસકરુણતાનું કોઈ એવું વિલક્ષણ મિશ્રણ છે, જેમાંથી જીવનનો યથાતથ સ્વાદ ભાવક-પ્રેક્ષકને મળી રહે છે.
‘ખેતરને ખોળે’ એક અંક, એક દૃશ્યવાળું, ચાર પુરુષપાત્રો અને ત્રણ સ્ત્રીપાત્રો ધરાવતું સામાજિક નાટક છે. આખું નાટક ખળામાં ભજવાય છે.
નાટકનો આરંભ ભીખી અને જમનાના સંવાદથી થાય છે. ભીખી જુવાન, ઝટ ન વરતી શકાય એવા ભાવવાળા ચહેરાની છે. જમના આધેડ વયની ને બોલવે તોછડી બાઈ છે. લેખકે જમનાનાં વાણીવર્તનમાં આ તોછડાઈને અસરકારક રીતે પ્રગટ કરી છે. ભીખી કોસવાળાના લલકારની વાત કરવા જાય છે ત્યાં તો એને જે રીતે તોછડાઈથી લઈ નાખે છે તે ધ્યાનપાત્ર બની રહે છે. આ ભીખી-જમના ઘઉં વાઢવાની વાત પરથી અંગત – કૌટુંબિક વાત પર આવી જાય છે. વાણિયો બધો પાક લઈ જશે એમ જમના કહે છે ત્યારે ભીખી “લઈ જાય અમનેય ભેગો ને ?!” એમ એમાં ઉમેરો કરે છે ને તેના પ્રતિભાવરૂપે જમના કહે છે : “તે વગર કહ્યે તારે પરતાપે તારો વર ને તારી સાસુ બેય ઇંનાં હાથમાં જ છે, વેચાયેલાં છે, તને વેચાતી લીધી ત્યારનાં બિચારાં !” ને આ વાક્યથી નાટક બરોબર ઝડપ પકડે છે – ‘ટૅક-ઑફ’ લે છે. જમના સાથેની ભીખીની વાતચીત પરથી જણાય છે કે ભીખીના લગ્ન બાદ, તેનાં પિયરિયાં ને સાસરિયાં વચ્ચે તીવ્ર અણબનાવ બન્યો છે, ભીખીને સાટાવિક્રયના કુરિવાજોનો ભોગ બનવું પડ્યું છે. ભીખીનો ભાઈ મોહન જામીનગીરીના રૂપિયા હજાર ખાઈ ગયો છે. વળી ભીખીના સસરા ભગવાનજીને મૂઠ મરાવનાર પણ એ મોહન હોવાનું કહેવામાં આવે છે. આમ ભીખીના પરણ્યા પછી એકાધિક અનિચ્છનીય ઘટનાઓ ઘટી હોવાથી ભીખી “ગોઝારી” – ખરાબ પગલાંની ગણાય છે. જમના તો કહે જ છે : “રાં’ ગોઝારી કેવાંય પગલાંની ઘરમાં પેઠી તે ઘર વેરણછેરણ કરી નાખ્યું ને વગર વાંકે એકનો જીવ ખાધો !” ભીખી આ બધી પરિસ્થિતિ સામે લાચાર જેવી છે. તે કહે છે : “ સૌ સવારથનાં સગાં છે, બાઈ ! સૂડી વચગાળે સોપારી જેવું છું હું તો ! પિયરમાં તો પરણ્યા પછી પણ મૂકવા પામી નથી, ને સાસરિયામાં તો મારું મોઢું જ સૌને...” જમના ભીખીની આ વાત સાંભળે છે પણ તેનું મનોતંત્ર ભીખીની વેદનાને યોગ્ય રીતે સમજી શકે એવું અનુકૂળ – કેળવાયેલું નથી. પિયરિયાંને જઈને સમજાવવાના જમનાના સૂચન સામે તે એટલું જ કહે છે કે “ત્યાં તો મરવાનું મન થશે એને આગલે દ્હાડે જઈશ.” જમના આ ભીખીને ‘વખની વેલ’ માને છે ! ભીખીને તે કંકુનાં નહિ પણ લોહીનાં પગલાંવાળી કહે છે ને ભીખીથી આ બધું સહ્યું ન જતાં એકલી પડતાં મોકળા મને રડી દેવાય છે. ત્યાં જ રઘુ પ્રવેશે છે. આ રઘુ પ્રમાણમાં ભલો, ઉદાર અને સમજુ છે. જમનાકાકી ભીખીને ન કહેવાનું કહી ગયાં તેથી સંત્રસ્ત ભીખીને રઘુ તો સ્નેહ-આશ્વાસન જ આપે છે, ને એટલામાં તો રઘુ પોતાના પિતા પાછળ અખાત્રીજ પહેલાં નાત કરે નહીં તો તેને નાતબહાર મૂકવો એવો ઠરાવ ભીખીના ભાઈ મોહનને કારણે જ થયો હોવાની વાત લઈને રઘુની મા રેવા આવી લાગે છે. તે ખૂબ વ્યાકુળ છે. રઘુને ‘પીટ્યો’, ‘નઘરો’, ‘ઘોરખોયો’, ‘ફટકદેવાળિયો’, ‘મુડદાલ જેવો’ – એવાં અનેક આકરાં વેણ કહે છે; પરંતુ રઘુ ઠીક ઠીક શાંતિસ્વસ્થતા જાળવી રાખે છે. રેવા ભીખીને પિયર મોકલી દેવાનું સૂચન કરે છે. કોઈ પણ રીતે નાતબહાર જવાનું ન બને તે માટે રેવા થાય તેટલો પ્રયત્ન કરી લેવા કૃતનિશ્ચય છે, કેમ કે એને તો લાગે છે કે “નાતબહાર રહીને આપણાથી ઘડીય ટકાવાનું નથી.” રેવાના ભીખીને પિયર મોકલી લેવાના સૂચન સામે રઘુ નિરુત્તર રહે છે અને એમ એને નિરુત્તર રાખવામાં લેખકની કલાસૂઝ પણ પ્રગટ થાય છે. ભીખીએ જાણે રેવા-રઘુના સંવાદમાંથી પોતા પૂરતો અર્થ તારવી લીધો જણાય છે ને તે રઘુ માટે પાણી લેવા કૂવે જાય છે ને કૂવામાં જાણીને પડતું મેલે છે. કૂવામાં પડતું મેલવા માટેની ભીખીની મનોદશા તો લેખકે જમના સાથેના સંવાદ દરમ્યાન સર્જી હતી. આ બાજુ રેવા-રઘુની વાતચીત ચાલુ છે ને રઘુ ભીખીને પિયર મોકલવાના મતનો નથી એ સ્પષ્ટ થાય છે ને ત્યાં જ જમના “મરી ગઈ ! મરી ગઈ, દોડો !!” કરતીક આવે છે ને ભીખી કૂવામાં પડી ગયાની વાત કરે છે. આ બાજુ આ સમાચારના આઘાતે “મારી છેલ્લીવેલ્લી જીવાદોરી તૂટી ગઈ” એમ કહેતાં ભીખીને પિયર મોકલાવી દેવા તૈયાર થયેલ રેવા બેભાન થઈ જાય છે. “કોને બચાવવા જાઉં” એવી રઘુને મૂંઝવણ થાય છે ને જમનાના આદેશે રઘુ ભીખીને બચાવવા દોડી જાય છે. રેવા ભીખીને ‘પારેવા જેવી’ ઉચિત રીતે કહે છે. ભીખીને કૂવામાં પડતું મેલાવનાર એક રીતે તેનો સગો ભાઈ મોહન જ હોય છે ને એ જ હવે તેને કૂવામાંથી કાઢનાર – ઉગારનાર બને છે. લેખકે એકાંકીના હિતમાં (?) આ અકસ્માતનો આશ્રય લીધો છે. ભીખી તો હજુયે “નથી જવું પિયર મારે, કદી નથી જવું !” એમ લવતી હોય છે. અને એમ લવે છે ત્યારે (પિયરનો) એનો ભાઈ જ કહે છે : “જાણો છો ને, ઇંની ને મારી નસોમાં એક જ લોહી વહે છે તે !” આ દરમ્યાન જમનાનો દીકરો વિઠ્ઠલ ત્યાં ધસી આવે છે ને રઘુએ કરવાની નાતની જામીનગીરી પોતે લીધી હોવાની અને તેથી નાતબહાર થવાનો ભય કાઢી નાખવાની વાત કરે છે. આ વખતે ભીખી “ખેતરમાં પડ્યાં રહેશું ! નથી જવું... નથી રે’વું નાતમાં !” એમ બોલે છે. રઘુયે “નાત તો જોઈતી જ નથી ને !” એમ કહે છે. આ વખતે મોહન જાણે પ્રાયશ્ચિત્ત-ભાવથી રેવાના બાકી લેણાના પૈસા વ્યાજ સાથે કબૂલી, પોતાની બહેન ભીખીને પ્રેમપૂર્વક લઈ જવાનો – પોતાને ત્યાં રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. આ પ્રસ્તાવના પ્રતિભાવરૂપે રઘુ છેલ્લે કહે છે : “પિયરથી બચવા જતાં તે આ દશા પામી છે ! આંખ ઊઘડશે ત્યારે છેવટે પોતાને પિયરમાં જ જોશે !” આ રઘુના ઉદ્ગારોમાં લેખક પોતાનો અવાજ મૂકવાની લાલસા રોકી શક્યા ન હોય એમ લાગે છે.
{{Poem2Close}}
_____________________
<small>S શ્રી ધીરુભાઈ ઠાકરે ‘અભિનેય નાટકો’માં આ નાટકને એક દૃશ્યવાળું શા માટે લેખ્યું હશે ? (પૃ. 31) નાટ્યકારને તો સ્પષ્ટ રીતે બે દૃશ્ય અભિપ્રેત છે જ.</small>
<small>+ પરિચય; સાપના ભારા, પૃ. 14.</small>
{{Poem2Open}}
આ નાટકનો અંતભાગ કેટલીક રીતે ગોઠવાયેલો જણાય છે. મોહનના હૃદયપરિવર્તનમાં પણ કંઈક આકસ્મિકતા લાગે છે. બેભાન ભીખીની લવરીમાં પણ લેખકનો કલાકસબ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ એકાંકીના અંતનો ભાગ સ્વાભાવિકતાની છાપ ખડી કરવામાં કંઈક મોળો પડે છે અને એટલે અંશે આ એકાંકી કથળે છે, જોકે લેખક પોતે તો એકાંકીને કલાત્મક બનાવવા ઠીક ઠીક કીમિયાઓ અજમાવે છે. આ એકાંકી પાત્રોની સંખ્યા, સંવાદની તીક્ષ્ણતા, વાતાવરણની સઘનતા — આ બધી દૃષ્ટિએ પૂરેપૂરું જમાવટવાળું જણાતું નથી.શ્રી ‘સરયૂ’એ પણ ભીખીના ભાઈનો હૃદય-પલટો ‘બહુ ઍબ્રપ્ટ’<ref>‘સરયૂ’; ‘માનસી’, વર્ષ–૨, ગ્રંથાંક–૪, પૃ. ૭૪૫.</ref>હોવાનું નોંધ્યું છે. શ્રી દલાલ આ એકાંકીનું વસ્તુ નાટ્યક્ષમ છતાં તેને નાટ્યોચિત આકાર નહીં સાંપડ્યો હોવાનું માને છે. તેઓ લખે છે : “ ‘ખેતરને ખોળે’માં નિવેદન પૂરું થતાંમાં જ ઉમાશંકરને ઉતાવળ આવી છે એટલે સમાપન અલપઝલપ અને મન વિનાનું થયું છે.”<ref>જયંતિ દલાલ; કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૫૬.</ref>નાટ્યોચિત આકાર જ નહીં બંધાયો હોવાનું એમનું મંતવ્ય અંતના સંદર્ભમાં સમજીએ તો સ્વીકાર્ય જણાય છે.
આયોજન તેમ જ કવિવલણની દૃષ્ટિએ ‘ખેતરને ખોળે’ અગાઉનાં એકાંકી-ઓથી જુદું તરી આવે છે એમ મહેશ ચોકસી માને છે.<ref>ડૉ. મહેશ ચોક્સી; ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’, પૃ. ૩૦૦–૧.</ref>આ એકાંકી અગાઉનાં એકાંકીઓથી સુખદ અંત પૂરતું તો જુદું પડે જ છે.<ref>ડૉ. ચંદ્રકાન્ત મહેતા ‘ખેતરને ખોળે’, ‘સાપના ભારા’, ‘કડલાં’ વગેરે નાટકોમાં કરુણતા મૃત્યુપરિણામક છે (અનુરણન, પૃ. ૧૪૯) એમ લખે છે. ‘ખેતરને ખોળે’માં ભીખીનું કૂવામાં પડવું મૃત્યુનું પરિણામ લાવે એ શક્ય હતું; પણ રઘુ, મોહન વગેરેના પ્રતિભાવો જોતાં ભીખી મૃત્યુના પરિણામમાંથી ઊગરી ગયાની સ્પષ્ટ પ્રતીતિ થાય છે. ડૉ. મહેતાએ ‘ખેતરને ખોળે’ને આ યાદીમાં સરતચૂકથી તો નહીં મૂક્યું હોય ને ?</ref>વળી મોહનનો હૃદયપલટો અહીં બતાવ્યો છે તેવો આ અગાઉનાં એકાંકીઓમાં કોઈ પાત્રનો જોવા મળતો નથી. અહીં તો એક તબક્કે રઘુ પણ નાતને તરછોડવાની તત્પરતા દાખવી રહે છે. ભીખીનો વૈયક્તિક અભિગમ, એનું મનોબળ – એમાં સામાજિક રૂઢિઓની સામે વિદ્રોહ કરવાની એક શક્યતાનો – કંઈક ક્ષમતાનો અણસાર પણ મળે છે, ને એ રીતે આ નાટકની હવા થોડી જુદી છે. આમ છતાં આ એકાંકી કલાકૃતિ તરીકે ચુસ્તતાની – સુશ્લિષ્ટતાની છાપ ઊભી કરવામાં ઊણું ઊતરતું લાગે છે.
‘શલ્યા’ એક અંક, એ દૃશ્ય ધરાવતું, નવ સ્ત્રીપાત્રોવાળું સામાજિક એકાંકી છે. એ એકાંકીમાં એકેય પુરુષપાત્ર નથી. એ એકાંકીનું વસ્તુ કન્યાજન્મને લગતું છે. હિન્દુ સમાજમાં કન્યાના જન્મને વધાવી લેવાતો નથી. કન્યા જન્મે ત્યારે માની કૂખે પથરો – શલ્યા જન્મ્યાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. ‘શલ્યા’ તે રા. વિ. પાઠક કહે છે તેમ ‘બીજું કાંઈ નથી. હિન્દુ સંસારમાં ન જોઈતી અવતરેલી કન્યા છે.’<ref>‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૪.</ref>નાટ્યકારે આ વસ્તુસંદર્ભને અહીં પ્રયોજ્યો છે.જેમ ‘સાપના ભારા’માં મેનાને નેપથ્યમાં રાખી નેપથ્યનો મહિમા લેખકે વધાર્યો છે તેમ આ એકાંકીમાં ગોદાવરીના પાત્રને નેપથ્યમાં રાખી એનો મહિમા વધાર્યો છે. જોકે આ નાટકમાં તો ગોદાવરીની સદ્ય પ્રસૂતિ માટેની હાલત જોતાં એને નેપથ્યે જ સ્થાન હોય એ સમજી શકાય એવું છે. લેખકે આ એકાંકીનો આરંભ સરસ કર્યો છે. કંકુમાની રંગભૂમિ પરની અધીરાઈપૂર્વકની આવનજાવન પ્રેક્ષકોના રસકુતૂહલને ઉત્તેજનારી બની રહે છે. આરંભમાં ઢીંગલીઓ સાથે રમતી દેવકીને બતાવવામાં આવી છે. લેખકે આ દેવકીનો એકાંકીમાં સારી રીતે ઉપયોગ કર્યો છે. દેવકીની ઢીંગલીની રમત અને ઢીંગલીનો ને પોતાનો ભાઈ મેળવવાની રઢ નાટકના કેન્દ્રસ્થ ભાવવસ્તુને ઉપકારક બની રહે છે. કંકુમાનું પાત્ર નમૂનારૂપ (‘ટાઇપ’) છે, પણ નાટકની રસજમાવટમાં સહાયભૂત થાય છે. મૂળ ઘટના તો ગોદાવરીની પ્રસૂતિ સંબંધે છે. કંકુમા, પાર્વતી આદિ અનેકને ગોદાવરી પાસેથી પુત્રની અપેક્ષા છે. એ અપેક્ષાનું નાટ્યચિત્ર કવિએ સારી રીતે ખડું કર્યું છે. આ મૂળ ઘટના સાથે લેખકે ગોદાવરીને પુત્ર જન્મે તો પૂનમિયાની મહિનાની ધાવણી દીકરીનો વિવાહ કરવા વિશેની ઘટનાનો તાર જોડ્યો છે અને તેથી એકંદરે નાટ્યવસ્તુ વધુ રસિક બન્યું છે. દેવકી “આ મારી ઢીંગલીનો ભાઈ ખોવાઈ ગયો છે. બાએ બીજો ભાઈ લાવી આપવાનું કહ્યું હતું.” – એ વાત કંકુમાનેય કહે છે ને એ કથન વિધિદત્ત કરુણતાને ઉપસાવવામાં મદદરૂપ થાય છે. કંકુમા જે રીતે દાયણ રૂપાં ગાંયજીથી માંડીને જમનાબાઈ, કમુ, સાંકળી ફોઈ, પાર્વતી વગેરેને બોલાવે છે તે ગોદાવરીના પ્રસૂતિના પ્રસંગને પ્રભાવક બનાવવામાં ઉપકારક થાય છે. પાર્વતી સાથેની ડોશી કંકુમાની વાતચીતનો આધાર વિધિ દ્વારા ઝૂંટવાઈ જાય છે તે બાબત કંકુમાની ‘ઠંડી ભાવહીનતા’નું એક સબળ કારણ બની રહે છે. આરંભની કંકુમાની આશા–અધીરાઈ ને અંતે “હા, જયદેવ મારો કમાઈને ઢગલો વાળી દે છે ને તે શલ્યા આવીને પડી !” – એ ઉદ્ગારોમાં પ્રગટ થતી કંકુમાની ઠંડી ભાવહીનતા – એ બેનો વિરોધ નાટ્યાર્થને પોષક બની રહે છે. કંકુમા – એક સ્ત્રી, તે જ કન્યાના – સ્ત્રીના આગમનને આવકારી ન શકે એ તો રૂઢિનો જ ચમત્કાર ને ?! અહીં આ એકાંકીના ત્રિયારાજ્યમાં ત્રિયાનું જ – દેવના ઘરની, ઘીના દીવા જેવી કન્યાનું – ‘શલ્યા’રૂપે સ્વાગત-મૂલ્ય સહેજેય વિચારપ્રેરક, આઘાતપ્રેરક બની રહે છે. જોકે અન્નપૂર્ણાદિની નવી સ્ત્રી-પેઢીનો કન્યાને ગાણાંથી આવકારવાનો ઉમળકો રૂઢિજડ વાતાવરણમાં એક આશાસ્પદ ચિહ્ન બની રહે છે ને આ પરિસ્થિતિમાં કંકુમાનો ગીત ગાનારાં પ્રત્યેનો રોષ એમની હતાશાભરી સ્થિતિનો નિર્દેશ કરી રહે છે. કંકુમાની રૂઢિપરાયણતા જ કંકુમાની બેચેનીનું કારણ બની રહે છે. સંસારડાહ્યાં ને જમાનાનાં ખાધેલ કંકુમાની હતાશા કરતાંય નિર્દોષ-મુગ્ધ ને રમતિયાળ બાળકી દેવકીની નિરાશા વધારે મર્મવેધક બની રહે છે. કંકુમાની હતાશા સહાનુભૂતિપ્રેરક બનતી નથી, દેવકીની નિરાશા ભાવક-પ્રેક્ષક માટે સહાનુભૂતિપ્રેરક બને છે. આ એકાંકીમાં રૂપાં ગાંયજીની “આ હાથે કેટકેટલી છોડીઓને અજવાળું દેખાડ્યું ? પણ લોક ભૂંડું દીકરીથી દાઝે છે ને ભગવાન તો છોડીઓ આલ્યે જ જાય છે” – આ ઉક્તિ એકાંકીકારે નાટકના હિતમાં ટાળી હોત તો સારું થાત એમ લાગે છે. એ ઉક્તિમાં લેખકનો અવાજ સંભળાય છે અને નાટકની વ્યંજનાત્મક અસરને ઓછી કરે છે. “ભાઈ બતાવો ને નકર નહિ જવા દઉં !” દેવકી જ્યારે એમ કહે છે ત્યારે છેલ્લે રૂપાં “જતાં પહેલાં, તને ભાઈ બતાવતી જઈશ, ભગવાન ધારે તો !” એમ ઉત્તર આપે છે અને એ ઉત્તરથી નાટક વિરમે છે એ સારું છે. રૂપાંની આ છેલ્લી ઉક્તિ આ કારુણ્યગર્ભ નાટકને છેલ્લે આશાની સ્વર્ણરેખા સમર્પી રહે છે.
આ નાટકમાં દેવકીના અને “મારા વિના અરધો દહાડો તો ઘર ચલાવી જુએ !” એમ કહેતાં કંકુમાના પાત્રવિધાન અને સંવાદમાં લેખકે સારો કલોન્મેષ બતાવ્યો છે. દેવકી-અન્નપૂર્ણાનો સંવાદ પણ અત્રતત્ર રમણીય બની શક્યો છે. (દા. ત., પૃ. ૭૨) આ નાટક એકંદરે સમથળ ભૂમિકાએ – એક જ સપાટીએ ચાલતું નાટક છે.
આ નાટકમાં ઉમાશંકરના રમણીય કવિત્વના નિદર્શનરૂપ એક સરસ ગીત આવી શક્યું છે. આ ગીતનો નાટ્યદૃષ્ટિએ થયેલો વિનિયોગ ધ્યાનપાત્ર છે. શ્રી ‘સરયૂ’ આ અંગે પોતાના પત્ર-લેખમાં નોંધ રજૂ કરતાં જણાવે છે : “આછા-સૂચિત-કટાક્ષ સિવાય બીજી કાંઈ ખાસ ચમત્કૃતિ વિનાના આ નાટકમાં એ ગીત, રેતીના રણમાં લીલોતરીભર્યા ન્હાના Oasis સમું છે.”<ref>‘સરયૂ’: માનસી, વર્ષ–૨, ગ્રંથાંક–૪, પૃ. ૭૫૧.</ref>જોકે ગીતને ‘ઓએસિસ’ કહીને બિરદાવવા જતાં સમગ્ર નાટકને ‘રણ’ કહેવા સુધી જવાની જરૂર નથી એમ લાગે છે. શ્રી દલાલને પણ ‘શલ્યા’નું વસ્તુ નાટ્યક્ષમ છતાં નાટ્યોચિત આકાર વિનાનું જણાયું છે. તેઓ લખે છે : ‘શલ્યા’માં તો પ્રશ્નની રજૂઆત એ જ હેતુ હોય, એથી આગળ જવાની લગરીકે ઇચ્છા ન હોય એવું લાગે છે. ‘આ’ દલાલની લાગણી સાચી છે એમ જરૂર આપણને લાગે છે.
ડૉ. મહેશ ચોક્સી ‘પુત્ર-પુત્રીની અદલાબદલી’નો નાટક સંદર્ભે નિર્દેશ કરે છે.<ref>ડૉ. મહેશ ચોક્સી, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, પૃ. ૩૦૧.</ref>અહીં ‘અદલાબદલી’નો નહિ પણ ‘ઘોડિયાંલગ્ન’નો પ્રશ્ન છે અને કદાચ એમના ચિત્તમાં પણ ‘અદલાબદલી’થી ‘ઘોડિયાંલગ્ન’નો જ અર્થ અભિપ્રેત હશે.
‘કડલાં’ એક અંક, બે દૃશ્યો<sup>{{Color|Blue|S}}</sup>ધરાવતું, ૪ પુરુષપાત્રો અને ૨ સ્ત્રીપાત્રોવાળું સામાજિક એકાંકી છે. રા. વિ. પાઠક આ નાટકમાં ‘ગામડાના નાણાવ્યવહારનું ચિત્ર’<sup>{{Color|Blue|+}}</sup>જુએ છે. નાટક કરુણાંત છે. એમાં ગામડાનું વાતાવરણ છે. એમાં પ્રશ્ન શોષણખોરીનો છે.
{{Poem2Close}}
__________________
<small>S રા. વિ. પાઠક “ ‘કડલાં’થી નાટ્યકાર ધીમે ધીમે કુટુંબથી બહાર નીકળતા આવતા જણાય છે.” એમ જણાવે જ છે. (‘પરિચય’, સાપના ભારા, પૃ. 14)</small>
<small>+ ‘અભિનેય નાટકો’માં 4 પુરુષપાત્રો અને 6 સ્ત્રીપાત્રો મળી કુલ દસ પાત્રોનો નિર્દેશ ધીરુભાઈએ કઈ રીતે કર્યો છે તે પ્રશ્ન છે. લેખકે ‘પડઘા’ એકાંકીને આરંભે આપેલ પાત્રસૂચિ પણ ભૂલભરેલી છે.
</small>
26,604

edits