અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લ રાવલ/ગોબો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 18: Line 18:
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!
</poem>
</poem>

આસ્વાદ: મનોકંપનનું સઘન પ્રતીક – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}}
સર્જક હોય કે સામાન્ય વ્યક્તિ, ‘મૂડ ઑફ રેઝિગ્નેશન’ની ક્ષણ પ્રત્યેકના જીવનમાં આવે છે. વયનો તકાજો, નૈરાશ્ય, થાક તદુપરાંત શાંત ચિત્તે પરિસ્થિતિના વાસ્તવનો સ્વીકાર જેવાં કારણો આવા મિજાજ પાછળ દેખાય.
છોડી દેવું, આપી દેવું, નિર્વૃત્તિથી છૂટા થઈ જવું જેવા મિશ્ર ભાવસંકુલની અભિવ્યક્તિ મોટે ભાગે સબ્જેક્ટિવ રીતે, આત્મલક્ષી ભાતે થાય, પણ કાવ્ય રૂપે એનું વસ્તુલક્ષી પ્રવર્તન પ્રતીકાત્મક અભિગમથી જ સંભવે.
અછાંદસ કૃતિ ‘ગોબો’ આનું એક રસપ્રદ ઉદાહરણ. ‘થાય છે’થી શરૂ થતી રચના, કાવ્યનાયકની લાગણીઓના સ્તર અને લયને ઉપમા-કલ્પનથી ઊઘતી આવે.
આખે આખો અસબાબ, સરસામાન, ડેડ સ્ટૉક એ કેવળ ઘરની ચીજવસનો, માનવાની ઉતાવળ કરવા જેવી નથી. એ આંતરિક મનોદશાનો સંકેત અધિક ચીંધે છે. પ્રથમ પંક્તિ નિજી ભાવનું ગદ્યગંધી સ્ટેટમેન્ટ છે. પણ અનુવર્તી પંક્તિનું ઈષત્ ઝનૂન કાવ્યનાયકનો નિર્ધાર જાહેર કરે છે:
ભૂંસી નાખ્યું હથેળી પરની રેખાઓ
જેમ બાળપણમાં ભૂંસતો‘તો કાળી પાટી પરના અક્ષરો!
ભાવિ સંકલ્પોની સંભાવનાની હસ્તરેખાઓ ભૂંસી નાખવાનો નિર્ણય એક શૈશવી ઉપમાથી તાદૃશ કર્યો છે. કાળી સ્લેટ પરના સફેદ અક્ષરો નાનપણમાં ભૂંસવાની ચેષ્ટા સાથે હથેળી પરની રેખાઓનું સન્ધાન ભાવકને વર્તમાનમાંથી ભૂતકાળમાં ટ્રાન્સપોર્ટ કરી દે છે!
ભૂંસી નાખવા બાદ વાસી દેવાનો ભાવ ઊપસે છે. શું વાસી દેવું છે? મૃતિમંજૂષાને તાળું. વ્યતીતરાગનાં સ્મરણોનો ઊભરો આવતો ભાળીને જ એના પર ખંભાતી તાળું મારવાનું ઇષ્ટ લાગ્યું છે. ‘યાદોં કી બારાત’ સમી સ્મૃતિપેટીમાંથી સ્નેહતરસતા પત્રો ફાડી નાખવા પ્રેમી આટલો રાગાતુર કેમ છે? એનો આ એકમાત્ર રોમાન્ટિક રોમાંચ છે, ઉદ્રેક છે? ના, તે પૂરતો ગંભીર છે.
— એટલે તો પોતાનું કહી શકાય એવું કંઈ કહેતાં કાંઈ બચાવી રાખવાનો એ ધરાર ઇનકાર કરે છે.
અહીં નાયકની ‘ઇનર લાઇફ’માં ડોકિયું કરવાની સુવિધા બે શબ્દોમાં છતી થઈ એ બે શબ્દો છે, ‘ઓલવાયેલી અપેક્ષામાં’.
અપેક્ષામાત્ર, ગરજનો પ્રોજ્વલિત અગ્નિ ગણાય, પરંતુ તે તો અહીં ઓલવાઈ ગયો છે. તારતમ્ય એ કે આકાંક્ષાઓની આલમ તો પારાવાર હતી પણ અશીકશી નિષ્ફળતાઓએ જ એમાં આગ ચાંપી દીધી હશે!
ગીતામાંના ‘વાસાંસિ જીર્ણાની દૂરવર્તી યાદ આપે અને છતાં પોતાના મિજાજનું પોત બતાવે એવી કાવ્યબાની સુપાઠ્ય છે. ‘ભલે ફાટતાં રહે, નથી સાંધવાં વસ્ત્રો, ભલે ઊખડ્યા કરે ભીંત પરથી પોપડા એક પછી એક.’
કવિ અહીં કુશળ સંકલનકાર, એડિટર રૂપે હાજરાહજૂર છે. ફાટવા દેવાં છે એય વસ્ત્રોની સાથોસાથ ભીંત પરના પોપડાઓને ઊખડવા દેવાની અવદશાનું જકસ્ટાપોઝિશન – ‘એક પછી એક’ ગતિશીલ વર્ણનથી ઊતર્યું છે.
ભીંતની વાત સાથે, અને એની પાછળ દીવાલ અને છાપરાનો અસબાબ કેવા કેવા વિભાવ ઉપસાવે છે?
{{Poem2Close}}
<poem>
હવે નથી સમારવી દીવાલ!
નથી સંચારવું ચૂતું છાપરું!
</poem>
{{Poem2Open}}
આ દીવાલ તદ્દન ભૌતિક લાગે, છતાં નથી. ચૂતું છાપરું પણ છે–છે ને નથી.
ભીંત–દીવાલ અવરોધ–વિરોધનાં અમૂર્ત સિગ્નલ સિમ્બૉલ છે. સ્મરણો ચૂતું છાપરું નાયકના – ‘સેરેબ્રલ રુફ’ – મનમગજનો અણસાર આપે.
કર્તૃત્વ, કિંકર્તૃત્વ, વિકર્તૃત્વનો હોમ કરી દઈ કશું – ના–કરવાના મિજાજમાં ઠરવાની સ્થિતિ સ્પષ્ટ છે. સ્મૃતિમંજૂષા, ભીંત, દીવાલ, વસ્ત્રો પ્રત્યેનો નિર્વેદ કે વિરાગ સમજાય પણ કવિ અહીં કૃતિની પરાકોટિ, વાસણો–પાત્રોના ગોબા આવેખી નાવીન્ય દર્શાવી શક્યા છે.
{{Poem2Close}}
<poem>
ભલે પછડાઈ પછડાઈને ગોબાઈ જાય વાસણો,
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!
</poem>
{{Poem2Open}}
‘ગોબો’ અહીં નિર્ણય આંચકા આપતો ‘ગોદો’ લાગે છે! વસ્ત્રો ફાટ્યાં હોય તો સાંધવાં નથી, ઘરછાપરાં પડી જાય તો પડી જવા દેવાં છે… ત્યાં વાસણ અને એના ગોબાની ક્યાં વિસાત?
ભાવકને લાગે કે વાસણો પછડાઈ પછડાઈ ગોબાળાં થઈ જવાની ધારણા ભૂકંપની યાદ ફરકાવી જાય. તો આ ભૂકંપ બહાર તો બન્યો જ નથી તો આ ધરતીકંપ કયો? ‘ગોબો’ મનોકંપનું સબળ પ્રતીક લેખાય.
કવિશ્રી પ્રફુલ્લ રાવલ, એમના પ્રથમ સંગ્રહ ‘આવતી કાલની શોધમાં’, આ કાવ્ય નિર્વેદ નિર્ધારની ઑબ્જેક્ટિવ પ્રસ્તુતિ કરી શક્યા છે.
કેવળ એક શબ્દ ‘ગોબો’ સાથે કૃતિલીલા થતી જોઈ આ લખનારને પ્રિય ઉંગારેત્તીની Envoi (૧૯૧૬) કવિતા સાંભરી. ત્યાં પણ સર્જકને એક જ શબ્દ ‘શોધમાં’ સાંપડ્યો ને તરત જ મર્માન્તિક અભિવ્યક્તિ ઝળકી:
{{Poem2Close}}
<poem>
When I find
one single word
in this my silence
it is hewn into my life
Like an abyss…
</poem>
{{Right|(રચનાને રસ્તે)}}