26,604
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઢ | }} {{Poem2Open}} ‘ઢેડનો વેશ’ : કશી કર્તા-નામછાપ વિનાનો અને ‘સાહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">‘'''ઢેડનો વેશ’'''</span> : કશી કર્તા-નામછાપ વિનાનો અને ‘સાહેબના શીશા’ (=દારૂનીબાટલીઓ)ના ઉલ્લેખને કારણે મોડા સમયની રચના હોય એવી સંભાવનાને અવકાશ આપતો આ ભવાઈ-વેશ (મુ.) એના વિષયને કારણે ખાસ નોંધપાત્ર બને છે. હરિજનોની અવદશાનું એમાં ઐતિહાસિક ચિત્ર દોરાયેલું છે, જે આંખ ઉઘાડનારું છે. | |||
વેશના વસ્તુનિરૂપણમાં પાંચેક ખંડો પડી જતા જોઈ શકાય છે. પ્રથમ ખંડમાં ટાવલા મહેતર (ઢેડ) અને ભવૈયા વચ્ચેનો સંવાદ ચાલે છે, જેને આ વેશની પ્રસ્તાવના કહી શકાય. ઊંચનીચભેદના માર્મિક સંકેત ધરાવતો આ સંવાદ વિનોદી રીતે ચાલે છે. બંને જણા અરસપરસ ‘ભાભાની’ ‘ઢેડની’ એવાં સ્ત્રીલિંગી સંબોધનો કરે છે, એટલું જ નહીં પણ ઢેડ પોતે પોતાને માટે “હું ઢેડવાડામાં ઘરડી છું” એવો સ્ત્રીલિંગી પ્રયોગ કરે છે એ નોંધપાત્ર છે. | વેશના વસ્તુનિરૂપણમાં પાંચેક ખંડો પડી જતા જોઈ શકાય છે. પ્રથમ ખંડમાં ટાવલા મહેતર (ઢેડ) અને ભવૈયા વચ્ચેનો સંવાદ ચાલે છે, જેને આ વેશની પ્રસ્તાવના કહી શકાય. ઊંચનીચભેદના માર્મિક સંકેત ધરાવતો આ સંવાદ વિનોદી રીતે ચાલે છે. બંને જણા અરસપરસ ‘ભાભાની’ ‘ઢેડની’ એવાં સ્ત્રીલિંગી સંબોધનો કરે છે, એટલું જ નહીં પણ ઢેડ પોતે પોતાને માટે “હું ઢેડવાડામાં ઘરડી છું” એવો સ્ત્રીલિંગી પ્રયોગ કરે છે એ નોંધપાત્ર છે. | ||
બીજો ખંડ વેશના હાર્દરૂપ છે. એમાં સીધા કથાકથનથી હરિજનોને માથે જે ૪ કર હતા-વગડામાં રહેવું, કોટે બાંધેલી કૂલડીમાં થૂંકવું, સૂતરનો ફાળકો રાખવો તથા પાછળ પગલાંને ભૂંસી નાખતું લબડતું ઝાંખરું રાખવું - તેમ જ અલગ ઓળખાવા માટે પહેરણને ત્રીજી બાંય રાખવી, આ બધું કેવી રીતે દૂર થયું તેનું અદ્ભુતરસિક વૃત્તાંત રજૂ થયું છે. હરિજનો માથેના આ કર એમને કેટલા હલકા-પશુથી પણ ઊતરતી કોટિના ગણવામાં આવતા હતા તેનો એક ચોંકાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે, તો એ કરમાંથી છૂટ્યાની કથા લાક્ષણિક રીતે ચમત્કારપૂર્ણ છે. અણમાનીતી રાણીની ખટપટને કારણે માનીતી રાણીનો તજી દેવાયેલો પુત્ર હરિજન બાળક તરીકે ઊછરે છે અને નવા ખોદાયેલા તળાવમાં પાણી આવે તે માટે ભોગ આપવાનો થાય છે ત્યારે બત્રીસલક્ષણા પુરુષ તરીકે એની પસંદગી થાય છે. હરિજનો પરના પરંપરાગત કર દૂર કરવાની શરતે આ હરિજન કિશોર સોંપવામાં આવે છે ને એના લોહીથી તળવામાં પાણી પણ આવે છે. સદ્ભાગ્યે કિશોર બચી જાય છે. જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની જડ કેટલી ઊંડી છે એનો ખ્યાલ એ પરથી આવે છે કે બત્રીસલક્ષણો પુરુષ વસ્તુત: હરિજન કોમનો નથી, રાજપુત્ર છે. | બીજો ખંડ વેશના હાર્દરૂપ છે. એમાં સીધા કથાકથનથી હરિજનોને માથે જે ૪ કર હતા-વગડામાં રહેવું, કોટે બાંધેલી કૂલડીમાં થૂંકવું, સૂતરનો ફાળકો રાખવો તથા પાછળ પગલાંને ભૂંસી નાખતું લબડતું ઝાંખરું રાખવું - તેમ જ અલગ ઓળખાવા માટે પહેરણને ત્રીજી બાંય રાખવી, આ બધું કેવી રીતે દૂર થયું તેનું અદ્ભુતરસિક વૃત્તાંત રજૂ થયું છે. હરિજનો માથેના આ કર એમને કેટલા હલકા-પશુથી પણ ઊતરતી કોટિના ગણવામાં આવતા હતા તેનો એક ચોંકાવનારો ઐતિહાસિક દસ્તાવેજ છે, તો એ કરમાંથી છૂટ્યાની કથા લાક્ષણિક રીતે ચમત્કારપૂર્ણ છે. અણમાનીતી રાણીની ખટપટને કારણે માનીતી રાણીનો તજી દેવાયેલો પુત્ર હરિજન બાળક તરીકે ઊછરે છે અને નવા ખોદાયેલા તળાવમાં પાણી આવે તે માટે ભોગ આપવાનો થાય છે ત્યારે બત્રીસલક્ષણા પુરુષ તરીકે એની પસંદગી થાય છે. હરિજનો પરના પરંપરાગત કર દૂર કરવાની શરતે આ હરિજન કિશોર સોંપવામાં આવે છે ને એના લોહીથી તળવામાં પાણી પણ આવે છે. સદ્ભાગ્યે કિશોર બચી જાય છે. જ્ઞાતિની ઉચ્ચ-નીચતાની જડ કેટલી ઊંડી છે એનો ખ્યાલ એ પરથી આવે છે કે બત્રીસલક્ષણો પુરુષ વસ્તુત: હરિજન કોમનો નથી, રાજપુત્ર છે. | ||
Line 13: | Line 13: | ||
સમાજનાં અનેક પાસાંને એક સાથે વણી લેતો આ વેશ સમગ્રપણે હળવી શૈલીમાં ચાલે છે ને એની ગતિ સ્વચ્છ સુરેખ છે. | સમાજનાં અનેક પાસાંને એક સાથે વણી લેતો આ વેશ સમગ્રપણે હળવી શૈલીમાં ચાલે છે ને એની ગતિ સ્વચ્છ સુરેખ છે. | ||
કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહિપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. મુનશી હરમણિશંકર ધનશંકર -. | કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહિપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. મુનશી હરમણિશંકર ધનશંકર -. | ||
સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [જ.કો.] | સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. {{Right|[જ.કો.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits