ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.૧-૨ ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.
ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.<ref>1. ઉશનસે ઉચિત રીતે લખ્યું છે  ‘ઉમાશંકરની કવિતાપ્રવૃત્તિના મૂળમાં રહેલા બે ચાલક–નિયામક શબ્દો ‘સૌન્દર્ય’ અને ‘મંગલ’ છે જે એમની કવિતાપ્રવૃત્તિના પ્રારંભથી જ કૃતિઓ સાથે જકડાયેલા રહ્યા છે...’ (ઉપસર્ગ, ૧૯૭૩, પૃ. ૧૮૨). 2. આ સંદર્ભમાં જુઓ ‘કવિની સાધના’ (૧૯૬૧), પૃ. ૪૧. ઉમાશંકર પૂછે છે  ‘સુંદર રૂપે જે સત્ય પ્રગટ્યું હોય તે કલ્યાણકારક – શિવ ન હોય એમ શી રીતે બને ’</ref> ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.<ref>‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૪. </ref> ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.<ref>જુઓ ‘કવિની સાધના’ લેખ; કવિની સાધના, ૧૯૬૧, પૃ. ૯–૪૩. </ref> સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.<ref>કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૪૧.</ref>
ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર૭ શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’૮ એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ : {{Poem2Close}}
ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.<ref>વિશેષ માટે જુઓ અનંતરાય મ. રાવળનો ‘કવિશ્રીની કાવ્યભાવના’ એ લેખ; ‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ’, પૃ. ૧૩૭–૧૪૫. </ref> ‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર<ref>જુઓ શેલીનો ‘A Defence of Poetry’ લેખ, English Critical Essays (Nineteenth Century), P. ૧૨૦–૧૬૩. </ref> શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’<ref>જુઓ ‘ધ્રુવ તારલી’ કાવ્યનું ટિપ્પણ; ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૨૯. </ref> એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 22: Line 22:
<Poem>
<Poem>
'''‘...જીવતાં મથ્યો પૂંઠે'''
'''‘...જીવતાં મથ્યો પૂંઠે'''
'''પરબો માંડી જવા સુધા તણી’'''</Poem>
'''પરબો માંડી જવા સુધા તણી’'''<ref>‘ક્ષમાયાચના’, નિશીથ, પૃ. ૪૮. </ref></Poem>


{{Poem2Open}}
{{Poem2Open}}
– એવી સભાનતા પણ અવારનવાર ડોકાય છે. કવિધર્મ તેમ જ સમષ્ટિધર્મ વિશેની ઉમાશંકરની સંપ્રજ્ઞતા એમના કવિકર્મને વિક્ષેપકર નહિ તો એકંદરે કંઈક ભારરૂપ તો નીવડી છે. કવિ, શબ્દ દ્વારા સૌન્દર્ય-કલાનો સાહજિક રીતે જ સાધક, એણે વળી ‘સૌન્દર્યો પી’ એમ બોધ આપવો પડે ? એ પોતાને ઉદ્બોધવા-પ્રબોધવાની ભૂમિકા જ એમના કવિ તરીકેના આંતરવ્યક્તિત્વની નિર્દેશક છે. એમની શબ્દ સાથેની આત્મીયતા કેટલીક વાર સૂક્ષ્મ રીતે વિક્ષિપ્ત થયાં કરતી હોય છે ને તેથી કવિતામાં ‘વિગલિતવેદ્યાન્તર’ એવી એકાગ્રતાને કારણે કવિચેતનાનો જેટલો ઉછાળ આવવો જોઈએ તેટલો આવતો નથી. ‘કવિજીવન અરેરે શું ઉપજીવન ?’૧૦ – એ પ્રશ્ન એમને પાછળથી થયો; કેમ થયો ? ઉમાશંકરની શબ્દોપાસના સાચી છે, પણ અનન્ય છે ? એમના ચિત્તે સ્વાતંત્ર્ય સમયે પ્રણયાનુભવવેળાએ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રનિર્માણના સમયે કવિધર્મ અને જીવનધર્મ વચ્ચે ભાવદ્વિધા (‘એમ્બિવેલન્સ’) અનુભવી છે તે આ સંદર્ભે સૂચક છે. તેઓ સાગર શેરીઓમાંથી ગીતો વીણીને મનુમંડપોમાં વેરવાની વૃત્તિ સેવે છે;૧૧ તો ‘સુખી ન સમજે દુ:ખી સુણે ના, તો બહેતર નહિ ગાવું’૧૨ એવી લાગણી પણ પ્રસંગોપાત્ત, અનુભવે છે. એક બાજુ તેઓ કીર્તિ, પૈસો, સત્તા, ઠાઠ વગેરેને ચિત્તક્ષિતિજ પર સરતી અપ્સરાઓ રૂપે વર્ણવે છે,૧૩ પ્રણય, કીર્તિ, વિક્રમ, વિધાત્રીની કૃપા – આ સર્વને આળપંપાળ લેખી તેને ફગાવી દેવાની અને ‘મને જગત એક લાધ્યું, હૃદયે વફાદાર હું | રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ !...૧૪ – એમ આવેશપૂર્વક કહે છે, પરંતુ બીજી બાજુ આવતી પેઢીઓની ચિંતા તેઓ કરે છે.૧૫ ‘ગીત મારાં કોણ ગાશે ?’૧૬નો પ્રશ્ન તેઓ ઉઠાવે છે, (અલબત્ત, જે નિખાલસતાથી આ પ્રશ્ન ઉઠાવે છે તે આકર્ષક છે.) દિલ દિલને કંઈ પાવાની અભીપ્સા પણ તેઓ અભિવ્યક્ત કરે છે.૧૭ સ્વાતંત્ર્યના ‘મહાજનવિમર્દ’માં કવિશબ્દ વસંતરસ-યૌવનપ્રસર જેમ સંજીવનીરૂપ બની રહેશે એમ તેઓ કહે છે.૧૮ ‘અગનવચમાંયે કવિપણાં ?’ એવો ભાવદ્વિધા-પ્રેરિત પ્રશ્ન જો કવિચિત્તમાં જન્મ્યો ન હોત તો “સુભાગ્યો કે છેડે અગનવચમાંયે કવિપણાં ?’૧૯ – એમ કહેવાનું ઉમાશંકરને રહેત ? પ્રણયાનુભવ-વેળાએ પણ એમનામાંના કવિ અને પ્રણયી વચ્ચે જે ખેંચતાણ ચાલે છે, જે રીતે તેઓ સખીની ક્ષમાયાચના સુધી પહોંચે છે તે કેમ જાણે કવિતા અને પ્રણય વચ્ચે કોઈક ભૂમિકાએ હિતવિરોધ હોય એવો આભાસ પેદા કરે છે, જે વસ્તુત: નિરાધાર છે. (દા. ત., ‘નિશીથ’, પૃ. ૪૦, ૪૧) ઊર્મિલતાની ક્ષણોમાં વરતાતો વિરોધ ક્ષણજીવી હોય છે અને છેવટે તો એક સાચા કલાકારની સ્વસ્થતાની નિર્દેશક એવી સમાધાન-સમન્વયની ભૂમિકા એમના એવા વિરોધમાંથી મળી રહે છે : ‘નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’૧૯-અ એ ભૂમિકા સુધી એમનો હૃદયભાવ પહોંચે છે. ઉમાશંકરની આ પ્રકારની ભાવદ્વિધાના મૂળમાં એમની કવિધર્મ-કલાધર્મ-મનુષ્યધર્મ પ્રત્યેની જાગરૂકતા ને નિષ્ઠા છે. એક ‘કવિ માનવ’ (જો માનવનો એવો એક પ્રકાર પાડી શકાતો હોય તો !) પોતાની આસપાસની વિષમ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરીને મૂંગે મોંએ બેસી રહેવા જેટલી જડતા – પામરતા તો ન જ રાખી શકે. સ્વતંત્રતા મળ્યા પછીના એક કાવ્યમાં કવિ પોતાને જ ‘રિમાન્ડ’ પર લે છે – ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ?’૨૦ સ્વતંત્રતા તો કવિને મન વંદનીય – પ્રાર્થનીય છે. તે વરદાયિની છે ને કવિ તેની પાસે ‘થઈને કવિ’ આ જ માગી શકે છે : {{Poem2Close}}
– એવી સભાનતા પણ અવારનવાર ડોકાય છે. કવિધર્મ તેમ જ સમષ્ટિધર્મ વિશેની ઉમાશંકરની સંપ્રજ્ઞતા એમના કવિકર્મને વિક્ષેપકર નહિ તો એકંદરે કંઈક ભારરૂપ તો નીવડી છે. કવિ, શબ્દ દ્વારા સૌન્દર્ય-કલાનો સાહજિક રીતે જ સાધક, એણે વળી ‘સૌન્દર્યો પી’ એમ બોધ આપવો પડે ? એ પોતાને ઉદ્બોધવા-પ્રબોધવાની ભૂમિકા જ એમના કવિ તરીકેના આંતરવ્યક્તિત્વની નિર્દેશક છે. એમની શબ્દ સાથેની આત્મીયતા કેટલીક વાર સૂક્ષ્મ રીતે વિક્ષિપ્ત થયાં કરતી હોય છે ને તેથી કવિતામાં ‘વિગલિતવેદ્યાન્તર’ એવી એકાગ્રતાને કારણે કવિચેતનાનો જેટલો ઉછાળ આવવો જોઈએ તેટલો આવતો નથી. ‘કવિજીવન અરેરે શું ઉપજીવન ?’<ref>‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૭. </ref> – એ પ્રશ્ન એમને પાછળથી થયો; કેમ થયો ? ઉમાશંકરની શબ્દોપાસના સાચી છે, પણ અનન્ય છે ? એમના ચિત્તે સ્વાતંત્ર્ય સમયે પ્રણયાનુભવવેળાએ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રનિર્માણના સમયે કવિધર્મ અને જીવનધર્મ વચ્ચે ભાવદ્વિધા (‘એમ્બિવેલન્સ’) અનુભવી છે તે આ સંદર્ભે સૂચક છે. તેઓ સાગર શેરીઓમાંથી ગીતો વીણીને મનુમંડપોમાં વેરવાની વૃત્તિ સેવે છે;<ref>ગંગોત્રી, પૃ. ૧૪. </ref> તો ‘સુખી ન સમજે દુ:ખી સુણે ના, તો બહેતર નહિ ગાવું’<ref>એજન, પૃ. ૫૨. </ref> એવી લાગણી પણ પ્રસંગોપાત્ત, અનુભવે છે. એક બાજુ તેઓ કીર્તિ, પૈસો, સત્તા, ઠાઠ વગેરેને ચિત્તક્ષિતિજ પર સરતી અપ્સરાઓ રૂપે વર્ણવે છે,<ref>વસંતવર્ષા, પૃ. ૫૫. </ref> પ્રણય, કીર્તિ, વિક્રમ, વિધાત્રીની કૃપા – આ સર્વને આળપંપાળ લેખી તેને ફગાવી દેવાની અને ‘મને જગત એક લાધ્યું, હૃદયે વફાદાર હું | રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ !...<ref>ગંગોત્રી, પૃ. ૮૧. </ref> – એમ આવેશપૂર્વક કહે છે, પરંતુ બીજી બાજુ આવતી પેઢીઓની ચિંતા તેઓ કરે છે.<ref>નિશીથ, પૃ. ૨૧. </ref> ‘ગીત મારાં કોણ ગાશે ?’<ref>આતિથ્ય, પૃ. ૧૭૮. </ref>નો પ્રશ્ન તેઓ ઉઠાવે છે, (અલબત્ત, જે નિખાલસતાથી આ પ્રશ્ન ઉઠાવે છે તે આકર્ષક છે.) દિલ દિલને કંઈ પાવાની અભીપ્સા પણ તેઓ અભિવ્યક્ત કરે છે.<ref>એજન, પૃ. ૧૧. </ref> સ્વાતંત્ર્યના ‘મહાજનવિમર્દ’માં કવિશબ્દ વસંતરસ-યૌવનપ્રસર જેમ સંજીવનીરૂપ બની રહેશે એમ તેઓ કહે છે.<ref>એજન, પૃ. ૬૨. </ref> ‘અગનવચમાંયે કવિપણાં ?’ એવો ભાવદ્વિધા-પ્રેરિત પ્રશ્ન જો કવિચિત્તમાં જન્મ્યો ન હોત તો “સુભાગ્યો કે છેડે અગનવચમાંયે કવિપણાં ?’<ref>એજન, પૃ. ૧૭. </ref> – એમ કહેવાનું ઉમાશંકરને રહેત ? પ્રણયાનુભવ-વેળાએ પણ એમનામાંના કવિ અને પ્રણયી વચ્ચે જે ખેંચતાણ ચાલે છે, જે રીતે તેઓ સખીની ક્ષમાયાચના સુધી પહોંચે છે તે કેમ જાણે કવિતા અને પ્રણય વચ્ચે કોઈક ભૂમિકાએ હિતવિરોધ હોય એવો આભાસ પેદા કરે છે, જે વસ્તુત: નિરાધાર છે. (દા. ત., ‘નિશીથ’, પૃ. ૪૦, ૪૧) ઊર્મિલતાની ક્ષણોમાં વરતાતો વિરોધ ક્ષણજીવી હોય છે અને છેવટે તો એક સાચા કલાકારની સ્વસ્થતાની નિર્દેશક એવી સમાધાન-સમન્વયની ભૂમિકા એમના એવા વિરોધમાંથી મળી રહે છે : ‘નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’<ref>એજન, પૃ. ૩૫. </ref> એ ભૂમિકા સુધી એમનો હૃદયભાવ પહોંચે છે. ઉમાશંકરની આ પ્રકારની ભાવદ્વિધાના મૂળમાં એમની કવિધર્મ-કલાધર્મ-મનુષ્યધર્મ પ્રત્યેની જાગરૂકતા ને નિષ્ઠા છે. એક ‘કવિ માનવ’ (જો માનવનો એવો એક પ્રકાર પાડી શકાતો હોય તો !) પોતાની આસપાસની વિષમ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરીને મૂંગે મોંએ બેસી રહેવા જેટલી જડતા – પામરતા તો ન જ રાખી શકે. સ્વતંત્રતા મળ્યા પછીના એક કાવ્યમાં કવિ પોતાને જ ‘રિમાન્ડ’ પર લે છે – ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ?’<ref>વસંતવર્ષા, પૃ. ૧૦૫. </ref> સ્વતંત્રતા તો કવિને મન વંદનીય – પ્રાર્થનીય છે. તે વરદાયિની છે ને કવિ તેની પાસે ‘થઈને કવિ’ આ જ માગી શકે છે : {{Poem2Close}}
<Poem>
<Poem>
'''‘અને થઈને કવિ, માગું એટલું'''
'''‘અને થઈને કવિ, માગું એટલું'''
Line 55: Line 55:
આ ઉમાશંકર ‘સપ્તપદી’માં છિન્નભિન્નતાની તેમ દુરિતની અનુભૂતિની વાત કરતાં કરતાં છેવટે તો તળિયાની જે વિશ્વસમસ્ત સાથેની પોતાની સંવાદિતા છે તેના સમ પર આવીને રહે છે; ને એ સમ પર આવતાં કવિતાનોયે જે કોઈ કોલાહલ હોય તો તેનુંયે અમૃતમય મૌનમાં પરિશમન થતું અનુભવાય છે. એ મૌનમાં અહંનું, પોતાની નામઠામબદ્ધ સંકુચિતતાનુંયે વિગલન થતું વરતાય છે. ઉમાશંકરની સપ્તપદીનો છેવટનો નિષ્કર્ષ આ જ છે : ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. (સમગ્ર કવિતા, પ્ર. આ., પૃ. ૮૨૪.)
આ ઉમાશંકર ‘સપ્તપદી’માં છિન્નભિન્નતાની તેમ દુરિતની અનુભૂતિની વાત કરતાં કરતાં છેવટે તો તળિયાની જે વિશ્વસમસ્ત સાથેની પોતાની સંવાદિતા છે તેના સમ પર આવીને રહે છે; ને એ સમ પર આવતાં કવિતાનોયે જે કોઈ કોલાહલ હોય તો તેનુંયે અમૃતમય મૌનમાં પરિશમન થતું અનુભવાય છે. એ મૌનમાં અહંનું, પોતાની નામઠામબદ્ધ સંકુચિતતાનુંયે વિગલન થતું વરતાય છે. ઉમાશંકરની સપ્તપદીનો છેવટનો નિષ્કર્ષ આ જ છે : ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. (સમગ્ર કવિતા, પ્ર. આ., પૃ. ૮૨૪.)


ઉમાશંકરે ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ (ઑક્ટોબર, ૧૯૨૮) લખ્યું તે અનુભવને પ્રકૃતિ દ્વારા મળેલ કાવ્યદીક્ષારૂપે ઘટાવ્યો છે તે આપણે જાણીએ છીએ. તેમણે મંગલ શબ્દનો – મંત્રનો આદર ‘વિશ્વશાંતિ’ના આરંભે જ કર્યો છે અને તે પછીની એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિ મંગલ શબ્દના વિસ્તાર-વિકાસરૂપ રહી છે. (શ્રી હીરાબહેન પાઠકે ઉમાશંકરના આ મંગલ શબ્દને ઊંચકી લઈને ગાંધીયુગના સંદર્ભમાં વાપરવામાં ઊંડી ઇતિહાસસૂઝ દાખવી છે એમ કહેવું જોઈએ. જુઓ ‘ગુજરાતદર્શન (સાહિત્ય)’.) પ્રકૃતિએ અને મનુષ્યે એમના આંતરસત્ત્વને સમૃદ્ધ કરી એમના શબ્દને વધુ બળવાન બનાવ્યો છે. તેમનો શબ્દ તેથી સંસ્કાર-સંસ્કૃતિના વિવિધ ઉન્મેષોને – સ્ફુરણોને આત્મસાત્ કરવામાં સતત સક્રિય રહ્યો છે. સ્વાતંત્ર્યસંઘર્ષવેળાએ કવિધર્મ અદા કરવા માટેની આંતરિક સજ્જતા વધારવાની અભીપ્સા કવિએ પ્રગટ કરી, એ માટેના શિવસંકલ્પો જાહેર કર્યા; કંઈક સ્થૂલ રીતે કવિ માટેની સમયની માગને બુલંદ કરી. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં કવિ સંઘર્ષમાંથી સંવાદની દિશામાં વધુ સૂક્ષ્મ રીતે ને વધુ અસરકારક રીતે ગતિ કરે છે. પ્રણયજીવન ને નગરજીવનના અનુભવોએ એમની ચેતનાને યથાર્થના ફલદાયી પરિચયથી વધુ વિકસાવી. અમદાવાદ અને મુંબઈએ એમના ચિત્ત પર ‘કોઈ સમસ્યારૂપ ભૂરખી’૨૧ – નાખ્યાનું એમણે જણાવ્યું છે. ‘વિશ્વશાંતિ’માં બુલંદતાથી “ગજાવીએ સૌ જગઉંબરે ઊભી : | ‘માનવી, પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम् !’ ” કહેનાર કવિ ‘આત્માનાં ખંડેર’ સુધી પહોંચ્યો એની ‘વિશ્વશાંતિ’-વિષયક ભાવનાની સચ્ચાઈને કારણે, એની સ્નેહ-સંવાદિતા વિશેની અડગ શ્રદ્ધાને કારણે. યથાર્થના સાચા પરિચય વિના યથાર્થને ઉપયોગી થવાનું ઝાઝું ભાગ્યે જ બની શકે. વિશ્વશાંતિસાધક આત્મશાંતિના પ્રશ્નો ન જાણે તો કેમ ચાલે ? જે તરુણને વિશ્વશાંતિમાં રસ પડ્યો તે આત્માનાં ખંડેર સુધી જઈ શક્યો એ નોંધપાત્ર ઘટના છે, એમની કવિતા અને સાથે કવિને પણ સમજવાની દૃષ્ટિએ. આ ઉમાશંકરે આતિથ્યમાં ‘કવિ’ (પૃ. ૬૫-૭૩) કાવ્યમાં કવિના વ્યક્તિત્વના બે અંશો स: અને {{Poem2Close}}
ઉમાશંકરે ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ (ઑક્ટોબર, ૧૯૨૮) લખ્યું તે અનુભવને પ્રકૃતિ દ્વારા મળેલ કાવ્યદીક્ષારૂપે ઘટાવ્યો છે તે આપણે જાણીએ છીએ. તેમણે મંગલ શબ્દનો – મંત્રનો આદર ‘વિશ્વશાંતિ’ના આરંભે જ કર્યો છે અને તે પછીની એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિ મંગલ શબ્દના વિસ્તાર-વિકાસરૂપ રહી છે. (શ્રી હીરાબહેન પાઠકે ઉમાશંકરના આ મંગલ શબ્દને ઊંચકી લઈને ગાંધીયુગના સંદર્ભમાં વાપરવામાં ઊંડી ઇતિહાસસૂઝ દાખવી છે એમ કહેવું જોઈએ. જુઓ ‘ગુજરાતદર્શન (સાહિત્ય)’.) પ્રકૃતિએ અને મનુષ્યે એમના આંતરસત્ત્વને સમૃદ્ધ કરી એમના શબ્દને વધુ બળવાન બનાવ્યો છે. તેમનો શબ્દ તેથી સંસ્કાર-સંસ્કૃતિના વિવિધ ઉન્મેષોને – સ્ફુરણોને આત્મસાત્ કરવામાં સતત સક્રિય રહ્યો છે. સ્વાતંત્ર્યસંઘર્ષવેળાએ કવિધર્મ અદા કરવા માટેની આંતરિક સજ્જતા વધારવાની અભીપ્સા કવિએ પ્રગટ કરી, એ માટેના શિવસંકલ્પો જાહેર કર્યા; કંઈક સ્થૂલ રીતે કવિ માટેની સમયની માગને બુલંદ કરી. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં કવિ સંઘર્ષમાંથી સંવાદની દિશામાં વધુ સૂક્ષ્મ રીતે ને વધુ અસરકારક રીતે ગતિ કરે છે. પ્રણયજીવન ને નગરજીવનના અનુભવોએ એમની ચેતનાને યથાર્થના ફલદાયી પરિચયથી વધુ વિકસાવી. અમદાવાદ અને મુંબઈએ એમના ચિત્ત પર ‘કોઈ સમસ્યારૂપ ભૂરખી’<ref>જુઓ ‘જ્યારે હું તરુણ હતો...’ એ લેખ, સંસ્કૃતિ, જૂન, ૧૯૭૦, પૃ. ૨૦૨. </ref> – નાખ્યાનું એમણે જણાવ્યું છે. ‘વિશ્વશાંતિ’માં બુલંદતાથી “ગજાવીએ સૌ જગઉંબરે ઊભી : | ‘માનવી, પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम् !’ ” કહેનાર કવિ ‘આત્માનાં ખંડેર’ સુધી પહોંચ્યો એની ‘વિશ્વશાંતિ’-વિષયક ભાવનાની સચ્ચાઈને કારણે, એની સ્નેહ-સંવાદિતા વિશેની અડગ શ્રદ્ધાને કારણે. યથાર્થના સાચા પરિચય વિના યથાર્થને ઉપયોગી થવાનું ઝાઝું ભાગ્યે જ બની શકે. વિશ્વશાંતિસાધક આત્મશાંતિના પ્રશ્નો ન જાણે તો કેમ ચાલે ? જે તરુણને વિશ્વશાંતિમાં રસ પડ્યો તે આત્માનાં ખંડેર સુધી જઈ શક્યો એ નોંધપાત્ર ઘટના છે, એમની કવિતા અને સાથે કવિને પણ સમજવાની દૃષ્ટિએ. આ ઉમાશંકરે આતિથ્યમાં ‘કવિ’ (પૃ. ૬૫-૭૩) કાવ્યમાં કવિના વ્યક્તિત્વના બે અંશો स: અને {{Poem2Close}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 101: Line 101:
{{Poem2Open}}
{{Poem2Open}}
– અહીં કવિની સૌન્દર્યાનુભૂતિની ક્રિયા પ્રત્યક્ષ થતી, શબ્દપિંડ બાંધતી, કવિનું તો ખરું જ, કવિની ભાષાનું પણ આ કાવ્યક્ષણે રૂપાંતર સિદ્ધ કરી બતાવે છે. ‘વૃક્ષ-રચના-મય’-તા કવિના સૌન્દર્યનુભવની જ નહિ, કવિતાની ભાષાની – કવિતાની પણ સિદ્ધિ છે.
– અહીં કવિની સૌન્દર્યાનુભૂતિની ક્રિયા પ્રત્યક્ષ થતી, શબ્દપિંડ બાંધતી, કવિનું તો ખરું જ, કવિની ભાષાનું પણ આ કાવ્યક્ષણે રૂપાંતર સિદ્ધ કરી બતાવે છે. ‘વૃક્ષ-રચના-મય’-તા કવિના સૌન્દર્યનુભવની જ નહિ, કવિતાની ભાષાની – કવિતાની પણ સિદ્ધિ છે.
ઉમાશંકરને મન કવિતા ‘એસ્કેપ ફ્રૉમ લાઇફ’ નથી, પણ ‘ઇન્વૉલ્વમેન્ટ ઇન લાઇફ’ છે. ઉશનસ્ સૂચવે છે તેમ, એમની કવિતા ‘બૅક ટુ મેનકાઇન્ડ’-ની છે.૨૨ “સંસારનું નામ બીજું : ‘સહેવું’ ” (‘આતિથ્ય’, પૃ. ૧૦૧) એમ તેઓ કહે છે. જેને કારણે સહેવું પડે છે એ સંઘર્ષોથી – ઘમસાણલીલાથી ભર્યો ભર્યો અષાઢ જીવનમાં અખંડ રહે એમ તો તેઓ ઇચ્છે છે. સંઘર્ષ-યુદ્ધ આદિની ભૂમિકા ઉમાશંકર સ્વીકારે છે, પણ એ ભૂમિકાથી ઉપર ઊઠવામાં જે ‘દિવ્ય મનુષ્યતા’ કે ‘માનુષ દિવ્યતા’૨૩ છે તેનો ઉમાશંકર આદર કરે છે. વિશ્વની રંગભૂમિ પર જે કંઈ અવનવી ઘટનાઓ ગુજરે છે એમાં જે કંઈ ચિરંજીવ તત્ત્વ છે તેને કવિઓ ગ્રહી લેતા હોય છે : {{Poem2Close}}
ઉમાશંકરને મન કવિતા ‘એસ્કેપ ફ્રૉમ લાઇફ’ નથી, પણ ‘ઇન્વૉલ્વમેન્ટ ઇન લાઇફ’ છે. ઉશનસ્ સૂચવે છે તેમ, એમની કવિતા ‘બૅક ટુ મેનકાઇન્ડ’-ની છે.<ref>આમ તો ‘ભલે શૃંગો ઊંચાં’ માટે ઉશનસે આ શબ્દો વાપર્યા છે. જુઓ ‘રૂપ અને રસ’, ૧૯૬૫, પૃ. ૨૭૪. </ref> “સંસારનું નામ બીજું : ‘સહેવું’ ” (‘આતિથ્ય’, પૃ. ૧૦૧) એમ તેઓ કહે છે. જેને કારણે સહેવું પડે છે એ સંઘર્ષોથી – ઘમસાણલીલાથી ભર્યો ભર્યો અષાઢ જીવનમાં અખંડ રહે એમ તો તેઓ ઇચ્છે છે. સંઘર્ષ-યુદ્ધ આદિની ભૂમિકા ઉમાશંકર સ્વીકારે છે, પણ એ ભૂમિકાથી ઉપર ઊઠવામાં જે ‘દિવ્ય મનુષ્યતા’ કે ‘માનુષ દિવ્યતા’<ref>વસંતવર્ષા, પૃ. ૮૧. </ref> છે તેનો ઉમાશંકર આદર કરે છે. વિશ્વની રંગભૂમિ પર જે કંઈ અવનવી ઘટનાઓ ગુજરે છે એમાં જે કંઈ ચિરંજીવ તત્ત્વ છે તેને કવિઓ ગ્રહી લેતા હોય છે : {{Poem2Close}}
<Poem>
<Poem>
'''“રાષ્ટ્રો જન્મી, લડે, ખડે, સમયનાં ખંડેર ભેળાં ભળે'''
'''“રાષ્ટ્રો જન્મી, લડે, ખડે, સમયનાં ખંડેર ભેળાં ભળે'''
Line 115: Line 115:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ ‘ચિરંજીવ તંતુ’ને કારણે જ કવિતા તુચ્છ વિષયની હોય તોયે વૈશ્વિક પ્રભાવની ક્ષમતા ધરાવી શકે છે. કવિતા ધરા પરની અમૃતસરિતા૨૪ બને છે તે આ ચિરંજીવ તંતુને કારણે. આ તંતુ સાથે કવિતા દ્વારા સહૃદયોના ચિત્તનું અનુસંધાન થાય તેમાં કવિની ધન્યતા છે. ઉમાશંકરે પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા પામતાં જે પ્રથમ કાવ્ય લખ્યું તેમાં જે ‘મંત્ર’ પોતાને મળ્યો તે સૌન્દર્ય પીવાનો આદેશ કરે છે તે આપણે જોયું છે. જીવનમાં સૌન્દર્યની ખોજ કરતાં જન્મજાત કવિને તો કવિતા માટેની જ સામગ્રી – કવિતાની સમૃદ્ધિ મળી જ રહેવાની. આ સૌન્દર્યની ખોજ કવિના નિજી અસ્તિત્વની જ ખોજ છે અને તે જ તેમને સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ ઇત્યાદિ તરફ પ્રેરી જાય છે.
આ ‘ચિરંજીવ તંતુ’ને કારણે જ કવિતા તુચ્છ વિષયની હોય તોયે વૈશ્વિક પ્રભાવની ક્ષમતા ધરાવી શકે છે. કવિતા ધરા પરની અમૃતસરિતા<ref>અભિજ્ઞા, પૃ. ૩૭. </ref> બને છે તે આ ચિરંજીવ તંતુને કારણે. આ તંતુ સાથે કવિતા દ્વારા સહૃદયોના ચિત્તનું અનુસંધાન થાય તેમાં કવિની ધન્યતા છે. ઉમાશંકરે પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા પામતાં જે પ્રથમ કાવ્ય લખ્યું તેમાં જે ‘મંત્ર’ પોતાને મળ્યો તે સૌન્દર્ય પીવાનો આદેશ કરે છે તે આપણે જોયું છે. જીવનમાં સૌન્દર્યની ખોજ કરતાં જન્મજાત કવિને તો કવિતા માટેની જ સામગ્રી – કવિતાની સમૃદ્ધિ મળી જ રહેવાની. આ સૌન્દર્યની ખોજ કવિના નિજી અસ્તિત્વની જ ખોજ છે અને તે જ તેમને સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ ઇત્યાદિ તરફ પ્રેરી જાય છે.
‘વિશ્વશાંતિ’માં કવિએ આ ત્રણેય તત્ત્વો માટેની અભીપ્સા વ્યક્ત કરી, જોકે ત્યાંય બંધુત્વ પર તેમનો ભાર વિશેષ રહ્યો. આમેય બંધુત્વનો આદર્શ વાસ્તવિક ભૂમિકા પર તો જ ઊતરી શકે, જો સ્વાતંત્ર્ય ને સમત્વ પ્રવર્તતાં હોય. ઉમાશંકરે ફ્રાન્સ અને રશિયાની ક્રાંતિઓને સ્વતંત્રતા તથા સમાનતાનાં મૂલ્યોના સંદર્ભમાં યાદ કરી અને પ્રથમ વિશ્વયુદ્ધે જે ખાનાખરાબી કરી તેનો આછો નિર્દેશ માત્ર કરી, વિશ્વબંધુત્વની ભાવનાને આ કાવ્યમાં પ્રસ્તુત કરી. આ કાવ્ય ભલે શીર્ષકે ‘વિશ્વશાંતિ’નું હોય પરંતુ તેના આંતરસત્ત્વે તો વિશ્વપ્રેમનું – વિશ્વબંધુત્વનું, રામપ્રસાદ શુક્લે વાપરેલો શબ્દ ઉપયોજીને કહીએ તો, ‘વિશ્વમાંગલ્ય’૨૫નું કાવ્ય છે. વિશ્વપ્રેમ જ ઉપાય છે વિશ્વયુદ્ધો ટાળવાનો. વિશ્વયુદ્ધો અથવા કોઈ પણ પ્રકારનાં યુદ્ધો, કલહો જેવી ઘટનાઓ તો જ ટળે, જો વિશ્વપ્રેમની પરિસ્થિતિ સર્જાય. ઉમાશંકરે કૃષ્ણના ચક્રથી ગાંધીજીના ચક્ર (ચરખા) સુધીમાં વિશિષ્ટ અર્થમાં શસ્ત્રવિકાસને અવલોક્યો છે. શસ્ત્ર હિંસક મટીને અહિંસક બન્યું એ જ એનો વિકાસ ! નખે, દાંતે લડનારાઓ અગ્નિ-અસ્ત્રો સુધી વળ્યા એ પણ શસ્ત્રવિકાસ; પણ તે રૂઢ અર્થમાં, કવિના – કવિતાના અર્થમાં નહીં.૨૬ ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વ – આ ત્રણેય મૂલ્યોનો સજીવ સંબંધ વ્યાવહારિક ભૂમિકાએ પ્રતિષ્ઠિત થતો જોયો. પતિતપાવન અથવા દીનાનાથ એવા નારાયણને પતિત અને દરિદ્રજનમાં વિશિષ્ટ રીતે જોવાનો – એમને દરિદ્રનારાયણ રૂપે ઓળખવા – ઓળખાવવાનો જે દાર્શનિક ઉપક્રમ ગાંધીજીએ સ્વીકાર્યો તેમાં એક શાંત પણ ધરખમ ધાર્મિક-આધ્યાત્મિક ક્રાંતિનું – મૂલ્યક્રાંતિનું બીજ રહેલું હતું જ. જીવનકળાના મહાન પ્રયોગકાર – જીવનના કલાધર ગાંધીજી પ્રત્યેનો કવિનો મુગ્ધભાવ આદર્શપ્રીતિનો દ્યોતક છે. ગાંધીજી પ્રત્યેનો એમનો સદ્ભાવ ઠીક ઠીક મુખર છે. ‘શું ઊતરી મૂર્તિમતી અહિંસા ?’૨૭ જેવા અનેક ઉદ્ગારોમાં એ સ્પષ્ટ છે. આમ છતાં જે ઉત્સાહ-ઉલ્લાસથી કવિ ગાંધીજીને બિરદાવે છે એમાં વસ્તુત: વિશ્વબંધુત્વની ભાવનાનો ઉમળકાભર્યો પુરસ્કાર છે. તેથી તો કાકાસાહેબે ‘આમંત્રણ’ – એ પુરોવચનમાં સ્પષ્ટ જણાવ્યું કે ‘પ્રસ્તુત કવિતા ગાંધીયુગની છે, પણ ગાંધીજીનું માહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી’ કાકાસાહેબે ગાંધીયુગને એની પહેલાંનાં યુગથી આદર્શભેદે કંઈક જુદો માન્યો છે. ઉમાશંકર પણ ગાંધીયુગને કંઈક વિશિષ્ટ માનતા જણાય છે. રવીન્દ્રનાથ-વિષયક એક કાવ્ય (‘રવીન્દ્રનાથ’, અભિજ્ઞા, પૃ. ૪૯–૫૦)માં તેમણે રવીન્દ્રનાથના યુગને ‘વિશ્વમાનવ’ના યુગ તરીકે ઓળખાવ્યો છે. વિશ્વમાનવી – બનવાની યુગમાનવી બનવાની – પોતાના સમય સાથે સાચી નિસબત ધરાવતા માનવી બનવાની – વિશ્વતોમુખી થવાની અભીપ્સા ઉમાશંકરને આ વાતાવરણમાં થાય એ સ્વાભાવિક છે. વધારામાં ગાંધીજી જેવા વિશ્વમાનવનો આદર્શ જીવવા સતત પુરુષાર્થી એવા મહાપુરુષના યજ્ઞકાર્યમાં સક્રિય થવાનો અવકાશ પણ તેમને મળ્યો. તેથી વિશ્વમાનવની ચાહનાનો માર્ગ એમને ગમી જાય અને તેની વાત કરવામાં રસ પડે એવું સ્વાભાવિક રીતે જ બને. ‘વિશ્વશાંતિ’માં કવિના ઉદ્ગારો મુગ્ધતાની ભૂમિકાના લાગે, પણ તે ભાવનાપરાયણ તરુણ ચિત્તની સચ્ચાઈના ઉદ્ગારો પણ લાગશે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ના વિષયને કાવ્ય માટે પસંદ કરી યુગ સાથેના તેમના સચ્ચાઈભર્યા સ્નેહસંબંધને સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો છે.
‘વિશ્વશાંતિ’માં કવિએ આ ત્રણેય તત્ત્વો માટેની અભીપ્સા વ્યક્ત કરી, જોકે ત્યાંય બંધુત્વ પર તેમનો ભાર વિશેષ રહ્યો. આમેય બંધુત્વનો આદર્શ વાસ્તવિક ભૂમિકા પર તો જ ઊતરી શકે, જો સ્વાતંત્ર્ય ને સમત્વ પ્રવર્તતાં હોય. ઉમાશંકરે ફ્રાન્સ અને રશિયાની ક્રાંતિઓને સ્વતંત્રતા તથા સમાનતાનાં મૂલ્યોના સંદર્ભમાં યાદ કરી અને પ્રથમ વિશ્વયુદ્ધે જે ખાનાખરાબી કરી તેનો આછો નિર્દેશ માત્ર કરી, વિશ્વબંધુત્વની ભાવનાને આ કાવ્યમાં પ્રસ્તુત કરી. આ કાવ્ય ભલે શીર્ષકે ‘વિશ્વશાંતિ’નું હોય પરંતુ તેના આંતરસત્ત્વે તો વિશ્વપ્રેમનું – વિશ્વબંધુત્વનું, રામપ્રસાદ શુક્લે વાપરેલો શબ્દ ઉપયોજીને કહીએ તો, ‘વિશ્વમાંગલ્ય’<ref>આપણું સાહિત્ય, ૧૯૭૧, પૃ. ૨૮૯–૨૯૭</ref>નું કાવ્ય છે. વિશ્વપ્રેમ જ ઉપાય છે વિશ્વયુદ્ધો ટાળવાનો. વિશ્વયુદ્ધો અથવા કોઈ પણ પ્રકારનાં યુદ્ધો, કલહો જેવી ઘટનાઓ તો જ ટળે, જો વિશ્વપ્રેમની પરિસ્થિતિ સર્જાય. ઉમાશંકરે કૃષ્ણના ચક્રથી ગાંધીજીના ચક્ર (ચરખા) સુધીમાં વિશિષ્ટ અર્થમાં શસ્ત્રવિકાસને અવલોક્યો છે. શસ્ત્ર હિંસક મટીને અહિંસક બન્યું એ જ એનો વિકાસ ! નખે, દાંતે લડનારાઓ અગ્નિ-અસ્ત્રો સુધી વળ્યા એ પણ શસ્ત્રવિકાસ; પણ તે રૂઢ અર્થમાં, કવિના – કવિતાના અર્થમાં નહીં.<ref>વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૪. </ref> ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વ – આ ત્રણેય મૂલ્યોનો સજીવ સંબંધ વ્યાવહારિક ભૂમિકાએ પ્રતિષ્ઠિત થતો જોયો. પતિતપાવન અથવા દીનાનાથ એવા નારાયણને પતિત અને દરિદ્રજનમાં વિશિષ્ટ રીતે જોવાનો – એમને દરિદ્રનારાયણ રૂપે ઓળખવા – ઓળખાવવાનો જે દાર્શનિક ઉપક્રમ ગાંધીજીએ સ્વીકાર્યો તેમાં એક શાંત પણ ધરખમ ધાર્મિક-આધ્યાત્મિક ક્રાંતિનું – મૂલ્યક્રાંતિનું બીજ રહેલું હતું જ. જીવનકળાના મહાન પ્રયોગકાર – જીવનના કલાધર ગાંધીજી પ્રત્યેનો કવિનો મુગ્ધભાવ આદર્શપ્રીતિનો દ્યોતક છે. ગાંધીજી પ્રત્યેનો એમનો સદ્ભાવ ઠીક ઠીક મુખર છે. ‘શું ઊતરી મૂર્તિમતી અહિંસા ?’<ref>એજન, પૃ. ૭. </ref>જેવા અનેક ઉદ્ગારોમાં એ સ્પષ્ટ છે. આમ છતાં જે ઉત્સાહ-ઉલ્લાસથી કવિ ગાંધીજીને બિરદાવે છે એમાં વસ્તુત: વિશ્વબંધુત્વની ભાવનાનો ઉમળકાભર્યો પુરસ્કાર છે. તેથી તો કાકાસાહેબે ‘આમંત્રણ’ – એ પુરોવચનમાં સ્પષ્ટ જણાવ્યું કે ‘પ્રસ્તુત કવિતા ગાંધીયુગની છે, પણ ગાંધીજીનું માહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી’ કાકાસાહેબે ગાંધીયુગને એની પહેલાંનાં યુગથી આદર્શભેદે કંઈક જુદો માન્યો છે. ઉમાશંકર પણ ગાંધીયુગને કંઈક વિશિષ્ટ માનતા જણાય છે. રવીન્દ્રનાથ-વિષયક એક કાવ્ય (‘રવીન્દ્રનાથ’, અભિજ્ઞા, પૃ. ૪૯–૫૦)માં તેમણે રવીન્દ્રનાથના યુગને ‘વિશ્વમાનવ’ના યુગ તરીકે ઓળખાવ્યો છે. વિશ્વમાનવી – બનવાની યુગમાનવી બનવાની – પોતાના સમય સાથે સાચી નિસબત ધરાવતા માનવી બનવાની – વિશ્વતોમુખી થવાની અભીપ્સા ઉમાશંકરને આ વાતાવરણમાં થાય એ સ્વાભાવિક છે. વધારામાં ગાંધીજી જેવા વિશ્વમાનવનો આદર્શ જીવવા સતત પુરુષાર્થી એવા મહાપુરુષના યજ્ઞકાર્યમાં સક્રિય થવાનો અવકાશ પણ તેમને મળ્યો. તેથી વિશ્વમાનવની ચાહનાનો માર્ગ એમને ગમી જાય અને તેની વાત કરવામાં રસ પડે એવું સ્વાભાવિક રીતે જ બને. ‘વિશ્વશાંતિ’માં કવિના ઉદ્ગારો મુગ્ધતાની ભૂમિકાના લાગે, પણ તે ભાવનાપરાયણ તરુણ ચિત્તની સચ્ચાઈના ઉદ્ગારો પણ લાગશે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ના વિષયને કાવ્ય માટે પસંદ કરી યુગ સાથેના તેમના સચ્ચાઈભર્યા સ્નેહસંબંધને સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો છે.
વળી ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં ગાંધીજીની ‘મુક્તિ-મીઠું’ ઉપાડવા માટેની દાંડીકૂચ, સ્વદેશીની ચળવળ, દારૂનાં પીઠાંનું પિકેટિંગ – આવા બધા કાર્યક્રમોને વિશ્વશાંતિના સંદર્ભમાં મૂકી એમાં રહેલું વૈશ્વિક – માનવીય પરિમાણ ઉપસાવી આપ્યું છે. અહિંસા અને સત્ય, પ્રેમ અને સમત્વ – આ બધાં મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિ અને સમષ્ટિજીવનની પાયાની ક્રાંતિ-ઉત્ક્રાન્તિ અનિવાર્ય થઈ પડી અને ગાંધીજીએ તે યુગકાર્યનો ભાર આત્મબળે ઉપાડ્યો. ‘વિશ્વશાંતિ’ કાવ્ય તેથી ગાંધીનું, ગાંધીયુગનું, ગાંધીયુગીની ભાવનાઓનું કાવ્ય બને છે; વર્તમાન યુગનું કાવ્ય બને છે; પણ તેની ખરી ખૂબી એની આવતા યુગનું કાવ્ય બનવાની જે વસ્તુગત ક્ષમતા છે એમાં છે. ઉમાશંકરે આ કાવ્યમાં દીનદલિતો પ્રત્યેની પોતાની હમદર્દીને તેમ સામ્રાજ્યશાહી જેવાં પરિબળો સામેની પોતાની નારાજગીને સ્વાભાવિક ક્રમમાં વ્યક્ત થવા દીધી છે. કેટલેક સ્થાને તેઓ ભરપૂર આત્મવિશ્વાસથી ને તેથી જ કેટલીક વાર મુગ્ધતાથી પોતાના અભિપ્રાયો આપે છે : {{Poem2Close}}
વળી ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં ગાંધીજીની ‘મુક્તિ-મીઠું’ ઉપાડવા માટેની દાંડીકૂચ, સ્વદેશીની ચળવળ, દારૂનાં પીઠાંનું પિકેટિંગ – આવા બધા કાર્યક્રમોને વિશ્વશાંતિના સંદર્ભમાં મૂકી એમાં રહેલું વૈશ્વિક – માનવીય પરિમાણ ઉપસાવી આપ્યું છે. અહિંસા અને સત્ય, પ્રેમ અને સમત્વ – આ બધાં મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિ અને સમષ્ટિજીવનની પાયાની ક્રાંતિ-ઉત્ક્રાન્તિ અનિવાર્ય થઈ પડી અને ગાંધીજીએ તે યુગકાર્યનો ભાર આત્મબળે ઉપાડ્યો. ‘વિશ્વશાંતિ’ કાવ્ય તેથી ગાંધીનું, ગાંધીયુગનું, ગાંધીયુગીની ભાવનાઓનું કાવ્ય બને છે; વર્તમાન યુગનું કાવ્ય બને છે; પણ તેની ખરી ખૂબી એની આવતા યુગનું કાવ્ય બનવાની જે વસ્તુગત ક્ષમતા છે એમાં છે. ઉમાશંકરે આ કાવ્યમાં દીનદલિતો પ્રત્યેની પોતાની હમદર્દીને તેમ સામ્રાજ્યશાહી જેવાં પરિબળો સામેની પોતાની નારાજગીને સ્વાભાવિક ક્રમમાં વ્યક્ત થવા દીધી છે. કેટલેક સ્થાને તેઓ ભરપૂર આત્મવિશ્વાસથી ને તેથી જ કેટલીક વાર મુગ્ધતાથી પોતાના અભિપ્રાયો આપે છે : {{Poem2Close}}
<Poem>
<Poem>
Line 177: Line 177:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વિશ્વપ્રેમની ભાવના એમના સમષ્ટિપ્રેમ તેમ જ વ્યષ્ટિપ્રેમનાં કાવ્યોમાં પણ કોઈક રીતે અનુસ્યૂત જોવા મળે છે. એ ભાવના સમાનતા, બંધુતા, સ્વતંત્રતા જેવાં મૂલ્યોની વાત કરતાં તો પ્રબળ રીતે પ્રગટવી જોઈએ. ‘જઠરાગ્નિ’ જેવા કાવ્યમાં એ ભાવના નિષેધાત્મક રીતે પ્રગટ થયેલી જોઈ શકાય. એમનો રોષ – એમનો પુણ્યપ્રકોપ એમની વિશ્વપ્રીતિનો – મનુષ્યપ્રીતિનો જ મૂલત: દ્યોતક છે; આમ છતાં ખંડેરની ભસ્મકણીયે નહિ લાધે – એવી ધમકીની ભાષામાં વાત કરવાની રીત જે ઉમાશંકરને આપણે ઓળખીએ છીએ એમને માટે તો કદાચ આગંતુક જ લાગે ! એમની મનુષ્યપ્રીતિની ભાવનાની ગવાહી ‘ગુલામ’ કાવ્યમાંનો ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ ?’ પ્રશ્ન આપી રહે છે. ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ’ – આ એમની માન્યતા છે, તો ‘એક માનવી જ કાં ગુલામ ?’ એ પેલી માન્યતાને કારણે ઉદ્ભવેલ દારુણ પ્રશ્ન છે. મનુષ્યના ગૌરવનો અવાજ ‘હું ગુલામ ?’ – એ પંક્તિના ‘હું’માં સાંભળવો મુશ્કેલ નથી, અને ‘ગુલામ ?’ના પ્રશ્નલયમાં વેદનાનો રણકો સાંભળવો પણ કઠિન નથી. ‘હું ગુલામ ?’ – એ પંક્તિમાં ‘હું’નો અર્થ પ્રશ્નાર્થસહિતના ‘ગુલામ’ શબ્દની (‘ગુલામ ?’) સંનિધિને કારણે ‘હું જે ગુલામ નહિ તે’ એવો થાય છે. આમાં માનવ્યપ્રેમી ને તેથી સ્વાતંત્ર્યપ્રેમી કવિની વેદના સીધાસાદા ને તેથી જ તીવ્રતમ – હૃદયવેધક પ્રશ્નમાં ઉત્કટ રીતે સ્ફુરેલી પામી શકાય છે.
આ વિશ્વપ્રેમની ભાવના એમના સમષ્ટિપ્રેમ તેમ જ વ્યષ્ટિપ્રેમનાં કાવ્યોમાં પણ કોઈક રીતે અનુસ્યૂત જોવા મળે છે. એ ભાવના સમાનતા, બંધુતા, સ્વતંત્રતા જેવાં મૂલ્યોની વાત કરતાં તો પ્રબળ રીતે પ્રગટવી જોઈએ. ‘જઠરાગ્નિ’ જેવા કાવ્યમાં એ ભાવના નિષેધાત્મક રીતે પ્રગટ થયેલી જોઈ શકાય. એમનો રોષ – એમનો પુણ્યપ્રકોપ એમની વિશ્વપ્રીતિનો – મનુષ્યપ્રીતિનો જ મૂલત: દ્યોતક છે; આમ છતાં ખંડેરની ભસ્મકણીયે નહિ લાધે – એવી ધમકીની ભાષામાં વાત કરવાની રીત જે ઉમાશંકરને આપણે ઓળખીએ છીએ એમને માટે તો કદાચ આગંતુક જ લાગે ! એમની મનુષ્યપ્રીતિની ભાવનાની ગવાહી ‘ગુલામ’ કાવ્યમાંનો ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ ?’ પ્રશ્ન આપી રહે છે. ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ’ – આ એમની માન્યતા છે, તો ‘એક માનવી જ કાં ગુલામ ?’ એ પેલી માન્યતાને કારણે ઉદ્ભવેલ દારુણ પ્રશ્ન છે. મનુષ્યના ગૌરવનો અવાજ ‘હું ગુલામ ?’ – એ પંક્તિના ‘હું’માં સાંભળવો મુશ્કેલ નથી, અને ‘ગુલામ ?’ના પ્રશ્નલયમાં વેદનાનો રણકો સાંભળવો પણ કઠિન નથી. ‘હું ગુલામ ?’ – એ પંક્તિમાં ‘હું’નો અર્થ પ્રશ્નાર્થસહિતના ‘ગુલામ’ શબ્દની (‘ગુલામ ?’) સંનિધિને કારણે ‘હું જે ગુલામ નહિ તે’ એવો થાય છે. આમાં માનવ્યપ્રેમી ને તેથી સ્વાતંત્ર્યપ્રેમી કવિની વેદના સીધાસાદા ને તેથી જ તીવ્રતમ – હૃદયવેધક પ્રશ્નમાં ઉત્કટ રીતે સ્ફુરેલી પામી શકાય છે.
ઉમાશંકરની કવિતામાં વિશ્વપ્રેમની વ્યક્તિપ્રેમથી – દાંપત્યપ્રેમ સુધીની જે એક શ્રેણી છે તેમાં વિશ્વમાનવી એ આદર્શ છે તો લઘુમાનવી – વ્યક્તિ એ વાસ્તવિકતા છે. વ્યક્તિ મટીને – લઘુમાનવી મટીને ‘રાષ્ટ્ર–વિરાટ–ચેતના’૨૮ થવું અને પછી વિવિધ માનવપ્રજાઓ સાથે હૃદયનું ઐક્ય સ્થાપવું – એ જીવનકર્તવ્યની – કવિના મનુષ્યજાતિ પ્રત્યેના કર્તવ્યની દિશા છે. ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ !’૨૯ એ ભાવનાની કવિતા થઈ શકી નથી. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’૩૦ જેવી સુપ્રચલિત પંક્તિમાં વ્યક્તિ મટવાની જે વાત છે તે કોઈ પણ રીતે શક્ય છે ? વ્યક્તિત્વનાં બંધન તોડવાફોડવાની વાતમાં પ્રાસંગિક ઉત્સાહ ને ભાવનોદ્રેકથી ભાગ્યે જ વિશેષ કશું હોય. હિમાલયનું ઓશીકું ને નભતારલીની કીકી કરવાનો કલ્પનોત્સાહ સમજી શકાય છે, પણ તેવી વાતોથી વિશ્વમાનવના અંતરતમ સત્યનો સાક્ષાત્કાર થાય છે ખરો ? માથે વસુંધરાની ધૂળ ધરવાની ચેષ્ટાથી વસુંધરાપ્રીતિ સૂચિત થાય છે તે ભલે, પરંતુ તેથી વસુંધરાપ્રીતિના ઉત્કર્ષમાં કેટલી મદદ થાય તે પ્રશ્ન છે. પતિતસમ સાથમાં પતિતસમ થઈ રહેવાની ભાવના કવિને થાય છે.૩૧ પણ એ ભાવનાએ કવિના સંવિતને ઉપરતળે કરી નાખ્યું હોય એવું લાગે છે ખરું ? કવિની એ પ્રિય ભાવના છે, પરંતુ કવિની ખુદની હસ્તીમાં એ અનિવાર્ય કેટલી બની છે ? એમની સમગ્ર કવિતાનો સંદર્ભ જોતાં આ પ્રકારના ભાવનોદ્ગારોને જે તે ક્ષણના સાચા છતાં ઊર્મિલ કોટિના ઉદ્ગારો લેખવા પડે. આમ છતાં, વૈશ્વિક સંવાદની એમની અભીપ્સા અને એ માટેની એમની મથામણના ભાગરૂપ પોતાની સામે જ પોતે મોરચો માંડે છે ત્યારે તેનાં હૃદ્ય પરિણામો આવે છે. ‘આત્માનાં ખંડેર’નો પણ વૈશ્વિક સંવાદના સંદર્ભે વિચાર કરવો અનિવાર્ય જ બને છે.
ઉમાશંકરની કવિતામાં વિશ્વપ્રેમની વ્યક્તિપ્રેમથી – દાંપત્યપ્રેમ સુધીની જે એક શ્રેણી છે તેમાં વિશ્વમાનવી એ આદર્શ છે તો લઘુમાનવી – વ્યક્તિ એ વાસ્તવિકતા છે. વ્યક્તિ મટીને – લઘુમાનવી મટીને ‘રાષ્ટ્ર–વિરાટ–ચેતના’<ref>ગંગોત્રી, પૃ. ૨૪.</ref> થવું અને પછી વિવિધ માનવપ્રજાઓ સાથે હૃદયનું ઐક્ય સ્થાપવું – એ જીવનકર્તવ્યની – કવિના મનુષ્યજાતિ પ્રત્યેના કર્તવ્યની દિશા છે. ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ !’<ref>એજન, પૃ. ૨૫. </ref> એ ભાવનાની કવિતા થઈ શકી નથી. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’<ref>એજન, પૃ. ૪૩. </ref> જેવી સુપ્રચલિત પંક્તિમાં વ્યક્તિ મટવાની જે વાત છે તે કોઈ પણ રીતે શક્ય છે ? વ્યક્તિત્વનાં બંધન તોડવાફોડવાની વાતમાં પ્રાસંગિક ઉત્સાહ ને ભાવનોદ્રેકથી ભાગ્યે જ વિશેષ કશું હોય. હિમાલયનું ઓશીકું ને નભતારલીની કીકી કરવાનો કલ્પનોત્સાહ સમજી શકાય છે, પણ તેવી વાતોથી વિશ્વમાનવના અંતરતમ સત્યનો સાક્ષાત્કાર થાય છે ખરો ? માથે વસુંધરાની ધૂળ ધરવાની ચેષ્ટાથી વસુંધરાપ્રીતિ સૂચિત થાય છે તે ભલે, પરંતુ તેથી વસુંધરાપ્રીતિના ઉત્કર્ષમાં કેટલી મદદ થાય તે પ્રશ્ન છે. પતિતસમ સાથમાં પતિતસમ થઈ રહેવાની ભાવના કવિને થાય છે.<ref>એજન, પૃ. ૪૭. </ref> પણ એ ભાવનાએ કવિના સંવિતને ઉપરતળે કરી નાખ્યું હોય એવું લાગે છે ખરું ? કવિની એ પ્રિય ભાવના છે, પરંતુ કવિની ખુદની હસ્તીમાં એ અનિવાર્ય કેટલી બની છે ? એમની સમગ્ર કવિતાનો સંદર્ભ જોતાં આ પ્રકારના ભાવનોદ્ગારોને જે તે ક્ષણના સાચા છતાં ઊર્મિલ કોટિના ઉદ્ગારો લેખવા પડે. આમ છતાં, વૈશ્વિક સંવાદની એમની અભીપ્સા અને એ માટેની એમની મથામણના ભાગરૂપ પોતાની સામે જ પોતે મોરચો માંડે છે ત્યારે તેનાં હૃદ્ય પરિણામો આવે છે. ‘આત્માનાં ખંડેર’નો પણ વૈશ્વિક સંવાદના સંદર્ભે વિચાર કરવો અનિવાર્ય જ બને છે.
‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખ્યા સાલની દૃષ્ટિએ ભલે એમનું પહેલું કાવ્ય ગણાય, પરંતુ એમના અસ્તિત્વની બુનિયાદને પોતાની જ કહેવાય એવી અનુભૂતિનિષ્ઠ ભાષામાં રજૂ કરતું પહેલું સરસ કાવ્ય તો છે આ ‘આત્માનાં ખંડેર’. વિશ્વશાંતિ આત્મશાંતિ વિના શક્ય નથી અને આત્મશાંતિની સાધનામાં આત્મમંથનને સ્થાન રહેવાનું જ, ને આ જ કારણે ‘આત્માનાં ખંડેર’ અને ‘વિશ્વશાંતિ’ને એક ઊંડો આંતરસંબંધ છે. વિશ્વશાંતિ એક સમસ્યારૂપે જે દેશકાળમાં ખડી થઈ. એ દેશકાળના પ્રભાવે સર્જકચિત્તની શી અવસ્થા છે તેનો તાગ પણ મળવો તો જોઈએ જ. ‘આત્માનાં ખંડેર’ એ રીતે ‘વિશ્વશાંતિ’ના સંદર્ભે બિલકુલ પ્રસ્તુત બની રહે છે. ‘આત્માનાં ખંડેર’ના પ્રથમ સૉનેટમાં જ નાયક ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ આવા ઉદ્ગાર કાઢે છે. આ ઉદ્ગારમાં કોઈ ‘અહંઘોષ’ સાંભળવા પ્રેરાય, પણ વસ્તુત: એ જરૂરી નથી. ‘તેજના વારસ’૩૨ એવા મનુષ્યના આત્મશક્તિના ભાનથી સ્ફુરેલા ઉદ્ગારરૂપે આ પંક્તિને જોવામાં કશી મુશ્કેલી નથી. સમસ્ત વિશ્વ આકર્ષક છે, તો એ વિશ્વને આકર્ષક રૂપે જોનાર-અનુભવનાર જે દ્રષ્ટા – ‘હું’ તે પણ આકર્ષક ઓછો નથી. ‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા !’ – એ ભાન કવિને ‘હું’ના થયેલા સાક્ષાત્કારરૂપ છે. આ ‘હું’ ઉત્ક્રાન્તિના ક્રમમાં ‘પ્રજ્ઞાપુરુષ’ બનીને રહેશે એ વિશેની કવિની શ્રદ્ધા અટલ છે. આ શ્રદ્ધાને કારણે જ હીરોશીમાની હોળી કરીને અમાનુષિતાની સીમા બતાવનાર મનુષ્ય સામે અંતે તો અમાનુષિતા જ થાકી૩૩ – એ એમનું તારણ છે. કવિ કલાપીને વિશ્વ સંતના આશ્રમ જેવું લાગેલું. આ કવિને પણ સારી સૃષ્ટિ ‘સ્નેહશાલા’ (વસંતવર્ષા, પૃ. ૪૬) લાગે છે. વિધિની રેત નિચોવાતા મનુજને ‘બિચારો’ કહેતા ઉમાશંકર એને ‘વામન-પ્રભુ’ (અભિજ્ઞા, પૃ. ૯૦) પણ કહે છે. ઉમાશંકરની આ મનુષ્યનિષ્ઠાનો ભેદ એક કાવ્યમાંથી કંઈક પામી શકાય છે : {{Poem2Close}}
‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખ્યા સાલની દૃષ્ટિએ ભલે એમનું પહેલું કાવ્ય ગણાય, પરંતુ એમના અસ્તિત્વની બુનિયાદને પોતાની જ કહેવાય એવી અનુભૂતિનિષ્ઠ ભાષામાં રજૂ કરતું પહેલું સરસ કાવ્ય તો છે આ ‘આત્માનાં ખંડેર’. વિશ્વશાંતિ આત્મશાંતિ વિના શક્ય નથી અને આત્મશાંતિની સાધનામાં આત્મમંથનને સ્થાન રહેવાનું જ, ને આ જ કારણે ‘આત્માનાં ખંડેર’ અને ‘વિશ્વશાંતિ’ને એક ઊંડો આંતરસંબંધ છે. વિશ્વશાંતિ એક સમસ્યારૂપે જે દેશકાળમાં ખડી થઈ. એ દેશકાળના પ્રભાવે સર્જકચિત્તની શી અવસ્થા છે તેનો તાગ પણ મળવો તો જોઈએ જ. ‘આત્માનાં ખંડેર’ એ રીતે ‘વિશ્વશાંતિ’ના સંદર્ભે બિલકુલ પ્રસ્તુત બની રહે છે. ‘આત્માનાં ખંડેર’ના પ્રથમ સૉનેટમાં જ નાયક ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ આવા ઉદ્ગાર કાઢે છે. આ ઉદ્ગારમાં કોઈ ‘અહંઘોષ’ સાંભળવા પ્રેરાય, પણ વસ્તુત: એ જરૂરી નથી. ‘તેજના વારસ’<ref>અભિજ્ઞા, પૃ. ૧૦૪. </ref> એવા મનુષ્યના આત્મશક્તિના ભાનથી સ્ફુરેલા ઉદ્ગારરૂપે આ પંક્તિને જોવામાં કશી મુશ્કેલી નથી. સમસ્ત વિશ્વ આકર્ષક છે, તો એ વિશ્વને આકર્ષક રૂપે જોનાર-અનુભવનાર જે દ્રષ્ટા – ‘હું’ તે પણ આકર્ષક ઓછો નથી. ‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા !’ – એ ભાન કવિને ‘હું’ના થયેલા સાક્ષાત્કારરૂપ છે. આ ‘હું’ ઉત્ક્રાન્તિના ક્રમમાં ‘પ્રજ્ઞાપુરુષ’ બનીને રહેશે એ વિશેની કવિની શ્રદ્ધા અટલ છે. આ શ્રદ્ધાને કારણે જ હીરોશીમાની હોળી કરીને અમાનુષિતાની સીમા બતાવનાર મનુષ્ય સામે અંતે તો અમાનુષિતા જ થાકી<ref>‘હીરોશીમા’, વસંતવર્ષા, પૃ. ૮૫. </ref> – એ એમનું તારણ છે. કવિ કલાપીને વિશ્વ સંતના આશ્રમ જેવું લાગેલું. આ કવિને પણ સારી સૃષ્ટિ ‘સ્નેહશાલા’ (વસંતવર્ષા, પૃ. ૪૬) લાગે છે. વિધિની રેત નિચોવાતા મનુજને ‘બિચારો’ કહેતા ઉમાશંકર એને ‘વામન-પ્રભુ’ (અભિજ્ઞા, પૃ. ૯૦) પણ કહે છે. ઉમાશંકરની આ મનુષ્યનિષ્ઠાનો ભેદ એક કાવ્યમાંથી કંઈક પામી શકાય છે : {{Poem2Close}}
<Poem>
<Poem>
'''“નમું તમોને ! પશુ-પંખી-ઉદ્ભિદ !'''
'''“નમું તમોને ! પશુ-પંખી-ઉદ્ભિદ !'''
Line 191: Line 191:


{{Poem2Open}}
{{Poem2Open}}
સુન્દરમે ‘આ જિંદગીના અવિજેય શત્રુ’ એવા પોતાને મજનૂન બનાવનાર પ્રભુને લયલા બનીને આવવા કહેલું.૩૪ આ કવિ પ્રભુને મનુષ્ય થઈને પધારવા વીનવે છે. માટીના માનવી તરીકે પોતાને સૌ માનવીઓ જોડે ‘માટી કેરી સગાઈ’ છે, ‘તેજની સગાઈ’ છે.૩૫ આ સગાઈ જ એમને વિશ્વયુદ્ધો સામે રોષ-વિરોધ વ્યક્ત કરવા, વિશ્વશાંતિનો – વિશ્વપ્રેમનો મહિમા ગાવા, ગાંધીજી ને લિંકન, આઇન્સ્ટાઇન ને તૉલ્સ્તૉય, કાલિદાસ ને રવીન્દ્રનાથ, દાન્તે ને શેક્સપિયર જેવી મહાન વિભૂતિઓને કવિતા દ્વારા શ્રદ્ધા-અર્ઘ્ય સમર્પવા પ્રેરે છે. આ સગાઈ જ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટેના સત્યાગ્રહ તરફ, ભારત અને ગુજરાતનાં મહિમ્ન:સ્તોત્રો ગાવા તરફ, સામાજિક વિષમતા અને દંભનો પ્રતિકાર કરવા તરફ કવિને પ્રેરે છે. આ સગાઈ જ પ્રણયજીવન – દાંપત્યજીવનનાં, કવિજીવનનાં એમનાં સંવેદનોમાં – એની અભિવ્યક્તિમાં નિર્ણાયક ભાગ ભજવે છે. જ્યારે જ્યારે માનવ્યદૃષ્ટિએ મહત્ત્વની ઘટનાઓ ઘટી છે ત્યારે ત્યારે ઉમાશંકરે એક સાહિત્યસર્જકને નાતે – કવિધર્મની કદાચ સભાનતાથી મુખર થવું પસંદ કર્યું છે. ગાંધીજીનો સત્યાગ્રહ, વિશ્વયુદ્ધ, અણુવિસ્ફોટ, ગાંધીજીની હત્યા, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, એવરેસ્ટ-વિજય, મનુષ્યનું ચંદ્ર પર પદાર્પણ – આવી આવી અનેક ઘટનાઓએ તેમને કવિકર્મ તરફ પ્રેર્યા છે. સંસ્કારપુરુષો – સાહિત્યસર્જકો વગેરેને અભિનંદન યા અંજલિ આપવા તેમણે શબ્દને કોઈક રીતે કાર્યાન્વિત કર્યો છે તે પણ અત્રે યાદ કરવું રહ્યું. ‘દેશધૂલિ પ્રેરે કવિ-કર્મ’૩૬ – આ એમનું કથન છે, – કબૂલાત છે. પોતે, ત્રિભુવનદાસ (સુન્દરમ્), રતિલાલ (રામપ્રસાદ) શુક્લ વિશે લખેલ ‘ત્રિઉર’માં પણ જીવનને મહત્ત્વ આપીને કવિતાનો મહિમા કર્યો છે. તેથી તો આમ લખે છે : {{Poem2Close}}
સુન્દરમે ‘આ જિંદગીના અવિજેય શત્રુ’ એવા પોતાને મજનૂન બનાવનાર પ્રભુને લયલા બનીને આવવા કહેલું.<ref> ‘कस्मै...’, યાત્રા, પૃ. ૬. </ref> આ કવિ પ્રભુને મનુષ્ય થઈને પધારવા વીનવે છે. માટીના માનવી તરીકે પોતાને સૌ માનવીઓ જોડે ‘માટી કેરી સગાઈ’ છે, ‘તેજની સગાઈ’ છે.<ref>અભિજ્ઞા, પૃ. ૧૦૪. </ref> આ સગાઈ જ એમને વિશ્વયુદ્ધો સામે રોષ-વિરોધ વ્યક્ત કરવા, વિશ્વશાંતિનો – વિશ્વપ્રેમનો મહિમા ગાવા, ગાંધીજી ને લિંકન, આઇન્સ્ટાઇન ને તૉલ્સ્તૉય, કાલિદાસ ને રવીન્દ્રનાથ, દાન્તે ને શેક્સપિયર જેવી મહાન વિભૂતિઓને કવિતા દ્વારા શ્રદ્ધા-અર્ઘ્ય સમર્પવા પ્રેરે છે. આ સગાઈ જ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટેના સત્યાગ્રહ તરફ, ભારત અને ગુજરાતનાં મહિમ્ન:સ્તોત્રો ગાવા તરફ, સામાજિક વિષમતા અને દંભનો પ્રતિકાર કરવા તરફ કવિને પ્રેરે છે. આ સગાઈ જ પ્રણયજીવન – દાંપત્યજીવનનાં, કવિજીવનનાં એમનાં સંવેદનોમાં – એની અભિવ્યક્તિમાં નિર્ણાયક ભાગ ભજવે છે. જ્યારે જ્યારે માનવ્યદૃષ્ટિએ મહત્ત્વની ઘટનાઓ ઘટી છે ત્યારે ત્યારે ઉમાશંકરે એક સાહિત્યસર્જકને નાતે – કવિધર્મની કદાચ સભાનતાથી મુખર થવું પસંદ કર્યું છે. ગાંધીજીનો સત્યાગ્રહ, વિશ્વયુદ્ધ, અણુવિસ્ફોટ, ગાંધીજીની હત્યા, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, એવરેસ્ટ-વિજય, મનુષ્યનું ચંદ્ર પર પદાર્પણ – આવી આવી અનેક ઘટનાઓએ તેમને કવિકર્મ તરફ પ્રેર્યા છે. સંસ્કારપુરુષો – સાહિત્યસર્જકો વગેરેને અભિનંદન યા અંજલિ આપવા તેમણે શબ્દને કોઈક રીતે કાર્યાન્વિત કર્યો છે તે પણ અત્રે યાદ કરવું રહ્યું. ‘દેશધૂલિ પ્રેરે કવિ-કર્મ’<ref>આતિથ્ય, પૃ. ૫૯. </ref> – આ એમનું કથન છે, – કબૂલાત છે. પોતે, ત્રિભુવનદાસ (સુન્દરમ્), રતિલાલ (રામપ્રસાદ) શુક્લ વિશે લખેલ ‘ત્રિઉર’માં પણ જીવનને મહત્ત્વ આપીને કવિતાનો મહિમા કર્યો છે. તેથી તો આમ લખે છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 201: Line 201:


{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનમાં કાવ્ય જોયું છે – અનુભવ્યું છે. ને તેથી જ એ જીવન કાવ્યપ્રેરક – કાવ્યપોષક એમને જણાયું છે. એમની કવિતાને મનુષ્યે તેમ પ્રકૃતિએ ઉછેરી છે, વિકસાવી છે. એમને કાવ્યદીક્ષા ડુંગરા પાસેથી – પ્રકૃતિ પાસેથી મળ્યાની ઘટના આપણે જાણીએ છીએ. ‘મૂલ મૈં ડુંગરોંકા’ – ‘હું અરવલ્લીનું બાળક’૩૭ – આ રીતે પોતાનો પરિચય આપવાનું તેમણે પસંદ કર્યું છે એ પણ આપણે જાણીએ છીએ. એમની કાવ્યગંગોત્રીની સરવાણીના ઉદ્ભવ-વિકાસમાં ખંભેરિયાની ઝાંઝરી કે જંબેલસાના ઝરણનો પણ ફાળો ઓછો નથી. ‘ગિરિવર તણાં મૌનશિખરો’ પાસેથી તેઓ કવિને નાતે નિમંત્રણ મેળવતા રહ્યા છે. ‘વિશ્વશાંતિ’નો વિચાર કરતાં, ક્લેવરો કાનનનાં ઘવાતાં રહે છે તે ઘટના આંખ સમક્ષ તરી રહે છે. આમ પ્રકૃતિ માટે અંતરમાં આવો ઉદાર-ઊંડો સ્નેહભાવ અનુભવતા રહેલા ઉમાશંકર પ્રકૃતિના જ એક ઉત્તમ અંશરૂપ મનુષ્યને અંતરમાંથી પદભ્રષ્ટ ન જ કરી શકે એ સ્પષ્ટ છે. પોતાની વાત કરતાં ‘આત્માનાં ખંડેરો’માં તેઓ સ્પષ્ટ કહે છે : {{Poem2Close}}
જીવનમાં કાવ્ય જોયું છે – અનુભવ્યું છે. ને તેથી જ એ જીવન કાવ્યપ્રેરક – કાવ્યપોષક એમને જણાયું છે. એમની કવિતાને મનુષ્યે તેમ પ્રકૃતિએ ઉછેરી છે, વિકસાવી છે. એમને કાવ્યદીક્ષા ડુંગરા પાસેથી – પ્રકૃતિ પાસેથી મળ્યાની ઘટના આપણે જાણીએ છીએ. ‘મૂલ મૈં ડુંગરોંકા’ – ‘હું અરવલ્લીનું બાળક’<ref>‘ગિરનાર’, સંસ્કૃતિ, જાન્યુ., ૧૯૪૯, પૃ. ૩૧. </ref> – આ રીતે પોતાનો પરિચય આપવાનું તેમણે પસંદ કર્યું છે એ પણ આપણે જાણીએ છીએ. એમની કાવ્યગંગોત્રીની સરવાણીના ઉદ્ભવ-વિકાસમાં ખંભેરિયાની ઝાંઝરી કે જંબેલસાના ઝરણનો પણ ફાળો ઓછો નથી. ‘ગિરિવર તણાં મૌનશિખરો’ પાસેથી તેઓ કવિને નાતે નિમંત્રણ મેળવતા રહ્યા છે. ‘વિશ્વશાંતિ’નો વિચાર કરતાં, ક્લેવરો કાનનનાં ઘવાતાં રહે છે તે ઘટના આંખ સમક્ષ તરી રહે છે. આમ પ્રકૃતિ માટે અંતરમાં આવો ઉદાર-ઊંડો સ્નેહભાવ અનુભવતા રહેલા ઉમાશંકર પ્રકૃતિના જ એક ઉત્તમ અંશરૂપ મનુષ્યને અંતરમાંથી પદભ્રષ્ટ ન જ કરી શકે એ સ્પષ્ટ છે. પોતાની વાત કરતાં ‘આત્માનાં ખંડેરો’માં તેઓ સ્પષ્ટ કહે છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 221: Line 221:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ ચહેરાઓને આ પછી ઉશનસ્ના ‘તૃણના ગ્રહ’માં ‘રસ્તો અને ચ્હેરો’ સૉનેટગુચ્છમાં વિસ્તારપૂર્વક નિરૂપાવાની તક મળી. જે કવિ છે તે તો ‘મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી’૩૮ હોવાનો જ. ઉમાશંકરને અજાણ્યાં શહેરોમાં માનવીના ચહેરા અજાણ્યા રહ્યા નથી તેનું કારણ માનવ્યનો ચિર-ગાઢ સ્વાદ-પ્રસાદ છે. ઉમાશંકરને અજાણ્યા વાતાવરણમાં પણ અજાણ્યાં માનવીમાં માનુષ દિવ્યતા અથવા દિવ્ય મનુષ્યતાનાં૩૯ દર્શન થતાં રહ્યાં છે. તે કારણે તો માનવના વિશ્વમાનવ-પણામાં તેમનો રસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. આ મનુષ્યજીવને એમનામાં હતાશા કે નિરાશાની લાગણી હંમેશ માટે પ્રેરી નથી એ હકીકત પણ આ સંદર્ભમાં સૂચક છે. આ માનવસંસારમાં જે કંઈ વર્ષો જીવવા મળ્યાં તેમાં વિષ, વિષમ ઓથાર, અસત સંયોગોની અદયા – આવું આવું કંઈક સહન કરવાનું આવ્યું છે, પણ તે સહન કરવાથી તો જીવનની શક્તિ બઢી છે. જે કંટકો હતા તે કુસુમ બન્યા છે ને તિરસ્કારોમાંથી ગૂઢ કરુણાનું પ્રાગટ્ય થતું અનુભવ્યું છે. છેવટે તો જે વર્ષો ગયાં એનું સ્મરણ એકંદરે આહ્લાદક જ રહ્યું છે.૪૦ ‘રહ્યાં વર્ષો તેમાં –’ એ કાવ્યમાં ઉમાશંકરે છેલ્લે કહ્યું છે : ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’ આ કથન જે અનુભવ-બળે – શ્રદ્ધાબળે થયું છે તેમાં ઇહ જીવનની રસિકતાનો વિજય જ જોઈ શકાય.૪૧ મનુષ્યની ચારેય બાજુ સૃષ્ટિમાં જે પરમ ઋતલીલાની અભિરમણા છે તેનો રસ અખૂટ છે અને તેની સુદૃઢ પ્રતીતિ ઉમાશંકરને છે. તેથી તો જે વર્ષો રહ્યાં છે તેમાં આ સૃષ્ટિનો બધો સૌન્દર્યરસ – પ્રણયરસ આકંઠ પીવાની એમની મહેચ્છા છે. ઉમાશંકરે ‘અભિજ્ઞા’ કાવ્યસંગ્રહના છેલ્લા કાવ્ય “શું શું સાથે લઈ જઈશ હું ?”માં પોતે જ પ્રશ્ન ઉઠાવી એનો ઉલ્લાસભેર ઉત્તર આપ્યો છે તે જોવા જેવો છે. પ્રશ્ન તો જાણે મજાનું બહાનું છે. એના ઉત્તર નિમિત્તે જે કહેવું છે તેનો ઉલ્લાસ અછતો રહેતો નથી. કવિજીવનની ધન્યતાનો અનુભવ એ કાવ્યમાં વ્યક્ત થયો છે. કવિજીવનની સમૃદ્ધિ-સિદ્ધિનો એક રમણીય આલેખ આ છે. આપણે આખું કાવ્ય જોવું રહ્યું : {{Poem2Close}}
આ ચહેરાઓને આ પછી ઉશનસ્ના ‘તૃણના ગ્રહ’માં ‘રસ્તો અને ચ્હેરો’ સૉનેટગુચ્છમાં વિસ્તારપૂર્વક નિરૂપાવાની તક મળી. જે કવિ છે તે તો ‘મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી’<ref>તૃણનો ગૃહ, પૃ. ૬૨. </ref> હોવાનો જ. ઉમાશંકરને અજાણ્યાં શહેરોમાં માનવીના ચહેરા અજાણ્યા રહ્યા નથી તેનું કારણ માનવ્યનો ચિર-ગાઢ સ્વાદ-પ્રસાદ છે. ઉમાશંકરને અજાણ્યા વાતાવરણમાં પણ અજાણ્યાં માનવીમાં માનુષ દિવ્યતા અથવા દિવ્ય મનુષ્યતાનાં<ref>વસંતવર્ષા, પૃ. ૮૧.</ref> દર્શન થતાં રહ્યાં છે. તે કારણે તો માનવના વિશ્વમાનવ-પણામાં તેમનો રસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. આ મનુષ્યજીવને એમનામાં હતાશા કે નિરાશાની લાગણી હંમેશ માટે પ્રેરી નથી એ હકીકત પણ આ સંદર્ભમાં સૂચક છે. આ માનવસંસારમાં જે કંઈ વર્ષો જીવવા મળ્યાં તેમાં વિષ, વિષમ ઓથાર, અસત સંયોગોની અદયા – આવું આવું કંઈક સહન કરવાનું આવ્યું છે, પણ તે સહન કરવાથી તો જીવનની શક્તિ બઢી છે. જે કંટકો હતા તે કુસુમ બન્યા છે ને તિરસ્કારોમાંથી ગૂઢ કરુણાનું પ્રાગટ્ય થતું અનુભવ્યું છે. છેવટે તો જે વર્ષો ગયાં એનું સ્મરણ એકંદરે આહ્લાદક જ રહ્યું છે.<ref>‘ગયાં વર્ષો –’, વસંતવર્ષા, પૃ. ૧૫૧.</ref> ‘રહ્યાં વર્ષો તેમાં –’ એ કાવ્યમાં ઉમાશંકરે છેલ્લે કહ્યું છે : ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’ આ કથન જે અનુભવ-બળે – શ્રદ્ધાબળે થયું છે તેમાં ઇહ જીવનની રસિકતાનો વિજય જ જોઈ શકાય.<ref>રમણલાલ જોશીએ ‘શબ્દસેતુ’ (માર્ચ, ૧૯૭૦)માં આપેલ ‘ગયાં વર્ષો –’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ (પૃ. ૧૪૪ – ૧૫૭) – એ આસ્વાદ્યલેખ જોવો.</ref> મનુષ્યની ચારેય બાજુ સૃષ્ટિમાં જે પરમ ઋતલીલાની અભિરમણા છે તેનો રસ અખૂટ છે અને તેની સુદૃઢ પ્રતીતિ ઉમાશંકરને છે. તેથી તો જે વર્ષો રહ્યાં છે તેમાં આ સૃષ્ટિનો બધો સૌન્દર્યરસ – પ્રણયરસ આકંઠ પીવાની એમની મહેચ્છા છે. ઉમાશંકરે ‘અભિજ્ઞા’ કાવ્યસંગ્રહના છેલ્લા કાવ્ય “શું શું સાથે લઈ જઈશ હું ?”માં પોતે જ પ્રશ્ન ઉઠાવી એનો ઉલ્લાસભેર ઉત્તર આપ્યો છે તે જોવા જેવો છે. પ્રશ્ન તો જાણે મજાનું બહાનું છે. એના ઉત્તર નિમિત્તે જે કહેવું છે તેનો ઉલ્લાસ અછતો રહેતો નથી. કવિજીવનની ધન્યતાનો અનુભવ એ કાવ્યમાં વ્યક્ત થયો છે. કવિજીવનની સમૃદ્ધિ-સિદ્ધિનો એક રમણીય આલેખ આ છે. આપણે આખું કાવ્ય જોવું રહ્યું : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 257: Line 257:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જે કંઈ લઈ જવાની વાત કરે છે એમાં એમની રસરુચિ – સૌન્દર્યદૃષ્ટિનો, એમના ‘શીલભદ્ર’ – સૌન્દર્યનિષ્ઠ સર્જક વ્યક્તિત્વનો અંદાજ મળી રહે છે. પ્રકૃતિ અને મનુષ્યજીવનના સૌન્દર્યથી આકૃષ્ટ આ કવિની સૌન્દર્યવિભાવના કેવી ઉત્તમ, સૂક્ષ્મ અને દર્શન-પ્રતિષ્ઠ છે, એમનું જીવનનું આકલન કેવું સમર્થ છે, એમનું ભાવનાજગત કેવું માંગલ્યલક્ષી છે, એમનું ભાવજગત કેવું સ્નેહધર્મી છે – તેનું સૂચન અહીં મળે છે. (આ કાવ્યનું રસલક્ષી વિવરણ કરતાં અંતે શ્રી હરીન્દ્ર દવે લખે છે : ‘આપણી આ અપાર સંપત્તિનું ભાન આપણને કવિ કરાવે છે : એટલા માટે જ જગત કવિનું ઋણી હોય છે.’ (‘કવિ અને કવિતા’, પૃ. ૬૫–૬૭) શ્રી યશવંત ત્રિવેદીએ આ કાવ્યનો માનવજાતિના ઉત્તમ વસિયતનામાની કવિતાઓમાં સમાવેશ કર્યો છે ! ‘વસિયતનામા’ના અર્થનો કાવ્યના ભાવાર્થ સાથે મેળ ગોઠવવો રહ્યો ! (જુઓ ‘કવિતાનો આનંદકોશ’, પૃ. ૩–૭)) ઉમાશંકર વિશ્વની અખિલાઈના સંદર્ભમાં જીવન-કલાને જુએ–મૂલવે છે. તેઓ કોલાહલ, સંઘર્ષ વગેરેમાંથી સંવાદ તરફ જવા સતત પ્રયત્નશીલ હોય છે, પણ તે સાથે કોલાહલ–સંઘર્ષ વગેરે વચ્ચે પોતાના સત્ત્વબળથી અણનમ રહેવા પણ મથે છે. એમની જીવનદૃષ્ટિ સત્ત્વસંશુદ્ધિને મહત્ત્વ આપનારી અને સત્ત્વબળને અનુસરનારી છે. ‘અસ્તિત્વમાં સત્ય જ એક થંભ’૪૨ – આ એમની પ્રતીતિ છે, અને તેથી જ સત્યને અવિરોધી એવા સૌન્દર્ય-આનંદના તેઓ પુરસ્કર્તા રહે છે. ‘અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા’૪૩ એમ તેમણે કહ્યું એનું કારણ પણ સત્યની શક્તિની પ્રતીતિ છે.
ઉમાશંકર જે કંઈ લઈ જવાની વાત કરે છે એમાં એમની રસરુચિ – સૌન્દર્યદૃષ્ટિનો, એમના ‘શીલભદ્ર’ – સૌન્દર્યનિષ્ઠ સર્જક વ્યક્તિત્વનો અંદાજ મળી રહે છે. પ્રકૃતિ અને મનુષ્યજીવનના સૌન્દર્યથી આકૃષ્ટ આ કવિની સૌન્દર્યવિભાવના કેવી ઉત્તમ, સૂક્ષ્મ અને દર્શન-પ્રતિષ્ઠ છે, એમનું જીવનનું આકલન કેવું સમર્થ છે, એમનું ભાવનાજગત કેવું માંગલ્યલક્ષી છે, એમનું ભાવજગત કેવું સ્નેહધર્મી છે – તેનું સૂચન અહીં મળે છે. (આ કાવ્યનું રસલક્ષી વિવરણ કરતાં અંતે શ્રી હરીન્દ્ર દવે લખે છે : ‘આપણી આ અપાર સંપત્તિનું ભાન આપણને કવિ કરાવે છે : એટલા માટે જ જગત કવિનું ઋણી હોય છે.’ (‘કવિ અને કવિતા’, પૃ. ૬૫–૬૭) શ્રી યશવંત ત્રિવેદીએ આ કાવ્યનો માનવજાતિના ઉત્તમ વસિયતનામાની કવિતાઓમાં સમાવેશ કર્યો છે ! ‘વસિયતનામા’ના અર્થનો કાવ્યના ભાવાર્થ સાથે મેળ ગોઠવવો રહ્યો ! (જુઓ ‘કવિતાનો આનંદકોશ’, પૃ. ૩–૭)) ઉમાશંકર વિશ્વની અખિલાઈના સંદર્ભમાં જીવન-કલાને જુએ–મૂલવે છે. તેઓ કોલાહલ, સંઘર્ષ વગેરેમાંથી સંવાદ તરફ જવા સતત પ્રયત્નશીલ હોય છે, પણ તે સાથે કોલાહલ–સંઘર્ષ વગેરે વચ્ચે પોતાના સત્ત્વબળથી અણનમ રહેવા પણ મથે છે. એમની જીવનદૃષ્ટિ સત્ત્વસંશુદ્ધિને મહત્ત્વ આપનારી અને સત્ત્વબળને અનુસરનારી છે. ‘અસ્તિત્વમાં સત્ય જ એક થંભ’<ref>નિશીથ, પૃ. ૧૨૨.</ref> – આ એમની પ્રતીતિ છે, અને તેથી જ સત્યને અવિરોધી એવા સૌન્દર્ય-આનંદના તેઓ પુરસ્કર્તા રહે છે. ‘અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા’<ref>એજન પૃ. ૧૫૬.</ref> એમ તેમણે કહ્યું એનું કારણ પણ સત્યની શક્તિની પ્રતીતિ છે.


ઉમાશંકર એક ભૂમિકાએ સત અને અસતનો ભેદ કરી, સતનો પક્ષ લઈને વાત કરે છે, તો બીજી ભૂમિકાએ સત અને અસત વચ્ચેના મેળની હિમાયત કરે છે. આ ભૂમિકાએ અસત સતને કારણે ને સતને માટે હોવાની પ્રતીતિ જોવા મળે છે. એ રીતે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં તેઓ પોતાના જીવનના દુરિતનેય પોતાના જીવનના ‘આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ’ તરીકે સ્વીકારે છે. વળી એના જ બળે પોતાનાથી સુગઠિત થવાય છે એમ તેઓ માને છે.૪૩-૧ સમગ્ર વિશ્વનું ઋત સંવાદતત્ત્વ (‘હાર્મની’)માં છે. આત્માના વિકટ ઘમસાણને અંતે રુચિર શારદ-ચંદિરાની{{Poem2Close}}
ઉમાશંકર એક ભૂમિકાએ સત અને અસતનો ભેદ કરી, સતનો પક્ષ લઈને વાત કરે છે, તો બીજી ભૂમિકાએ સત અને અસત વચ્ચેના મેળની હિમાયત કરે છે. આ ભૂમિકાએ અસત સતને કારણે ને સતને માટે હોવાની પ્રતીતિ જોવા મળે છે. એ રીતે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં તેઓ પોતાના જીવનના દુરિતનેય પોતાના જીવનના ‘આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ’ તરીકે સ્વીકારે છે. વળી એના જ બળે પોતાનાથી સુગઠિત થવાય છે એમ તેઓ માને છે.<ref>‘સપ્તપદી’, ૧૯૮૧, પૃ. ૩૦.</ref> સમગ્ર વિશ્વનું ઋત સંવાદતત્ત્વ (‘હાર્મની’)માં છે. આત્માના વિકટ ઘમસાણને અંતે રુચિર શારદ-ચંદિરાની{{Poem2Close}}




{{Poem2Open}}
{{Poem2Open}}
શોભા હોવાની આશા તેઓ વ્યક્ત કરે છે. આમ તો ભારતીય સંસ્કૃતિની વારસાગત આધ્યાત્મિક ભાવનાએ ઘડાયેલું – પોષાયેલું કવિચિત્ત વિપરીત પરિસ્થિતિમાં પણ ઈશ્વરની શુભ યોજના જોઈને સ્વસ્થ રહેવામાં સતનો વિજય – જીવનતત્ત્વનો વિજય નિહાળે છે, પરંતુ આ જ કવિચિત્ત સંધ્યાકાશે તરતી-ડૂબતી ધૂંધળી સંસ્કૃતિને સ્થિર કીકી રાખી, થથરતે અંતરે જોયાનો૪૪ સ્વાનુભવ અભિવ્યક્ત કરે છે. તેમની બુદ્ધિ ‘ઉત્ક્રાન્તિને કયે ઊભી સોપાને સૃષ્ટિ આ હશે ?૪૫ એવો પ્રશ્ન રજૂ કરે છે. આ પ્રશ્ન સાચી રીતે આ સંસ્કૃતિમાં જીવવા મથનારને થાય એવો પ્રશ્ન છે. મનુષ્યના શુભ ભાવિ વિશે શ્રદ્ધા રાખતાંય, યુધિષ્ઠિરવૃત્તિથી રહેવા પ્રયત્ન કરતાંય, મનુષ્ય જે દારુણ યંત્રણામાંથી આજે પસાર થઈ રહ્યો છે તેની વેદના તો તેઓ અનુભવે છે. યુધિષ્ઠિર ને કૃષ્ણના જીવનાદર્શને ગાનાર, ધર્મના જય વિશે ઊંડી શ્રદ્ધા સેવનાર ઉમાશંકરના મુખમાંથી ‘જીત્યું કુરુક્ષેત્ર પરંતુ સર્વને’૪૬ – એવા ઉદ્ગાર પણ પ્રસંગોપાત્ત, નીકળે છે. ઉમાશંકરનો, આમ છતાં સત્યમાંની શ્રદ્ધાએ પ્રેરેલો આશાવાદ પ્રબળ છે. ઉમાશંકરની સત્ય-શિવ-સુંદરના ત્રિયોગમાંની શ્રદ્ધા એટલી તો દૃઢમૂલ છે કે એમના સાહિત્યસર્જનમાં એમની ઉત્કટ સંવેદનની ક્ષણોમાં પણ એક અવિચલ સ્વ-સ્થતાનો તાર તંબૂરના તારની જેમ અતૂટ રીતે, સતત ગુંજરતો સંવેદનનાં વિસંવાદી લાગતાં વલયોને સંવાદનું એક ધ્રુવ પરિમાણ અર્પી રહે છે.{{Poem2Close}}
શોભા હોવાની આશા તેઓ વ્યક્ત કરે છે. આમ તો ભારતીય સંસ્કૃતિની વારસાગત આધ્યાત્મિક ભાવનાએ ઘડાયેલું – પોષાયેલું કવિચિત્ત વિપરીત પરિસ્થિતિમાં પણ ઈશ્વરની શુભ યોજના જોઈને સ્વસ્થ રહેવામાં સતનો વિજય – જીવનતત્ત્વનો વિજય નિહાળે છે, પરંતુ આ જ કવિચિત્ત સંધ્યાકાશે તરતી-ડૂબતી ધૂંધળી સંસ્કૃતિને સ્થિર કીકી રાખી, થથરતે અંતરે જોયાનો<ref>આતિથ્ય, પૃ. ૩૫.</ref> સ્વાનુભવ અભિવ્યક્ત કરે છે. તેમની બુદ્ધિ ‘ઉત્ક્રાન્તિને કયે ઊભી સોપાને સૃષ્ટિ આ હશે ?<ref>એજન, પૃ. ૩૧.</ref> એવો પ્રશ્ન રજૂ કરે છે. આ પ્રશ્ન સાચી રીતે આ સંસ્કૃતિમાં જીવવા મથનારને થાય એવો પ્રશ્ન છે. મનુષ્યના શુભ ભાવિ વિશે શ્રદ્ધા રાખતાંય, યુધિષ્ઠિરવૃત્તિથી રહેવા પ્રયત્ન કરતાંય, મનુષ્ય જે દારુણ યંત્રણામાંથી આજે પસાર થઈ રહ્યો છે તેની વેદના તો તેઓ અનુભવે છે. યુધિષ્ઠિર ને કૃષ્ણના જીવનાદર્શને ગાનાર, ધર્મના જય વિશે ઊંડી શ્રદ્ધા સેવનાર ઉમાશંકરના મુખમાંથી ‘જીત્યું કુરુક્ષેત્ર પરંતુ સર્વને’<ref>એજન, પૃ. ૩૧.</ref> – એવા ઉદ્ગાર પણ પ્રસંગોપાત્ત, નીકળે છે. ઉમાશંકરનો, આમ છતાં સત્યમાંની શ્રદ્ધાએ પ્રેરેલો આશાવાદ પ્રબળ છે. ઉમાશંકરની સત્ય-શિવ-સુંદરના ત્રિયોગમાંની શ્રદ્ધા એટલી તો દૃઢમૂલ છે કે એમના સાહિત્યસર્જનમાં એમની ઉત્કટ સંવેદનની ક્ષણોમાં પણ એક અવિચલ સ્વ-સ્થતાનો તાર તંબૂરના તારની જેમ અતૂટ રીતે, સતત ગુંજરતો સંવેદનનાં વિસંવાદી લાગતાં વલયોને સંવાદનું એક ધ્રુવ પરિમાણ અર્પી રહે છે.{{Poem2Close}}


ઉમાશંકરની સત્ય-ધર્મ નિષ્ઠા કોઈ ને કોઈ રૂપે – અલબત્ત, શક્ય તેટલા કલાત્મક રૂપે – કેવળ ગાંધી વિષયક કે સત્યાગ્રહવિષયક જ નહિ, રામાયણ – મહાભારતવિષયક કાવ્યોમાં પણ સંચારિત થયેલી જોઈ શકાય છે. શિવ, કૃષ્ણ, ભીષ્મ, બુદ્ધ, સૉક્રેટિસ, ઈશુ, મીરાં જેવી મહાન વિભૂતિઓના જીવનકાર્યની પડછે ગાંધીજીના કાર્યને ઐતિહાસિક ને સમજની ભૂમિકાએ અવલોકવા – મૂલવવાનો પ્રયત્ન ઉમાશંકરે કર્યો છે. સમાજની સામે ચાલીને વિષ શોધીને પીનાર અને અમૃત બક્ષનાર ‘સત્યવીર’ ગાંધીને સ્નેહાંજલિ અર્પનાર ઉમાશંકર વર્ષો પછી, ‘અભિજ્ઞા’– કાળે પણ એમને પૂર્વવત્ યાદ કરે છે. યૌવનના આરંભકાળે ગાંધીજી પ્રત્યેનું અહોભાવયુક્ત ભાવનાદર્શન હતું, ‘અભિજ્ઞા’-કાળે ગાંધીજી પ્રત્યેનું સ્વસ્થ વાસ્તવદર્શન જોવા મળે છે. ગાંધીજીના જીવનકાર્યનું મહત્ત્વ સ્વાતંત્ર્યપૂર્વે સમજાયું હતું. તેથી અધિકું સ્વાતંત્ર્ય પછી સમજાયું છે. ગાંધીજીના નિધનપ્રસંગે જે રુદન છે તે તો કલંકમય દૈન્યનું જીવન (ભારતવાસી – વિશ્વવાસી) મનુષ્ય જીવે છે તેના પ્રાયશ્ચિત્તરૂપ છે.૪૭ પરમ સતમાં જીવનાર ગાંધીનો૪૮ જન્મ જ્યારે કંઈ પણ શ્રેયસ્કર થાય ત્યારે જ માનવો ઘટે :{{Poem2Close}}
ઉમાશંકરની સત્ય-ધર્મ નિષ્ઠા કોઈ ને કોઈ રૂપે – અલબત્ત, શક્ય તેટલા કલાત્મક રૂપે – કેવળ ગાંધી વિષયક કે સત્યાગ્રહવિષયક જ નહિ, રામાયણ – મહાભારતવિષયક કાવ્યોમાં પણ સંચારિત થયેલી જોઈ શકાય છે. શિવ, કૃષ્ણ, ભીષ્મ, બુદ્ધ, સૉક્રેટિસ, ઈશુ, મીરાં જેવી મહાન વિભૂતિઓના જીવનકાર્યની પડછે ગાંધીજીના કાર્યને ઐતિહાસિક ને સમજની ભૂમિકાએ અવલોકવા – મૂલવવાનો પ્રયત્ન ઉમાશંકરે કર્યો છે. સમાજની સામે ચાલીને વિષ શોધીને પીનાર અને અમૃત બક્ષનાર ‘સત્યવીર’ ગાંધીને સ્નેહાંજલિ અર્પનાર ઉમાશંકર વર્ષો પછી, ‘અભિજ્ઞા’– કાળે પણ એમને પૂર્વવત્ યાદ કરે છે. યૌવનના આરંભકાળે ગાંધીજી પ્રત્યેનું અહોભાવયુક્ત ભાવનાદર્શન હતું, ‘અભિજ્ઞા’-કાળે ગાંધીજી પ્રત્યેનું સ્વસ્થ વાસ્તવદર્શન જોવા મળે છે. ગાંધીજીના જીવનકાર્યનું મહત્ત્વ સ્વાતંત્ર્યપૂર્વે સમજાયું હતું. તેથી અધિકું સ્વાતંત્ર્ય પછી સમજાયું છે. ગાંધીજીના નિધનપ્રસંગે જે રુદન છે તે તો કલંકમય દૈન્યનું જીવન (ભારતવાસી – વિશ્વવાસી) મનુષ્ય જીવે છે તેના પ્રાયશ્ચિત્તરૂપ છે. <ref>વસંતવર્ષા, પૃ. ૧૩૩.</ref> પરમ સતમાં જીવનાર ગાંધીનો<ref>ગંગોત્રી, પૃ. ૧૦૪.</ref> જન્મ જ્યારે કંઈ પણ શ્રેયસ્કર થાય ત્યારે જ માનવો ઘટે :{{Poem2Close}}


<Poem>
<Poem>
Line 281: Line 281:
ઉમાશંકરે ગાંધીજીના રક્તબિન્દુમાં વિશ્વ જેવડું વિશાળ પ્રેમ સ્વરૂપ પ્રગટેલું જોયું છે એમાં જ એમને પરમાત્માનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૭) ઉમાશંકરને માનવદેહને સંગોપતા ખાદીના તારમાં ગાંધીજીના શ્વાસનો પ્રેમલ ધાગો ભળેલો વરતાય છે. એમનું અવસાન ઈશુના અવસાન વખતની સૃષ્ટિની સ્થિતિનો પરચો ઉમાશંકરને આપી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૬૨)
ઉમાશંકરે ગાંધીજીના રક્તબિન્દુમાં વિશ્વ જેવડું વિશાળ પ્રેમ સ્વરૂપ પ્રગટેલું જોયું છે એમાં જ એમને પરમાત્માનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૭) ઉમાશંકરને માનવદેહને સંગોપતા ખાદીના તારમાં ગાંધીજીના શ્વાસનો પ્રેમલ ધાગો ભળેલો વરતાય છે. એમનું અવસાન ઈશુના અવસાન વખતની સૃષ્ટિની સ્થિતિનો પરચો ઉમાશંકરને આપી રહે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૬૨)


ઉમાશંકરે માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનું દર્શન ગાંધીજીના જીવનકાર્યમાં કર્યું છે. ગાંધીજીનું મહિમાગાન ઉમાશંકર ‘ગાંધીવાદી’ છે ને માટે કરે છે એવું નથી. તેઓ માનવતાપ્રેમી હોઈ ગાંધીપ્રેમી બન્યા છે, ‘ગાંધીવાદી’(તેમણે પોતે ગાંધીવાદી હોવાનો રદિયો આપ્યો છે – ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ હતા નહીં એમ સૂચવીને !) તો નહિ જ. આમેય ‘વિશાળ ઉરભાવ વિસ્તર અસીમ દેશે અયે !’૪૯ એમ કહેનાર કવિ કોઈ ફિરકામાં પોતાને ખરેખર ગોઠવી શકે એમ લાગતું નથી. તેઓ સામ્યવાદી અને સમાજવાદીની, ગાંધીવાદીની, આસ્તિક તથા નાસ્તિકની, કલાવાદીની ને સંસ્કારસેવકની – આ રીતે વિવિધ મત-માન્યતા-વાદવાળાઓની ભાષામાં બોલતા લાગે છે ખરા, પરંતુ પ્રસંગાનુસાર જુદા જુદા રંગ દાખવતી એમની ભાષામાં માનવપ્રેમનો રંગ જ ખરો શાશ્વત રંગ છે. પરંપરાભક્તિ ને પક્ષિલતા, ઊર્મિલતા ને ભાવનામુગ્ધતા – આ બધાંની વચ્ચે શાશ્વત માનવમૂલ્યોની માવજતનો – માનવસમાજની પ્રતિષ્ઠાનો ખ્યાલ જ મુખ્ય – બુલંદ રહ્યો છે.
ઉમાશંકરે માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનું દર્શન ગાંધીજીના જીવનકાર્યમાં કર્યું છે. ગાંધીજીનું મહિમાગાન ઉમાશંકર ‘ગાંધીવાદી’ છે ને માટે કરે છે એવું નથી. તેઓ માનવતાપ્રેમી હોઈ ગાંધીપ્રેમી બન્યા છે, ‘ગાંધીવાદી’(તેમણે પોતે ગાંધીવાદી હોવાનો રદિયો આપ્યો છે – ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ હતા નહીં એમ સૂચવીને !) તો નહિ જ. આમેય ‘વિશાળ ઉરભાવ વિસ્તર અસીમ દેશે અયે !’<ref>એજન, પૃ. ૧૭</ref> એમ કહેનાર કવિ કોઈ ફિરકામાં પોતાને ખરેખર ગોઠવી શકે એમ લાગતું નથી. તેઓ સામ્યવાદી અને સમાજવાદીની, ગાંધીવાદીની, આસ્તિક તથા નાસ્તિકની, કલાવાદીની ને સંસ્કારસેવકની – આ રીતે વિવિધ મત-માન્યતા-વાદવાળાઓની ભાષામાં બોલતા લાગે છે ખરા, પરંતુ પ્રસંગાનુસાર જુદા જુદા રંગ દાખવતી એમની ભાષામાં માનવપ્રેમનો રંગ જ ખરો શાશ્વત રંગ છે. પરંપરાભક્તિ ને પક્ષિલતા, ઊર્મિલતા ને ભાવનામુગ્ધતા – આ બધાંની વચ્ચે શાશ્વત માનવમૂલ્યોની માવજતનો – માનવસમાજની પ્રતિષ્ઠાનો ખ્યાલ જ મુખ્ય – બુલંદ રહ્યો છે.
ઉમાશંકર માનવજાતિના આશક છે. (યુદ્ધદેવ કરતાંય પોતાની માનવભૂખ વિશેષ હોવાનું તેઓ એક કાવ્યમાં કહે છે !) તેથી તો તેમને માનવના ઇતિહાસમાં, એની સંસ્કાર-સંસ્કૃતિની ગાથામાં રસ પડે છે. ‘વિરાટ પ્રણય’માં તેમણે માનવજાતિનો ઇતિહાસ આપી, છેવટે તો માનવપ્રેમી કવિના ભાવથી આ જ વાંછ્યું છે : {{Poem2Close}}
ઉમાશંકર માનવજાતિના આશક છે. (યુદ્ધદેવ કરતાંય પોતાની માનવભૂખ વિશેષ હોવાનું તેઓ એક કાવ્યમાં કહે છે !) તેથી તો તેમને માનવના ઇતિહાસમાં, એની સંસ્કાર-સંસ્કૃતિની ગાથામાં રસ પડે છે. ‘વિરાટ પ્રણય’માં તેમણે માનવજાતિનો ઇતિહાસ આપી, છેવટે તો માનવપ્રેમી કવિના ભાવથી આ જ વાંછ્યું છે : {{Poem2Close}}


Line 305: Line 305:


{{Poem2Open}}
{{Poem2Open}}
માનવસ્નેહનું આ પ્રબળ તત્ત્વ – એ સ્નેહની પ્રબળ ગતિ જેમ એમની ગાંધી-કવિતામાં તેમ જ સ્વાતંત્ર્ય-કવિતામાં, ભારત ને ગુજરાતવિષયક કવિતામાં, પ્રણય અને પ્રકૃતિની કવિતામાં તથા કવિતાવિષયક કવિતામાં વિવિધ રૂપે જોવા મળે છે. માત્ર ભારતીય હોવાને કારણે જ શા માટે, ખાસ તો માનવતાનાં મૂલ્યોના પુરસ્કર્તા હોવાને કારણે ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના પણ સમર્થક બની રહે છે. નરસિંહરાવને જે સંકુચિત દેશાભિમાનનો ભય હતો તે ઉમાશંકરના ‘હું ગૂર્જર ભારતવાણી’૫૦ના ઉદ્ગારોમાં જરાય વરતાતો નથી, ઊલટું, એમાં તો ભારતીય સંસ્કૃતિની માનવ્યલક્ષી વિશાળ દૃષ્ટિ જોવા મળે છે. ઉમાશંકરને મન ભારત લખચોરસ કોસોમાં વિસ્તરેલી જડ ભૂમિ નથી, એ તો મૃદુ માટીથી ઘડ્યા ભડવીર પ્રાણની ઊર્મિ છે; ભારત તો જગની જમાત વચ્ચે ‘મનકૂલ-મનનની ધારા’(ઉશનસે્ ઉમાશંકરની વાણીને પણ સોત્સાહ ‘મનુકૂલ-મનનની ધારા’ તરીકે ઓળખાવી છે ! (ઉપસર્ગ, પૃ. ૧૯) છે.૫૧ ભારતને – હિંદને એમણે પ્રત્યેક હિન્દીમાં જોયું છે.(‘હર એક હિંદી હિંદ છે.’ (વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૦૫) ભારત માનવતામાર્ગે નમ્ર પ્રવાસી હોઈ તેના પ્રત્યે તેઓ પ્રગાઢ ખેંચાણ અનુભવે છે.૫૨ ભલે ભારતમાતાની હાલત ખરાબ હોય, તેની પરિસ્થિતિ જીર્ણ મહાવડ જેવી હોય, પણ તેનામાં પ્રાણતત્ત્વ ભરપૂર છે. તેની માતા તરીકેની કલ્પના કરતાં તેઓ તેની પ્રાણદાયિની મંગલમૂર્તિને આ રીતે રજૂ કરે છે :{{Poem2Close}}
માનવસ્નેહનું આ પ્રબળ તત્ત્વ – એ સ્નેહની પ્રબળ ગતિ જેમ એમની ગાંધી-કવિતામાં તેમ જ સ્વાતંત્ર્ય-કવિતામાં, ભારત ને ગુજરાતવિષયક કવિતામાં, પ્રણય અને પ્રકૃતિની કવિતામાં તથા કવિતાવિષયક કવિતામાં વિવિધ રૂપે જોવા મળે છે. માત્ર ભારતીય હોવાને કારણે જ શા માટે, ખાસ તો માનવતાનાં મૂલ્યોના પુરસ્કર્તા હોવાને કારણે ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના પણ સમર્થક બની રહે છે. નરસિંહરાવને જે સંકુચિત દેશાભિમાનનો ભય હતો તે ઉમાશંકરના ‘હું ગૂર્જર ભારતવાણી’<ref>અભિજ્ઞા, પૃ. ૭૩.</ref>ના ઉદ્ગારોમાં જરાય વરતાતો નથી, ઊલટું, એમાં તો ભારતીય સંસ્કૃતિની માનવ્યલક્ષી વિશાળ દૃષ્ટિ જોવા મળે છે. ઉમાશંકરને મન ભારત લખચોરસ કોસોમાં વિસ્તરેલી જડ ભૂમિ નથી, એ તો મૃદુ માટીથી ઘડ્યા ભડવીર પ્રાણની ઊર્મિ છે; ભારત તો જગની જમાત વચ્ચે ‘મનકૂલ-મનનની ધારા’(ઉશનસે્ ઉમાશંકરની વાણીને પણ સોત્સાહ ‘મનુકૂલ-મનનની ધારા’ તરીકે ઓળખાવી છે ! (ઉપસર્ગ, પૃ. ૧૯) છે.<ref>આતિથ્ય, પૃ. ૯૬.</ref> ભારતને – હિંદને એમણે પ્રત્યેક હિન્દીમાં જોયું છે.(‘હર એક હિંદી હિંદ છે.’ (વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૧૦૫) ભારત માનવતામાર્ગે નમ્ર પ્રવાસી હોઈ તેના પ્રત્યે તેઓ પ્રગાઢ ખેંચાણ અનુભવે છે.<ref>અભિજ્ઞા, પૃ. ૭૧.</ref> ભલે ભારતમાતાની હાલત ખરાબ હોય, તેની પરિસ્થિતિ જીર્ણ મહાવડ જેવી હોય, પણ તેનામાં પ્રાણતત્ત્વ ભરપૂર છે. તેની માતા તરીકેની કલ્પના કરતાં તેઓ તેની પ્રાણદાયિની મંગલમૂર્તિને આ રીતે રજૂ કરે છે :{{Poem2Close}}


<Poem>
<Poem>
Line 315: Line 315:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ ભારતમાતા તથા મા ગુર્જરીની અવદશા માનવતાનાં મૂલ્યોના વિઘાતે જ થતી હોવાની એમની ચિકિત્સા છે ને તેથી જ એ મૂલ્યો માટે ઝૂઝવામાં મનુષ્યધર્મ-યુગધર્મ-રાષ્ટ્રધર્મ-કવિધર્મ એમને દેખાય છે. ઉમાશંકરનો માનવ્યરસ એમના સાહિત્યરસને – શબ્દરસને એકંદરે ઉપકારક જ થયેલો દેખાય છે. શબ્દની શક્તિ – શબ્દનું તેજ તે કેટલો માનવને ઉપકારક છે તે પરથી જ એની અંતિમ કસોટીમાં અંદાજવાનું રહે. ઉમાશંકરે શબ્દ વધુ ને વધુ માનવ્યોપકારક કેમ બને તેની ચિંતા કરી છે. ‘મુખે સમરગાન હો !’ની અભિલાષા પોતાની પૂર્તિ માટે ‘પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો !’ – એવી અપેક્ષા રાખે જ છે. ઉમાશંકરે શબ્દને મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ શબ્દ જેને માટે છે તેને વધુ મહત્ત્વ આપ્યાનુંયે કેટલાક દાખલાઓમાં બન્યું છે. ‘ધ્રુવતારલી’માં સ્વતંત્રતાને કારણે મરણની પણ તૈયારી – અલબત્ત, ભાવનાના ઉદ્રેકમાં – સૂચવાઈ છે, આમ છતાં ‘વિશ્વકાવ્યજનની’ – એવી કવિતા પ્રત્યેની એમની નિષ્ઠા તથા પ્રીતિ પણ સાચી ને દૃઢમૂલ છે. તેઓ જાણે છે કે મુક્તિ વિના માણસાઈ કે કવિતા – બેમાંથી કોઈ સલામત નથી, ઉત્કર્ષની તો પછી વાત જ શું કરવી ? તેમની સ્વતંત્રતા માટેની દોડમાં યૌવનસહજ ઉત્સાહ, મુગ્ધતા, સ્વપ્નિલતા, આદર્શપરાયણતા સાથે મુક્તિના જીવનગત ને કલાગત મૂલ્યની પ્રતીતિ પણ કારણભૂત લાગે છે. કવિ જનશક્તિના પોતે પ્રતિનિધિ હોવાનો ભાવ મુક્તિની હવામાં જ અનુભવી શકે. ‘જનશક્તિ હું’-માંથી તેનું સૂચન પામી શકાય.૫૩ મુક્તિનો આદર્શ જો આકર્ષક છે, તો મુક્તિનો સંઘર્ષ કઠોર અને કઠિન છે. ઉમાશંકરે મુક્તિના આદર્શને ભાષામાં ઠીક ચગાવ્યો છે, પરંતુ મુક્તિના સંઘર્ષનું જે મર્મભેદક આલેખન જોઈએ તે પ્રમાણમાં ઓછું મળે છે. કદાચ એનું કારણ મુક્તિનો આદર્શ – કલાકારની મુક્તિનો આદર્શ પોતાની અંદરથી પૂરેપૂરો ઊગે – વિકસે – એવું બને તે પહેલાં બહારથી એ આદર્શે આવીને એમનો કબજો લઈ લીધો જણાય છે. એ આદર્શ ક્રમશ: વિકસતો, ટકતો ગજું કાઢે છે ને પછી કવિને જ માર્મિકતાથી પૂછે છે : ક્યાં છે કવિતા ? ‘શૂરસંમેલન’ જેવું એકાદ કાવ્ય જોતાં પણ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ શકશે. ‘ગુલામ’ જેવા કાવ્યમાં કવિની અનુભૂતિનું બળ જે રીતે વિશિષ્ટ કાવ્યરૂપમાં પ્રગટ થયેલું અનુભવી શકાય છે એવું બીજે ઓછાં કાવ્યોમાં બને છે (આવા સરસ કાવ્યને વિશે પન્ના નાયક લખે છે : `The poem moves in a predictable pattern catalouging nothing that is not obvious. There is hardly any or the freshness of discovery that is essential to good poetry. The poem actually sounds wores in the original because of the padantry of sanskritised diction.' (`Journal of South Asian Literature, P. ૮૬). પન્ના નાયકનાં કાવ્ય વિશેનાં ગૃહીતો જ ‘ગુલામ’ના કવિતાતત્ત્વના આકલનમાં કેટલેક અંશે અવરોધરૂપ થયેલાં સમજાય છે.){{Poem2Close}}
આ ભારતમાતા તથા મા ગુર્જરીની અવદશા માનવતાનાં મૂલ્યોના વિઘાતે જ થતી હોવાની એમની ચિકિત્સા છે ને તેથી જ એ મૂલ્યો માટે ઝૂઝવામાં મનુષ્યધર્મ-યુગધર્મ-રાષ્ટ્રધર્મ-કવિધર્મ એમને દેખાય છે. ઉમાશંકરનો માનવ્યરસ એમના સાહિત્યરસને – શબ્દરસને એકંદરે ઉપકારક જ થયેલો દેખાય છે. શબ્દની શક્તિ – શબ્દનું તેજ તે કેટલો માનવને ઉપકારક છે તે પરથી જ એની અંતિમ કસોટીમાં અંદાજવાનું રહે. ઉમાશંકરે શબ્દ વધુ ને વધુ માનવ્યોપકારક કેમ બને તેની ચિંતા કરી છે. ‘મુખે સમરગાન હો !’ની અભિલાષા પોતાની પૂર્તિ માટે ‘પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો !’ – એવી અપેક્ષા રાખે જ છે. ઉમાશંકરે શબ્દને મહત્ત્વ આપ્યું જ છે, પરંતુ શબ્દ જેને માટે છે તેને વધુ મહત્ત્વ આપ્યાનુંયે કેટલાક દાખલાઓમાં બન્યું છે. ‘ધ્રુવતારલી’માં સ્વતંત્રતાને કારણે મરણની પણ તૈયારી – અલબત્ત, ભાવનાના ઉદ્રેકમાં – સૂચવાઈ છે, આમ છતાં ‘વિશ્વકાવ્યજનની’ – એવી કવિતા પ્રત્યેની એમની નિષ્ઠા તથા પ્રીતિ પણ સાચી ને દૃઢમૂલ છે. તેઓ જાણે છે કે મુક્તિ વિના માણસાઈ કે કવિતા – બેમાંથી કોઈ સલામત નથી, ઉત્કર્ષની તો પછી વાત જ શું કરવી ? તેમની સ્વતંત્રતા માટેની દોડમાં યૌવનસહજ ઉત્સાહ, મુગ્ધતા, સ્વપ્નિલતા, આદર્શપરાયણતા સાથે મુક્તિના જીવનગત ને કલાગત મૂલ્યની પ્રતીતિ પણ કારણભૂત લાગે છે. કવિ જનશક્તિના પોતે પ્રતિનિધિ હોવાનો ભાવ મુક્તિની હવામાં જ અનુભવી શકે. ‘જનશક્તિ હું’-માંથી તેનું સૂચન પામી શકાય.વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૯૯.</ref> મુક્તિનો આદર્શ જો આકર્ષક છે, તો મુક્તિનો સંઘર્ષ કઠોર અને કઠિન છે. ઉમાશંકરે મુક્તિના આદર્શને ભાષામાં ઠીક ચગાવ્યો છે, પરંતુ મુક્તિના સંઘર્ષનું જે મર્મભેદક આલેખન જોઈએ તે પ્રમાણમાં ઓછું મળે છે. કદાચ એનું કારણ મુક્તિનો આદર્શ – કલાકારની મુક્તિનો આદર્શ પોતાની અંદરથી પૂરેપૂરો ઊગે – વિકસે – એવું બને તે પહેલાં બહારથી એ આદર્શે આવીને એમનો કબજો લઈ લીધો જણાય છે. એ આદર્શ ક્રમશ: વિકસતો, ટકતો ગજું કાઢે છે ને પછી કવિને જ માર્મિકતાથી પૂછે છે : ક્યાં છે કવિતા ? ‘શૂરસંમેલન’ જેવું એકાદ કાવ્ય જોતાં પણ આ મુદ્દાની સ્પષ્ટતા થઈ શકશે. ‘ગુલામ’ જેવા કાવ્યમાં કવિની અનુભૂતિનું બળ જે રીતે વિશિષ્ટ કાવ્યરૂપમાં પ્રગટ થયેલું અનુભવી શકાય છે એવું બીજે ઓછાં કાવ્યોમાં બને છે (આવા સરસ કાવ્યને વિશે પન્ના નાયક લખે છે : `The poem moves in a predictable pattern catalouging nothing that is not obvious. There is hardly any or the freshness of discovery that is essential to good poetry. The poem actually sounds wores in the original because of the padantry of sanskritised diction.' (`Journal of South Asian Literature, P. ૮૬). પન્ના નાયકનાં કાવ્ય વિશેનાં ગૃહીતો જ ‘ગુલામ’ના કવિતાતત્ત્વના આકલનમાં કેટલેક અંશે અવરોધરૂપ થયેલાં સમજાય છે.){{Poem2Close}}


{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વાતંત્ર્યનો આદર્શ ઊંચા પ્રકારના ખમીર વિના, ત્યાગ વિના સિદ્ધ થઈ ન શકે એની કવિને બરોબર જાણ છે. જુગ જુગ તરસ્યા જગકંઠની તૃષા શમાવવાની અભીપ્સા૫૪ જીવનમાં જે ત્યાગ માગે છે તે ઓછો નથી. ‘બળતાં પાણી’ (ગંગોત્રી, પૃ. ૧૩)માં વ્યક્ત થયેલી વેદના તીવ્ર છે. એ વેદના જીવનઘટનાના એક અનિવાર્ય અંશરૂપે પ્રતીત થાય છે. રામનારાયણે એમાં રાષ્ટ્રીય સંઘર્ષનો સંદર્ભ પણ જોયો છે. (‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’, ૧૯૩૮, પૃ. ૧૨૮) ઉમાશંકર સ્વાતંત્ર્યની – {{Poem2Close}}
સ્વાતંત્ર્યનો આદર્શ ઊંચા પ્રકારના ખમીર વિના, ત્યાગ વિના સિદ્ધ થઈ ન શકે એની કવિને બરોબર જાણ છે. જુગ જુગ તરસ્યા જગકંઠની તૃષા શમાવવાની અભીપ્સા<ref>ગંગોત્રી, પૃ. ૧૩.</ref> જીવનમાં જે ત્યાગ માગે છે તે ઓછો નથી. ‘બળતાં પાણી’ (ગંગોત્રી, પૃ. ૧૩)માં વ્યક્ત થયેલી વેદના તીવ્ર છે. એ વેદના જીવનઘટનાના એક અનિવાર્ય અંશરૂપે પ્રતીત થાય છે. રામનારાયણે એમાં રાષ્ટ્રીય સંઘર્ષનો સંદર્ભ પણ જોયો છે. (‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’, ૧૯૩૮, પૃ. ૧૨૮) ઉમાશંકર સ્વાતંત્ર્યની – {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 353: Line 353:


{{Poem2Open}}
{{Poem2Open}}
નહોતી એટલી ગરજ પડી છે ને આઇન્સ્ટાઇને પણ પોતાના જીવનમાં એની જ ખોજ ચલાવી છે.૫૫ આજનાં આ યંત્રોની વચ્ચે મનુષ્ય જાણે યંત્ર બનતો જાય છે, એનો ચહેરો ભૂંસાતો જાય છે.(ઉમાશંકરે આ જમાનાને ‘age of a faceless man’ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ યંત્રવૈજ્ઞાનિક વિકાસે યંત્ર-માનવને (‘રોબો’ને) જીવનમાં કેન્દ્રસ્થાન આપ્યું જણાય છે. આ મંતવ્ય માટે જુઓ એમનો ‘કેળવણીનો કોળિયો’ ગ્રંથ (૧૯૭૭), પૃ. ૨૫૫–૬.)
નહોતી એટલી ગરજ પડી છે ને આઇન્સ્ટાઇને પણ પોતાના જીવનમાં એની જ ખોજ ચલાવી છે..<ref>અભિજ્ઞા, પૃ. ૬૧.</ref> આજનાં આ યંત્રોની વચ્ચે મનુષ્ય જાણે યંત્ર બનતો જાય છે, એનો ચહેરો ભૂંસાતો જાય છે.(ઉમાશંકરે આ જમાનાને ‘age of a faceless man’ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લા ત્રણ દસકામાં અભૂતપૂર્વ યંત્રવૈજ્ઞાનિક વિકાસે યંત્ર-માનવને (‘રોબો’ને) જીવનમાં કેન્દ્રસ્થાન આપ્યું જણાય છે. આ મંતવ્ય માટે જુઓ એમનો ‘કેળવણીનો કોળિયો’ ગ્રંથ (૧૯૭૭), પૃ. ૨૫૫–૬.)
ઉમાશંકરે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં સ્પષ્ટ રીતે ‘યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો’ હોવાનું દર્શાવતાં “મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું” – એવી સ્પષ્ટતાયે આપી છે ‘અજબ માનવીજીવન’ના ચાહક ઉમાશંકર માનવ અને માનવતાને રહેંસતી યુદ્ધખોરી – શોષણખોરી વગેરેને; દ્વેષ-ધિક્કાર આદિને બરદાસ્ત ન જ કરી શકે એ સ્પષ્ટ છે. આમ છતાં એક તટસ્થ કવિ-કલાકારની સાહજિક ને સ્વાભાવિક ઉદારદૃષ્ટિથી તેઓ આ અસતનાં – દૂરિત આદિનાં તત્ત્વો નકારાત્મક રીતેય જીવનને ઉપકારક થતાં રહેતાં હોવાનું સ્વીકારી લે છે ખરા !
ઉમાશંકરે ‘સ્વપ્નોને સળગવું હોય તો –’ કાવ્યમાં સ્પષ્ટ રીતે ‘યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો’ હોવાનું દર્શાવતાં “મંત્ર તો ‘મનુષ્ય’ – માનવનું હોવું, માનવનું જીવવું” – એવી સ્પષ્ટતાયે આપી છે ‘અજબ માનવીજીવન’ના ચાહક ઉમાશંકર માનવ અને માનવતાને રહેંસતી યુદ્ધખોરી – શોષણખોરી વગેરેને; દ્વેષ-ધિક્કાર આદિને બરદાસ્ત ન જ કરી શકે એ સ્પષ્ટ છે. આમ છતાં એક તટસ્થ કવિ-કલાકારની સાહજિક ને સ્વાભાવિક ઉદારદૃષ્ટિથી તેઓ આ અસતનાં – દૂરિત આદિનાં તત્ત્વો નકારાત્મક રીતેય જીવનને ઉપકારક થતાં રહેતાં હોવાનું સ્વીકારી લે છે ખરા !
મનુષ્યના જીવનનું ગાડું જે રીતે ગબડે છે તેનું સૂચન ‘કિચૂડ-ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’ (અભિજ્ઞા, પૃ. ૧૨) – એવા અવાજથી થઈ રહે છે.(અત્યારના એક કવિ લાભશંકરે આ યાંત્રિકતાને ‘યાં ત્રિક તા યાં ત્રિક તા’માં તાલબદ્ધ રીતે પ્રત્યક્ષ કરી છે. (જુઓ ‘બૂમ કાગળમાં કોરા’, ૧૯૭૪, પૃ. ૪૮.)). ‘યંત્ર સાથે બન્યો યંત્રની એ કળ’૫૬ – એમ તેમણે જ કહ્યું છે. ઉમાશંકરે જીવતેજીવત ઢોરમજૂરી કરીને પેટપૂરતુંય ન પામતા માણસની વેદનાને ઠીક ઠીક વાચા આપી છે. ‘અન્નબ્રહ્મ’નો મહિમા કરતાં તેમણે તાત્ત્વિક-વાસ્તવિક-તાર્કિક ભૂમિકા પર રહીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે ઉલ્લેખનીય છે: અન્ને સંસ્કૃતિના વિકાસમાં – માનવની પ્રગતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું ગીતાના જેવી અનુષ્ટુપ-છટામાં સરસ આલેખન છે :{{Poem2Close}}
મનુષ્યના જીવનનું ગાડું જે રીતે ગબડે છે તેનું સૂચન ‘કિચૂડ-ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’ (અભિજ્ઞા, પૃ. ૧૨) – એવા અવાજથી થઈ રહે છે.(અત્યારના એક કવિ લાભશંકરે આ યાંત્રિકતાને ‘યાં ત્રિક તા યાં ત્રિક તા’માં તાલબદ્ધ રીતે પ્રત્યક્ષ કરી છે. (જુઓ ‘બૂમ કાગળમાં કોરા’, ૧૯૭૪, પૃ. ૪૮.)). ‘યંત્ર સાથે બન્યો યંત્રની એ કળ’<ref>એજન, પૃ. ૧૦૩.</ref> – એમ તેમણે જ કહ્યું છે. ઉમાશંકરે જીવતેજીવત ઢોરમજૂરી કરીને પેટપૂરતુંય ન પામતા માણસની વેદનાને ઠીક ઠીક વાચા આપી છે. ‘અન્નબ્રહ્મ’નો મહિમા કરતાં તેમણે તાત્ત્વિક-વાસ્તવિક-તાર્કિક ભૂમિકા પર રહીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે ઉલ્લેખનીય છે: અન્ને સંસ્કૃતિના વિકાસમાં – માનવની પ્રગતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું ગીતાના જેવી અનુષ્ટુપ-છટામાં સરસ આલેખન છે :{{Poem2Close}}


<Poem>
<Poem>
Line 452: Line 452:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ શહેરની ઝાકઝમાળ રોશનીને મજૂરો–ગરીબોનાં મીઠાં જીવનતેલથી જલતી જુએ છે. વસ્ત્ર યંત્રોથી નહિ, મજૂરીથી વણાતાં હોવાનું જણાવે છે. ‘સાબરનો ગોઠિયો’માં કારુણ્ય ને કરુણનો ઉત્કૃષ્ટ મેળ જોવા મળે છે. ઊંચેરી ભેખડનો મોરલો – વનરા તે વનનો વણજારો અમ્દા તે વાદમાં આવી જે બદહાલતમાં સપડાય છે તેનો અંજામ છેવટે ખુદકુશીમાં આવીને રહે છે. સાબરમાં ‘ખંખોળિયું’ ખાતાં પહેલાં જે સંદેશો પાઠવે છે તે નગરજીવન – યંત્રજીવન પરના અભિશાપરૂપ છે. (સંબોધનના સબબે વપરાયેલાં બે આશ્ચર્ય-વિરામો, એક અલ્પવિરામ અને વધારામાં એક લઘુરેખા સિવાય કોઈ વિરામચિહ્ન નહીં ધરાવતી) આ રચનામાં ઉમાશંકરે રાસડાની રીતે જાણીતી વાત પણ આકર્ષક રીતે કથી છે અને તેથી એ વાત એમની મૌલિક પણ ઠરે છે !
કવિ શહેરની ઝાકઝમાળ રોશનીને મજૂરો–ગરીબોનાં મીઠાં જીવનતેલથી જલતી જુએ છે. વસ્ત્ર યંત્રોથી નહિ, મજૂરીથી વણાતાં હોવાનું જણાવે છે. ‘સાબરનો ગોઠિયો’માં કારુણ્ય ને કરુણનો ઉત્કૃષ્ટ મેળ જોવા મળે છે. ઊંચેરી ભેખડનો મોરલો – વનરા તે વનનો વણજારો અમ્દા તે વાદમાં આવી જે બદહાલતમાં સપડાય છે તેનો અંજામ છેવટે ખુદકુશીમાં આવીને રહે છે. સાબરમાં ‘ખંખોળિયું’ ખાતાં પહેલાં જે સંદેશો પાઠવે છે તે નગરજીવન – યંત્રજીવન પરના અભિશાપરૂપ છે. (સંબોધનના સબબે વપરાયેલાં બે આશ્ચર્ય-વિરામો, એક અલ્પવિરામ અને વધારામાં એક લઘુરેખા સિવાય કોઈ વિરામચિહ્ન નહીં ધરાવતી) આ રચનામાં ઉમાશંકરે રાસડાની રીતે જાણીતી વાત પણ આકર્ષક રીતે કથી છે અને તેથી એ વાત એમની મૌલિક પણ ઠરે છે !
ઉમાશંકરે સામાજિક વિષમતાનાં દર્શન ધર્મસ્થાનોમાં પણ કર્યાં છે. ‘સોનાથાળી’માં સ્થાપિત હિતનું ધર્મસ્થાનોમાંય કેવું વર્ચસ હોય છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. દેવમંદિરો ‘દેવનાં કેદખાનાં’ જેવાં છે. દેવમંદિરોની દુર્દશા થઈ છે અને તેવી જ દુર્દશા ‘કેદખાના જેવા વતન’માં રહેતા મનુષ્યોની આપણે ત્યાં થઈ છે. આ દુર્દશાની વાત કરતાં ઉમાશંકર દેવો અને ભૂદેવોને પણ કટાક્ષના સપાટામાં લે છે. જોકે સુન્દરમે જેટલા ને જેવા કટાક્ષોનો પ્રયોગ પોતાની કાવ્યબાનીમાં કર્યો છે તેટલા ને તેવા કટાક્ષોનો પ્રયોગ ઉમાશંકરે કર્યો નથી એ ઘટના ખાસ ધ્યાનપાત્ર છે. ઉમાશંકર વિનોદના માણસ છે, કટાક્ષના નહિ, કટાક્ષ એ ઇચ્છે ત્યારે કરી શકે એમ હોવા છતાં.(ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ઉમાશંકર સંદર્ભે આવું વિધાન કર્યું છે : ‘ઉમાશંકરની વાણીમાં કટાક્ષ તો હોય જ, એ એમની પ્રત્યેક સાહિત્ય-પ્રવૃત્તિમાં દૃષ્ટિએ પડતી એમની લાક્ષણિકતા છે.’ (‘અનુરણન’, ૧૯૭૩, પૃ. ૨૩૧) આ વિધાન દેખીતી રીતે સ્વીકારાય એવું નથી.) વળી ‘ગંગોત્રી’, ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ને મુકાબલે પછીના ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’ જેવા કાવ્યસંગ્રહોમાં બાહ્ય વૈષમ્ય-વિસંવાદની તુલનાએ આંતરવૈષમ્ય-વિસંવાદ વિશેષ પ્રમાણમાં કવિની ચિંતાનો વિષય બનેલો જોઈ શકાય.(આ સાથે એ પણ જોવા જેવું છે કે ઉમાશંકરે આ ચિંતા સંસ્કૃતિવિધાયક તત્ત્વોના પુરસ્કર્તા તરીકે કરી છે. ક્રમશ: ઉમાશંકરે માનવતાની વ્યાપકતર અને ગહનતર ભૂમિકાને કાવ્યનો વિષય બનાવવાનું લક્ષ્ય કર્યું છે ને એમ કરતાં સંસ્કૃતિવિધ્વંસક તત્ત્વો તરફ સ્વાભાવિક રીતે એમની નજર જાય છે.) અંતતોગત્વા બાહ્ય વિષમતા આંતર વિષમતાના જ વિસ્ફોટરૂપ હોય છે. ઉમાશંકરની ભાવના-પરાયણતા એમના વાસ્તવના પરિચયમાં ક્યાંય અવરોધરૂપ નહિ, બલકે સહાયરૂપ બની છે. ‘ગન્યાને ભૂખ ન ભાગે’૫૭ એ તેઓ બરાબર જાણે છે. ‘વચને-સમાજવાદી’૫૮ઓની સામેનો એમનો અણગમો સ્પષ્ટ છે. તેઓ લૂલા-આંધળાની વાતને આજની શોષણમૂલક અન્યાયી સમાજરચનાના સંદર્ભમાં સચોટ રીતે ઘટાવે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે : {{Poem2Close}}
ઉમાશંકરે સામાજિક વિષમતાનાં દર્શન ધર્મસ્થાનોમાં પણ કર્યાં છે. ‘સોનાથાળી’માં સ્થાપિત હિતનું ધર્મસ્થાનોમાંય કેવું વર્ચસ હોય છે તેનો સ્પષ્ટ નિર્દેશ છે. દેવમંદિરો ‘દેવનાં કેદખાનાં’ જેવાં છે. દેવમંદિરોની દુર્દશા થઈ છે અને તેવી જ દુર્દશા ‘કેદખાના જેવા વતન’માં રહેતા મનુષ્યોની આપણે ત્યાં થઈ છે. આ દુર્દશાની વાત કરતાં ઉમાશંકર દેવો અને ભૂદેવોને પણ કટાક્ષના સપાટામાં લે છે. જોકે સુન્દરમે જેટલા ને જેવા કટાક્ષોનો પ્રયોગ પોતાની કાવ્યબાનીમાં કર્યો છે તેટલા ને તેવા કટાક્ષોનો પ્રયોગ ઉમાશંકરે કર્યો નથી એ ઘટના ખાસ ધ્યાનપાત્ર છે. ઉમાશંકર વિનોદના માણસ છે, કટાક્ષના નહિ, કટાક્ષ એ ઇચ્છે ત્યારે કરી શકે એમ હોવા છતાં.(ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ઉમાશંકર સંદર્ભે આવું વિધાન કર્યું છે : ‘ઉમાશંકરની વાણીમાં કટાક્ષ તો હોય જ, એ એમની પ્રત્યેક સાહિત્ય-પ્રવૃત્તિમાં દૃષ્ટિએ પડતી એમની લાક્ષણિકતા છે.’ (‘અનુરણન’, ૧૯૭૩, પૃ. ૨૩૧) આ વિધાન દેખીતી રીતે સ્વીકારાય એવું નથી.) વળી ‘ગંગોત્રી’, ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ને મુકાબલે પછીના ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’ જેવા કાવ્યસંગ્રહોમાં બાહ્ય વૈષમ્ય-વિસંવાદની તુલનાએ આંતરવૈષમ્ય-વિસંવાદ વિશેષ પ્રમાણમાં કવિની ચિંતાનો વિષય બનેલો જોઈ શકાય.(આ સાથે એ પણ જોવા જેવું છે કે ઉમાશંકરે આ ચિંતા સંસ્કૃતિવિધાયક તત્ત્વોના પુરસ્કર્તા તરીકે કરી છે. ક્રમશ: ઉમાશંકરે માનવતાની વ્યાપકતર અને ગહનતર ભૂમિકાને કાવ્યનો વિષય બનાવવાનું લક્ષ્ય કર્યું છે ને એમ કરતાં સંસ્કૃતિવિધ્વંસક તત્ત્વો તરફ સ્વાભાવિક રીતે એમની નજર જાય છે.) અંતતોગત્વા બાહ્ય વિષમતા આંતર વિષમતાના જ વિસ્ફોટરૂપ હોય છે. ઉમાશંકરની ભાવના-પરાયણતા એમના વાસ્તવના પરિચયમાં ક્યાંય અવરોધરૂપ નહિ, બલકે સહાયરૂપ બની છે. ‘ગન્યાને ભૂખ ન ભાગે’.<ref>ગંગોત્રી, પૃ. ૪૨.</ref> એ તેઓ બરાબર જાણે છે. ‘વચને-સમાજવાદી’<ref>નિશીથ, પૃ. ૮૮.</ref>ઓની સામેનો એમનો અણગમો સ્પષ્ટ છે. તેઓ લૂલા-આંધળાની વાતને આજની શોષણમૂલક અન્યાયી સમાજરચનાના સંદર્ભમાં સચોટ રીતે ઘટાવે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે : {{Poem2Close}}


<Poem>
<Poem>
Line 470: Line 470:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરની હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા તીવ્ર છે. એ મનીષા જ સામાજિક વિષમતાના નિરાકરણનો સર્વતોભદ્ર ઉપાય છે. જેમ મણિલાલ નભુભાઈ ત્રિવેદીની અદ્વૈતવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના લખાણમાં તેમ ઉમાશંકરની સંવાદવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના સર્જન-વિવેચનમાં અંકિત થયેલો જોવા મળે છે, જોકે ‘સંવાદ-વાદ’ જેવી વાદગ્રસ્ત ભાષાની એમને સૂગ જરૂર છે. વિચારધારા કાવ્યધારા૫૯ બને એ એમના રસનો વિષય છે.
ઉમાશંકરની હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા તીવ્ર છે. એ મનીષા જ સામાજિક વિષમતાના નિરાકરણનો સર્વતોભદ્ર ઉપાય છે. જેમ મણિલાલ નભુભાઈ ત્રિવેદીની અદ્વૈતવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના લખાણમાં તેમ ઉમાશંકરની સંવાદવાદી વિચારધારાનો પ્રભાવ એમના મોટા ભાગના સર્જન-વિવેચનમાં અંકિત થયેલો જોવા મળે છે, જોકે ‘સંવાદ-વાદ’ જેવી વાદગ્રસ્ત ભાષાની એમને સૂગ જરૂર છે. વિચારધારા કાવ્યધારા.<ref>જુઓ ઉમાશંકરનો ‘વિચારધારા કાવ્યધારા બની છે ’ – એ લેખ; સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૭૩, પૃ. ૪૦.</ref> બને એ એમના રસનો વિષય છે.
ઉમાશંકરના જીવન-કવનનું લક્ષ્ય સંવાદિતાની સાધના હોવાથી મનુષ્ય મનુષ્ય વચ્ચેના, મનુષ્ય ને પ્રકૃતિ વચ્ચેના સાનુકૂલ સંબંધોમાં એમને ઊંડો રસ છે. એ રસની અભિવ્યક્તિ બુલંદપણે ‘વિશ્વશાંતિ’માં થઈ જ હતી. ત્યારબાદ પણ એમની ચિત્તવૃત્તિનું વધુ ને વધુ અનુસંધાન આ માનવીય સંબંધો સાથે જોવા મળે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય માટે છે એ એમની દૃઢ પ્રતીતિ છે જ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે વિરોધ નહિ, પરંતુ મેળ એ જ સંસારનું ઋત છે. વ્યષ્ટિસંબંધોનું સમષ્ટિ-સંબંધોમાં પરિણમન એ માનવ્યના વિકાસની ભૂમિકાએ અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં જે કંઈ બાધા-વિરોધ કે અવરોધ આવે તેને ટાળવામાં જીવનશક્તિની સાર્થકતા છે; મનુષ્યની આત્મશક્તિનો વિકાસ-વિજય છે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’, ‘વિરાટ પ્રણય’ જેવા વ્યાપક સાંસ્કૃતિક વિષયોમાં સ્પષ્ટ રીતે વ્યષ્ટિ-સમષ્ટિની સ્નેહમૂલક સંબંધ-ભૂમિકાની ચિંતા કરી હતી. સ્નેહ એ જ સેતુ છે મનુષ્યને એની આસપાસના સમસ્ત જગત સાથે જોડનારો. આ સ્નેહનો સેતુ જેમની વચ્ચે બંધાય તેમનું પરસ્પરનું સમ્યગ્ અભિજ્ઞાન અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરના પ્રણયવિષયક કાવ્યોમાં પ્રણયનાં આનંદ-રોમાંચ કે વિરહ-મંથન સાથે અનિવાર્યતયા પ્રણયતત્ત્વના અભિજ્ઞાનની, પ્રણયી હૃદયના અભિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી રહેલી જોવા મળે છે. ‘આતિથ્ય’માં આ પ્રક્રિયાનું સ્પષ્ટ રૂપ ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ વગેરેમાં જોઈ શકાય છે. ‘શિશુબોલ’ જેવા દાંપત્યજીવનના લાક્ષણિક સંદર્ભવાળા કાવ્યસંપુટમાં પણ એ પ્રક્રિયા જોઈ શકાય એમ છે. સ્નેહતત્ત્વની વ્યાપકતા ને ગહનતા, સંસ્કાર-સંસ્કૃતિના સંદર્ભમાં એની અનિવાર્યતા. એ તત્ત્વના સ્પર્શે વ્યક્તિજીવન અને સમષ્ટિજીવનમાં આવિર્ભાવ પામતી સાત્ત્વિક સંપન્નતા, એ તત્ત્વે પ્રેરેલ વિચાર-મંથનની જીવનોપકારકતા, એ તત્ત્વના વિશ્વવિજયે સર્જાનારી પરિસ્થિતિની ભાવનાલોકિત રમણીયતા – આ સર્વથી એમની પ્રણયવિષયક કવિતા એમની સંવાદ-સાધનાના જીવનનિષ્ઠ ઉપક્રમમાં અત્યંત અગત્યની બની રહે છે.(‘સવ્યસાચી’એ ‘નિશીથ’ પરના સંક્ષિપ્ત અવલોકનમાં ‘નિશીથ’નાં પ્રણયકાવ્યો વિશે લખતાં જણાવ્યું કે ‘...અંગત પ્રેમના ઊભરાને બદલે વિરાટ સર્વસ્પર્શી પ્રણયભાવનાને આટલી ક્રમબદ્ધ અને મર્મલક્ષી દૃષ્ટિએ નિરૂપાતી આપણને ગુજરાતીમાં તો અહીં જ પહેલવહેલી મળે છે.’ (‘દૃષ્ટિક્ષેપ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧)) પ્રણયનાં વિવિધ રૂપોના આસ્વાદ–આલેખથી એમની જીવનરસિકતાનું તો ખરું જ એમની ઉત્કટ સંવાદ-અભિપ્સાનું રૂપ પણ પ્રગટ કરી આપ્યું છે. ઉમાશંકરે નર અને નારીને એકબીજાનાં પૂરક તો ખરાં જ, એકબીજાને માટે અનિવાર્ય પણ માન્યાં છે. બંનેનું પૂર્ણત્વ પરસ્પરને {{Poem2Close}}
ઉમાશંકરના જીવન-કવનનું લક્ષ્ય સંવાદિતાની સાધના હોવાથી મનુષ્ય મનુષ્ય વચ્ચેના, મનુષ્ય ને પ્રકૃતિ વચ્ચેના સાનુકૂલ સંબંધોમાં એમને ઊંડો રસ છે. એ રસની અભિવ્યક્તિ બુલંદપણે ‘વિશ્વશાંતિ’માં થઈ જ હતી. ત્યારબાદ પણ એમની ચિત્તવૃત્તિનું વધુ ને વધુ અનુસંધાન આ માનવીય સંબંધો સાથે જોવા મળે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય માટે છે એ એમની દૃઢ પ્રતીતિ છે જ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે વિરોધ નહિ, પરંતુ મેળ એ જ સંસારનું ઋત છે. વ્યષ્ટિસંબંધોનું સમષ્ટિ-સંબંધોમાં પરિણમન એ માનવ્યના વિકાસની ભૂમિકાએ અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં જે કંઈ બાધા-વિરોધ કે અવરોધ આવે તેને ટાળવામાં જીવનશક્તિની સાર્થકતા છે; મનુષ્યની આત્મશક્તિનો વિકાસ-વિજય છે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’, ‘વિરાટ પ્રણય’ જેવા વ્યાપક સાંસ્કૃતિક વિષયોમાં સ્પષ્ટ રીતે વ્યષ્ટિ-સમષ્ટિની સ્નેહમૂલક સંબંધ-ભૂમિકાની ચિંતા કરી હતી. સ્નેહ એ જ સેતુ છે મનુષ્યને એની આસપાસના સમસ્ત જગત સાથે જોડનારો. આ સ્નેહનો સેતુ જેમની વચ્ચે બંધાય તેમનું પરસ્પરનું સમ્યગ્ અભિજ્ઞાન અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરના પ્રણયવિષયક કાવ્યોમાં પ્રણયનાં આનંદ-રોમાંચ કે વિરહ-મંથન સાથે અનિવાર્યતયા પ્રણયતત્ત્વના અભિજ્ઞાનની, પ્રણયી હૃદયના અભિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી રહેલી જોવા મળે છે. ‘આતિથ્ય’માં આ પ્રક્રિયાનું સ્પષ્ટ રૂપ ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ વગેરેમાં જોઈ શકાય છે. ‘શિશુબોલ’ જેવા દાંપત્યજીવનના લાક્ષણિક સંદર્ભવાળા કાવ્યસંપુટમાં પણ એ પ્રક્રિયા જોઈ શકાય એમ છે. સ્નેહતત્ત્વની વ્યાપકતા ને ગહનતા, સંસ્કાર-સંસ્કૃતિના સંદર્ભમાં એની અનિવાર્યતા. એ તત્ત્વના સ્પર્શે વ્યક્તિજીવન અને સમષ્ટિજીવનમાં આવિર્ભાવ પામતી સાત્ત્વિક સંપન્નતા, એ તત્ત્વે પ્રેરેલ વિચાર-મંથનની જીવનોપકારકતા, એ તત્ત્વના વિશ્વવિજયે સર્જાનારી પરિસ્થિતિની ભાવનાલોકિત રમણીયતા – આ સર્વથી એમની પ્રણયવિષયક કવિતા એમની સંવાદ-સાધનાના જીવનનિષ્ઠ ઉપક્રમમાં અત્યંત અગત્યની બની રહે છે.(‘સવ્યસાચી’એ ‘નિશીથ’ પરના સંક્ષિપ્ત અવલોકનમાં ‘નિશીથ’નાં પ્રણયકાવ્યો વિશે લખતાં જણાવ્યું કે ‘...અંગત પ્રેમના ઊભરાને બદલે વિરાટ સર્વસ્પર્શી પ્રણયભાવનાને આટલી ક્રમબદ્ધ અને મર્મલક્ષી દૃષ્ટિએ નિરૂપાતી આપણને ગુજરાતીમાં તો અહીં જ પહેલવહેલી મળે છે.’ (‘દૃષ્ટિક્ષેપ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧)) પ્રણયનાં વિવિધ રૂપોના આસ્વાદ–આલેખથી એમની જીવનરસિકતાનું તો ખરું જ એમની ઉત્કટ સંવાદ-અભિપ્સાનું રૂપ પણ પ્રગટ કરી આપ્યું છે. ઉમાશંકરે નર અને નારીને એકબીજાનાં પૂરક તો ખરાં જ, એકબીજાને માટે અનિવાર્ય પણ માન્યાં છે. બંનેનું પૂર્ણત્વ પરસ્પરને {{Poem2Close}}


Line 550: Line 550:


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ નારીનાં વિવિધ રૂપોની કલ્પના કરતાં, એની વિવિધ ભાવમૂર્તિઓને શબ્દાંકિત કરતાં પ્રણયાનુભવની સંકુલતા, ગહનતા અને સૂક્ષ્મતાને સચોટ રીતે વ્યંજિત કર્યાં છે. કવિએ પ્રણયજીવનનાં કરુણમંગલ અને આનંદ-ઉલ્લાસપૂર્ણ ચિત્રો આપ્યાં છે. ‘જવાનલાલ’માં દેખાતી હળવી રજૂઆતની ભીતરમાં વિષમ દાંપત્યનો વેદનાનો કરુણ સ્વર જાણે મૂંગો-દબાતો સંભળાય છે. જવાનલાલની ગામડિયણ વહુની સ્થિતિ ‘સમાજના જીર્ણ વૃક્ષના શુષ્ક છોડિયા જેવી વિધવા’૬૦ની સ્થિતિ, સભરા આ સંસારમાં દબાતે પગલે સુખ શોધતી સુંદરી’૬૧ની સ્થિતિ – આવું બધું કવિની નજર બહાર નથી. અસૂયા, દ્વેષ, રીસ ને રોષ, બેપરવાઈ ને ઉદાસીપણું, વિરહજનિત વ્યગ્રતા ને ઉપેક્ષાજનિત ઓશિયાળાપણું – આ બધાંએ પ્રેરેલી કંઈક મનોદશાઓ વચ્ચે પણ પ્રણયનું ટકી રહેતું ને વિકસતું સંવેદન આ કવિની પ્રણય-કવિતામાં મળે છે. પ્રણયજીવનની દીક્ષા તો આત્માની ‘વરદ રમ્ય વસંતદીક્ષા૬૨ છે. ન્હાનાલાલીય ભાષામાં એ વસંતધર્મની દીક્ષા છે. પ્રણયની આધી ક્ષણના આનંત્ય-સભર સ્વાદના એ જાણતલ છે. બે હૃદયનું મિલન એમને મન એક અપૂર્વ રસિક વિસ્મયપૂર્ણ ઘટના છે. તેથી તો તેઓ કહે છે : {{Poem2Close}}
કવિએ નારીનાં વિવિધ રૂપોની કલ્પના કરતાં, એની વિવિધ ભાવમૂર્તિઓને શબ્દાંકિત કરતાં પ્રણયાનુભવની સંકુલતા, ગહનતા અને સૂક્ષ્મતાને સચોટ રીતે વ્યંજિત કર્યાં છે. કવિએ પ્રણયજીવનનાં કરુણમંગલ અને આનંદ-ઉલ્લાસપૂર્ણ ચિત્રો આપ્યાં છે. ‘જવાનલાલ’માં દેખાતી હળવી રજૂઆતની ભીતરમાં વિષમ દાંપત્યનો વેદનાનો કરુણ સ્વર જાણે મૂંગો-દબાતો સંભળાય છે. જવાનલાલની ગામડિયણ વહુની સ્થિતિ ‘સમાજના જીર્ણ વૃક્ષના શુષ્ક છોડિયા જેવી વિધવા’<ref>‘આતિથ્ય’, પૃ. ૫૩.</ref>ની સ્થિતિ, સભરા આ સંસારમાં દબાતે પગલે સુખ શોધતી સુંદરી’<ref>એજન, પૃ. ૧૧૪.</ref>ની સ્થિતિ – આવું બધું કવિની નજર બહાર નથી. અસૂયા, દ્વેષ, રીસ ને રોષ, બેપરવાઈ ને ઉદાસીપણું, વિરહજનિત વ્યગ્રતા ને ઉપેક્ષાજનિત ઓશિયાળાપણું – આ બધાંએ પ્રેરેલી કંઈક મનોદશાઓ વચ્ચે પણ પ્રણયનું ટકી રહેતું ને વિકસતું સંવેદન આ કવિની પ્રણય-કવિતામાં મળે છે. પ્રણયજીવનની દીક્ષા તો આત્માની ‘વરદ રમ્ય વસંતદીક્ષા<ref>‘વસંતદીક્ષા’, આતિથ્ય, પૃ. ૧૨.</ref> છે. ન્હાનાલાલીય ભાષામાં એ વસંતધર્મની દીક્ષા છે. પ્રણયની આધી ક્ષણના આનંત્ય-સભર સ્વાદના એ જાણતલ છે. બે હૃદયનું મિલન એમને મન એક અપૂર્વ રસિક વિસ્મયપૂર્ણ ઘટના છે. તેથી તો તેઓ કહે છે : {{Poem2Close}}




Line 614: Line 614:


એમની કાવ્યયાત્રા આહ્લાદક અને વિકાસોન્મુખ થવાને બદલે બોજલ ને નિરુદ્ધ બની ગઈ હોત.
એમની કાવ્યયાત્રા આહ્લાદક અને વિકાસોન્મુખ થવાને બદલે બોજલ ને નિરુદ્ધ બની ગઈ હોત.
ઉમાશંકરે પ્રભુને યાદ કરતાં – સંબોધતાં કાવ્યો પણ રચ્યાં છે. એમનો પ્રભુ એમના માનવ્યના સાધના-ક્ષેત્રની બહાર નથી. પ્રભુનો મનુષ્ય રૂપે સાક્ષાત્કાર વાંછનાર અને મનુષ્યને ‘વામન-પ્રભુ’ તરીકે ઓળખનાર ઉમાશંકર પ્રભુનો પદધ્વનિ પ્રકૃતિના વિવિધ સત્ત્વોના ગતિસંચાર અને રૂપલીલામાં, શિશુના કલબોલમાં, પ્રણય–હિંડોળામાં, જગકોલાહલના કલ્લોલમાં ને સંતનયનના અમૂલ્ય મૌનમાં સાંભળે છે.૬૩ આ જ પ્રભુ સાગરમાં સંગીત પ્રેરનાર છે.૬૪ ઉમાશંકર શિશુ અને કવિની સાથે પ્રભુને વધારે સાંકળે છે. પ્રભુ અને કવિને તો તેમણે એક જ શબ્દમાં – ‘પ્રકભુવિ’ રૂપે એકાકાર કરી એક નવો જ પરિચય તે બંનેયનો યુગપત્ રીતે આપ્યો છે. ઉમાશંકરે પ્રભુપાર્થનામાં પ્રકૃતિમાંથી પ્રેરણા, માર્ગદર્શન ને બળ મેળવ્યાં છે. તેમના એકંદરે અસ્તિવાદી – આસ્તિક જીવન-અભિગમમાં પ્રભુનિષ્ઠા-પ્રકૃતિનિષ્ઠા-આત્મ-નિષ્ઠાની એકાકાર ભૂમિકાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે તેમની વિદ્યાપીઠ-વાસરીમાં એમની યુવાનવયે એક સૂચક નોંધ કરી છે :
ઉમાશંકરે પ્રભુને યાદ કરતાં – સંબોધતાં કાવ્યો પણ રચ્યાં છે. એમનો પ્રભુ એમના માનવ્યના સાધના-ક્ષેત્રની બહાર નથી. પ્રભુનો મનુષ્ય રૂપે સાક્ષાત્કાર વાંછનાર અને મનુષ્યને ‘વામન-પ્રભુ’ તરીકે ઓળખનાર ઉમાશંકર પ્રભુનો પદધ્વનિ પ્રકૃતિના વિવિધ સત્ત્વોના ગતિસંચાર અને રૂપલીલામાં, શિશુના કલબોલમાં, પ્રણય–હિંડોળામાં, જગકોલાહલના કલ્લોલમાં ને સંતનયનના અમૂલ્ય મૌનમાં સાંભળે છે.<ref>‘પગરવ’ વસંતવર્ષા, પૃ. ૧૧૯.</ref> આ જ પ્રભુ સાગરમાં સંગીત પ્રેરનાર છે.<ref>‘સાગરસંગીત’ વસંતવર્ષા, પૃ. ૧૨૦.</ref> ઉમાશંકર શિશુ અને કવિની સાથે પ્રભુને વધારે સાંકળે છે. પ્રભુ અને કવિને તો તેમણે એક જ શબ્દમાં – ‘પ્રકભુવિ’ રૂપે એકાકાર કરી એક નવો જ પરિચય તે બંનેયનો યુગપત્ રીતે આપ્યો છે. ઉમાશંકરે પ્રભુપાર્થનામાં પ્રકૃતિમાંથી પ્રેરણા, માર્ગદર્શન ને બળ મેળવ્યાં છે. તેમના એકંદરે અસ્તિવાદી – આસ્તિક જીવન-અભિગમમાં પ્રભુનિષ્ઠા-પ્રકૃતિનિષ્ઠા-આત્મ-નિષ્ઠાની એકાકાર ભૂમિકાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે તેમની વિદ્યાપીઠ-વાસરીમાં એમની યુવાનવયે એક સૂચક નોંધ કરી છે :
“મારા પ્રાર્થના વિષેના ખ્યાલો વિચિત્ર રીતે વિકાસ પામતા આવ્યા છે. કુદરતની મૂંગી મૂંગી પ્રાર્થના મેં નાનપણથી સાંભળેલી, ને કવિતા-કલ્પનાની બેવડ પાંખ ન હોત તો આસ્તિકતાના કિનારે જઈ નાસ્તિકતાની ઊંડી ખીણમાં ડોકિયું કર્યા પછી પાછો ફર્યો તે ન ફર્યો હોત. પણ ખરી શ્રદ્ધા તો લડત પછી જ જન્મી, જાગી. તેમાંયે ખાસ કરીને ભજનની ખૂબી સમજ્યા પછી. ને... આ જિંદગી કે હવે પછીની કોઈકમાં પણ આખરે તો येन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति। – તેને જાણ્યા વિના આરો નથી એનું ભાન પણ શરીરને અને મનને બંનેને પ્રાર્થના તરફ હડસેલે છે.” {{Poem2Close}}
“મારા પ્રાર્થના વિષેના ખ્યાલો વિચિત્ર રીતે વિકાસ પામતા આવ્યા છે. કુદરતની મૂંગી મૂંગી પ્રાર્થના મેં નાનપણથી સાંભળેલી, ને કવિતા-કલ્પનાની બેવડ પાંખ ન હોત તો આસ્તિકતાના કિનારે જઈ નાસ્તિકતાની ઊંડી ખીણમાં ડોકિયું કર્યા પછી પાછો ફર્યો તે ન ફર્યો હોત. પણ ખરી શ્રદ્ધા તો લડત પછી જ જન્મી, જાગી. તેમાંયે ખાસ કરીને ભજનની ખૂબી સમજ્યા પછી. ને... આ જિંદગી કે હવે પછીની કોઈકમાં પણ આખરે તો येन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति। – તેને જાણ્યા વિના આરો નથી એનું ભાન પણ શરીરને અને મનને બંનેને પ્રાર્થના તરફ હડસેલે છે.” {{Poem2Close}}


Line 633: Line 633:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.૬૫ ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે.
ઉમાશંકરની ઈશ્વર વિશેની વિભાવના કઈ એ પ્રશ્ન કરી શકાય, પરંતુ એનો ઉત્તર તો સચ્ચિદાનંદની વિભાવના એ જ એમની ઈશ્વરવિભાવના એવો આપવો પડે. જીવનની સાધનામાં – કવિની સાધનામાં જે આનંદતત્ત્વ છે તેમાં જ ઈશ્વરભાવ-નો અનુભવ અનુસ્યૂત છે એમ કહી શકાય. ઉમાશંકરનો ઈશ્વર કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં કેદ રહી શકે એવો નથી. તે તો ‘આત્માધિદેવ’ છે. આ દેહ એનું મંદિર છે. કવિ મૂઠી જેવડા મંદિરમાં પ્રભુને નિમંત્રણ આપે છે તો હૈયાના હીણા રાગ, દ્વેષ-દાવાનળ તથા તૃષ્ણાના ડાઘ દબાવવા માટે. વાસનાની શૂળ ઊખડવાની હોય તો બલિ તરીકે ઈશ્વરના ચરણમાં પોતાનું સર્વસમર્પણ કરવા કવિ તૈયાર છે.<ref>આતિથ્ય, પૃ. ૧૭૩.</ref> ઈશ્વર એમને મન જીવનના વિકાસનું, જીવનના આનંદનું મહાન પરિબળ છે, એનો પ્રભાવ આત્મચેતનાની મુક્તિના પુરુષાર્થ સાથે અનુભવાતો રહે છે. ‘આત્માનાં ખંડેર’ અને ‘શોધ’ પછી, તાજેતરમાં ‘સાહિત્ય ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ, ૧૯૭૮ના અંકમાં પ્રગટ થયેલું ‘પીછો’ (પૃ. ૫-૯) કાવ્ય તેમની કવિતાનો એક નવો વળાંક રજૂ કરે છે અને એ વળાંક એમની પ્રભુનિષ્ઠાનો, એમની વિશિષ્ટ પ્રભુખોજનો દ્યોતક છે. એ કાવ્ય માનવો વચ્ચે, માનવ દ્વારા માનવમાં, માનવરૂપે પ્રભુસાક્ષાત્કાર કરવાની એમની જીવનસાધનાનો – કવિસાધનાનો રમ્યગંભીર સંકેત આપે છે.
ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે.
ઉમાશંકરે ‘પ્રભુનો હાથ’ (ધારાવસ્ત્ર, ૧૯૮૧, પૃ. ૯૫) કાવ્યમાં જેની આંગળીઓ પર મનુષ્ય ખડો છે ને જેનો નચાવ્યો નાચે છે તે પ્રભુના હાથની વાત મિલેસની એક શિલ્પકૃતિના આધારે છેડી છે. આ કૃતિમાં મનુષ્ય ચેતનાની આધારભૂમિ ઈશ્વર-ચેતના હોવાનો સ્વીકાર તો છે જ, સાથે તેમાં મનુષ્યને સર્વથા સંરક્ષતી ચેતનાશક્તિ તરીકે તેનો પુરસ્કાર પણ છે.
ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.(ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)) કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે૬૬ ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.૬૭ મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા૬૮ !
ઉમાશંકરની જીવનભક્તિ, રવીન્દ્રનાથીય પરંપરાની છે. રવીન્દ્રનાથના ઇષ્ટદેવતા જીવનદેવતા રહેલા. ઉમાશંકરના ઇષ્ટદેવતા પણ એ જ છે. મૃત્યુ તો જીવન-દીક્ષા આપી શકે, ‘અમી ભિક્ષા’ આપી શકે એવું અમૃતસભર, જીવન-ચૈતન્યસભર કવિને જણાયું છે.(ઉમાશંકર ‘અભિભાષણ’ (કવિની શ્રદ્ધા, પૃ. ૩૮)માં ‘આત્માનાં ખંડેર’ના સંદર્ભે વાત કરતાં લખે છે : “...એ જ ગાળામાં જીવનની બે મહાન અનુભૂતિઓ – પ્રેમ અને મૃત્યુ – એમનો ગાઢ સંસ્પર્શ મારી ચેતનાને થયો, – બલકે એમને એક જ અનુભૂતિ કહીએ, કેમ કે કાવ્યદર્શનમાં તો એ એક રૂપે જ ઉપસ્થિત થાય છે.” ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ (બી.આ. ૧૯૮૧)માં ‘સપ્તપદી’ના પ્રવેશકમાં પણ ‘અંતે તો પ્રેમ અને મૃત્યુ એક અનુભૂતિ બની રહે છે’ એમ દર્શાવ્યું છે. (પૃ. ૭૯૭)) કવિને મૃત્યુ બે ઘડી પાસે બેસાડી એની સાથે નિરાંતે વાત કરવા જેવું આત્મીય લાગ્યું છે<ref>‘મૃત્યુને’, નિશીથ, પૃ. ૭૩.</ref> ! ‘સદ્ગત મોટાભાઈને’માં તેમણે મૃત્યુને એક ‘અફર સત્ય’ તરીકે સ્વીકાર્યું જ છે.<ref>નિશીથ, પૃ. ૭૦.</ref>
મૃત્યુ પ્રત્યેનો નચિકેતાનો અભિગમ ઉમાશંકરને પ્રિય – ઇષ્ટ રહ્યો છે. ક્યારેક ચક્રવર્તી ભરતની અદાથી મૃત્યુને મુખ ઉઘાડવાનો પડકાર પણ તેઓ ફેંકે છે ને તે પણ લીલારસે તેના દાંત ગણવા!<ref>એજન, પૃ. ૧૫૫.</ref>
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.(વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)) આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે : {{Poem2Close}}
ઉમાશંકરની સમગ્ર કવિતામાં પ્રકૃતિનો અસરકારક વિનિયોગ જોવા મળે છે. પ્રકૃતિનો મનભર અનુભવ નાનપણથી એમને મળતો રહ્યો છે. એ એમને કાવ્યદીક્ષા દેનાર ગુરુ છે તે તો આપણે જાણીએ જ છીએ. પ્રકૃતિ પ્રત્યેનું ઉમાશંકરનું વલણ સમભાવપૂર્ણ તથા વિનીત છે.(વિદ્યાપીઠ-વાસરીમાં અવારનવાર પ્રકૃતિ સાથેના તેમની આત્મીયતાના દ્યોતક ઉદ્ગારો આવે છે. “પ્રકૃતિના અંતરને તીરની માફક વીંધતી પસાર થતી મોટર” એમને પસંદ નથી. “સાંજે વાદળાંમાંથી સૂરજ ડોકિયાં કરતો હોય છે ત્યારે ચાલતાં આવવું એ એક મોટી ખાસ મહેરબાની ભોગવવા જેવું” એમને લાગે છે. (૪–૮–૧૯૩૧, ’૩૧માં ડોકિયું, પૃ. ૭૦) કાન્તિભાઈને ૨૬–૮–૧૯૩૧ના રોજ લખેલા પત્રમાં પ્રકૃતિ સ્વજન હોય તે રીતે તેનો ભાવપૂર્ણ રીતે નિર્દેશ કરી “જાઓ તો નદીઓને મારી સલામ ભરતા ભરતા જજો !” એમ લખે છે. (’૩૧માં ડોકિયું, પૃ. ૯૯–૧૦૪)) આ પ્રકૃતિ કવિની પ્રેરણા, કવિની માર્ગદર્શક, કવિનું સ્વજન, કવિની જીવન-સૌંદર્યની વિભાવનાની પરિપોષક બની રહે છે. પ્રકૃતિનો સંદર્ભ વળી વળીને તેમને મનુષ્ય સુધી ખેંચી જાય છે. ‘પારેવડા’ની વાત છેડે ને હૈયાનો ટોડલો પારેવડાંને બેસવા માટે હાજર થઈ જાય ! પૂર્ણિમાની વાત કરતાં કવિતા ને પ્રિયાનો સ્વાભાવિક યોગ રચાઈ રહે. ‘યુવેર કાંટા’ની જ વાત, પણ કવિને એ ક્યાં લઈ જાય છે તે જોવા જેવું છે : {{Poem2Close}}


Line 648: Line 649:


{{Poem2Open}}
{{Poem2Open}}
વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.(‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)). તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.૬૯ ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.
વસંત ને વર્ષા, હેમંત ને ગ્રીષ્મ, તારા ને ફૂલો, ડુંગરો ને ઝરણાં, ચાંદની ને અંધાર, મોર ને કોયલ – આ સૌની પ્રાકૃતિક સૌન્દર્યની સમૃદ્ધિ માનવોની ભાવસમૃદ્ધિ સાથે સંમિલિત થઈ એક પ્રસન્નચારુ કાવ્યસૃષ્ટિનું નિર્માણ કરે છે.(‘સંનિધિ’(ડિસેમ્બર, ૧૯૭૬)માં શ્રી ચંદ્રશંકર ભટ્ટ ઉમાશંકરના પ્રકૃતિ-આલેખનની સુન્દરમ્ને મુકાબલે જે વિશેષતા ને વિવિધતા છે તેની નોંધ લે છે. (પૃ. ૫૭)). તિમિરનું રવમૂક નિમંત્રણ, તમ ચીરતી ફેનિલ વીચિઓનું વિશિષ્ટ દર્શન, પંપા સરોવરે કવિને થયેલું પોયણાંનું સંવેદન, રોતાં ઝરણાંની આંખ લોહવાની અભિલાષા, પુષ્પે પુષ્પે પ્રગટ પ્રેમલિપિનું વાચન, શુક્રકણિકાના દર્શને પોતાની પ્રિયતમાની દૃષ્ટિ સાથેના પોતાની દૃષ્ટિના મિલનની સૂક્ષ્મરસિક કલ્પના, ‘ઉષા’માં કરેલું વ્યોમના વિરાટ કમળનું અપૂર્વ દર્શન, ‘પીંછા’માંથી પંખીનું ગીત પામવાનો અનુભવ, ‘કરાલ-કવિ’માં પ્રગટ થતાં કલ્પનાવૈભવ ને સૌન્દર્યભાવના, ‘બીડમાં સોજવેળા’નું કવિને જ લાધી શકે એવું વૈશ્વિક સંદર્ભ ધરાવતું અનોખું ચિત્ર, ‘મુખર કંદરા’માં વ્યક્ત થતો પ્રાકૃતિક વાતાવરણનો રમણીય અનુભવ, ‘બળતાં પાણી’નું ચિંતનગર્ભ વેદના-નિરૂપણ — આ બધું ‘ગંગોત્રી’ની પ્રાકૃતિક કવિતાની વૈવિધ્યસભર રસસામગ્રી બની રહે છે. આ પ્રાકૃતિક રસસામગ્રીનો વધુ અર્થપૂર્ણ, સુઘડ, સૂક્ષ્મ ને સમુન્નત રીતે વિનિયોગ ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’ જેવા કાવ્યસંગ્રહોમાં મળે છે. ‘નિશીથ’માં ઘનકૌમુદીરસથી મહેકતા મોગરાનું, પ્રફુલ્લ ફેનરાશિનું, વૃક્ષની વલ્લરીમાં પોઢેલી શીળી મીઠી અનિલલહરી ઢળતી જલસેજે ધીમાં ગાત્ર મૂકે એનું, કેડે ગામ ઝુલાવતી સાબરનું, રમતીળી ગમતીલી વાદળીનું, દિગંતરેખથી દ્રવંત ભીના રંગને જેની જીભો તરંગટેરવે પીએ છે તે સમુદ્રનું કવિનું દર્શન એમની પ્રકૃતિરસિકતાનું – પ્રકૃતિ સાથેના એમના સજીવ સંબંધનું દ્યોતક છે. શ્વાસથી રંગ લહવાની ને આંખથી ગંધ નિહાળવાની કળા એમને જ્ઞાત છે.<ref>એજન, પૃ. ૧૪૩.</ref> ફૂલનો નિસાસ સાંભળવા જેટલો એમનો કાન સરવો છે. જલમાં તરતા ફૂલને જોઈને કવિ જે વિચારો કરે છે તે એમના પ્રકૃતિ-પ્રેમી – સંવેદનશીલ કવિમાનસના દ્યોતક છે. પાણીના વહેણમાં તરતા જતા ‘ફૂલને લઉં કે ના ?’ એવી દ્વિધામાં પડી જતા કવિને જ પાણીમાં તરતું ફૂલ લઈ લેવું એ ફૂલને જળથી ચૂંટવા બરોબરનું લાગે છે. જલમાં વહેતા ફૂલથી છેવટે તો મનુજ-પ્રકૃતિની શ્રીનો જ ઉત્કર્ષ થનાર છે.
ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :{{Poem2Close}}
ઉમાશંકરે ‘આતિથ્ય’ના નિવેદનમાં જે કહેલું, તે એમની ઊંડી પ્રકૃતિપ્રીતિ ઉપરાંત વિશુદ્ધ સૌન્દર્યરસિકતાનું પરિચાયક છે. એક સાચા કવિને જે થાય છે તે અહીં થયું છે. કવિ કહે છે :{{Poem2Close}}


Line 786: Line 787:


{{Poem2Open}}
{{Poem2Open}}
સમરકંદ-બુખારા ધ્રુવ-પદની જેમ દોહરાતું સોટીના મારની વેદનાને જે રીતે ઘૂંટી આપે છે તે ખૂબ આકર્ષક છે. આમેય આ કાવ્ય વિષયનાવીન્યની દૃષ્ટિએ ને એક લાક્ષણિક નિરૂપણરીતિને લઈને ગુજરાતી કવિતાના એક ચિરંજીવ ઉન્મેષરૂપ તો છે જ. એમાં એક કિશોરમાનસની ગતિનું જુદા જુદા ભાવસંદર્ભો લઈને, ચિત્રાત્મક રીતે અને લાક્ષણિક ભાષાચ્છટામાં આલેખન થયું છે, જે ખૂબ આસ્વાદ્ય બને છે. ‘દળણાના દાણા’માં ઘટના-પરંપરાનો વણાટ આકર્ષક છે. અલબત્ત, અત્રનિર્દિષ્ટ અકસ્માત-પરંપરાને કવિચાતુરીનું પરિણામ પણ ગણી શકાય. આ કાવ્ય વાંચતાં જ સુન્દરમ્નું ‘મીંદડી’ કાવ્ય યાદ આવી જાય છે. અહીં ડોશીની બેહાલીનું કંઈક કલ્પનાચાતુરીથી એ આસ્વાદ્ય ચિત્ર ઊપસે છે. કપડાં ધોતાં ઊડતા પાણીના છાંટામાં દેખાતા રંગધનુષના રંગોને અનુલક્ષીને ઉમાશંકરે ધોબી અને સામી બાજુ કવિ તથા વિજ્ઞાની વચ્ચે જે સંવાદ યોજ્યો છે તે કેટલો અર્થપૂર્ણ છે ! સંભવ છે કે વર્ડ્ઝવર્થના ‘માય હાર્ટ લીપ્સ અપ વ્હેન આઈ બીહોલ્ડ અ રેઇનબો’ જેવી પંક્તિ આ કાવ્યની વસ્તુકલ્પનામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે માર્ગદર્શક થઈ હોય. ઉમાશંકરે વર્ડ્ઝવર્થને કવિતામાં યાદ કર્યા છે જ. ‘બળતાં પાણી’માં, રા. વિ. પાઠક કહે છે તેમ, ‘કવિની કલ્પના જ પોતામાં સ્ફુરાયમાણ થયેલું માનવમંથનરહસ્ય કુદરતના આ દૃશ્યમાં જોઈ લે છે અને એ વ્યક્ત થાય એવી રીતે એને કથે છે.’૭૦ ‘બળતાં પાણી’માં તર્કબળ અને કલ્પનાબળના યુગપત્ પ્રભાવ દ્વારા સિદ્ધ થતી ધ્વનિ-યોજના આકર્ષક છે. ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’માં પણ ઘટના-વસ્તુની પસંદગીમાં જ કવિદૃષ્ટિનો વિજય જોઈ શકાય છે. ‘રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !’ આ પરિણામ જે કારણે આવ્યું એ કારણમાં જ જીવનના વૈચિત્ર્યનો નિગૂઢ ભાવ રહેલો છે. આમ ‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યો જોતાં પણ ઉમાશંકરની કવિ-દૃષ્ટિનો ઠીક ઠીક પરચો મળી રહે છે. ‘નિશીથ’માંથી પણ ઉમાશંકરની વસ્તુનિષ્ઠ કલ્પનાશક્તિ તથા સંવેદનશક્તિનો મર્મ પામી શકાય છે. ‘નિશીથ’માં નિશીથ જેવા અમૂર્ત તત્ત્વને મૂર્ત રૂપ બક્ષતી કલ્પનામાં ગોઠવણી હોવા છતાંય એ પ્રકારનું રૂપ આપવાની કલ્પના સ્ફુરી એમાં જ એમની કવિત્વશક્તિ વરતાય છે. ‘વિરાટ પ્રણય’માં પણ જે ઉપક્રમથી માનવજાતિ પ્રત્યેનો સ્નેહ અભિવ્યક્ત થયો છે તેમાં કવિતાનું તત્ત્વ રહેલું છે. જોકે કવિએ કાવ્યારંભે સાત મુદ્દાઓમાં કાવ્યના વસ્તુનિરૂપણનો જે નકશો આપ્યો છે તે કવિકર્મની સાહજિકતા વિશે વહેમ પેદા કરે છે. આમેય જ્યારે કોઈ કવિ પોતાની કવિતાનો નકશો આપે — એ આપવા પ્રેરાય ત્યારે ઊર્મિકવિતાને જ સાચી કવિતા લેખનાર ભાવકને એના કવિકર્મની સાહજિકતા વિશે કંઈક શંકા થાય તો નવાઈ નહીં ! ‘વિરાટ પ્રણય’ ઉમાશંકરની મહાકવિ માટેની કેટલીક સજ્જતાનો તેમ જ મહાકવિ થવામાં શક્ય અંતરાયોનો અણસાર આપતું ‘નિબંધસ્વરૂપ’૭૧ કાવ્ય છે. આ કાવ્ય ‘વિશ્વશાંતિ’ના સાતત્યમાં લખાયેલું છે. સુન્દરમ્ ‘વિશ્વશાંતિ’ના અનુષંગે આ કાવ્યને યાદ કરે છે. તે સાથે તેને ‘ખંડકાવ્ય’માં મૂકવાનું ટાળે છે. વળી ‘આરોહણ’ને પડછે મૂકીને જોતાં ‘વિરાટ પ્રણય’માં વ્યષ્ટિવિકાસની અપેક્ષાએ સમષ્ટિવિકાસનાં પરિબળોનો સંવાદ-મૂલક વિકાસ-નકશો પણ પામી શકાય છે. સમષ્ટિને – માનવજાતિને પ્રિયતમા કહી તેના પ્રેમી તરીકે પચ્ચીશીયે જેણે માંડ પૂરી કરી નથી તેવા યુવાન કવિ ચાહવાને લાગી જાય, અને એ પ્રેમી કવિ પણ સમષ્ટિની વિવિધ સાંસ્કૃતિક અવસ્થાઓનાં પ્રમાણિત ને તે સાથે આહ્લાદક ચિત્રો આપવા માંડે – એ વસ્તુ જ રસિક છે. કેટલાંક ચિત્રો તો શબ્દ અને અર્થ ઉભયના કવિસંવેદન - પ્રેરિત સહકારથી રમણીય બન્યાં છે; દા. ત., {{Poem2Close}}
સમરકંદ-બુખારા ધ્રુવ-પદની જેમ દોહરાતું સોટીના મારની વેદનાને જે રીતે ઘૂંટી આપે છે તે ખૂબ આકર્ષક છે. આમેય આ કાવ્ય વિષયનાવીન્યની દૃષ્ટિએ ને એક લાક્ષણિક નિરૂપણરીતિને લઈને ગુજરાતી કવિતાના એક ચિરંજીવ ઉન્મેષરૂપ તો છે જ. એમાં એક કિશોરમાનસની ગતિનું જુદા જુદા ભાવસંદર્ભો લઈને, ચિત્રાત્મક રીતે અને લાક્ષણિક ભાષાચ્છટામાં આલેખન થયું છે, જે ખૂબ આસ્વાદ્ય બને છે. ‘દળણાના દાણા’માં ઘટના-પરંપરાનો વણાટ આકર્ષક છે. અલબત્ત, અત્રનિર્દિષ્ટ અકસ્માત-પરંપરાને કવિચાતુરીનું પરિણામ પણ ગણી શકાય. આ કાવ્ય વાંચતાં જ સુન્દરમ્નું ‘મીંદડી’ કાવ્ય યાદ આવી જાય છે. અહીં ડોશીની બેહાલીનું કંઈક કલ્પનાચાતુરીથી એ આસ્વાદ્ય ચિત્ર ઊપસે છે. કપડાં ધોતાં ઊડતા પાણીના છાંટામાં દેખાતા રંગધનુષના રંગોને અનુલક્ષીને ઉમાશંકરે ધોબી અને સામી બાજુ કવિ તથા વિજ્ઞાની વચ્ચે જે સંવાદ યોજ્યો છે તે કેટલો અર્થપૂર્ણ છે ! સંભવ છે કે વર્ડ્ઝવર્થના ‘માય હાર્ટ લીપ્સ અપ વ્હેન આઈ બીહોલ્ડ અ રેઇનબો’ જેવી પંક્તિ આ કાવ્યની વસ્તુકલ્પનામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે માર્ગદર્શક થઈ હોય. ઉમાશંકરે વર્ડ્ઝવર્થને કવિતામાં યાદ કર્યા છે જ. ‘બળતાં પાણી’માં, રા. વિ. પાઠક કહે છે તેમ, ‘કવિની કલ્પના જ પોતામાં સ્ફુરાયમાણ થયેલું માનવમંથનરહસ્ય કુદરતના આ દૃશ્યમાં જોઈ લે છે અને એ વ્યક્ત થાય એવી રીતે એને કથે છે.’<ref>અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૧૨૯.</ref> ‘બળતાં પાણી’માં તર્કબળ અને કલ્પનાબળના યુગપત્ પ્રભાવ દ્વારા સિદ્ધ થતી ધ્વનિ-યોજના આકર્ષક છે. ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’માં પણ ઘટના-વસ્તુની પસંદગીમાં જ કવિદૃષ્ટિનો વિજય જોઈ શકાય છે. ‘રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું !’ આ પરિણામ જે કારણે આવ્યું એ કારણમાં જ જીવનના વૈચિત્ર્યનો નિગૂઢ ભાવ રહેલો છે. આમ ‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યો જોતાં પણ ઉમાશંકરની કવિ-દૃષ્ટિનો ઠીક ઠીક પરચો મળી રહે છે. ‘નિશીથ’માંથી પણ ઉમાશંકરની વસ્તુનિષ્ઠ કલ્પનાશક્તિ તથા સંવેદનશક્તિનો મર્મ પામી શકાય છે. ‘નિશીથ’માં નિશીથ જેવા અમૂર્ત તત્ત્વને મૂર્ત રૂપ બક્ષતી કલ્પનામાં ગોઠવણી હોવા છતાંય એ પ્રકારનું રૂપ આપવાની કલ્પના સ્ફુરી એમાં જ એમની કવિત્વશક્તિ વરતાય છે. ‘વિરાટ પ્રણય’માં પણ જે ઉપક્રમથી માનવજાતિ પ્રત્યેનો સ્નેહ અભિવ્યક્ત થયો છે તેમાં કવિતાનું તત્ત્વ રહેલું છે. જોકે કવિએ કાવ્યારંભે સાત મુદ્દાઓમાં કાવ્યના વસ્તુનિરૂપણનો જે નકશો આપ્યો છે તે કવિકર્મની સાહજિકતા વિશે વહેમ પેદા કરે છે. આમેય જ્યારે કોઈ કવિ પોતાની કવિતાનો નકશો આપે — એ આપવા પ્રેરાય ત્યારે ઊર્મિકવિતાને જ સાચી કવિતા લેખનાર ભાવકને એના કવિકર્મની સાહજિકતા વિશે કંઈક શંકા થાય તો નવાઈ નહીં ! ‘વિરાટ પ્રણય’ ઉમાશંકરની મહાકવિ માટેની કેટલીક સજ્જતાનો તેમ જ મહાકવિ થવામાં શક્ય અંતરાયોનો અણસાર આપતું ‘નિબંધસ્વરૂપ’<ref>નિરંજન ભગત, ‘મારો પ્રિય વિદ્યમાન લેખક’; કવિનો શબ્દ, પૃ. ૮૬.</ref> કાવ્ય છે. આ કાવ્ય ‘વિશ્વશાંતિ’ના સાતત્યમાં લખાયેલું છે. સુન્દરમ્ ‘વિશ્વશાંતિ’ના અનુષંગે આ કાવ્યને યાદ કરે છે. તે સાથે તેને ‘ખંડકાવ્ય’માં મૂકવાનું ટાળે છે. વળી ‘આરોહણ’ને પડછે મૂકીને જોતાં ‘વિરાટ પ્રણય’માં વ્યષ્ટિવિકાસની અપેક્ષાએ સમષ્ટિવિકાસનાં પરિબળોનો સંવાદ-મૂલક વિકાસ-નકશો પણ પામી શકાય છે. સમષ્ટિને – માનવજાતિને પ્રિયતમા કહી તેના પ્રેમી તરીકે પચ્ચીશીયે જેણે માંડ પૂરી કરી નથી તેવા યુવાન કવિ ચાહવાને લાગી જાય, અને એ પ્રેમી કવિ પણ સમષ્ટિની વિવિધ સાંસ્કૃતિક અવસ્થાઓનાં પ્રમાણિત ને તે સાથે આહ્લાદક ચિત્રો આપવા માંડે – એ વસ્તુ જ રસિક છે. કેટલાંક ચિત્રો તો શબ્દ અને અર્થ ઉભયના કવિસંવેદન - પ્રેરિત સહકારથી રમણીય બન્યાં છે; દા. ત., {{Poem2Close}}




Line 841: Line 842:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘શકે’ જેવા પ્રયોગોને ચલાવતી આ પદ્યભાષા કંઈક કૃત્રિમ છતાં એની કૃત્રિમતાને સહી લેવાનું મન થઈ જાય એટલી મજબૂત છે ! આ ભાષાનું પોત ‘અભિજ્ઞા’માં પહોંચતાં બદલાય છે, તો આ ભાષાનું વધુ વિશોધિત રૂપ ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં દૃશ્યકાવ્યોમાં સિદ્ધ થતું પામી શકાય છે. ‘વિરાટ પ્રણય’માં કવિકૌશલનો સારો પ્રભાવ છે. આમ છતાં કવિનો વિચાર જેટલો પ્રગતિશીલ, ઉદાર ને વ્યાપક છે, એમની ભાવના જેટલી સાચી અને ઉન્નત છે એટલું અનુભૂતિબળ ઉત્કટ નથી. સમગ્ર કાવ્યની સંઘટના–પ્રક્રિયામાં કવિતા કરવાની પ્રેરણાને મુકાબલે સંકલ્પ ને વિભાવના વધુ ડોકિયાં કરે છે. આમ છતાં કવિની સૌષ્ઠવપ્રિય રચનાકળાને મૂર્ત કરતા અનેક રમણીય પદ્યખંડકોથી આ કાવ્ય આસ્વાદ્ય તો બને જ છે. માનવજાતિ પ્રત્યેના પ્રણયને કારણે આ પ્રણય ‘વિરાટ પ્રણય’ છે તે સ્પષ્ટ છે. ‘વાંસળી વેચનારો’માં ઘટના-વસ્તુની ખૂબી છે. આ કાવ્યને કુંતકના ‘વસ્તુવક્રતા’ના ઉદાહરણમાં ન મૂકી શકાય ? ‘ચચ્ચાર આને’ વાંસળી વેચવા નીકળેલા ફેરિયાની વાંસળી કોઈ ખરીદતું નથી ને છેવટે થાકીને ઘર તરફ પાછો વળે છે. એ વખતે પોતે જ વેચવા માટેની વાંસળી વગાડવામાં એટલો ખોવાઈ જાય છે કે વાંસળી ખરીદવા માંગતી બાલાના તાલીસ્વરનું પણ ભાન રહેતું નથી ! આ ઘટનાનિરૂપણમાં જીવનના રહસ્યગર્ભ રૂપનો પરિચય થાય છે. આ કાવ્યમાં કવિનું નિરૂપણ સ્વસ્થ ને સંયમપૂર્વકનું છે, છતાં એમાં વાંસળીવાળાના મુખના શબ્દોમાં ક્યાંક કવિના સૂરનો ઓછાયો ઘૂસી જતો લાગે છે. વળી લેશ ભાન ન રહ્યું – એ પ્રકારના સ્પષ્ટીકરણથી કાવ્યનો અંત ન આવ્યો હોત તો એના ધ્વનિને લાભ થાત. આ કાવ્યને સુન્દરમ્ના ‘બક્ષિસ’ મુક્તક સાથે સરખાવી જોતાં ઉભયની વિશેષતાઓ રમ્ય રીતે જણાઈ આવે છે. ‘અન્નબ્રહ્મ’ કાવ્ય તો જાણે વેદકાલીન કાવ્યશૈલીના ગુજરાતી રૂપાંતર જેવું છે. (આ શૈલીની રચનાઓ હરિશ્ચંદ્ર ભટ્ટે ‘સ્વપ્નપ્રયાણ’માં આપી છે.) અન્નબ્રહ્મની આ સ્તુતિમાં કવિની વાસ્તવનિષ્ઠા સાથે સંસ્કૃતિપ્રીતિ પ્રગટ થાય છે. ‘અન્ન’ ને બ્રહ્મસ્વરૂપે જોવાનું તો આ પૂર્વે પણ બન્યું છે, પણ અહીં તો અન્ન સમગ્ર માનવજીવનના ઋતધર્મના જીવંત પ્રતીકરૂપ હોય એમ વર્ણવાય છે.S નિરંજન ભગતે જેના તરફ વિશેષભાવે ધ્યાન દોર્યું તે ‘લોકલમાં’નો કવિનો અનુભવ વિરલ ને તેથી જ સ્મરણીય છે. લોકલમાં મુસાફરી કરતા કવિ એક રસમૂર્તિની ડોલતી લોલ – મસ્તી છબીનું દર્શન સીધેસીધું નહિ કરતાં, એક વૃદ્ધના કાલજર્જરિત નેત્રમાં કરે છે. રૂપદર્શનનો આ એ રીતે એક અનોખો અનુભવ છે. આ એક રહસ્યમય લાગતું દર્શન છે અને એથી વધુ કશુ કવિ અહીં સૂચવી શક્યા નથી એ જ તો આ દર્શનની ખૂબી છે ! ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ની એ એવી બાલા હોવાથી જ વાત આકર્ષક બની જાય છે. એ ‘અશ્રુસીંચેલ વેલી’ કચ્છો વાળી, ઊંચી નિસરણીએ ચઢીને ગારથી ભીંત લીંપે, લીંપતાં લીંપતાં ગુપ્ત ઉલ્લાસભર્યાં ગીતો ગાય, અબરખ-ખડીથી ભીંતો રંગે, સ્વસ્તિકો કાઢે, બારસાખે સોનેરીરૂપેરી વરખો લગાડે, આસોપાલવનાં તોરણો બાંધે – જે પરણવાની છે એ જ બાલાને આ બધું કરતી જોવી – બતાવવી એમાં કવિનું વેદનાસિક્ત માનવજીવનનું દર્શન કારણભૂત છે. આ કાવ્યમાંનો વિષાદ ને આનંદનો કોઈ અપૂર્વ મેળ-સુમેળ સ્તો – જીવનને કેવા વિશિષ્ટ રૂપમાં આપણી આગળ પ્રત્યક્ષ કરે છે ! ઉમાશંકરની વેદનશીલતાની સૂક્ષ્મતા વિના આ કાવ્ય ન સંભવત.
‘શકે’ જેવા પ્રયોગોને ચલાવતી આ પદ્યભાષા કંઈક કૃત્રિમ છતાં એની કૃત્રિમતાને સહી લેવાનું મન થઈ જાય એટલી મજબૂત છે ! આ ભાષાનું પોત ‘અભિજ્ઞા’માં પહોંચતાં બદલાય છે, તો આ ભાષાનું વધુ વિશોધિત રૂપ ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં દૃશ્યકાવ્યોમાં સિદ્ધ થતું પામી શકાય છે. ‘વિરાટ પ્રણય’માં કવિકૌશલનો સારો પ્રભાવ છે. આમ છતાં કવિનો વિચાર જેટલો પ્રગતિશીલ, ઉદાર ને વ્યાપક છે, એમની ભાવના જેટલી સાચી અને ઉન્નત છે એટલું અનુભૂતિબળ ઉત્કટ નથી. સમગ્ર કાવ્યની સંઘટના–પ્રક્રિયામાં કવિતા કરવાની પ્રેરણાને મુકાબલે સંકલ્પ ને વિભાવના વધુ ડોકિયાં કરે છે. આમ છતાં કવિની સૌષ્ઠવપ્રિય રચનાકળાને મૂર્ત કરતા અનેક રમણીય પદ્યખંડકોથી આ કાવ્ય આસ્વાદ્ય તો બને જ છે. માનવજાતિ પ્રત્યેના પ્રણયને કારણે આ પ્રણય ‘વિરાટ પ્રણય’ છે તે સ્પષ્ટ છે. ‘વાંસળી વેચનારો’માં ઘટના-વસ્તુની ખૂબી છે. આ કાવ્યને કુંતકના ‘વસ્તુવક્રતા’ના ઉદાહરણમાં ન મૂકી શકાય ? ‘ચચ્ચાર આને’ વાંસળી વેચવા નીકળેલા ફેરિયાની વાંસળી કોઈ ખરીદતું નથી ને છેવટે થાકીને ઘર તરફ પાછો વળે છે. એ વખતે પોતે જ વેચવા માટેની વાંસળી વગાડવામાં એટલો ખોવાઈ જાય છે કે વાંસળી ખરીદવા માંગતી બાલાના તાલીસ્વરનું પણ ભાન રહેતું નથી ! આ ઘટનાનિરૂપણમાં જીવનના રહસ્યગર્ભ રૂપનો પરિચય થાય છે. આ કાવ્યમાં કવિનું નિરૂપણ સ્વસ્થ ને સંયમપૂર્વકનું છે, છતાં એમાં વાંસળીવાળાના મુખના શબ્દોમાં ક્યાંક કવિના સૂરનો ઓછાયો ઘૂસી જતો લાગે છે. વળી લેશ ભાન ન રહ્યું – એ પ્રકારના સ્પષ્ટીકરણથી કાવ્યનો અંત ન આવ્યો હોત તો એના ધ્વનિને લાભ થાત. આ કાવ્યને સુન્દરમ્ના ‘બક્ષિસ’ મુક્તક સાથે સરખાવી જોતાં ઉભયની વિશેષતાઓ રમ્ય રીતે જણાઈ આવે છે. ‘અન્નબ્રહ્મ’ કાવ્ય તો જાણે વેદકાલીન કાવ્યશૈલીના ગુજરાતી રૂપાંતર જેવું છે. (આ શૈલીની રચનાઓ હરિશ્ચંદ્ર ભટ્ટે ‘સ્વપ્નપ્રયાણ’માં આપી છે.) અન્નબ્રહ્મની આ સ્તુતિમાં કવિની વાસ્તવનિષ્ઠા સાથે સંસ્કૃતિપ્રીતિ પ્રગટ થાય છે. ‘અન્ન’ ને બ્રહ્મસ્વરૂપે જોવાનું તો આ પૂર્વે પણ બન્યું છે, પણ અહીં તો અન્ન સમગ્ર માનવજીવનના ઋતધર્મના જીવંત પ્રતીકરૂપ હોય એમ વર્ણવાય છે.S નિરંજન ભગતે જેના તરફ વિશેષભાવે ધ્યાન દોર્યું તે ‘લોકલમાં’નો કવિનો અનુભવ વિરલ ને તેથી જ સ્મરણીય છે. લોકલમાં મુસાફરી કરતા કવિ એક રસમૂર્તિની ડોલતી લોલ – મસ્તી છબીનું દર્શન સીધેસીધું નહિ કરતાં, એક વૃદ્ધના કાલજર્જરિત નેત્રમાં કરે છે. રૂપદર્શનનો આ એ રીતે એક અનોખો અનુભવ છે. આ એક રહસ્યમય લાગતું દર્શન છે અને એથી વધુ કશુ કવિ અહીં સૂચવી શક્યા નથી એ જ તો આ દર્શનની ખૂબી છે ! ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ની એ એવી બાલા હોવાથી જ વાત આકર્ષક બની જાય છે. એ ‘અશ્રુસીંચેલ વેલી’ કચ્છો વાળી, ઊંચી નિસરણીએ ચઢીને ગારથી ભીંત લીંપે, લીંપતાં લીંપતાં ગુપ્ત ઉલ્લાસભર્યાં ગીતો ગાય, અબરખ-ખડીથી ભીંતો રંગે, સ્વસ્તિકો કાઢે, બારસાખે સોનેરીરૂપેરી વરખો લગાડે, આસોપાલવનાં તોરણો બાંધે – જે પરણવાની છે એ જ બાલાને આ બધું કરતી જોવી – બતાવવી એમાં કવિનું વેદનાસિક્ત માનવજીવનનું દર્શન કારણભૂત છે. આ કાવ્યમાંનો વિષાદ ને આનંદનો કોઈ અપૂર્વ મેળ-સુમેળ સ્તો – જીવનને કેવા વિશિષ્ટ રૂપમાં આપણી આગળ પ્રત્યક્ષ કરે છે ! ઉમાશંકરની વેદનશીલતાની સૂક્ષ્મતા વિના આ કાવ્ય ન સંભવત.
૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે હિન્દી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદસ કલાક પછીની છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં (‘વિશ્વશાંતિ’ની જેમ જ) ‘આત્માનાં ખંડેર’ની સૉનેટમાળા રચાઈ હતી.+ આ સૉનેટમાળા કવિના કવિત્વની બળવાન મુદ્રા ઉપસાવી આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ અહંઘોષ૭૨ કરતો, અને ‘વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું’ની ખેવના કરતો કવિ-આત્મા આ સૉનેટમાં કેન્દ્રસ્થાને છે. આ કવિ{{Poem2Close}}
૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે હિન્દી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદસ કલાક પછીની છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં (‘વિશ્વશાંતિ’ની જેમ જ) ‘આત્માનાં ખંડેર’ની સૉનેટમાળા રચાઈ હતી.+ આ સૉનેટમાળા કવિના કવિત્વની બળવાન મુદ્રા ઉપસાવી આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ અહંઘોષ<ref>રાજેન્દ્ર શાહ, ‘વિશ્વમાનવ’, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૫.</ref> કરતો, અને ‘વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું’ની ખેવના કરતો કવિ-આત્મા આ સૉનેટમાં કેન્દ્રસ્થાને છે. આ કવિ{{Poem2Close}}