26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 240: | Line 240: | ||
<small>+ ‘અભિનેય નાટકો’માં 4 પુરુષપાત્રો અને 6 સ્ત્રીપાત્રો મળી કુલ દસ પાત્રોનો નિર્દેશ ધીરુભાઈએ કઈ રીતે કર્યો છે તે પ્રશ્ન છે. લેખકે ‘પડઘા’ એકાંકીને આરંભે આપેલ પાત્રસૂચિ પણ ભૂલભરેલી છે. | <small>+ ‘અભિનેય નાટકો’માં 4 પુરુષપાત્રો અને 6 સ્ત્રીપાત્રો મળી કુલ દસ પાત્રોનો નિર્દેશ ધીરુભાઈએ કઈ રીતે કર્યો છે તે પ્રશ્ન છે. લેખકે ‘પડઘા’ એકાંકીને આરંભે આપેલ પાત્રસૂચિ પણ ભૂલભરેલી છે. | ||
</small> | </small> | ||
{{Poem2Open}} | |||
ગામડામાં દલુચંદ શેઠ નામનો ધીરધારનો ધંધો કરનાર વાણિયો છે. એને ઘેર વીરા ખાંટના વારાથી, ત્રણ પેઢીથી એક ઠાકરડા કુટુંબનું ખાતું ચાલ્યું આવે છે. હાલ રૂપા ખાંટ દલુચંદનો આસામી છે. રૂપા ખાંટને ત્યાં વેવાઈ મહેમાન થાય છે અને તેમની આગતાસ્વાગતા માટે જરૂરી દાણોપાણી ઘરમાં નથી. એટલે રૂપા ખાંટની પત્ની હેતીબાઈ ઘેર કેરી ખાવા જેવા ચાર છોકરાં છતાં, એમના મોઢામાંથી કેરી છીનવી લઈ, તેમનો ટોપલો ભરી દલીચંદ શેઠને ત્યાં ઠાલવવા અને જરૂરી અનાજ ઉધારે લઈ જવા આવે છે. નાટકની શરૂઆત આ બિન્દુથી થાય છે. લેખકે નાટકના આરંભમાં સુખદેવ અને શકરીનો સંવાદ યોજ્યો છે. સુખદેવ પચાસેક વરસનો બ્રાહ્મણ છે; બોલવામાં કુશળ ને કંઈક મજાકી પણ લાગે છે. વળી તે હસતાં હસતાં કેટલુંક સાચું પણ શેઠ-શેઠાણીને સંભળાવી દે છે. આમ તો સુખદેવ રંગલા કે વિદૂષકનું પાત્ર નથી; એ ઠાવકું પાત્ર છે. તેમ છતાં પ્રસંગોપાત્ત; રંગલા કે વિદૂષકની જેમ ટોળ-ટકોરેય કરવાની તક જવા દેતો નથી. સુખદેવનું પાત્રસર્જન લેખકની નાટ્યસૂઝનું દ્યોતક છે. વળી સુખદેવ તથા દલુચંદ શેઠના બીજી વારનાં પત્ની શકરી શેઠાણીના સંવાદ પરથી દલુચંદ શેઠની કૌટુંબિક સ્થિતિ પણ જાણી શકાય છે અને નાટક માટેની યોગ્ય ભૂમિકા પણ સાંપડી રહે છે. શકરી શેઠાણી પચીસેક વરસનાં છે; લેખકે એમને ઘરેણાંથી સુસજ્જ બતાવ્યાં છે. ખાસ નિર્દેશ તો એમના પગે રમજોડુ છે તેની ઘૂઘરીઓ વાગે છે તેનો તેઓ કરે છે. આ રમજોડ નાટકમાં મહત્ત્વનું કામ કરી જાય છે. આગળ પર રમજોડનો અવાજ હેતીબાઈનાં પગનાં કડલાં તરફ સૌનું ધ્યાન દોરે છે. આ રમજોડ ને કડલાંને જોડાજોડ મૂકી જોતાં જ પ્રતીકાત્મક રીતે નાટકનો એક રહસ્યાર્થ વ્યંજિત થઈ રહે છે. સુખદેવ શકરી શેઠાણીને પંડે કામ કરતાં જોઈ ગુમાસ્તો રાખવાનું સૂચન કરે છે ને શકરીબાઈ એ પોતાના હાથની વાત નથી એમ જણાવે છે. સુખદેવ દલુચંદ શેઠનાં આગળનાં પત્ની જમનાબાઈ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાનું જણાવી આડકતરી રીતે શકરી શેઠાણીને કદાચ ચેતવવાનું કામેય કરી લે છે. શકરીબાઈ સાત વરસથી પરણીને આવ્યાં છે. પણ ઘરમાં હજી દીકરે દીવો જોયો નથી. સુખદેવ આ વાત ભારપૂર્વક કહે છે. દલુચંદ શેઠનાં ધનલોભ-કંજૂસાઈનો તે નિર્દેશ કરે છે. વળી ઘરના માણસને જંપીને નહિ બેસવા દેવાની દલુચંદ શેઠની ટેવની તે ટીકા કરે છે. સુખદેવ શકરી શેઠાણીને મોઢામોઢ કહે છે : “મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે !” ને ત્યારે શકરી શેઠાણી “શું તમેયે” એટલું જ ઠપકાભર્યું મોઢે બોલીને વિરમે છે. શકરીબાઈ દલુચંદ શેઠને પરણીને ખરેખર એમના અંતરતમમાં સુખી હોય એમ જણાતું નથી. એમનું લગ્ન માત્ર બાંધછોડ – ‘ઍડ્જસ્ટમૅન્ટ’ – છે. આમ શેઠ વગેરેનો પરિચય આપતી સુખદેવની શકરી શેઠાણી સાથેની વાતચીત દરમ્યાન હેતીબાઈ કેરીના ટોપલા સાથે પ્રવેશે છે. તેઓ ૩૫ વર્ષનાં છે. હાથે તો કાચલીનાં બલૈયાં છે, પરંતુ પગમાં રૂપાનાં કડલાં છે. (ઘરેણું શરીર પરથી ઊતરતાં ઊતરતાં હવે પગમાં જ બચ્યું છે થોડુંક) આ હેતીબાઈને ઘેર ખેતી છે, તેમણે ‘સાત વીસો મણ’ ઘઉં પણ થયેલા, પરંતુ ‘લક્કડહિમે’ તે સાફ કરી નાખ્યા. હેતી આગળ પર આ હિમના સંદર્ભે જ દલુચંદ શેઠને “એ, હિમ પડ્યું એમાં હું શું કરું ?” એમ જ્યારે તે કહે છે ત્યારે સંભળાવે છે : “અમારા આયખામાં જ હિમ પડેલું છે ! તમે શું કરો ?” દલુચંદ શેઠ પૈસા સિવાય કોઈનેય જાણે ઓળખતા નથી. તેઓ સંવેદનબધિર છે. શકરી શેઠાણીયે પૈસા જેવી તેમને વહાલી નહિ હોય. શકરી શેઠાણીયે ઠાકોરશા’એ કરેલી શેઠની ટીકાટિપ્પણી જ્યારે સુખદેવમુખે સાંભળે છે ત્યારે ગુસ્સા કે રોષથી કંઈક જુદો જ ભાવ અનુભવે છે. કદાચ ઠાકોરશા’ માટે શકરી શેઠાણીના મનમાં કંઈક સુંવાળો ભાવ પણ હોય. દલુચંદને બાર ગામ દૂઝતાં હોવાની ઠાકોરશા’ની વાત સુખદેવ શકરી શેઠાણીને સંભળાવે છે ત્યારે શકરીબાઈ લજ્જાથી નીચું જોઈને કહે છે કે “ઠાકોરશા’ને અમારી – અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો ?” સુખદેવ ત્યારે કહે છે : “ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે !” ને એમ કહીને હસે છે ત્યારે શકરીબાઈ : “જાઓ, જાઓ... !” એમ બોલી પછી આ મર્મવચન કહે છે : “એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું ?” શકરીબાઈને ઘેર અઢળક ધન-ધાન છે, ઘર ભરેલું છે, પણ ખોળો ખાલી છે; અને હેતીને ચાર છોકરા પર એક દીકરી (પરણાવેલી) છે, એમને ખોળો ભરેલો છે તો ઘર ખાલીખમ છે. શકરીબાઈ તેથી જ ફરિયાદ કરે છે : “ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ ?” આ શકરીબાઈ સુખદેવની ભલામણથી હેતીબાઈને ચાલતોડી મણેક મકાઈ કાઢી આપવા જાય છે ને ત્યાં જ દલુચંદ શેઠ આવી લાગે છે. દલુચંદ શેઠ શકરીને મકાઈ કાઢી આપતાં રોકે છે અને તેઓ પોતાના આસામી પાસેથી કંઈક કામનું કઢાવી લેવાના ખ્યાલમાં હેતીની માગણી વધુ ને વધુ કઠોરતાથી ઠુકરાવતા રહે છે. હેતીની આજીજી – એના કાલાવાલા આગળ દલુચંદની અવિચલતા અમાનુષી જેવી જણાય છે. શેઠ ઠંડી ક્રૂરતાનું પ્રતીક જાણે બની રહે છે. દલુચંદે તો એક અર્થમાં હેતીને કડલાં કાઢી આપવાની ફરજ પાડી તે પહેલાં જ જાણે રહેંસી નાખી હતી. ને આમાં વિધિની વક્રતા તો એ છે કે જે શકરીબાઈ વિના કડલાં લીધે હેતીને મણેક મકાઈ આપવા તૈયાર થયેલાં તેમનાથી જ હેતીને કડલાં ગીરવે મૂકીને મકાઈ લઈ જવાનું સૂચન થઈ જાય છે ! ને એવું સૂચન સ્ફુરાવવામાં, આગળ નિર્દેશ્યું તેમ, શકરી શેઠાણીના પગની રમજોડનો ઝણકાર પણ કારણભૂત થઈ રહે છે ! આ શકરી શેઠાણી હેતીબાઈને કડલાં કાઢતાં જોઈ – સહી શકતી નથી. એ કહેય છે ખરાં : “રહેવા દો હેતીભાભી ! એ તો સહેજ કહેતી’તી એમાં... ?” | |||
પણ સ્વમાની હેતીબાઈ દલુચંદે એને જે રીતે ઉતારી પાડી છે તે જોતાં હવે રોકાઈ શકે એમ નહોતું. શેઠાણી કે સુખદેવને આંતરિક રીતે હેતીને રોકવાની ઇચ્છા હોય તોપણ દલુચંદની ઉપરવટ તેને રોકી શકે એમ નહોતાં ને દલુચંદને તો કડલાં કઢાવવા જતી હેતીને રોકવાની દાનત જ નહોતી. જેવા છે તેવા દલુચંદ ચાર કેરી એમ ને એમ પોતાને કાઢી આપે એટલા તો સુખદેવને માટે ઉપયોગી હતા જ. | |||
હેતી પખા સોનીને ત્યાં જાય છે ત્યારે પખોયે દલુચંદની ટીકા કરે છે. હેતી કડલું કાઢી દેવાની પખાને વિનંતી કરે છે ત્યારે સમભાવપૂર્વક રૂપા ખાંટને આ મામલો પતાવવા માટે સોંપવાની શીખ દે છે, પરંતુ પરિસ્થિતિ એવી છે ને વાત એટલે સુધી પહોંચી છે કે હેતીને હવે કોઈ હિસાબે ધાન લઈને ઘેર પહોંચવું છે. સોની નિરુપાય કડલું કાઢવા બેસે છે. આ વખતે હેતીને થાય છે : | |||
‘ગામમાં કયે પગે ચાલીને ઘર લગણ જઈશ ! વેવાઈએ પગમાં નહિ દીઠાં હોય ! વાટમાં પગ ભાંગી પડે તો હાશ થાય ! ઓ રામ ! મોતે વેરી થયું !’ | |||
(પૃ. ૯૫) | |||
પખો સોની હેતીબાઈ પ્રત્યેના સમભાવથી કાઢેલાં કડલાં તોલ કરવા કાંટે ચડાવે છે ત્યાં જ પેલો દલુચંદ હાંફળો હાંફળો આવે છે. તેને પખા સોનીએ કડલાં કાંટે ચડાવ્યાં એ જ ગમતું નથી ને તેમાં વળી તે હેતીને કડલાંનો તોલ (સત્યાશીભાર) ખરેખરો તે કહી દે છે ને ત્યારે તો શેઠ પખાને “તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું ?” એમ ઠપકો દે છે, ને અડધા નફાની લાલચનોયે ઉલ્લેખ કરે છે. આ પખો સોની તો જુદી માટીનો ચીતરાયો છે. એ દલુચંદને કહે છે : | |||
“આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં ! તોય ધરાતા નથી ? ભૂત થશો ભૂત !” | |||
પખા સોનીના આ શબ્દોમાં “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે” એમ અભિશાપપૂર્વક કહેનાર ઉમાશંકરના અવાજનો પડઘો પણ સંભળાય. શ્રી દલાલ તો કહે છે કે આ ઉક્તિ “ ’૩૨ને બદલે ’૪૨માં પણ આ નાટક લખ્યું હોત તો ખુદ ઉમાશંકર આ રીતે ન લખત.” <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> પખા સોનીના આ શબ્દો પણ દલુચંદને ખાસ અસર કરી શક્યા હોય એમ જણાતું નથી. જ્યારે હેતીબાઈ લપસી પડ્યાની ને તેને માથામાં વાગ્યાની વાત દલુચંદના સાંભળવામાં આવે છે ત્યારે તે તુચ્છકાર સાથે કહે છે : “કહેવાય નહિ ! સાળી મરીયે જાય ? કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી ?” આ વખતે પખાની માનવતા પોકારી ઊઠે છે ને તે પોતાના દીકરા હરખાને બૂમ પાડી પોતાની પત્નીનાં કડલાં મગાવે છે ને ત્યારે દલુચંદથી બૂમ પડાઈ જાય છે : “હરખા... ! લે... ! આ...” લેખકે આ એકાંકીની છેલ્લી ઉક્તિમાં મનુષ્યસ્વભાવની ચમત્કૃતિ મૂકી છે. માનવતા કદાચ દલુચંદની ક્રૂર ધનરસિકતાને મહાત કરી શકે એવી હજુ બળવાન છે ખરી એમ અંતે લાગે છે. આમ દલુચંદના હૃદયદૈવતની ઈષત્ ઊજળી આશા બંધાતી હોવા છતાં હેતીબાઈ જીવશે કે કેમ એ નિશ્ચયપૂર્વક કહેવાની સ્થિતિમાં ભાવક-પ્રેક્ષક રહેતો નથી. આવી સ્થિતિમાં એકાંકીનું સમાપન કરવાની વિશિષ્ટ આવડત આ લેખક પાસે છે. આ લેખકના એકાંકીઓનું અનુરણન ઠીક ઠીક સમય ચિત્તમાં રહે છે. ડોલરરાય માંકડે ઉમાશંકરના ‘સાપના ભારા’નાં એકાંકીઓના ધ્વનિપ્રધાન અંતોની ખાસ નોંધ લીધી છે. તેઓ લખે છે: “જેમ કાવ્યમાં અંતર્ગૂઢ રહેતા ધ્વનિથી કાવ્યસંવેદનની મોહક ચમત્કૃતિ જન્મે છે, તેમ આ નાટકોમાં પણ નિગૂઢપણે સ્ફુરાયમાણ થતાં ધ્વનિતત્ત્વથી જ એની રમણીયતા વધે છે.” <ref>ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૬-૭, પૃ. ૧૮.</ref> ડોલરરાયના આ અભિપ્રાયની સંગીનતા ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’ જેવાં ઉત્તમ એકાંકીઓ જોતાં સદ્ય પ્રતીત થાય છે. | |||
લેખકે આ એકાંકીમાં કડલાંનો ઠીક ઠીક કલાત્મકતાથી વિનિયોગ કર્યો છે. હેતીના પાત્રનિરૂપણમાં – ને તેમાંય દલુચંદના ટાઢા ચાબખા સામે પોતાનું સ્વમાન રક્ષવા કરતી હેતીના નાટ્યનિરૂપણમાં લેખકે મનુષ્ય સ્વભાવની ઊંડી પરખ અને સૂક્ષ્મ જીવનદૃષ્ટિનો પરચો કરાવી આપ્યો છે. લેખકે હેતીની વાણીમાં લોકબોલીની તાકાતનો જે પરચો આપ્યો છે તે હૃદ્ય છે; દા. ત., ‘શેઠના મેમાન તે અમારે તો માથાના મૉડ બરાબર છે તો” (પૃ. ૮૫), “આ હમણાંનાં કળજગનાં વરસ કાઠાં નીકળે છે. નકર અમારે ખેતરે એક મીઠા સિવાય બધું પાકતું (પૃ. ૮૬), “અમારા આયખામાં જ હિમ પડેલું છે ! તમે શું કરો ?” (પૃ. ૮૬), “ચાર છૈયાં છે તે ઇંયાંની ચાંચમાંય કાંઈ ઘાલવું જોયે ને ?” (પૃ. ૯૩), “પણ ઘંટીને તો આજથી તાવ આયો છે !” (પૃ. ૯૪), “હવે હળવીફૂલ તરણાને તોલે છું... લગરીક કોઈ ઠીઠિયા કાઢે તોય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.” (પૃ. ૯૬), “મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત ?” (પૃ. ૯૭) – આ બધી ઉક્તિઓ જે તે વાક્યસંદર્ભમાં કેટલી ભાવાભિવ્યંજક ને તેથી પ્રભાવક છે તે ભાવક સહેજેય અનુભવી શકશે. | |||
આ નાટક વિશે બે સામસામા છેડાના અભિપ્રાયો મળે છે ! શ્રી ‘સરયૂ’ લખે છે કે, ‘ઍન્ડ, ઑલટુગેધર, ઇન ધિસ પ્લે ઑફ નાઇનટીન પેઝીઝ, યુ હેવ એ પરફેક્ટ લિટલ માસ્ટરપીસ.” <ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨.</ref> બીજી બાજુની જયંતિ દલાલ લખે છે : “ ‘કડલાં’ એકાંકી કે નાટક કોઈનેય પહોંચી ન શકતી કૃતિ છે.”૩૪ <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> શ્રી દલાલે પોતાના અભિપ્રાય માટેનાં સ્પષ્ટ કારણો આપ્યાં હોત તો ઇષ્ટ થાત. એ વાત સાચી છે કે આ એકાંકી બે દૃશ્યોમાં વિભક્ત હોઈ એની ચુસ્તતા એટલા કારણે થઈને થોડી ઓછી લાગે, એની સળંગસૂત્રતા થોડીકેય વિક્ષિપ્ત લાગે. આમ છતાં લેખકે વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિ, સરસ ભાવપરિસ્થિતિ તથા ઉત્કૃષ્ટ સંવાદ-ભાષાથી તેમ જ જાગ્રત કલાદૃષ્ટિથી આ નાટકને ઠીક ઠીક સફળ તો બનાવ્યું છે. એક તબક્કે કાલાવાલા કરતી અને બીજા તબક્કે કડલાંને બચાવી લેવાની પરવાયે ન કરતી હેતીના નિરૂપણમાં લેખકની નાટ્યકળા સુપેરે કોળ્યાની પ્રતીતિ થાય છે. | |||
આ નાટક લખવામાં માર્ક્સવાદના પ્રભાવે અનિવાર્યપણે કામ કર્યું છે એમ માનીને ચાલવાની જરૂર નથી. કોઈ પણ સંવેદનશીલ લેખકહૃદયને આ વિષમતાઓ જો એ લેખકની માનવ્યલક્ષી ગતિ હોય તો સ્પર્શ્યા વિના રહે એમ નથી. વળી “એક બાજુથી ‘રૉ’ પ્રત્યે અભાવ થતો જાય છે અને બીજી બાજુથી માનવીએ માનવીના શા હાલ કર્યા છે એ માટેનો પુણ્યપ્રકોપ વધતો જાય છે.” એની ખેંચતાણ અનુભવતા લેખકમાનસના પ્રતીકરૂપે પણ ‘કડલાં’ને જોવાની જરૂર ખરી ? ‘પુણ્યપ્રકોપ’વાળી વાત તો ઠીક પણ “ ‘રૉ’ પ્રત્યેના અભાવ”ની વાત તારવવી જોખમી ને તેથી મુશ્કેલ છે. શ્રી દલાલ લેખકમાનસનાં વલણો નક્કી કરવાની દિશામાં જાય છે ત્યારે તે યાત્રા રસિક છતાં ઘણી જોખમી ને ક્યારેક પ્રશ્નપ્રેરક પણ બની રહે છે ! ‘કડલાં’ બાબતની એમની લેખકમાનસચિકિત્સા માટે સ્પષ્ટ ને વધુ પ્રમાણો–આધારોની અપેક્ષા રહે છે. | |||
આમ તો અગાઉનાં પાંચ નાટકો કોઈ ને કોઈ પારિવારિક – સ્ત્રી-પુરુષ-સંબંધાદિ પ્રશ્નો સાથે સંકળાયેલ જણાય છે. કડલામાં સ્પષ્ટ રીતે આર્થિક પ્રશ્ન – શોષણનો પ્રશ્ન કેન્દ્રસ્થ બને છે.<sup>{{Color|Blue|S</sup> ને તેથી આ નાટકમાં અગાઉનાં નાટકોથી, અંતસ્તત્ત્વ સંબંધે ભિન્નતા છે ને બે દૃશ્યોને કારણે બાહ્ય સ્વરૂપે ભિન્નતા છે. આમ છતાં આ નાટક ‘એકાંકી’ના વર્ગમાંથી બાદ થતું નથી. કેટલીક અત્રે સૂચવી છે તેવી ત્રુટિઓ છતાં તેનો એકાંકી તરીકે ટકવાનો દાવો નકારી શકાય એમ લાગતું નથી. | |||
‘પડઘા’ એક અંક, એક દૃશ્ય ધરાવતું, ૮ પુરુષપાત્રો અને ૫ સ્ત્રીપાત્રો <sup>{{Color|Blue|+</sup> ધરાવતું સામાજિક એકાંકી છે. તેનું વાતાવરણ મુંબઈ શહેરના એક માળાનું છે. સમગ્ર નાટક બાલમાનસની સાથે સંકળાયેલું છે. એનું વસ્તુ આમ તો સામાન્ય છે. મુંબઈની કોઈ પેઢીમાં મહેતાજી હોય એવા એક પુરુષ અને મૂળ ગામડાની પણ મુંબઈમાં આવી હોવાથી ટાપટીપ કરી પતંગિયા જેવી બનેલી તેની સ્ત્રી – એમ બે જણ બાળકોને ધાકધમકીથી ઘેર એકલાં છોડી નાટક જોવા જાય છે. છોકરાંઓ તેમના ગયા કેડે ‘દેશ દેશ’ – ‘મુંબઈ મુંબઈ’ રમે છે. એમની રમતમાં મોટાઓનું અનુકરણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમાં મોટેરાંઓના જીવનના સીધા પડઘા પડતા જાય છે. કિશોરાદિ બાળકોની રમતમાં કિશોરને જવાબદાર પતિ તરીકે પાઠ ભજવવાનો આવે છે ને તે “અમારા જેવડાં થાઓ ત્યારે તમેય...” એમ એના પિતા નાટક જોવા જતી વખતે બોલેલા તેમ જ બોલે છે, ને લેખકે ત્રાગડો એવો રચ્યો છે કે બરોબર આ જ ક્ષણે કિશોરનાં પિતા-માતા પેલો પુરુષ અને તેની પત્ની ખેલ ચૂકી ગયાથી ગુસ્સે થઈને – નિરાશ થઈને પાછાં ફર્યાં હોય છે. પુરુષ દાદર ચઢતાં જ પોતે બોલેલ એવું જ વાક્ય પોતાના પુત્ર કિશોરના મોઢેથી સાંભળી કદાચ એણે પોતાના ચાળા પાડ્યા એવી ગેરસમજ કરીને અવિચારીપણે લપડાક મારી દે છે ને કહે છે : “કમબખ્ત ! એક તો અમને ખેલ ચુકાડ્યો, ને હજી ચાળા જ પાડ્યા કરે છે ?” (પૃ. ૧૧૦) | |||
સ્ત્રી ‘ઠંડા’ અવાજે દીકરી લલીને “લે’લી લલી ! આ મંમમ!” કહે છે, ને એકાંકી ત્યાં પૂરું થાય છે. લલી તો કિશોરને એના પિતાએ ગાલ પર જે મંમમ આપ્યું, તેનો જ વિચાર કરતી હશે ને ? | |||
આ એકાંકીમાં “બાલ્યજીવનની રમતો દ્વારા બાળમાનસમાં કવિ આપણને ડોકિયું કરાવી આપણને પ્રસન્ન કરે છે.” <ref>અનુરણન, પૃ. ૧૪૯–૧૫૦.</ref> એટલું જ નહિ પણ વિચારતા કરી મૂકે છે એમ કહેવું જોઈએ. ચૌદમા રતનની વાતો કરતો, ખેલ ચુકાયો તેથી ગુસ્સે થઈ બાળકના બોલવાને ખોટી રીતે ઘટાવી તેને લપડાક મારતો પિતા કે બાળકોનાં સૂક્ષ્મ મનોવલણો નહિ સમજતી ને વિલાસ-મનોરંજનથી આકર્ષાઈ પોતાનું સ્વત્વ પણ ગુમાવતી જતી માતા – એમનો બાલઉછેરના સંદર્ભે વર્તાવ જોતાં ને એ વિશે વિચાર કરતાં એક વિષાદપ્રેરક અનુભવ પણ અહીં આપણને થાય છે. | |||
રા. વિ. પાઠક ‘પડઘા’માં મા-બાપો છોકરાંને ખોટાં વચનો દઈ તેમને ખોટી રીતે દબાવી કેવાં વિકૃત કરે છે તેનું પણ ચિત્ર હોવાનું જણાવે છે. તેઓ લખે છેકે “આ ચિત્રનો સૌથી રમૂજી અને તે સાથે કરુણ અંશ તો છોકરાં શહેરમાં રહ્યાં રહ્યાં ગામડાનાં દૃશ્યો રાત્રે ભજવે છે એ છે !” <ref>‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૫.</ref> ‘પડઘા’માં એક સાથે શહેરમાં ગામડું અને ગામડામાં શહેર દેખાતું હોવાનું તેઓ જણાવે છે. રા. વિ. પાઠક છોકરાં ગામડાંના દૃશ્યો ‘રાત્રે’ ભજવતાં હોવાનું જણાવે છે. લેખકે સાંજનો સમય આમ તો આપ્યો હોવાનું જણાવે છે, જોકે રાત પડે – અંધારું થાય તે પહેલાં નાટ્યઘટનાઓ પૂરી ન થઈ હોય એવો અર્થ લેવો હોય તો લઈ શકાય, પરંતુ તે અનિવાર્ય નથી. | |||
શ્રી ‘સરયૂ’ આ નાટકની ગૂંથણી ‘બહુ સારી’ નહિ હોવાની ફરિયાદ કરે છે. એમને આ નાટકનું લખાણ ‘ઉતાવળિયું ને અસંબદ્ધ’ જણાય છે, ને તેથી ‘પડઘા’ને જો લેખક નવેસરથી લખે તો વધારે સુશ્લિષ્ટ ગૂંથણીથી ને સહેજ (સહજ ?) વિકાસથી સરસ બનાવી શકે” એમ તેઓ માને છે. <ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨–૭૫૩.</ref> શ્રી દલાલ આ નાટક વિશે લખે છે : “કટાક્ષને સસ્તો બનાવ્યા વિના ઘરમાં ડોકરાં ને બહાર છોકરાનું એક સરસ ચિત્ર આપવા સાથે શહેરી જીવને આણેલી વિકૃતિ અને આળપંપાળને પણ જીવંત કરી છે. એને નાટકમાં ગાંઠવાનો યત્ન સ્તુત્ય, નિરક્ષણ વેધક, કાને ઝીલેલા પડઘા પ્રશસ્ય પણ અંત આવતાં સમેટવાની ઉતાવળ દેખાય છે. એક મોહક અને પ્રામાણિક ચિત્ર જોવાનો સંતોષ જરૂર પ્રાપ્ત થાય પણ અંત શિથિલ.” <red>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> નાટકના સંદર્ભમાં આ બંનેય અભિપ્રાયનો વિચાર કરતાં એટલું તો લાગે છે કે આ નાટક કેટલીક રીતે વિશિષ્ટ હોવાથી આકર્ષક છે; છતાં વધુ માવજત, વધુ એકાગ્રતા નાટ્યલેખક પાસે માગી લે છે. આ એકાંકી ‘સુંદર અભિનેય નાટક’ <ref>ડૉ. ધીરુભાઈ ઠાકર; અભિનેય નાટકો, પૃ. ૧૦૯.</ref> હોવાની ક્ષમતા ધરાવે છે. પાત્રબાહુલ્યનો નિર્દેશ જંયતિ દલાલ કરે છે, આમ છતાં પાત્ર-આયોજન વધુ સુવ્યવસ્થિત રૂપે થવું ઘટે. એમાં આવતાં કૉલેજિયનનાં પાત્રો “બહુધા નિરર્થક પાત્ર-ઉમેરણ” <ref>ડૉ. મહેશ ચોક્સી; ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’, પૃ. ૩૦૧.</ref> રૂપ હોઈ ખુશીથી ટાળી શકાય. આ નાટકમાં કવિએ મનોવૈજ્ઞાનિક સૂઝ પણ ઠીક બતાવી છે. બાળકો રમત કરતાં કરતાં – એમની કલ્પનાની સૃષ્ટિમાં વિહરતાં વિહરતાં વચમાં તત્ક્ષણની વાસ્તવિકતાનો ખ્યાલ જે રીતે સંવાદમાં અભિવ્યક્ત કરે છે તે આકર્ષક છે. આ નાટકનું વસ્તુ જે તે વયકક્ષાનાં બાળકોને માટે સમજવું-ભજવવું ભારે પડે કે નહીં એ પ્રશ્ન છે. આમ છતાં બાલ-અભિનેતાઓને ભજવણી માટે અવકાશ આપે એવું તો આ નાટક જરૂર બન્યું છે. ઉમાશંકરના સફળ નહિ તો વિશિષ્ટ નાટક તરીકે આ નાટકને યાદ રાખવું જ પડે. | |||
‘દુર્ગા’ એક અંક ને એક દૃશ્ય ધરાવતું, તેમ જ ‘સાપના ભારા’માંનું ઓછામાં ઓછાં પાત્રો – ૧ સ્ત્રીપાત્ર અને ૨ પુરુષપાત્રોવાળું ‘બધાથી જૂદું પાડી જાય એવું’ <ref>‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૫.</ref> સામાજિક એકાંકી છે. ધીરુભાઈ એને ‘સુંદર અભિનેય તત્ત્વવાળું વિચારગર્ભ નાટક’ <ref>અભિનેય નાટકો, પૃ. ૯૨.</ref> કહે છે. આ નાટકમાં નગરનું વાતાવરણ છે. | |||
નાટકના આરંભમાં દુર્ગાને ‘એક જ દે ચિનગારી’ આરતપૂર્વક ગાતી બતાવવામાં આવી છે. નિ:સંતાન ગૃહિણી દુર્ગાની આ ગીત ગાતાં જે તન્મયતા છે તે નોંધપાત્ર છે. ‘ચિનગારી’નો અર્થ સમગ્ર નાટ્યસંદર્ભમાં દુર્ગાની પુત્રૈષણાને અનુલક્ષતો વિશિષ્ટ થઈને રહે છે. આ દુર્ગાનો પતિ હરનાથ સશક્ત અને ચપળ, ભલો અને સહનશીલ, સિદ્ધાંતનિષ્ઠ ખાદીધારી પચીસ વર્ષનો યુવાન સેવક છે. તે ઉદારચરિત અને વિનોદવૃત્તિવાળો છે. તે દુર્ગા સાથે મીઠી મજાક કરતાં સંભાષણમાં ઊતરે છે. તે દુર્ગાને હળવી રીતે ‘સૂકા સેવકની પત્ની’ હોવાનું જણાવે છે. દુર્ગા હરનાથ પર જરાતરા ચિડાયેલી રહેતી જણાય છે. કદાચ એના મનમાં ઊંડે ઊંડે કોઈ અસંતોષનું તત્ત્વ હોય ! હરનાથ ‘એક જ દે ચિનગારી’ ગીત – ભજન રોજ રોજ દુર્ગા ગાતી હતી તે વિશે કહે છે ત્યારે દુર્ગા કહે કે “એ મારી નિત્યનવી પ્રાર્થના છે. હું મારે મારા જીવનની માગણી એમાં ગૂંથી શકું છું. તમે એક દિવસ જરૂર હારશો અને કુદરત ને હું જીતીશું.” દુર્ગાની આવી વાતથી હરનાથને દુ:ખ થાય છે. તે દુર્ગાને કહે છે : “અરે ! તું ‘એક જ દે !’ કાં કહે છે ? તું તો સાક્ષાત્ ભારતમૈયાનું સ્વરૂપ છે. તેત્રીસ કોટિ તારાં જ સંતાન છે ને ? આવો ભયંકર અર્થ તું ગીતામાં વણી શકે છે એ જોઈ હું કંપું છું.” અને આમ દુર્ગા અને હરનાથની વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે. હરનાથ આદર્શવાદી યુવાન છે. દુર્ગા હરનાથના આદર્શ સુધી પહોંચી શકેલી નથી. એની એવા કોઈ આદર્શે પહોંચવાની અંતરની અભીપ્સા હોય એમ પણ કળાતું નથી. એનાં રસરુચિ હરનાથથી જુદાં જણાય છે. હરનાથ તો કહે જ છે કે “તારી તૈયારી જ મોળી છે.” હરનાથ જેલને મહેલ કરનારો, જંગલમાં મંગલ માનનારો દૃઢ સંકલ્પબળવાળો ‘યુવાન’ છે. પોતે ધ્યેય નજર સમક્ષ રાખીને જ દુર્ગાનો વિચાર કરવાવાળો છે. દુર્ગાને એનું કઠોર નિયમપાલન પણ ખૂંચતું જાય છે. ઘેર એક પુરુષ મહેમાન છે ને ત્યારે ફરવા જવાનું મુલતવી રાખવાનો અપવાદ કરવા હરનાથ તૈયાર નથી. હરનાથ “એ ઊઠશે, દાતણપાણી કરશે ત્યાં સુધીમાં હું આવી જઈશ” એમ પણ કહે છે. વળી મહેમાન ચા પીતા હોય તો મૂકી આપવાનું અને પોતાને ચાનું વ્યસન ન હોય માટે સામાને ચા પીતાં સંકોચ થાય તેવું ન બને એની કાળજી લેવાનુંયે તે સૂચવે છે. દુર્ગા ઘરમાં પેલા પુરુષ મહેમાન જ હોય તે પરિસ્થિતિમાં એક કલાક કેમ કાઢશે તેની અમૂંઝણ અનુભવે છે ને ત્યારેય હરનાથ માનસિક નરવાપણું પ્રકટ કરતાં કહે છે : “તું હજી ગામડિયણની ભીરુતા છોડી શકતી નથી. એમની સાથે બેસી બોલીશ-ચાલીશ તો તને કંઈ ઉપાડી નહિ જાય ?” (પૃ. ૧૧૫) દુર્ગા હરનાથને “લાજો જરી” કહીને મહેમાનનું ઇંગિત કરી આવું ન બોલવા સૂચન કરે છે. આમ કહેતી વેળાએ આ આવેલા મહેમાન સાથે એક વાર પોતાનું નક્કી થયાની નાટ્યદૃષ્ટિએ – ભાવદૃષ્ટિએ મહત્ત્વની એવી વીગત પણ તે કહી દે છે ને હરનાથ તે વીગતના અનુસંધાનમાં “તો હજુય ક્યાં... ?” એમ એ સંબંધ બાબત હજુયે અવકાશ હોવાનો હળવી રીતે નિર્દેશ કરવા જાય છે ત્યારે દુર્ગા બેભાન જેવી થઈ હરનાથને ઉપાલંભ આપે છે. દુર્ગાની ના છતાં હરનાથ પોતાના નિયમાનુસાર સવારે લટાર મારવા નીકળી પડે છે ને તેથી દુર્ગા ક્રુદ્ધ થઈ “હું તો તમને પરણી છું કે તમારા વ્રતોને ?” એમ બબડે છે. દરમ્યાન બિહારી જાગી ગયો હોય છે. | |||
આ બિહારી, લેખક જણાવે છે તેમ, છવ્વીસ-સત્તાવીસ વર્ષનો છે. તેનો ‘દેખાવ શહેરની ધમાલોને સમજવાની શક્તિ ધરાવનાર ગ્રામવાસી જેવો’ છે. આ બિહારી જાગી જતાં હરનાથના જવા વિશે પૃચ્છા કરે છે. હરનાથના આદર્શપરાયણ જીવનને બિરદાવે છે, જ્યારે દુર્ગા તો નિયમપાલનના સંદર્ભે ‘આખો દિવસ ઘડિયાળ સામું જો જો કર્યા કરવાના’ વલણ સામે નાપસંદગી વ્યક્ત કરે છે. બિહારી જ્યારે હરનાથ જેવા ‘જાત ઉજાળનાર’ની પ્રશંસા કરે છે ત્યારે દુર્ગાથી પોતાનાં કરમ ફૂટી ગયાનું ઇંગિત થઈ જાય છે. આથી બિહારીને નવાઈ લાગે છે. બિહારીને મન તો હરનાથને દુર્ગાનાં લગ્ન ‘આદર્શ લગ્ન’ હોય છે; જ્યારે દુર્ગા તો હરનાથને પરણીને અસંતુષ્ટ હોય એવી લાગણી વ્યક્ત કરતાં કહે છે : “આ મહાન પુરુષો જોડે નાની સ્ત્રીઓએ જીવતર કેમ કાઢવું ?” હરનાથ જેવા લોકો પરણતા શા સારુ હશે ? – એવો પ્રશ્ન પણ એને થાય છે. દુર્ગા હરનાથ બાબતે આક્રોશપૂર્વક કહે છે : | |||
{{Poem2Close}} |
edits